SAPANA LILACHHAM by Abid Khanusia | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels સપનાં લીલાંછમ - Novels Novels સપનાં લીલાંછમ - Novels by Abid Khanusia in Gujarati Novel Episodes (102) 2.9k 7k 7 પ્રસ્તાવનાખૂબ જ સંવેદનશીલ રચનાઓ લખવા માટે જાણીતા આબીદભાઈની વાક્યરચનાઓમાં મેં ક્યારેય ભારેખમ શબ્દોનો દબદબો કે આડંબર નથી જોયો. એમનું સરળ પણ રસાળ પ્રવાહીશૈલીનું લખાણ હમેશાં મને ઘેલું લગાડતું રહ્યું છે.આખરે આબિદભાઈ લાવ્યા છે.વાસંતી વાયરાનું વાવાઝોડું...!અષાઢના પ્રથમ દિવસનો મેઘનાદ...!ભીની વરસાદી ...Read Moreભીંજાતા સંબંઘનો એક અનુપમ ક્રશ….!આ કથા છે એક મશહૂર હિન્દી લેખિકા નીલિમા ઠાકુરની...આ કથા છે પોતાના પહેલાગઝલસંગ્રહના પ્રકાશનની રાહ જોતા મનમોજી ગઝલકારની...શબ્દોની સોબતના રાહીને સફરનો થાક કેવો? સર્જનશીલતા એની રગેરગમાં વહે છે.રાજસ્થાનના કોટા નજીક ચંબલ નદીની ગોદમાં વસેલું નાનકડું પણ સુંદર સૂરજપુર ગામે જવા નીકળે છે ઉપન્યાસકારા નીલિમા ઠાકુર...સફરમાં મુલાકાત થાય છે ઉદય રાણેની...ઉદય રાણે સાવ અલ્લડ, અલગારી, બેપરવાહ શાયર...કે Read Full Story Download on Mobile Full Novel સપનાં લીલાંછમ - 1 (11) 402 902 પ્રસ્તાવનાખૂબ જ સંવેદનશીલ રચનાઓ લખવા માટે જાણીતા આબીદભાઈની વાક્યરચનાઓમાં મેં ક્યારેય ભારેખમ શબ્દોનો દબદબો કે આડંબર નથી જોયો. એમનું સરળ પણ રસાળ પ્રવાહીશૈલીનું લખાણ હમેશાં મને ઘેલું લગાડતું રહ્યું છે.આખરે આબિદભાઈ લાવ્યા છે.વાસંતી વાયરાનું વાવાઝોડું...!અષાઢના પ્રથમ દિવસનો મેઘનાદ...!ભીની વરસાદી ...Read Moreભીંજાતા સંબંઘનો એક અનુપમ ક્રશ….!આ કથા છે એક મશહૂર હિન્દી લેખિકા નીલિમા ઠાકુરની...આ કથા છે પોતાના પહેલાગઝલસંગ્રહના પ્રકાશનની રાહ જોતા મનમોજી ગઝલકારની...શબ્દોની સોબતના રાહીને સફરનો થાક કેવો? સર્જનશીલતા એની રગેરગમાં વહે છે.રાજસ્થાનના કોટા નજીક ચંબલ નદીની ગોદમાં વસેલું નાનકડું પણ સુંદર સૂરજપુર ગામે જવા નીકળે છે ઉપન્યાસકારા નીલિમા ઠાકુર...સફરમાં મુલાકાત થાય છે ઉદય રાણેની...ઉદય રાણે સાવ અલ્લડ, અલગારી, બેપરવાહ શાયર...કે Read સપનાં લીલાંછમ - 2 262 554 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-2 ] નીલિમા ખિન્ન હૃદયે રેલવેસ્ટેશનના પાર્કિંગમાં પહોંચી. રામુકાકા ઠાકુર બલદેવસિંહની બે ઘોડા જોડેલી ખૂબસૂરત બગી સાથે હાજર હતા. તેઓ માલસામાન બગીમાં ગોઠવી નીલિમાની રાહ જોઈ રહ્યાં હતા. નીલિમાને જોઈ ઘોડાઓએ જાણે તેને ઓળખી હોય ...Read Moreતેને આવકાર આપવા હણહણાટી કરી...! નીલિમાએ બંને ઘોડાઓની પીઠ પર હાથ ફેરવી પોતાનો પ્રેમ જતાવ્યો. જેવી નીલિમા બગીમાં બેઠી રામુકાકાએ ઘોડાઓની લગામ હાથમાં લઈ હળવો ઈશારો કર્યો એટલે ઘોડા ચાલવા લાગ્યા. રામુકાકાને આજે નવાઈ લાગી. જ્યારે પણ નીલિમા ઘરે આવતી ત્યારે હમેશાં તે કોચવાન બની બગીને હંકારતી હોય અને આજે તેમ કરવાને બદલે તે ઉદાસ મને રામુકાકાની પાછળ ગોઠવાઈ ગઈ...!