Tran Vikalp by Dr Hina Darji | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ત્રણ વિકલ્પ - Novels Novels ત્રણ વિકલ્પ - Novels by Dr Hina Darji in Gujarati Novel Episodes (1.2k) 16.7k 34.6k 51 ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૧ નિયતિ તેનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેના મસ્તિસ્કમાં ગઈ કાલે સવારમાં માધવ સાથે થયેલી વાતચીત અક્ષરક્ષ પસાર થઈ રહી હતી. વીતી ગયેલી ક્ષણો એક પળ માટે પણ તેનાં મન અને ...Read Moreઝંપ લેવા દેવા ના માંગતા હોય તેમ તેને પ્રતિત કરી રહ્યું હતું. એક એક ક્ષણ તેને માધવનો તેની છેલ્લી મુલાકાતનો ચેહરો દેખાતો હતો. માધવની આંખોમાં તેને પ્રેમ, ગુસ્સો અને વિવશતા એક સાથે દેખાઇ રહી હતી. માધવની આ હાલત માટે પોતે જવાબદાર હતી તે નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી છતાં, માધવની આ સ્થિતિ માટે તેની પાસે દુ:ખી થવા માટેનું કોઇ Read Full Story Download on Mobile New Episodes : Every Monday ત્રણ વિકલ્પ - 1 (52) 1.4k 3k ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૧ નિયતિ તેનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેના મસ્તિસ્કમાં ગઈ કાલે સવારમાં માધવ સાથે થયેલી વાતચીત અક્ષરક્ષ પસાર થઈ રહી હતી. વીતી ગયેલી ક્ષણો એક પળ માટે પણ તેનાં મન અને ...Read Moreઝંપ લેવા દેવા ના માંગતા હોય તેમ તેને પ્રતિત કરી રહ્યું હતું. એક એક ક્ષણ તેને માધવનો તેની છેલ્લી મુલાકાતનો ચેહરો દેખાતો હતો. માધવની આંખોમાં તેને પ્રેમ, ગુસ્સો અને વિવશતા એક સાથે દેખાઇ રહી હતી. માધવની આ હાલત માટે પોતે જવાબદાર હતી તે નિયતિ ખૂબ સારી રીતે જાણતી હતી છતાં, માધવની આ સ્થિતિ માટે તેની પાસે દુ:ખી થવા માટેનું કોઇ Read ત્રણ વિકલ્પ - 2 (34) 976 1.6k ત્રણ વિકલ્પ હિના દરજી પ્રકરણ : ૨ સવિતા વિલાસ હર્ષદરાય વ્યાસનો વિશાળ બંગ્લો હતો, જે તેમનાં પિતા માણેકરાયે બંધાવ્યો હતો અને તે બંગ્લાનું નામ તેમની પત્નીનાં નામથી રાખ્યુ હતું. સવારના ૯ વાગ્યા હતા. હર્ષદરાય અને સુહાસિની માધવ ક્યારે તેનાં ...Read Moreબહાર આવશે તેની રાહ જોતા હતા. હર્ષદરાય હોસ્ટેલ માં હેમાને ફોન કરીને બધી સૂચનાઓ આપે છે અને તેનાં જવાબની રાહ જોવા લાગે છે. સુહાસિનીનાં દિલમાં એક દુખની લાગણી ઉદ્દભવે છે કે આજે બીજી એક કન્યાનો તેનાં પતિ દ્વારા ભોગ લેવાઇ જશે તો ??? પણ અંતરનાં એક ખૂણામાં તેમને માધવ ઉપર અતૂટ વિશ્વાસ છે કે તે તેવુ કોઇ કાળે થવા દેશે Read ત્રણ વિકલ્પ - ૩ (33) 870 1.4k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩ માધવ, સુહાસિની અને હર્ષદરાય ડાઈનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતાં હતાં તે જ સમયે સેજલ તેની 3 વર્ષની ઢીંગલી એંજલને લઈને ડ્રોઈંગ રૂમ માં આવે છે. “માધવ, તારી તબિયત કેવી છે ...Read More“બસ, ભાભી મને ઠીક છે. ચાલો તમે પણ બ્રેકફાસ્ટ કરી લો.” સેજલ અનુપની પત્ની અને હર્ષદરાયની પુત્રવધૂ હતી. એંજલ તે બન્નેની ખૂબ જ નાજૂક અને નમણી ઢીંગલી હતી. સેજલ ખૂબ સુંદર સ્ત્રી હતી, અને સુંદરતાનાં કારણેજ તેને અનુપ સાથે નામરજી છતાં, પ્રેમને ભૂલીને, લગ્ન કરવા પડ્યા હતાં. સેજલ લગ્ન પહેલા જ જાણતી હતી કે સ્ત્રીઓ બાબતે અનુપ અને હર્ષદરાયના વિચારો Read ત્રણ વિકલ્પ - 4 (35) 770 1.3k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૪ નિયતિની કાર રાજકોટ તરફ આગળ વધી રહી હતી, કારમાં બેઠા