મારા કાવ્યો - Novels
by Tr. Mrs. Snehal Jani
in
Gujarati Poems
લીલુંછમ હરીયાળુ જંગલ,
છે લઈને બેઠું પ્રાણવાયુ,
આપે છે રક્ષણ પ્રાણીઓને,
કરે છે પોષણ પ્રાણીઓનું.
જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ,
નથી જોતું માનવી કે પશુ પક્ષી!
ઘટી રહ્યાં છે જંગલો,
પોષવાને માનવીની જરૂરિયાતો,
લાગે છે આગ જંગલોમાં,
વધી રહેલા પ્રદૂષણની ગરમીથી.
હોમાય છે કેટલાય અબોલ જીવ,
નાશ પામે છે વનરાજી,
બન્યું છે શાપિત જંગલ,
જવાબદાર છે માનવીની લાલચ,
જવાબદાર છે માનવીનો સ્વાર્થ,
જે પોતાના ઘર માટે નાશ કરે છે
આ મૂંગા જીવનું ઘર.
લેખનો પ્રકાર:- કાવ્યકાવ્ય રચનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીશાપિત જંગલ લીલુંછમ હરીયાળુ જંગલ, છે લઈને બેઠું પ્રાણવાયુ, આપે છે રક્ષણ પ્રાણીઓને, કરે છે પોષણ પ્રાણીઓનું. જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ, નથી જોતું માનવી કે પશુ પક્ષી! ઘટી રહ્યાં છે જંગલો, ...Read Moreમાનવીની જરૂરિયાતો, લાગે છે આગ જંગલોમાં, વધી રહેલા પ્રદૂષણની ગરમીથી. હોમાય છે કેટલાય અબોલ જીવ, નાશ પામે છે વનરાજી, બન્યું છે શાપિત જંગલ, જવાબદાર છે માનવીની લાલચ, જવાબદાર છે માનવીનો સ્વાર્થ, જે પોતાના ઘર માટે નાશ કરે છે આ મૂંગા જીવનું ઘર. અલૌકિક આકાશ છે ક્યાં કોઈ કિનારો આકાશને, છે એ તો અનંત વિસ્તારે. બનાવે છે અદ્ભૂત નજારો, જ્યારે મળે છે
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા કાવ્યો ભાગ 1ની કવિતાઓ આપ સૌને પસંદ પડી હશે. આ કાવ્યો માટે મળેલ આપ સૌનાં પ્રતિસાદ બદલ આભાર. પ્રેમ ક્યાં થાય છે પ્રેમ જોઈને સરહદો, આજ કાલ તો થાય ...Read Moreપ્રેમ, ફેસબૂક પર. નથી જોતો કે ક્યાં છે એ પ્રિયજન, બસ ઝંખે છે મન એનું પામવાને એને. થાય છે પ્રેમ અજાણ્યા અને ક્યારેય ન મળેલા કે જોયેલા સાથે, પછી ભલે કહેવાય પ્રેમ સરહદ પારનો. નથી પૂછતો પ્રેમ નામ કે સરનામું, એ તો બસ થઈ જાય છે વગર જાણ્યે. લાગણીઓના ઉરમાં તણાય છે પ્રેમીઓ, કોઈ ડૂબી જાય છે તો કોઈ ભવ તરી
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની રંગ રહસ્ય છે રહસ્યમય રંગ એ કાચિંડાનો બદલાય છે વારંવાર. મજબૂરી છે એની વગર ઈચ્છાએ બદલાય છે એનો રંગ. ખબર નથી એને કે આ તો વરદાન છે એને જીવ બચાવવા, ...Read Moreસમજ નથી પડતી કે શા માટે માનવી બદલે છે રંગ? નથી જાણતું કોઈ કે શું છે માનવીના મનનો રહસ્યમય રંગ? શાને બદલાય છે વારે ઘડીએ જોઈ સધાતો સ્વાર્થ? શું પરોપકારનો રંગ છે એટલો રહસ્યમય કે સ્વાર્થનાં રંગ આગળ બને છે અદ્રશ્ય? સમુદ્ર છે કંઈ કેટલુંય સમુદ્રમાં, મળ્યો કેટલોય ખજાનો સમુદ્રમાં. ન્હોતી ખબર કોઈને આ ખજાનાની, જાણ્યું જ્યારે થયું સમુદ્ર મંથન.