બગી Read સપનાં લીલાંછમ - 3 226 518 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-3 ] ઠાકુર બલદેવસિંહે ઉદયને કહ્યું, "લાગણીઓનાં ઘા દૂઝવા લાગે ત્યારે તેમાંથી વહેતા રુધિરને બંધ કરવા માટે હૃદયમાં સંગ્રથિત થીજી ગયેલી વેદનાઓને કોઈની સાથે વહેંચીએ તો તે દઝાડતી વ્યથાથી હળવા થવામાં શાણપણ છે." ગળું ખંખેરીને ...Read Moreબલદેવસિંહે ઉદય સમક્ષ પોતાના હૃદયમાં વર્ષોથી થીજી ગયેલી વ્યથાને વાચા આપી. "નીલિમાની માતા લતિકાકુમારી ખૂબ સુંદર હતી. તે બહુ ભણી નહોતી પણ ખૂબ દેખાવડી અને તેજ તર્રાર યુવતી હતી. લતિકાને ચિત્રકારીનો ગાંડો શોખ હતો.તેણે કોઇની પાસેથી ચિત્રકારીનું જ્ઞાન મેળવ્યું નહોતું છતાંય તેની ચિત્રકળા 'ગોડ ગિફ્ટેડ' હતી. તે ખૂબ સુંદર ચિત્રો દોરતી હતી. કુદરતી દ્રશ્યો અને મનુષ્યના પોટ્રેટ દોરવામાં માહીર હતી. Read સપનાં લીલાંછમ - 4 204 504 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-4 ]ઉદયને થયું કે ઠાકુર બલદેવસિંહને તેમના અંગત જીવનના કરુણ પ્રસંગો બાબતે પૂછીને કરેલી મૂર્ખામી પછી કદાચ તે દિવસ તેનો હવેલીમાં રહેવાનો છેલ્લો દિવસ હશે...!ઠાકુર સાહેબનું વ્યક્તિત્વ ખૂબ ઉમદા સ્વભાવનું હોવાથી તેમણે ઉદયને માફ કરી ...Read Moreહતો...તેમ છતાંય બે દિવસ સુધી હવેલીનું વાતાવરણ થોડુંક ભારેખમ રહ્યું હતું. ઉદયે બે દિવસ પહેલાં ઠાકુર બલદેવસિંહને નીલિમાના માતાપિતા અને તેમની પત્ની લક્ષ્મી વિશે પૂછેલા પ્રશ્નોથી તેમને થયેલા દુ:ખનો આજે તે અફસોસ કરી રહ્યો હતો. તે બે દિવસથી ઠાકુર બલદેવસિંહને મળવાની હિંમત કરી શક્યો નહીં. નીલિમા પણ ઉદાસ થઈ ગઈ'તી. તેની સાથે પણ મુલાકાત થઈ નહોતી.આ બે દિવસ સુધી તે Read સપનાં લીલાંછમ - 5 218 476 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-5 ] નીલિમા,ઉદય અને ઠાકુર બલદેવસિંહ હવેલીના કમ્પાઉન્ડની લોનમાં બેસીને ચાની ચૂસકીઓ લઈ રહ્યાં હતાં ત્યારે દરવાજામાં શિક્ષિકા જેવી દેખાતી ત્રણ યુવતીઓ દાખલ થઈ. ઠાકુરસાહેબે તેમને આવકાર આપીને કહ્યું,"બોલો બેનો... શા માટે ...Read Moreથયું?" ત્રણ પૈકી જેનું નામ સુમિત્રાબહેન હતું એ શાળાની મુખ્ય શિક્ષિકા હતી. તેણે કહ્યું, "ઠાકુરસાહેબ, ચાર દિવસ પછી સ્વતંત્રતા દિવસની ઉજવણી છે એટલે...." ઠાકુરસાહેબે તેમની વાત વચ્ચેથી જ કાપતાં કહ્યું,"દર વર્ષની જેમ બાળકોને વહેંચવા માટે મીઠાઈ મારા તરફથી પહોંચી જશે, તમે નિશ્ચિંત રહેજો. મેં ગઈકાલે શહેરમાં જઈને તાજી મીઠાઈનો ઓર્ડર આપી દીધો છે." સુમિત્રાબહેન : "ઠાકુરસાહેબ, મીઠાઈ તો આપના તરફથી Read સપનાં લીલાંછમ - 6 208 482 