બેઠા એનુ મન પોતાના ભૂતકાળને વાગોળી રહ્યું હતું. રાજકોટમાં એ પિતા આનંદ પંચાલ, માતા રાધા, દીદી નિમિતા અને દાદી વાસંતી ...Read Moreરહેતી હતી. એ ક્યારેય ના ભૂલી શકાય તેવા દિવસો હતા. ૧૦ વર્ષથી એ દિવસો જીવન જીવવા માટે સતત પ્રેરણા આપતા હતા. આનંદ એક નાની કંપનીમાં કામ કરતો હતો. તેની આવક છતાં હંમેશાં ઘરમાં પૈસાની તંગી રહેતી હતી. રાધાએ ઘણીવાર નોકરી માટે આનંદને વાત કરી હતી, પણ એ કોઈ દિવસ રાધાને નોકરી કરવા માટે મંજૂરી આપતો નહીં. તે કહેતો થોડી કરકસર Read ત્રણ વિકલ્પ - 5 (34) 714 1.9k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૫ "મમ્મી, જે વાત તું ૨૦ વર્ષથી સહન કરે છે, એ જ વાત હવે તારાથી સહન થતી નથી!" નિયતિના પ્રશ્નએ રાધાના દિલમાં એક વજ્રાઘાત કર્યો હતો. માતા-પિતાનાં ૨૦ વર્ષના લગ્નજીવનને, ૧૦ ...Read Moreવાતચીતમાં ૧૪ વર્ષની દીકરી, કેટલા પ્રમાણમાં સમજી શકી છે! એ અંદાજ કરવો અશક્ય હતો. રાધાની ઇચ્છા નહોતી, આનંદની બીજી પત્ની અને બાળક વિષે વાત કરવાની. બાળકો પોતાના બાપને નફરત કરે, એક માની એવી ઇચ્છા ક્યારેય હોય નહીં. બન્ને દીકરીઓને સંપૂર્ણ સત્ય ખબર પડે, એ પણ જરૂરી હતું. નિયતિ માટે એના પપ્પા એક આઇડિયલ, સુપર હીરો હતા. રાધાની સામે પોતાના જીવનમાં Read ત્રણ વિકલ્પ - 6 (22) 600 1.2k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૬ હર્ષદરાય સમજતા હતા કે માધવ કોઇપણ છોકરી સાથે બળજબરી કરશે નહીં. એ નિર્ણય કરે છે કે, 'નિયતિની બુધ્ધિ ઠેકાણે લાવવાનું કામ ઘરમાં કોઇને ખબર ના પડે તે પ્રમાણે પોતે કરશે.' ...Read Moreપપ્પાની ચુપકીદીથી મનમાં બોલે છે, ‘તમારો દીકરો છું! તમે શું કરશો તે ખબર નથી, પણ મારે તમારા ઉપર બાજનજર રાખવી પડશે.’ સુહાસિનીને ચિંતા થાય છે કે, ‘હર્ષદરાયનો સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો અને પુરૂષ હોવાનું ગુમાન; હવે તેમને શું કરાવશે ખબર નથી!’ સેજલ વિચારે છે કે; ‘પપ્પા, આ અનુપ નથી, માધવ છે. આ વખતે તમારી હાર નક્કી છે!’ ઘરના દરેક સભ્ય મનમાં Read ત્રણ વિકલ્પ - 7 (31) 582 1.2k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૭ થોડાં વર્ષો પછી હર્ષદરાયે લેધરની ફેક્ટરીની સાથે સાથે ‘સવિતા કોસ્મેટિક્સ’ ફેક્ટરીની સ્થાપના કરી. હર્ષદરાય સમજી ચૂકયા હતા કે, ગરીબ સ્ત્રીઓ રૂપિયા મેળવવા માટે કોઇપણ કામ કરશે. એમણે માત્ર ગરીબ હોય ...Read Moreકન્યાઓને નોકરીમાં રાખવી એમ નક્કી કર્યુ. એમની બન્ને કંપનીની વસ્તુઓના વેચાણ માટે ખૂબસૂરત ગરીબ કન્યાઓને મોડલિંગના નામે લાલચ આપવામાં આવતી. એ છોકરીઓને રહેવા માટે એમણે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવી. બધી સ્ત્રીઓ અને કન્યાઓને ફરજિયાત હોસ્ટેલમાં રહેવા માટે નિયમ બનાવ્યો. હર્ષદરાય અર્ધનગ્ન મહિલાના દેહના ગમે તે ભાગ ઉપર એમની કંપનીની વસ્તુઓ મૂકી અથવા હાથથી પકડાવી ફોટા પડાવવા માટે મજબૂર કરતા. દરેક Read ત્રણ વિકલ્પ - 8 (26) 506 1.1k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૮ સુહાસિની: “બેટા, એ લોકોના જતાં પહેલાં મને ખબર પડી હોત તો મેં તને ચોક્કસ કહ્યું હોત... એ લોકો ક્યારે ગયા તે મને ખબર નહોતી... એ લોકો જઈને આવ્યા પછી મને ...Read Moreપડી હતી... એ સમયે તારા પપ્પા બહુ ગુસ્સામાં રહેતા હતા... હું ઘરમાં શાંતિ ઇચ્છતી હતી... મને નિયતિ માટે પણ એ ડર લાગે છે... એને મારવા માટે તારા પપ્પા શંભુને મોકલશે... એટલે તને કહું છું, એ ફાઇલ સંતાડી