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મથામણ છે મથામણ મનમાં, શું થશે? કેમ થશે? લાંબી છે મજલ અને સાથ નથી કોઈનો! કોને કહેવું વ્યથા કે શું ઈચ્છું છું હું, નથી કોઈ જે સમજી શકે આ મથામણ! ...Read Moreછે ઘણાં પડકારો આંખ સામે, વિચારે છે મન કેમ કરી પાર થશે પડકારો, અનુભવે છે મથામણ આ મન, શું કરીશ આગળ? છે આખી જિંદગી જીવવા, પણ નથી કોઈનો સહારો. છે મથામણ મનમાં કે શું જરૂરી જ છે કોઈનો સહારો? કોઈ ન હોય તો શું હંમેશા બનવું લાચાર? મન અનુભવે છે મથામણ અને કહે છે, નથી જરુર કોઈની રાખ હિંમત, કર
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપ સૌનાં સહકારથી કાવ્યોનો વધુ એક ભાગ રજુ કરી રહી છું. અગાઉનાં ભાગો પસંદ કરવા બદલ આભાર. કવિતા સૂરોની લે છે પરીક્ષા કવિતા, સંગીતની મોહતાજ છે કવિતા, ન કહેવાનું ઘણુ કહી ...Read Moreછે કવિતા, ક્યારેક ઊંઘતાને જગાડે છે કવિતા. ભૂતકાળની માહિતી આપે છે કવિતા, નથી મળતો યોગ્ય પ્રતિસાદ એને. સાહિત્યકારોની વ્હાલી છે કવિતા, વાર્તાઓમાં પણ મેળવે છે સ્થાન કવિતા. સંસ્કૃતિનું વર્ણન છે કવિતા, દેશની ઓળખ છે કવિતા, વારસાની રક્ષક છે કવિતા, કવિઓની ઓળખ છે કવિતા. બાળકોને ગાવી ગમે કવિતા, વડીલોને સાંભળવી ગમે કવિતા, શબ્દોનો આકાર છે કવિતા, વિચારોની વાચા છે કવિતા! હાસ્ય
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઉડાન નીકળી હું આજે સપનાની સફરે, ભરી એક ઉડાન સફળતાની, જોઈ દુનિયા નજીકથી, ઘણાં પોતાનાં મળ્યા પારકા થઈને. ભરી ઉડાન મિત્રોની ટોળીમાં, મળ્યા બધા પારકા પોતાના થઈને. શું આ જ ...Read Moreજીવન? જયાં પોતાના સ્વાર્થ સાધે છે, અને બહારનાં નિઃસ્વાર્થ સંબંધો નિભાવે છે! ઉજવણી છે આજે વર્ષનો અંતિમ દિવસ, આશા છે બધાંને જશે એ બધું લઈને. રાહ જુએ છે સૌ કોઈ આવે નવું વર્ષ અને લઈ જાય કોરોના કે પછી લઈ જાય એમનાં તમામ દુઃખ દર્દ. કરશે આજે રાત્રે સૌ કોઈ વધામણાં આવકારશે નવા વર્ષને કરીને ઉજવણી. કોઈ કેક કાપશે તો
લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહસ્તમેળાપદિવસ છે ઉમંગથી ભરેલો, મન છે ખુશીઓથી ભરેલ, હૈયું છે વ્યાકુળ, આવ્યો પ્રસંગ દીકરીનાં લગ્નનો, થયો સમય હસ્તમેળાપનો, પડી બૂમ 'કન્યા પધરાવો, સાવધાન', શું આ હતી વરરાજા માટે ચેતવણી? ભાઈ, સાચવજો, ...Read Moreથઈ પૂરી. માંગશે આ કન્યા પળપળનો હિસાબ. વિચારી લેજે, આગળ વધવું છે કે ભાગવું છે અત્યારે જ! ???પહેલું હાસ્યઆવી એક નાની પરી ઘરમાં, ક્યારેક જાગતી ક્યારેક ઊંઘતી. રમાડવું હોય જ્યારે સૌએ, રહેતી સદાય ઊંઘતી એ. રાહ જુએ સૌ કોઈ એની, ક્યારે જાગે અને લઈએ હાથમાં. જાગે જ્યારે એ, ઘરનાં સૌ બાંધે વારા, પહેલા લઈશ હું અને પછી લેજે તું. અંતે
ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘરધરતીનો છેડો ઘર, જયાં મનને શાંતિ મળે એ ઘર, થાક્યો માણસ તાજગી અનુભવે તે જગ્યા ઘર, બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર, મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું, દરેકને ...Read Moreપોતાનું ઘર. કરે સજાવટ સૌ કોઈ ઘરની, હોય એ ગરીબ કે અમીર. જીવનભરની યાદો સમાવે એ ઘર. ભલે બન્યું હોય ચાર દિવાલોથી, સમાવે સૌને એ ઘર. સાક્ષી પૂરે છે દરેક ઘર, નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય ખુશીઓનાં પ્રસંગ. એક જ વાત યાદ રાખવી ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી નહીં તો બની જશે એ ખંડેર લાગણીઓના અભાવથી.માનવી
ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની સંગીતનાં સૂર રેલાય છે મધુર સૂર જ્યારે છેડાય છે સંગીતનાં તાલ, સંભળાય છે કાનોને એક ખૂબ જ મધુર સંગીત!!! ડોલે છે મસ્તક અને ઝુમે છે હૈયું, સાંભળીને એ સંગીતનાં સૂર! વધે ...Read Moreછોડ લતાઓ સાંભળીને સંગીતનાં મધુર સૂર, ઝુમે છે ડાળીઓ સાંભળીને આ મધુર સૂર!!! થાય છે આનંદિત આ પશુ પક્ષીઓ સાંભળીને સંગીતનાં સૂર, ભલે કહેવાતા મૂંગા જીવ પણ સમજે છે સંગીત અને પ્રેમની ભાષા! સંભળાતો હતો મધુર સ્વર પ્રાણીઓનાં અવાજનો અને પક્ષીઓનાં કલરવનો, ગૂંજી ઊઠતી વનરાજી જ્યારે પડતી આહલાદક સવાર! ઝૂમી ઉઠતાં વૃક્ષો અને વેલીઓ, સાંભળતાં જ્યારે પક્ષીઓનો મધુર કલરવ!!! આવતાં
પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.ખૂબ લાંબા સમયગાળા પછી ફરીથી મારા રચેલ થોડા કાવ્યો લઈને આપની સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે તમને પસંદ પડશે. પુસ્તક - મારું વફાદાર મિત્ર મારો સૌથી વફાદાર સાથી એટલે ...Read Moreપુસ્તકો. મારી એકલતાનાં સાચા સાથી એટલે મારા પુસ્તકો. મારા પથદર્શક મિત્રો એટલે મારા પુસ્તકો. મારો ક્યારેય સાથ ન છોડનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મને નિરાશામાંથી બહાર લાવનાર મિત્રો એટલે મારા પુસ્તકો. મારુ જ્ઞાન વધારનાર મિત્રો એટલે મારા પુસ્તકો. માતા પિતા સિવાય મારામાં સંસ્કારોનું સિંચન કરનાર મિત્રો એટલે મારા પુસ્તકો. રોજનીશી - અંગત રહસ્યનો ખજાનો લખતાં તો લખાઈ જાય રોજનીશી,
પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઉગતો છોડ ઉગતો છોડ જુઓ પાર કરે વિઘ્નો કેટલાંય - માટી, પાણી, વરસાદ, ભૂકંપ, રેલ, દુકાળ... ને તોય મક્કમ મનોબળ એનું, નીકળે એની કૂંપળો હળવેથી!!! ન હારે હિંમત એ, ઉગે જોઈ આકાશ... ...Read Moreજ શીખો જોઈને આ ઉગતો છોડ, ન હારવું ક્યારેય આવે પરિસ્થિતી ગમે તેવી!!! આવું જ છે એક નાનું બાળ, એ તો છે એક ઉગતો છોડ, જેવું સિંચન તેવો પાક!!! શીખવો એને માનવતાનાં પાઠ, એ તો છે એક ઉગતો છોડ... વળી જશે એ જેમ વાળશો એમ, થશે જ્યારે એક મજબૂત ઝાડ, નહીં વાળી શકો એને કરો પ્રયત્ન વારંવાર... બનશે એ ઝાડ
પ્રકાર:- કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીથંભી ગયેલો સમયબન્યો છે માહોલ એવો કે લાગે છે થંભી ગયું છે જીવન... દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા જાણે થંભી ગયો સમય... બંધ છે શાળાઓ, બંધ છે કૉલેજો, જાણે થંભી ગયું છે બાળપણ... બંધ ...Read Moreબંધ સ્વીમીંગ પુલો, લાગે સૂના ભેંકાર... બંધ છે ફરવાના સ્થળો, જાણે થંભી ગયું જીવન... ડરે છે માનવી રહેતાં એકબીજા સાથે, પણ નથી અટક્યો કરતાં ખોટા કામ... જાણે થંભી ગયો સમય પણ ચાલુ છે ઘડિયાળના કાંટા... થંભી ગયું હતું જીવન વનરાજીનું... ખૂટતાં ઓક્સિજન માનવીને જીવિત થઈ વનરાજી પાછી... ખૂલી ગયું છે મોટાભાગનું જનજીવન, લાગે છે ફરીથી જીવંત થયો એ થંભી ગયેલો