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-6] નીલિમા અને ઉદય કોસ્મોસ પબ્લિકેશન્સ ની ભવ્ય ઓફિસમાં બેઠાં હતાં. તેમની સામે ચૂંચી આંખો અને મોટા નાકવાળો કોસ્મોસ પબ્લિકેશન્સનો માલિક નારાયણ રહાણે પ્રગટ થયો. તેના ચહેરા પર ખૂંધું વ્યાપારિક હાસ્ય ઊભરી આવ્યું. ઔપચારિક ઓળખાણ ...Read Moreશિષ્ટાચારને બાજુએ મૂકી સીધી ધંધાની વાત પર આવતા તેણે કહ્યું : "નીલિમાજી, આપની નવલકથા આમ તો સારી છે પરંતુ તેમાં ઘણી ટાઈપિંગની ભૂલો છે. મારે તેનું પ્રૂફ રીડિંગ કરાવવું પડશે. આજકાલ કાગળના ભાવો આસમાનને આંબવા આવ્યા છે. તેના કમ્પોજિંગ વગેરેના ખર્ચ સાથે બજેટ ખૂબ વધી જાય છે. વળી ટાઈટલ ચિત્ર તૈયાર કરાવવાનો ખર્ચ અલગથી લાગે છે. અમારી ટીમે આર્ટિસ્ટને આખી Read સપનાં લીલાંછમ - 7 174 386 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-7] શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની આલીશાન ચેમ્બરમાં ખુરશીમાં બેઠેલી યુવતી પર નજર પડતાં જ ઉદય હક્કોબક્કો રહી ગયો હતો. ચેમ્બરના ઠંડાગાર વાતાવરણમાંય તેના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. તેણે પોતાના રૂમાલ વડે ચહેરો ...Read Moreતે યુવતી બોલી, "ઉદય તું..... ??.... !! આઈ મીન તમે ... અહીંયાં... ?!! ઘણા વર્ષો પછી આમ અચાનક મળવાનું થયું એટલે થોડુંક આશ્ચર્ય થયું અને સાથેસાથે આનંદ પણ થયો. તમારું સ્વાગત છે. નીલિમાજી સાથે આવ્યા છો?" ઉદયએ વિચાર્યું, 'યોગીતા કોલેજીયન અલ્લડ યુવતી જેવી રહી નથી. તેના શરીરનો બાંધો પહેલાં જેવો સ્લિમ નથી. તે થોડી જાડી થઈ ગઈ તોયે ચુસ્ત જીન્સ Read સપનાં લીલાંછમ - 8 168 382 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-8] નીલિમાની ગાડી લીજન્ડ લિટરેચર એક્યુમ્યુલેશન( Legend Literature Accumulation) નામના આધુનિક દેખાતા બુક સ્ટોર આગળ આવીને ઊભી રહી. બુક સ્ટોર જોઈને નીલિમા એક મિનિટ તો વિચારમગ્ન થઈ ગઈ...'અરે... આ કોઈ બુક સ્ટોર છે ...Read Moreપછી કોર્પોરેટ ઑફિસ. .!' તેણે ઉદયના વિઝિટિંગ કાર્ડમાં બુક સ્ટોરનું નામ અને સરનામું વાંચીને ફરીથી ખાતરી કરી લીધી કે તે સાચા સ્થળે અને સરનામે જ આવી હતી. કાચના દરવાજાને ધકેલીને તે અંદર દાખલ થઈ. દાખલ થતાંની સાથે જ એક થ્રી સિટર લેધરનો સોફા મૂકેલો હતો. તેની બાજુમાં રહેલ લોખંડના રેક પર પ્રખ્યાત અંગ્રેજી લેખકોના પુસ્તકો કલાત્મક રીતે ગોઠવેલા હતા. Read સપનાં લીલાંછમ - 9 160 412 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-9] લિફ્ટની બહાર નીલિમા અને ઉદયને યોગીતા અને એક પુરુષ સામે મળ્યાં. નીલિમા અને ઉદયે યોગીતા સામે પરિચિતતાના સ્મિત સાથે ''હાય...'' કહી સૌજન્ય દાખવ્યું. પેલા પુરુષે નીલિમા અને ઉદય સામે આશ્ચર્યજનક નજરે જોઈને ...Read Moreનજર યોગીતા તરફ ફેરવી. યોગીતા બંનેની સામે જોઈ બોલી, "Meet my husband Manohar Sinh!" બંનેએ મનોહરસિંહને નમસ્કાર મુદ્રામાં "નમસ્તે" કહ્યું. યોગીતાએ બંનેની ઓળખાણ આપતાં કહ્યું, "આ મિસ. નીલિમા ઠાકુર છે. જેમની નવલકથા 'બિખરે રિશ્તે' ના હક્કો આપણે ખરીદ્યાં છે... અને આ મિ.ઉદય રાણે છે. તેમના વિશે ઘણું કહ્યું છે મેં તને. તેમની એક ગઝલ દાદા (સંગીતકાર)એ આપણી ફિલ્મ Read સપનાં લીલાંછમ - 10 154 490 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-10 ] નીલિમા ઉદયને મુંબઈ ઍરપૉર્ટ પર વળાવવા આવી હતી. તેના ચહેરા પર ઉદયથી જુદા થવાનો વિયોગ સાફસાફ દેખાતો હતો. પ્રેમના વિરહની ઉદાસીનતા વચ્ચે પણ તેણે ઉદયને આનંદના સમાચાર આપ્યા, " કોસ્મોસ પબ્લિકેશન્સ ...Read Moreતારો પચ્ચીસ ગઝલોનો એક પેપર બેક ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારો સંપર્ક ન થવાથી આ સમાચાર નારાયણ રહાણેએ મને આપ્યા છે. રોયલ્ટીની રકમ પણ મારી નવલકથા મુજબ નક્કી કરી છે. તારે તે સંગ્રહનું શીર્ષક નક્કી કરીને તેની પ્રસ્તાવના લખવાની અને સો-દોઢસો શબ્દોમાં પોતાના પરીચય અને ફોટા સાથે ઈ-મેઈલ કરવાનો છે. તું મોરેશિયસથી આવ પછી તારે એગ્રીમેન્ટમાં Read સપનાં લીલાંછમ - 11 164 420 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-11 ]પોતાના લગ્નજીવનથી અસંતુષ્ટ યોગીતાએ પોતાના ભૂતપૂર્વ પ્રેમી ઉદય સમક્ષ પોતાના જીવનની કિતાબ ખુલ્લી કરી દીધી હતી. નિખાલસતાથી વ્યથા ઠાલવી દેતાં તેના મન પરનો ભાર હળવો થઈ ગયો હતો. થોડી મિનિટોમાં જ તે ઊંઘી ગઈ ...Read Moreયોગીતાના હળવા નસકોરાનો અવાજ સાંભળી, નીલિમા ઊંઘી ગઈ છે તેનો અહેસાસ થતાં, એક ખોટું પગલું ભરવામાંથી બંને બચી ગયા એમ માનીને, પોતાના ડામાડોળ મગજ પર કાબૂ મેળવી લીધાના સંતોષ સાથે ઉદય રૂમમાંથી બહાર નીકળ્યો. ઓટોમેટીક લેચ ચઢાવી યોગીતાનો રૂમ બંધ કરીને પોતાના રૂમ તરફ જવા પાછો ફર્યો ત્યારે તેની સામે ઊભેલી નીલિમાને જોઈ દિગ્મૂઢ થઈ ગયો.નીલિમાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. Read સપનાં લીલાંછમ - 12 142 416 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-12 ]નીલિમા મોરિશિયસથી ભારત પરત ફરી. બીજા દિવસની રાત્રિની ગાડીથી સૂરજપુર જવા રવાના થઈ ગઈ હતી. તેણે ઠાકુર બલદેવસિંહને તેની ટ્રેનનો નંબર, કોચ નંબર અને બર્થ નંબરની વિગતો મોકલી આપીને સવારે સાડા ચાર વાગ્યે રેલવેસ્ટેશન ...Read Moreરામુકાકાને મોકલી આપવાનું જણાવ્યું હતું. રામુકાકા સવારે સાડા ત્રણ વાગ્યે હવેલીથી રેલવેસ્ટેશને જવા નીકળી ગયા હતા.આજે ઠાકુર બલદેવસિંહને આખી રાત ઊંઘ નહોતી આવી. તેમને કોણ જાણે કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો...! ચાર મહિના પહેલાં તેમણે પેપરમાં વાંચ્યું હતું કે નામચીન ડાકુ ગુમાનસિંહ અને તેની પત્ની ડાકુરાણી લતાદેવી પચ્ચીસ વર્ષનો કારાવાસ પૂરો કરી ભોપાલની જેલમાંથી છૂટી ગયા છે.