દે.” “સારું હું કંઈક કરુ છું.” કહીને માધવ ફોન કટ કરે છે. માધવને સાચું નથી લાગતું કે પપ્પા આ રીતે કોઈ છોકરીને મારવા Read ત્રણ વિકલ્પ - 9 (21) 486 970 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૯ રાધા-સદનમાં પ્રવેશતાની સાથે નિયતિને કેટલાય મહિનાઓ પછી ઘરમાં આવ્યાની અનુભૂતિ થાય છે. બે વર્ષથી દરેક દિવસ અજંપામાં વિતાવ્યો હતો. આજે ચહેરા ઉપર નીરવ શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. આજે નિયતિ બધી ...Read Moreવેદના, દુ:ખ, બદલો, ગુસ્સો, દરેક કષ્ટદાયક યાદો બંગલાની બહાર મૂકીને ફરીથી તરુણાવસ્થાના માસૂમ સ્મિત સાથે ઘરમાં આવે છે. પરંતુ એ માસૂમ સ્મિતમાં પોતાના પહેલાં પ્રેમને મેળવી ના શકી તે વસવસો ચહેરા પર સ્પષ્ટ તારી આવતો હતો. ડાઈનિંગ ટેબલ ઉપર ઘરના બીજા સભ્યો બેઠા હોય છે. નિયતિ સૌથી પહેલાં મંદિરમાં જાય છે. પગે લાગી બહાર દીવાલ ઉપર બે ફોટા લટકાતા હોય Read ત્રણ વિકલ્પ - 10 (23) 560 1.1k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૦ સંતોષ ડ્રાઈવર સાથે વાત કર્યા પછી માધવને ફોન કરે છે. માધવ પણ સંતોષના ફોનની રાહ જોઈ રહ્યો હતો. “માધવ, મારે ડ્રાઈવર સાથે વાત થઈ... નિયતિએ એક જ ફોન કર્યો હતો... ...Read Moreનાનીને... બીજું... તાર અજબ પ્રેમ સાચો પડ્યો... તારા તુક્કાએ ગજબ કર્યો... માત્ર એક વાત તને કામ લાગે એવી છે કે… નિયતિ કાલે વેરાવળ જવાની છે.” માધવને તીર નિશાના ઉપર લાગ્યું તેની ખુશી થાય છે સાથે અચરજ પણ થાય છે: “વેરાવળ! ત્યાં એને શું કામ હશે? બીજી કોઈ વાત જાણવા નથી મળી? નિમિતા, એની મમ્મી?” “ના... બસ કાલે વેરાવળ જશે... અને Read ત્રણ વિકલ્પ - 11 (29) 482 1.1k ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૧ નિયતિ અને કાન્તા બેડરૂમમાં આવે છે. એ રૂમમાં નિયતિની નિમિતા, રાધા, નાના અને નાની સાથે વિતાવેલી પ્રેમભરી યાદો હતી. આજે બે વર્ષ પછી આ રૂમમાં આવી હતી. રૂમની બધી વસ્તુઓ ...Read Moreસ્થાન ઉપર હતી. પણ આજે રૂમનું વાતાવરણ જુદું હતું, થોડું ઉદાસ અને ખુશીઓની રાહ જોતું તથા રૂમની મસ્તી ગાયબ હતી. આજે નાના, મમ્મી અને દીદીની ગેરહાજરી હતી. કાન્તા બેડ ઉપર બેસે છે. નિયતિ નાનીના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરે છે. કાન્તાનો હાથ ધીમેથી નિયતિના માથા અને બરડા ઉપર ફરવા લાગે છે. કાન્તા જૂની યાદો તાજી કરે છે: “આરૂ, તું Read ત્રણ વિકલ્પ - 12 (25) 470 918 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૨ નિમિતા ઝાંપાની અંદર આવી હોસ્ટેલના પગથિયાને પગે લાગે છે. હેમાની ઓફિસમાં આવે છે ત્યારે હેમા બે છોકરીઓ સાથે વાત કરતી હતી. “રૂપલ તારે આજે રાકેશ સર જોડે જવાનું છે અને ...Read Moreતારે અજય સર સાથે કામ કરવાનું છે... તમે બન્ને એમને કોઈ ફરિયાદ કરવાનો ચાન્સ મળે નહીં તેનું ધ્યાન રાખજો.” નિમિતા એક નઝરમાં હેમાની ઓફિસનું નિરીક્ષણ કરે છે. ‘ઓફિસ બહુ સાદી રીતે સજાવેલી છે. પણ સુંદર લાગે છે.’ નિમિતા એક હેન્ડબેગ લઈને આવી હતી તે ત્યાં એક ખુરશી ઉપર મૂકે છે. એ કાલીમાતા અને દ્રૌપદી વસ્ત્ર-હરણ બન્ને ફોટા જુએ છે. વસ્ત્ર-હરણનો Read ત્રણ વિકલ્પ - 13 (26) 416 804 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૩ નિમિતા મોબાઈલમાં એક નંબર ડાયલ કરે છે: “આરૂ... મને મોડેલિંગની ઓફર મળી ગઈ... મારા પગ જમીન ઉપરથી આકાશમાં ઉડવાની તૈયારીમાં છે...” નિયતિ સુખદ આશ્ચર્ય સાથે ફોન સ્પીકર પર કરે છે: ...Read Moreકાલે તો તું મળવા ગઈ હતી... આજે ઓફર પણ મળી ગઈ!” નિમિતા: “અરે ગાંડી, હું આલ્બમ મૂકીને આવી હતી... અને તારી દીદી છે જ એટલી સુંદર કે એ લોકો મને કામ આપવા માટે મજબૂર થયા...” બોલીને બન્ને બહેનો ખડખડાટ હસે છે. બન્ને બહેનો ખૂબ ખુશ થઈને વાત કરતી હતી. રાધા પણ બધું સાંભળીને ખુશ થાય છે. નિયતિ દીદીને થોડી ચેતવે Read ત્રણ વિકલ્પ - 14 (26) 450 852 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૪ નિમિતાના સવાલથી હેમાની કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત થઈ હતી. હોસ્ટેલના ડાઈનિંગ રૂમમાં એકાએક ભૂકંપ આવ્યો હોય એમ હેમાના પગ નીચેની જમીન ધૃજી હતી. જે વાત નિમિતાથી ...Read Moreરાખવાની હતી તે વાતની જડ સુધી એ કેવી રીતે પહોંચી હતી? હેમાએ હોસ્ટેલની બધી છોકરીઓને સાવધાન કરી હતી. તો લીલાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ એ હેમા માટે મોટો કોયડો હતો. નિમિતાને કોઈપણ પ્રકારનો શક થાય તો બાજી બગડી શકે છે. એને સંકજામાં લેવા માટે જે વ્યૂહરચના ઘડવામાં આવી હતી તેમાં કોઈ કચાશ રાખવામાં નહોતી આવી. તો શું બે Read ત્રણ વિકલ્પ - 15 (30) 400 838 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૫ અનુપે સ્પષ્ટ શબ્દોમાં અજયને જણાવ્યુ હતું કે નિમિતા ફોન પોતાની પાસે રાખી ના શકે એવા કપડાં આપવા. સ્કર્ટમાં ખીસું નહીં જોવાની અજયથી ભૂલ થઈ હતી. કોઈનાથી અજાણતા ભૂલ થઈ હોય ...Read Moreમાફ ના કરનાર અનુપ આજે શાંત હતો. વાસના પૂરી કરવા માટે જાનવર જેવું વર્તન કરતાં અનુપે પોતાની હવસ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાથમાં આવી ગયેલી કોઈ છોકરીને અનુપ જવા દે એ અકલ્પનીય હતું, પણ આજે એવું બન્યું હતું. અજય અને રાકેશ બન્ને અનુપના વર્તનને સમજી શકતા નથી. બન્નેને અનુપ કરતાં પોતાના વિલાસી જીવનની વધારે પડી હતી. જો અનુપ પોતાની ઐયાસી Read ત્રણ વિકલ્પ - 16 (22) 384 848 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૬ નિમિતાની જાહેરાત થયા પછી કંપનીને ખૂબ નફો થયો હતો. નિમિતાનું કામ જોઈને બીજી કંપની પણ એની પાસે એડ કરાવવા માટે પ્રયત્નશીલ બની હતી. નિમિતાનું સફળ મોડેલ બનવાનું સપનું પૂરું થયું ...Read Moreહિરોઈન બનવા માટે એક ડગલું આગળ વધી હતી. નિમિતા સફળતાનો નસો અનુભવતી હતી. એ જ સમયે અનુપે સફળતાના નસામાં ચકચૂર નિમિતાને પોતાના વિચારો કરવા માટે મજબૂર કરી હતી. સપના પૂરા કરવા સિવાય નિમિતાનાં મગજમાં બીજા કોઈ વિચાર ભાગ્યે આવતા. એ વિચારોમાં અનુપે બ્રેક લગાવી હતી. અનુપ સાથે વિતાવેલી પળો નિમિતાનાં જીવનમાં સ્નેહનુ ઝરણું લઈને આવી હતી. અનુપના અધરના સ્પર્શથી નિમિતાનાં Read ત્રણ વિકલ્પ - 17 (32) 386 776 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૭ નિમિતા અને અનુપનું આટલું નજીક આવવું અજય અને રાકેશને પરવડે તેમ નહોતું. બન્ને અનુપનો સ્વભાવ જાણતા હતા. એક વાર અનુપ કોઈને પ્રેમ કરે તો, પૂરો એનામાં ઓતપ્રોત થઈ જાય. બન્નેએ ...Read Moreએકતરફી પ્રેમ જોયો હતો. સેજલના મોહમાં એણે બધી ખરાબ આદતો છોડી હતી. બન્ને સેજલના નિસ્તેજ ચહેરા અને ઉમળકા વગરના વર્તન પરથી જાણી ગયા કે, એ અનુપને પૂરા દિલથી અપનાવી શકી નથી. એટલે અનુપને તે સમયે અજય અને રાકેશ ફરીથી ડ્રગ્સ અને દારૂના નસામાં ગળાડૂબ કરી શક્યા હતા. પણ અત્યારે નિમિતા ખરેખર અનુપ તરફ સાચા દિલથી આકર્ષાતી હતી. નિમિતા અને અનુપ Read ત્રણ વિકલ્પ - 18 (24) 394 760 