The colour of my love book and story is written by પ્રિયાંશી સથવારા આરિયા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The colour of my love is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારા ઇશ્કનો રંગ - Novels
by પ્રિયાંશી સથવારા આરિયા
in
Gujarati Love Stories
પ્રકરણ 1 "તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક છોકરો તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને પણ તે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ
પ્રકરણ 1 "તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક છોકરો તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને ...Read Moreતે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ
બસમાં કોલેજ જતા આ બધું વિચારતી રિધિમાંને ખ્યાલ પણ ન આવ્યો ને લાલ દરવાજા આવી ગયું, કંડકટરની બૂમ સાંભળતા જ એ પોતાની વિચારોની દુનિયાથી બહાર નીકળી. બસમાંથી ઉતરીને એ બીજી બસ પકડવા માટે 5 નંબરના પ્લેટફોર્મ પર ગઈ. આજે ...Read Moreજગ્યા એને એટલી ખુશી ન આપતી હતી. આજે એને અહીંની ચહલ-પહલ પસંદ ન આવી. રિધિમાંની બીજી બે બહેનપણીઓ ત્રિશા અને અંજુ એની પાસે આવ્યા. આજે આ બંનેને પણ અજુગતું લાગ્યું કે દરરોજ પોતાની હસીની સાથે સ્વાગત કરતી રિધિમાં આજે આટલી ચૂપચાપ કેમ છે? પણ આ વાત એ બંનેને સમજ ન આવી. આમ ઘણો વખત વીત્યો તેમ છતા રિધિમાં કઈ ન
આ HR મેનેજર એ બીજું કોઈ નહિ પણ આપણી આ કથાનો નાયક નીતિન, Mr. નીતિન પટેલ. આ કોલ સેન્ટરમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા અને 1 વર્ષથી નવા આવતા ફ્રેશરોને ટ્રેઇનિંગ આપનાર વ્યક્તિ. રિધિમાં આવી ત્યારે જેવી રિસેપ્સનિસ્ટ પાસે ...Read Moreઅને એણે જેવું નોકરી માટે મેનેજરને મળવા કહ્યું ત્યારે રિસેપ્સનિસ્ટે રિધિમાંને અગમચેતી આપતા જ કહ્યું કે "મેનેજર નહિ પણ એમના ખાસ માણસ તમને મળશે, જો એ તમને નોકરી પર રાખશે તો તમારી નોકરી પાકી, બસ એમને ખુશ કરવામાં કોઈ ખામી ના રાખતા" આવું સાંભળીને રિધિમાં ખચકાઈ પરંતુ "તેણે વિચાર્યું જે હોય તે મારે તો ઇન્ટરવ્યૂ આપવાથી મતલબ, આવી છું તો ઇન્ટરવ્યૂ
એકબાજુ રિધિમાં આ વિચારી રહી હતી ને નીતિન પોતાના કેબિનમાં કોમ્પ્યુટરમાં કામ કરતો હતો. થોડી વાર થઈ હશે ત્યાં નીતિન રિધિમાંના ડેસ્ક પાસે ગયો અને પૂછવા લાગ્યો કે "કોઈ તકલીફ છે કે કેમ કામ સમજવામાં?" રિધિમાંએ ના પાડી. અને ...Read Moreપણ નીતિનની સામે જોયા વગર. નીતિનને ખરાબ લાગ્યું અને કઈ બોલ્યા કે પૂછ્યા વગર પોતાની કેબિનમાં પાછો આવી ગયો. રિધિમાં પોતાના કામમાં ખોવાયેલી હતી. તેને આ વાતનો ખ્યાલ ન આવ્યો કે એણે કોની સાથે આવી રીતે વાત કરી. પણ આ બાજુ નીતિન થોડી થોડી વારે કેબિનના બ્લીન્ડ પ્રકારના પડદામાંથી રિધિમાં પર નજર કરી લેતો. એવું કહી શકાય કે નીતિને જાતે
આ બાજુ નીતિન રિધિમાંની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો અને બીજી બાજુ રિધિમાંના મનમાં નીતિન પ્રત્યે ખૂબ ગુસ્સો ભરાઈ ગયો હતો. એને વારે-વારે સપનાની વાત યાદ આવી રહી હતી. એણે પોતાના મનમાં જ જાણે નીતિન વિશેની અમુક ખોટી ધારણાઓ ...Read Moreદીધી હતી. "આ માણસને મારાથી જ તકલીફ છે, મને જ બધાથી દૂર રાખવા માંગે છે જેથી હું એના વિશે વિચારું અને એ સપના પણ એની જોડે જ મળેલી હશે કે જેથી નવી આવનાર દરેક છોકરીને ફસાવી શકે. પણ હું એની વાતમાં નહીં આવુ. એમ પણ વધારે હેરાન કરશે તો હું એને બતાવી દઈશ કે હું કોઈ અબળા છોકરી નથી જે