તેના એક મહિના Read સપનાં લીલાંછમ - 13 130 404 ** સપનાં લીલાંછમ **[ પ્રકરણ-13 ]ગુમાનસિંહે ઉદય તરફ જોઈ કહ્યું, "ઉદય, આપણે પોલીસની મદદ તો લેવી જ પડશે પણ જરા જુદી રીતે. હું કોઈ ઓળખીતા પોલીસઑફિસરની તપાસ કરું છું."ગુમાનસિંહે પોતાની આંખો બંધ કરીને પોતાને મદદ કરી શકે તેવા ઓળખીતા ...Read Moreઅંગે વિચારવા લાગ્યો.ગુમાનસિંહે યુવાનીના પચ્ચીસ વર્ષ જેલમાં ગુજાર્યા હતા. ગુમાનસિંહ તે સમય દરમ્યાન ઘણા જેલરો અનેપોલીસઑફિસરોના સંપર્કમાં આવ્યો હતો. તેના મળતાવડા સ્વભાવના લીધે બધા પોલીસઑફિસરો સાથે તેને ખૂબ જ સારા સંબંધો હતા. મંગલને પકડવામાં કોણ મદદરૂપ થઈ શકે તેમ છે તેના પર વિચારી રહ્યો હતો."અંકલ! મારા એક મિત્રના નજીકના સંબંધી પોલીસઑફિસર છે. તેમનું નામ, મિ.સાળુંકે છે. તેમને હમણાં જ આઈ.પી.એસ. Read સપનાં લીલાંછમ - 14 124 388 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-14 ] ચાર પોલીસ જીપોનો કાફલો રેઇડ માટે કુંભલગઢના જંગલો તરફ રવાના થયો. શહેરની બહાર નીકળી ગાડી હાઇવે પર ચઢી એટલે 'ઑપરેશન મંગલ' કેવી રીતે હાથ ધરવાનું છે તેની વિગતો ગુમાનસિંહને આપતા પહેલાં માધવીએ ...Read Moreકાન પાસે પોતાનું મોઢું લઈ જઈ કહ્યું, "ગુમાન અંકલ...હું પૂતળીદેવીની દીકરી છું. મારી માતાએ આપને 'જુહાર' કહ્યા છે." માધવીની વાત સાંભળી ગુમાનસિંહના ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેમણે માધવીનો ચહેરો ધ્યાનપૂર્વક નિહાળ્યો. ચહેરો મહોરો મંગલનો હતો પણ ચહેરાની નજાકત પૂતળીબાઈની હતી. "બેટા...પૂતળીબાઈ, મારો મતલબ છે કે પૂતળીદેવી કેમ છે ? તમે ક્યાં રહો છો Read સપનાં લીલાંછમ - 15 - છેલ્લો ભાગ 140 306 ** સપનાં લીલાંછમ ** [ પ્રકરણ-15 ] ( અંતિમ પ્રકરણ) ધરપકડ કરાયેલા બે ડાકુને પોલીસસ્ટેશનના લોકઅપના હવાલે કરીને માધવી, ઠાકુર બલદેવસિંહ અને નીલિમા ગુમાનસિંહની તબિયતના સમાચાર જાણવા સરકારી હૉસ્પિટલે પહોંચ્યાં. થોડીવાર પછી ઈન્સ્પેકટર અજય મીના પણ ત્યાં આવી પહોંચ્યા. ...Read Moreખભામાંની ગોળી કાઢવા માટે તેમનું ઑપરેશન કરવામાં આવી રહ્યું હતું. ઉદય અને ઈન્સ્પેકટર અજય મીનાના જણાવ્યા અનુસાર ગુમાનસિંહ છેલ્લી ઘડી સુધી સ્વસ્થ હતા. તેમને ઑપરેશન વખતે ત્રણ બોટલ ખૂનની જરૂર પડશે તેવું ડોકટરના કહેવાથી ઉદય રેડક્રોસમાંથી લઈ આવ્યો હતો. એક ઍમ્બ્યુલન્સમાં ડાકુ મંગલની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલે આવી પહોંચી હતી. ઉદયે નીલિમાને ડાકુના અડ્ડાથી હેમખેમ છુટકારો કરાવી લેવામાં આવ્યો હોવાની Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Abid Khanusia Follow