Rudra ni premkahaani - 2 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rudra ni premkahaani - 2 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - Novels
by Jatin.R.patel
in
Gujarati Love Stories
"અહીંયા ઉપસ્થિત સર્વે રાજાઓ અને કુંભમેળામાં આવેલા શ્રધ્ધાળુઓની હાજરીમાં હું આ શુભ પ્રસંગે એક ખુશ ખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું અને એ ખુશ ખબર છે મારી દીકરી રાજકુમારી મેઘનાનાં વિવાહ અંગેની!"
"મેઘનાનાં થનારાં જીવનસાથી માટે મેં જેની ઉપર પસંદગી ઉતારી છે એનું નામ છે સાત્યકી. ઈન્દ્રપુરનાં રાજા મહેન્દ્રસિંહનો તેજસ્વી અને શૂરવીર પુત્ર સાત્યકી રાજકુમારી મેઘના માટે યોગ્ય વર સાબિત થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. "રાજા મહેન્દ્રસિંહના પુત્ર સાત્યકી તરફ હાથ કરી રાજા અગ્નિરાજે કહ્યું.
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અઘોરી સિરીઝ દ્વિતીય ચરણ સૌપ્રથમ તો સર્વે વાંચકોની માફી માંગી રહ્યો છું કેમકે રુદ્રની પ્રેમકહાનીનો પ્રથમ ખંડ પૂરો થયાંનાં બે મહિના પછી મને હવે આગળનો ભાગ લખવાનો સમય મળ્યો. પણ મિત્રો હું પણ એક માણસ ...Read Moreએટલે અમુક જવાબદારી અને તકલીફો
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:2 રુદ્રને મેઘનાનો અંગરક્ષક નિયુક્ત કરીને અગ્નિરાજે પોતાનાં પગ ઉપર જાણીજોઈને કુહાડી મારી હતી એ વાત પ્રેક્ષકોમાં બેસેલાં રુદ્રના બંને ભેરુ ઈશાન અને શતાયુ સમજી ચૂક્યા હતા. "ભાઈ, આજે તો તે યુદ્ધમેદાનમાં સાબિત કરી દીધું ...Read Moreએ જગતમાં તારાં સમોવડીયો બીજો કોઈ યોદ્ધા નથી!" રુદ્ર જ્યારે શતાયુ અને ઈશાન જોડે આવ્યો ત્યારે શતાયુએ રુદ્રના વખાણ કરતાં કહ્યું. "મિત્ર, આપણે જે કાર્ય સિદ્ધ કરવા આવ્યાં છે એને જો સાચી દિશામાં આગળ ધપાવવું હોય તો હવે તમારે બંનેએ તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યાં વીનાં મારું કહેલું જ કરવાનું છે." રુદ્રના અવાજમાં સ્પષ્ટતા માલુમ પડતી હતી. "અમે હંમેશા તારાં પડછાયાની
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:3 દોલત અને લોલાક દ્વારા રુદ્રને સૈનિકોનાં ઉતારામાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં મોજૂદ સૈનિકોનાં ચહેરા પર પોતાનાં માટે માન હોવાનું રુદ્રને જોતા જ સમજાઈ ગયું. પૃથ્વીલોક પર વાનુરાનાં મેદાનમાં વિજેતા બનતો યોદ્ધા મહાબળી હોવાનું ...Read Moreમાનવું હતું. રત્નનગરીનાં સૈનિકો માટે જે પોશાક હતું એમાં લાલ રંગનું બખ્તર ઉપયોગ થતું હતું પણ અંગરક્ષક તરીકે રુદ્રને જે પહેરવેશ આપવામાં આવ્યો એમાં શ્યામરંગના બખ્તરની વચ્ચે લાલ રંગનો સૂર્ય બનેલો હતો. આ સાથે રુદ્રને અમુક ખાસ હથિયારો આપવામાં આવ્યાં. જેમાં એક બે ધારી તલવાર, પંચધાતુની ઢાલ, ચાંદીની ધારદાર કટાર અને નાના વિષેલા સોયાનો સમાવેશ થતો હતો. આ સોયાને એક
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:4 "વીરા, આજથી એકાદ માસ પહેલા એવી ઘટના પ્રથમ વખત બની જેને મને અને મહારાજને ગુરુવરની વાત માનવા મજબૂત કરી મૂક્યાં. બન્યું એવું કે રાજકુમારી પોતાની સખી વૃંદ સાથે મહેલનાં ઝરૂખે બેઠી વાર્તાલાપ કરી રહી ...Read Moreએ સમયે અચાનક મહેલનાં ઝરૂખાનો પાયો હચમચી ઉઠ્યો અને થોડી જ ક્ષણોમાં ઝરૂખો નીચે પડ્યો." "રાજકુમારીનાં સદનસીબે એ અને એની સખીઓ છેલ્લી ઘડીએ ત્યાંથી ખસી ગઈ અને એમનો જીવ બચી ગયો. ભયાનક વાવાઝોડામાં પણ રત્નનગરીનાં મહેલનો એક કાંકરો હલે એમ નથી ત્યારે આ રીતે ઝરૂખાનાં પાયાનું આમ ધ્વસ્ત થઈ ગયું ઘણી વિસ્મયની વાત હતી.!" "આ પછી અહીં આવવાં નીકળ્યાં એનાં
રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:5 "આ તો એ જ વનસ્પતિની સુવાસ છે જે પાતાળલોકમાં ભસ્મા સરોવરની નજીક મોટા પ્રમાણમાં ઉગે છે. સર્પદેશનાં જે પ્રદેશમાં યક્ષરાજ બકારના અંગ પડ્યાં હતા એની અસરરૂપે ત્યાં વસતાં નિમલોકોની સાથે ત્યાંની જે વનસ્પતિ પણ ...Read Moreથઈ ચૂકી હતી એમાં સર્પમિત્રા મોખરે હતી. જે સર્પોને પોતાની અંદર વિષત્વની ઉણપ વર્તાય એ આ વનસ્પતિની તીવ્ર સુવાસ હેઠળ એની તરફ આકર્ષિત થાય છે." "પણ આ ઝેરીલી વનસ્પતિની સુવાસ આમ અચાનક આટલી તીવ્રરૂપે રાજકુમારીનાં શયનકક્ષમાંથી આવવાનું કારણ?" પોતાનાં નાકમાં આવેલી સુવાસને ઓળખતો રુદ્ર મનોમન બોલ્યો. અચાનક નાકમાં આવેલી આ સુવાસે રુદ્રને દ્વિધામાં મૂકી દીધો. આખરે આ ઝેરીલી વનસ્પતિની આટલી