Ek Adhuri dasta book and story is written by Hukamsinh Jadeja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Adhuri dasta is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અધૂરી દાસ્તાં... - Novels
by Hukamsinh Jadeja
in
Gujarati Love Stories
૧.ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે પણ સાવ ધૂંધળાયાં નથી. હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ પહેલા ક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી. એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું. એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’ ‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’
૧.ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે પણ સાવ ધૂંધળાયાં નથી. હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ ...Read Moreક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી. એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું. એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’ ‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’
2. કેવી લાંબી લાંબી વાતો થતી હતી ! રાત વીતી જતી પણ વાતો ખૂટતી નહીં. એ સમજ હતી એકબીજાની. એકમાં બે અને બેમાં એક થઈને જીવવાની. એક દિવસ અમે ‘હિલ ગાર્ડન’માં ફરતા હતા ત્યારે મેં અવિનાશને પૂછ્યું હતું... ‘અવિનાશ, ...Read Moreદ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું છે ?’ ‘કંઈ નહીં.’ તેણે દૂર જોતા કહ્યું હતું. ‘કેમ ?’ ‘દરેક વસ્તુને વ્યખ્યાકિત નથી કરી શકાતી અનુ.’ ‘એકબીજાને ચાહવું, એકબીજાને સમજવું, એકબીજાને સાથ આપવો, એકબીજા સાથે જીવવું, એકબીજાની કેર કરવી... એ ન આવી શકે પ્રેમમાં ?’ ‘આટલી પાતળી વ્યાખ્યા પ્રેમની ?’ મને ત્યારે સમજાયું કે પ્રેમ વિશે તો હું કંઈ જાણતી જ નથી. મારી પ્રેમની
3.અમે ઘણી વાર માંડવીના દરિયા કિનારે ચાલ્યા હોઈશું. અવિ મારો હાથ પકડતો અને હું પાછળ પાછળ ચાલી નીકળતી. સંધ્યાના રંગો આધુનિક ચિત્રકલાની જેમ આમ તેમ ફેલાઈ જતા. આથમવા આવેલો સૂર્ય ઝીણું મલકી રહેતો. અમે કિનારે કિનારે ચાલ્યા કરતા. અવિ ...Read Moreદરિયામાં ખૂબ દૂર સુધી લઇ જતો. દરિયાનું ભીનું ગીત સાંભળતા અમે તરી રહેતા. એવી કેટલીયે સાંજ આજે પણ હૈયામાં અકબંધ સચવાઈ રહી છે. ‘અનુ, ચાલ તને કંઈક સંભળાવું.’ અને અમે દરિયાકિનારે આંખો બંધ કરી સૂઈ રહેતા.‘સાંભળ, દરિયો ગાય છે.’‘પણ... હું એ નથી સમજતી.’‘બધી વસ્તુ સમજવાની નથી હોતી અનુ. કુછ અહેસાસ સિર્ફ જીને હોતે હૈ મય ડીયર.’એની દ્રષ્ટિ અલગ હતી બધું જોવાની. સમજવાની.
4..કોલેજના દિવસો ખૂબ યાદગાર રહ્યા. કેન્ટીન, લાઈબ્રેરી, ગાર્ડન... મળવા માટેના સ્થાન.... કેટલાય બન્ક મારીને કેન્ટીનમાં કોફી પીધી હશે સાથે. એ કોફીનો સ્વાદ આજેય એવોજ સચ રકવાયો છે. ક્યારેક નવું વાચવાની ઈચ્છા થઇ હશે ત્યારે લાઈબ્રેરીના થોથા ઉથલાવ્યા હશે. અથવા ...Read Moreસામસામે સામે બેસીને એકબીજાને મેસેજ કર્યા હશે. કોઈ અગત્યની વાત હશે ત્યારે ગાર્ડનમાં બેઠા હોઈશું. ક્યારેક કોઈ સારું પુસ્તક વાંચીને એકબીજા સાથે ચર્ચા કરી હશે. સમ્બન્ધો નિભાવવાના નહીં...પણ, સમ્બન્ધોમાં જીવવાનું હોય છે, એવું અવિનાશ કહેતો. અને ખરેખર એ અમારા સંબંધમાં જીવ્યો હતો. એના જીવનનું આખું એક પ્રકરણ એણે મને આપ્યું હતું. કોઈ પણ પ્રકારના વ્યવહાર કે વચનમાં પડ્યા વગર... એણે બધું
5.કોફી પીતા આગની બાજુમાં એક પાથરણ પર અમે બેઠા હતા. ચારેબાજુ સુનકાર હતો. પૂનમની શિયાળાની ઠંડી રાત... અને હું અને અવિ...એને સમજાયું કે મને ઠંડી લાગી રહી છે. એણે પોતાનો જેકેટ ફિલ્મી હીરોની જેમ મને પહેરાવ્યો.‘તારા હર દુઃખમાં હું ...Read Moreહોઈશ અનુ.’‘અને ક્યારેક બદલી જઈશ તો ?’‘તને ખબર છે એવું બનવાનું નથી. પણ હું ક્યાંક ખોવાઈ જાઉં તો મને શોધી લેજે અનુ.’મેં એનો હાથ જોરથી પકડ્યો હતો. એના સંગાથમાં સુખ મળતું. એ જાણે પ્રેમની નદી હોય એમ હું એના પ્રવાહમાં તણાતી જતી. પ્રેમમાં એક અલગ મજા હોય છે. તમને બધું જ રંગીન લાગવા માંડે છે. બીજી કોઈ વ્યથાઓ તમને સ્પર્શી શકતી