Ahankaar book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ahankaar is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અહંકાર - Novels
by Mehul Mer
in
Gujarati Detective stories
અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે. પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે. નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે. દર વખતની જેમ આ નવલકથાની
અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે. ...Read More પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે. નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે. દર વખતની જેમ આ નવલકથાની
અહંકાર – 2 લેખક – મેર મેહુલ સાડા અગિયાર થયાં થયાં હતાં. બેન્ક ઑફ શિવગંજ સામેની ચાની લારી પાસે પાંચ વ્યક્તિ હાથમાં ચાનાં કપ લઈને ઉભા હતા. એ પાંચ વ્યક્તિ હાર્દિક અને તેનાં RO ...Read Moreબધાં બે મિનિટ પહેલા જ ભેગા થયા હતા. થોડીવારમાં સંકેત પણ ચાની લારી પાસે આવ્યો અને એક ચાનો કપ હાથમાં લઈને ઉભો રહ્યો. “ઑય ચીના…અહીંયા આવ..” હાર્દિકે સંકેતને બોલાવીને કહ્યું. “મારું નામ ચીનો નથી, સંકેત રાઠોડ છે” સંકેતે તેઓની પાસે જતાં કહ્યું. હાર્દિકે તેનાં કાન નીચે ટપલી મારી અને દાંત ભીંસીને કહ્યું, “તારા બાપાએ નામ જ ખોટું રાખ્યું છે, તારું નામ તો રાજપાલ
અહંકાર – 3 લેખક – મેર મેહુલ “તું છો ક્યાં જાડીયા…?” હાર્દિકે ફોન પર ગુસ્સામાં લાંબા લહેકે કહ્યું. પાંચની જગ્યાએ છ વાગી ગયા હતા પણ હર્ષદ હજી નહોતો આવ્યો. બાકી બધા દોસ્તો અત્યારે ચાની લારીએ ઊભા હતા. બધા છેલ્લી ...Read Moreકલાકથી હર્ષદની રાહ જોઈ રહ્યા હતા. બધા મિત્રોએ વારાફરતી ફોન જોડ્યા હતા. હર્ષદ અડધી કલાકથી ‘પાંચ મિનિટમાં પહોંચું છું’ એમ કહીને ફોન કટ કરી દેતો હતો. આખરે ગુસ્સે થઈને હાર્દિકે જ ફોન કર્યો. “સામેની સાઈડ જો..” હર્ષદે કહ્યું. હાર્દિકે પાછળ ફરીને જોયું. હર્ષદ બાઇક પર સવાર થઈને ઊભો હતો. તેણે ફોન કટ કર્યો અને બંને બાજુ નજર ફેરવ્યા બાદ
અહંકાર – 4 લેખક – મેર મેહુલ “તારું પત્યું હોય તો શરૂ કરીએ ભાઈ…” શિવે કંટાળીને કહ્યું. હાર્દિક છેલ્લી દસ મિનીટથી કોઈની સાથે ચેટ કરતો હતો. હાર્દિકની આ ખરાબ આદત હતી. એ જમતી વખતે પણ મોબાઈલ મચેડતો જે કોઈને ...Read Moreનહિ. બધાએ એને ઘણીવાર ટોક્યો હતો પણ તેની આ આદત બદલાય નહોતી. હાલ પણ હાર્દિક મોબાઈલમાં વ્યસ્ત હતો એટલે બધાને ગુસ્સો આવતો હતો. “થઈ ગયું…” હાર્દિકે ફોન લૉક કરીને સાઈડમાં રાખતાં કહ્યું. શિવે એક બોટલ હાથમાં લીધી અને બુચ હટાવ્યું. પાટીયા પરનાં ચાર ગ્લાસને સીધાં કરવામાં આવ્યાં. જેમાનાં ત્રણ ગ્લાસને 25% ભરવામાં આવ્યાં અને એક ગ્લાસને અડધો ભરવામાં આવ્યો.
અહંકાર – 5 લેખક – મેર મેહુલ સવારનાં સાડા છ થયાં હતાં. રાવત જવાહરલાલ જોગર્સ પાર્કમાં તેની પત્ની સાથે મોર્નિંગ વોક કરતો હતો. સૂર્યોદય પહેલાનું વહેલી સવારનું અંજવાળું ધરતી પર પથરાઇ રહ્યું હતું. વાતાવરણમાં વહેલી સવારમાં ...Read Moreઠંડી પ્રસરી રહી હતી. પંદર મિનિટનાં એક રાઉન્ડ પછી બંને એક બાંકડા પર આવીને બેઠાં. “રણજિત ઘર લેવાની વાત કરતો હતો..”રાવતે વાત શરૂ કરી, “હું પણ હવે નવું ટેર્નામેન્ટ લેવાનું વિચારું છું” “જ્યારે સમય હતો ત્યારે લીધું નહીં…હવે ક્યાં તમને ચા-પાણીનાં રૂપિયા મળે છે ?” “અરે ભાગ્યવાન..” રાવતે લાંબો લહેકો લીધો, “કાળી કમાણી, કાળા કામોમાં જ જાય છે. એક વર્ષ પહેલાં મારું