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૮ અનુપનો ગુસ્સો સાતમા આસમાન પર હતો. સવિતા વિલાસમાં આજે ગાળો અને અપશબ્દોનો વરસાદ વરસ્યો હતો. અનુપે સેજલનું ગળું દબાવ્યું હતું. હમેશાં પત્ની સાથે પ્રેમથી રહેતો અનુપ આજે રાક્ષસ બન્યો હતો. ...Read Moreછૂટાછેડા આપવા માટે વાત કરી એમાં અનુપનું ઘમંડ ઘવાયું હતું. એને પપ્પાના શબ્દો કાનમાં ગુંજે છે, 'સ્ત્રીઓ કોઈ દિવસ પ્રેમ કરતી નથી, એ બસ એમનો સ્વાર્થ પૂરો કરે છે.' સેજલને ઘેરો આઘાત લાગ્યો હતો. પતિનું છોકરીઓ સાથેનું વર્તન પોતે રોજ રાત્રે અનુપના મોઢે સાંભળ્યું હતું. આજે ભોગ બની ત્યારે પીડિત છોકરીઓની સાથે પોતાના ઉપર પણ દયા આવી. અનુપના શબ્દોમાં સેજલ Read ત્રણ વિકલ્પ - 19 (34) 398 858 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૯ અનુપ ખૂબ ઉત્સાહથી ખરીદીમાં વ્યસ્ત હતો. પહેલા એને સેજલ અને પપ્પાને કેવી રીતે સમજાવવા એ ચિંતા હતી. સેજલ પત્ની તથા એની દીકરીની મા હતી. પત્ની તરફથી ભલે એને પ્રેમની પૂરી ...Read Moreથઈ નહોતી, પરંતુ બન્ને વચ્ચે લાગણીનો એવો સંબંધ રચાયો હતો કે એના વગર જીવન જીવવાની વાત અનુપ માટે અશક્ય હતી. પપ્પા એટલો પ્રેમ કરે છે, કે એ ‘ના’ પાડશે પણ પછી પોતાને ગમે તે મનમાની કરવા દેશે એવો અનુપને દ્રઢ વિશ્વાસ હતો. મમ્મી શું વિચારશે અને કહેશે એ કોઈ દિવસ પરવાહ કરી નહોતી એટલે મમ્મી વિષે વિચારવાની અનુપને કોઈ જરૂરિયાત Read ત્રણ વિકલ્પ - 20 (29) 356 692 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૦ નિમિતા વિચારમગ્ન અવસ્થામાં અજય અને રાકેશને વિદ્યા ઉપર જોર-જબરજસ્તી કરતાં જોતી હતી. એનું દિલ માનવા તૈયાર નથી કે અનુપ બધી છોકરીઓની ગરીબીનો ફાયદો ઉઠાવી વાસનાપૂર્તિ કરે છે. એનું મગજ સુન્ન ...Read Moreહોય છે. કોઈ એની સાથે ગંદી મજાક કરતું હોય એવું એને લાગે છે. અંધારામાં વીજળી ચમકે એ રીતે એનું દિલ ઓચિંતું બોલે છે ‘અનુપ કોઈ દિવસ આવા દુષ્કર્મ કરે નહીં.’ અત્યારે પણ નિમિતાનાં મગજ ઉપર દિલ હાવી થાય છે. નિમિતામાં કોણ જાણે ક્યાંથી તાકાત આવે છે. એના બરફની જેમ થીજી ગયેલા શરીરમાં ઓચિંતા ગરમ લોહી વહેવા લાગે છે. એ લોમડીની Read ત્રણ વિકલ્પ - 21 (33) 358 770 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૧ અનુપ સ્ટાફ સાથે થયેલી વાતચીત વાગોળતો ઓફિસમાં આવે છે. અનુપને આવતો અજય અને રાકેશ જુએ છે એટલે ગભરાવાનું નાટક કરે છે. જ્યારે વિદ્યા અને નિમિતા બન્નેમાંથી કોઈને અનુપ આવ્યો એ ...Read Moreનથી પડતી. નિમિતા અને વિદ્યાને અનુપ સાથે જુએ છે. અનુપની આંખોમાં વિદ્યા માટે તિરસ્કાર તરી આવે છે. અનુપ પોતાના હાથનો સામાન સોફા પર મૂકવા આગળ વધે છે, એ જ સમયે નિમિતા ફરીથી વિદ્યા પાસે આવે છે: “વિદ્યા પ્લીઝ મને જવાબ આપ મારી જિંદગીનો સવાલ છે... અનુપ આવું કરી શકે નહીં... એ મને ખૂબ પ્રેમ કરે છે...” નિમિતાનાં શબ્દો સાંભળીને અનુપ Read ત્રણ વિકલ્પ - 22 (33) 334 764 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૨ અનુપ દારૂ પીવે છે એટલે અજય આંખના ઇશારાથી રાકેશને નિમિતાનો ફોન લેવા કહે છે. રાકેશ જમીન પરથી ફોન લઈ સ્વિચ ઓફ કરી પોતાના ખિસ્સામાં સરકાવે છે. સાથે નિમિતાની કિસ્મત પણ ...Read Moreગરકાવ થાય છે. જ્યારે અનુપનું મગજ કામ ના કરતું હોય ત્યારે તેને દારૂ પીવાની આદત હોય છે. નિમિતાએ દારૂની આદત છોડાવી હોય છે. પણ અજય જાણતો હતો કે અનુપ વધારે તણાવ સહન કરી શકશે નહીં. અજયે થોડી મિનિટોની રમતમાં અનુપને ખૂબ ભારે તણાવગ્રસ્ત સ્થિતિમાં લાવી દીધો હતો. વિદ્યા અને નિમિતા શાંત થઈ ગયા હોય છે. ખુરશી પર બેઠા-બેઠા બન્ને બેભાન Read ત્રણ વિકલ્પ - 23 (31) 384 810 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૩ માધવ દિલ્લીથી આવવાનો છે એ સમાચારથી સ્ટુડિયોની ઓફિસમાં ભગદડ મચી હતી. અનુપ પણ થોડો ગભરાયો હતો. એક મહિનાથી અનુપ ઘરે ગયો નહોતો. અજયની ચઢવણીથી અનુપ પોતે અનેક વખત વિદ્યા અને ...Read Moreપર બળાત્કાર કરી ચુક્યો હતો. અજયે એના શેતાની દિમાગથી અનુપને પૂરી રીતે વશમાં કર્યો હતો. અનુપ સમજતો હતો કે માધવ બધી હકીકત જાણશે તો બહુ મોટી મુસીબત ઊભી થશે. અનુપ એક મહિના પછી ઘરે જાય છે. માતા-પિતા અને પત્નીને ધમકી આપી કહે છે ‘માધવને કોઈપણ વાતની ખબર પડે નહીં.’ માધવને કોઈ વાતની ખબર ના પડે તેનું ધ્યાન રાખવાનો નિર્ણય હર્ષદરાય, Read ત્રણ વિકલ્પ - 24 (34) 328 676 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૪ મીના ધીરેથી હેમા સામે જોઈ બોલે છે: “આ વાંદરી સાચું બોલે છે... પેલી નાની વાંદરી વધારે ખતરનાક છે.” અનુપ બેફિકર થઈ બોલે છે: “એ શું કરી લેશે? એના હાલ પણ ...Read Moreજેવા કરીશું.” નિમિતા બેફિકર થઈ બોલે છે: “મીના, આ લોકો વાતની ગંભીરતા નથી સમજતા... તું સમજાવજે... તું ચિંતા ના કરીશ... આરૂ તારી સાથે પણ બદલો લેશે...” નિમિતા બિન્દાસ્ત બની સોફા પર બેસે છે. બન્ને હાથ સોફાના પાયા પર મૂકી એક પગ પર બીજો પગ ચડાવી મહારાણીના અંદાજથી બિરાજમાન થાય છે. અનુપ સામે જોઈ બોલે છે: “મારી મમ્મી મને શોધવા આવી Read ત્રણ વિકલ્પ - 25 (35) 330 646 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૫ ટકોરાનો અવાજ સાંભળી નિમિતાનાં હાથમાંથી ફોન નીચે પડી જાય છે. નિમિતા ફોન ઉપાડી જુએ છે તો ફોનને કોઈ નુકશાન નહોતું થયું. એ ઝડપથી ફોન લઈ દરવાજો ખોલે છે. દરવાજા પર ...Read Moreહોય છે એ નિમિતાનાં હાથમાંથી ફોન લઈ ફરી ચર્જિંગમાં મૂકે છે. રાકેશ ઉંધમાં પાસા ફેરવતો હતો એટલે વિદ્યાએ એવું કર્યું હતું. વિદ્યાની આંખોમાં નિમિતાને પ્રશ્નાર્થ દેખાય છે જે પૂછી રહી છે કે તારે વાત થઈ કે નથી થઈ? નિમિતા એ રાત્રે વિદ્યાનાં ખોળામાં માથું મૂકી ખૂબ રડે છે. ત્રણ મહિના જેટલો સમય પસાર થયા પછી, એક રૂમમાં કેદ થયેલી બે Read ત્રણ વિકલ્પ - 26 (36) 360 680 માધવ વરસતા વરસાદમાં ફુલ સ્પીડમાં ગાડી ચલાવી જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો. એના મગજમાં હજારો વિચાર એકસાથે ચાલતા હોય છે. એ વિચારે છે આટલી વહેલી પરોઢે ભાભી સાથે વાત કરવી યોગ્ય રહેશે કે નહીં, સવાલોના જવાબ મેળવવા પણ એટલા ...Read Moreહતા. એ નક્કી કરે છે અત્યારે ભાભીને ઉઠાડી બધા સવાલોના જવાબ જાણશે. મગજમાં જેટલા પણ સવાલો ઉત્પન્ન થયા છે એ બધાનો જવાબ પોતે મેળવીને ઝંપશે. ભગવાનને પ્રાર્થના કરે છે, ‘જે ઉમ્મીદ જાગી છે તે સત્ય હોય તો સારું.’ સવારના ૫:૦૦ વાગે માધવ ગાડી ચલાવતો હતો. સંતોષ અને સેજલ એકબીજાની સાથે ફોન પર વાત કરતા હતા. કાન્તાનાં ઘરમાં ફટાફટ તૈયાર Read ત્રણ વિકલ્પ - 27 (36) 358 638 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૭ અનુપને જોઈ માધવ ખુશીને મારે ઊછળી પડે છે. હરખભેર આનંદ અને ધૃવને ભેટે છે. અનેરા ઉત્સાહથી અનુપના પલંગ પાસે આવી બોલે છે: “ભાઈ હું આવી ગયો... ઉઠ જો તારો નાનકો ...Read Moreગયો...” પણ અનુપ કોઈ રિસ્પોન્સ આપતો નથી. એની આંખો ખુલ્લી છે, આંખો પરથી એવું લાગે કે એ બધાને જોઈ રહ્યો છે. અનુપ એને તાકી રહે છે, ખભા પકડી. “ભાઈ બોલને... ભાઇ બોલને” માધવ બોલતો રહે છે, પણ અનુપ એક પૂતળાની જેમ પલંગ પર સૂતો રહે છે. માધવના ખભે હાથ મૂકી આનંદ કહે છે: “માધવ, અનુપ નહીં બોલે... એ Read ત્રણ વિકલ્પ - 28 (38) 340 690 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૮ છેલ્લા ત્રણ દિવસ માધવ માટે અનેક આશ્ચર્ય લઈને આવ્યા હતા. ભાઈને કાલે મળ્યો, નિમિતા પણ જીવે છે એ જાણ્યું. નિમિતા અને ભાઈ બન્નેનો સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવવાનું વિચારતો હતો. ...Read Moreએક માસૂમ બાળકનો સમાવેશ થયો હતો. માધવ સામે એક પછી એક રહસ્યો ખૂલતાં હતા. વાસંતી જોડેથી બાળક લઈ નિયતિ આશાભરી નજરે માધવ પાસે આવે છે. માધવ ચૂપચાપ એ બાળકને જોયા કરે છે સાથે બધા સભ્યો પણ શાંત થઈ માધવની પ્રતિક્રિયા જોવા તત્પર હોય છે. રૂમમાં માત્ર બાળકની કાલી-ઘેલી અવાજ સિવાય નીરવ શાંતિ થઈ જાય છે. માધવ બાળકને હાથમાં લે છે. Read ત્રણ વિકલ્પ - 29 (37) 306 746 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૯ નાની અને મામીના મનમાં હજારો સવાલ હતા, પપ્પાએ શું કરવા એકસીડન્ટમાં ચાર જણાના મોત થયા છે એમ બતાવ્યું. પપ્પાએ બહુ જ સમજદારીથી કામ લીધું હતું. રાજકોટના પોલીસ ઇન્સ્પેક્ટર પપ્પાના મિત્ર ...Read Moreએમને ખબર પડી કે હર્ષદરાયે અમદાવાદના પોલીસ કમિશ્નરને પૈસા ખવડાવી અહીંયા કોઈ પોલીસ ફરિયાદ થાય નહીં એવી ગોઠવણ કરી હતી. હું અને દીદી બન્ને મૃત્યુ પામ્યા છે એ જાણીને હર્ષદરાય ખૂબ નિશ્ચિંત થઈ જશે એવું વિચારી એમણે મારૂ અને દીદીનું પણ મૃત્યુ થયું છે તે ખોટી વાત ફેલાવી. આ બધામાં પપ્પાના પોલીસ ઈન્સ્પેકટર મિત્રએ મદદ કરી. પેપર અને ટીવી પર Read ત્રણ વિકલ્પ - 30 (42) 336 744 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૦ એ રાત્રે નિયતિએ પહેલો બદલો લેવાની પૂરી તૈયારી કરી હતી. જલ્દી જમવાનું પતાવી એ પોતાનાં રૂમમાં જતી રહી. કબાટમાંથી એક કાળા રંગની બેગ કાઢે છે. જીન્સ, ટીશર્ટ, સ્પોર્ટ્સ શૂઝ, હેન્ડ ...Read Moreબધુ કાળા રંગનું પહેરે છે. કાળા રંગનાં કપડાં પહેર્યા પછી માત્ર એનો ચહેરો ચમકતો હતો. કાળા રંગનો સ્કાફ ચહેરા અને વાળ પર વીંટાળે છે જેથી અંધારામાં એને કોઈ ઓળખી શકે નહીં. તૈયાર થઈ અરીસા સામે જોઈ કોઈ ભૂલ થઈ નથી એ ખાતરી કરે છે. પલંગ પરથી મોબાઈલ ઉપાડી કિશનને ફોન કરે છે: “પપ્પા, આજે અજયને એના કર્મોની સજા આપવા જાઉં Read ત્રણ વિકલ્પ - 31 (40) 330 788 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૧ અજય તાલી પાડતો બોલે છે: “હું અને આત્મહત્યા! ભાંગ પી ને આવી છું? હું શું કરવા કરું આત્મહત્યા? અને મેં તારું શું બગાડ્યું છે, કે તું મને કોઈ નુકસાન પહોચાડીશ?” ...Read Moreસ્કાફ ખેંચી આંખ મારી અજય બોલે છે: “તું બળાત્કારને આત્મહત્યા કહેતી હોય તો તારા પર કરી નાખું... માધવને શું કહેવું એ હું ફોડી લઇશ.” નિયતિ પોતાનો સ્કાફ અજયના હાથમાંથી પાછો લઈ બોલે છે: “તેં મારૂ જે બગાડ્યું છે એવું આ દુનિયામાં બીજા કોઈએ બગાડ્યું નથી...” અજય થોડું વિચારી બોલે છે: “મેં તારું શું બગાડ્યું? મને યાદ નથી...” નિયતિના ગાલ પર Read ત્રણ વિકલ્પ - 32 (40) 328 772 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૨ નિયતિ એના રૂમમાં આવી રાહતનો શ્વાસ લે છે. એના કપડા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. હોસ્ટેલ આવે છે ત્યારે ૩:૩0 થવા આવ્યા હોય છે. સૌથી પહેલા કપડાં બદલે છે અને ...Read Moreધોઈ ફ્રેશ થાય છે. મોબાઇલ લઇ એક ફોન લગાવે છે. કિશન દીકરીના ફોનની રાહ જોતો હોય છે, એક રીંગ પૂરી વાગે એ પહેલા કિશન ફોન ઉપાડે છે. નિયતિ બોલે છે: “પપ્પા એકના પ્રાણ ઊડી ગયા આજે... એક વ્યક્તિ સાથે બદલો પૂરો થયો...” કિસન “શાબાશ બેટા” કહી ફોન મૂકી દે છે. નિયતિની આંખોમાંથી ઊંઘ તો ક્યારની ગાયબ હતી હવે ઊંઘ Read ત્રણ વિકલ્પ - 33 (35) 312 734 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૩ રાકેશે જે વાત કહી એનાથી અનુપ ખૂબ હતાશ થયો હતો. અત્યાર સુધી એ વિચારતો હતો નિમિતાએ પ્રેમનું નાટક કર્યું હતું. એના પ્રેમ સાથે રમત રમી હતી. ફેમસ મોડેલ બનવા માટે ...Read Moreઉપયોગ કર્યો હતો. જ્યારે હકીકત એ હતી કે પોતે નિમિતાનાં પ્રેમનો વિશ્વાસઘાત કર્યો હતો. એની જિંદગી બરબાદ કરી હતી. પત્ની બનાવવાના સપના દેખાડી અસંખ્ય વખત બળાત્કાર કર્યો હતો. માત્ર નિમિતાનાં શરીર પર નહીં એના સપનાઓ, એની માન-મર્યાદા, એનો પ્રેમ, એનો વિશ્વાસ બધાનો બળાત્કાર થયો હતો. એટલું ઓછો હોય એમ એને મૃત્યુ પણ પોતાના હાથે આપ્યું હતું. સેજલ પ્રત્યે પણ પોતે Read ત્રણ વિકલ્પ - 34 (35) 300 762 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૪ અનુપનાં મોતથી હર્ષદરાયને ઘેરો આઘાત લાગે છે. દીકરાના મોત કરતાં જે રીતે એનું મૃત્યુ થયું હતું એ કારણ વધારે આઘાતજનક હોય છે. ડોક્ટરે કહ્યું કે કોકેનનાં વધારે પડતાં નસાનાં કારણે ...Read Moreનીપજયું છે. જો પોલીસકેસ થાય તો ઓફિસમાં કોકેનની ખરીદી અને સેવન થતું હતું એ વાત બહાર આવે. સમાજમાં બદનામી અને અનુપનું નામ મૃત્યુ પછી વગોવાય એવું હર્ષદરાય ઇચ્છતા નથી. જો માધવને પણ ખબર પડે કે અનુપ કોકેનનો નસો કરતો હતો તો એને પણ દુ:ખ થાય. હર્ષદરાય એવું કશું થાય એ પહેલાં આ વાતને બંધ બારણે પતાવવાનું યોગ્ય સમજે છે. ડોકટર Read ત્રણ વિકલ્પ - 35 (36) 254 684 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૫ નિયતિની ‘હા’ સાંભળી થોડીક વાર રાકેશ સૂનમૂન થઈ લાકડાની શેટ્ટી પર બેસી જાય છે. નિયતિ સામે જોતો મનમાં કશુંક બબડવા લાગે છે. રાકેશને ડરેલો અને સૂનમૂન જોઈ નિયતિ ઘરમાં આજુબાજુની ...Read Moreજુએ છે. ઘર બહુ મોટું નહોતું. ઘરમાં બધી વસ્તુઓ પણ સામાન્ય હતી. બેઠકરૂમમાં બે શેટ્ટી એક ખૂલમાં L આકારમાં મુકેલી હતી. બે શેટ્ટીની બરાબર વચ્ચે એક નાની ત્રિપોઇ હતી. એક દીવાલ પર નાનું પચ્ચીસ ઇંચનું ટીવી હતું. બેઠકરૂમ પરથી ખબર પડી જાય કે ઘરમાં રહેતા લોકોની આવક વધારે નથી. રાકેશના પપ્પા એક નાની કંપનીમાં નોકરી કરતાં હતા. ટૂંકા પગારમાં મહામુશ્કેલીએ Read ત્રણ વિકલ્પ - 36 (24) 182 434 ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૬ વેરાવળનાં દરિયાકિનારે મોટા પથ્થર પર બેઠેલાં નિયતિ અને માધવ ભૂતકાળમાં ખોવાયેલા હતાં. પાણીનાં મોજાઓની સાથે થોડું ખારું પાણી બન્નેનાં ચહેરા પર અથડાઈને પાછું જતું હતું. નિયતિ એની વાત પૂરી કરે ...Read Moreત્યારે એની આંખોમાં પશ્ચાતાપ અને આંસુ દેખાય છે. વાત શરૂ થઈ ત્યાંથી વાત પૂરી થઇ ત્યાં સુધી નિયતિએ માધવનો હાથ છોડ્યો નહોતો. માધવ એનો બીજો હાથ નિયતિનાં બન્ને હાથ પર મૂકે છે. નિયતિનાં રોકી રાખેલા અશ્રુઓ ગાલ પરથી સીધા માધવના હાથ પર પડે છે. માધવ પોતાના હાથથી નિયતિનાં ગાલ પર આવેલા આંસુને લૂછે છે. નિયતિ અને માધવની આંખો મળે છે. Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Dr Hina Darji Follow