Ek Chutki Sindur ki kimmat book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Chutki Sindur ki kimmat is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ચુટકી સિંદૂર કી કિંમત - Novels
by Vijay Raval
in
Gujarati Fiction Stories
એક ચુટકી સિંદુર કી કિંમત’ પ્રકરણ-પહેલું/૧ ‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં....ને નહીં જ મળે. ‘તું જ સમજાવને આઆ આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? કોઈ શબ્દરચનાનો બંધ બેસતો પ્રાસ નથી....અને આત્મવિશ્વાસની અનુપસ્થિતિ, સૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆ….આ બંદિશ તો નહીં બને, પણ બંદી જરૂર બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો સંકેત આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે. સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’અકળામણના પરાકાષ્ઠાની પરિસીમા તૂટતાં
એક ચુટકી સિંદુર કી કિંમત’ પ્રકરણ-પહેલું/૧ ‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં....ને નહીં જ મળે. ‘તું જ સમજાવને આઆ આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? કોઈ શબ્દરચનાનો બંધ બેસતો પ્રાસ નથી....અને આત્મવિશ્વાસની ...Read Moreસૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆ….આ બંદિશ તો નહીં બને, પણ બંદી જરૂર બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો સંકેત આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે. સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’અકળામણના પરાકાષ્ઠાની પરિસીમા તૂટતાં
પ્રકરણ-બીજું/૨વૃંદા સંઘવી.સાવ કોરી પાટી અને સીધી લીટી જેવું વૃંદાનું જીવતર અને ઘડતર. છળ-કપટ, ષડ્યંત્ર, લુચ્ચાઈ, લઇ લેવું, પડાવી લેવું આવી કોઈપણ વૃતિથી તે બિલકુલ અજાણ. નરી આંખે જોઈ શકાય એવી ઊઘાડી કિતાબ જેવા નિર્મળ સ્વચ્છ પાણી જેવા વૃંદાના વાણી,વર્તન ...Read Moreવિચારો. તેના મોજ શોખ ખુબ જ માર્યાદિત. આમ કહો તો નહીંવત જ કહી શકાય. એક સંગીત અને સાહિત્યના સાનિધ્યમાં તે સમય અને સ્થળનું ભાન પણ ભૂલી જતી. સંગીત તેનો શ્વાસ અને સાહિત્ય તેના ધબકારા. કયારેક તો એટલી તન્મય થઈ જતી કે લંચ કે ડીનરનો ટાઈમ સ્કીપ થઇ જતો છત્તા તેનું ભાન સુદ્ધાં નહતું રહેતું. થોડી અંતર્મુખી પણ ખરી. ભાગ્યેજ કોઈની
પ્રકરણ- ત્રીજું/૩એ પછી...અધૂરું અનુસંધાન વૃંદા અને મિલિન્દ બન્નેને સંબંધ સેતુની ખૂટતી કડી જેવું લાગ્યું. ખાસ કરી વૃંદાને. વૃંદાને ખુશી એ વાતની હતી કે, મકરંદ સર થકી તેના ચહીતા સંગીત રસિક મિત્રના પરિચયમાં આવવાનો અવસર મળ્યો હતો. વૃંદાનું માનવું હતું ...Read Moreજેમ કોઈ અંધ અને અભણ બન્ને સરખા તેમ સંગીતથી અજાણ અને અજ્ઞાન વ્યક્તિ માનવ સહજસંબંધના પાયાના મુલ્યોથી વંચિત હોય. કોઈપણ સંગીતજ્ઞ માટે વૃંદાને સાહજિક રીતે આદર અને માન ઉપજતું. નેક્સ્ટ ડે..વૃંદા અને મિલિન્દ વચ્ચેના ટેલીફોનીક વાર્તાલાપ દરમિયાન નિર્ધારિત થયેલાં સમયાનુસાર બન્ને આવી પહોચ્યાં સંગીત વિદ્યાલય. મલ્ટીકલર પ્રિન્ટેડ વ્હાઈટ કોટન કુર્તીમાં વૃંદા સિમ્પલ અને સોબર લાગતી હતી. અને ડાર્ક બ્લ્યુ કલરના જીન્સ
પ્રકરણ- ચોથું/૪સ્હેજ નિરાસાના સૂર સાથે વૃંદા બોલી,‘આઈ નો... મિલિન્દ બટ યુ સે ગૂડબાય. મતલબ કે હવે આપણે ફરી કયારેય નહીં મળીએ, તું એમ કહેવાં માંગે છે ?મિલિન્દ થોડીવાર ચુપ રહ્યા પછી બોલ્યો,‘વૃંદા તારા જવાબમાં મને ગુલઝારની એક ખુબ ગમતી ...Read Moreશબ્દો સ્મરે છે.‘વક્ત રહેતા નહીં કહીં ટીક કર, ઉસ કી આદત ભી આદમી સી હૈ.’‘વૃંદા, મકરંદ સરના આજ્ઞાની હું કોઈપણ સંજોગોમાં અવગણના ન જ કરી શકું. કારણ કે, મકરંદ સરના ઉપકારની બાદબાકી કરું તો મિલિન્દ માધવાણી શૂન્ય વગરના એકડા જેવો છે. બાકી સત્ય કહું તો મને મારા ખુદ માટે સમય નથી. મારો પૂરો પરિવાર મારા પર નિર્ભર છે. અને મારો
પ્રકરણ-પાંચમું/૫એક દિવસ રવિવારની સવારે નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ મિલિન્દ ફ્લેટની બહાર નીકળી કમ્પાઉન્ડમાં આવ્યો, ત્યાં સોસાયટીના ગેઇટ પાસે જ કેશવ તેની કારના ફ્રન્ટ ગ્લાસને સાફ કરી રહ્યો હતો. કેશવની નજર મિલિન્દ પર પડતાં જ બૂમ પાડી...‘ઓયે.. ચલ આવી ...Read Moreઆજે તારી બોણીથી સન્ડેની શુભ શરૂઆત કરીએ.’‘અરે યાર શું કામ ફોગટમાં ડીઝલનો ધુમાડો કરે છે. ? હું જતો રહીશ ટ્રેઈનમાં.’ નજીક આવતાં મિલિન્દે જવાબ આપ્યો.‘અરે... તું મને ચા નહીં પીવડાવે ? તો ફોગટનો ધુમાડો શાનો ? ચલ આવ બેસ કારમાં.’ હસતાં હસતાં કેશવ બોલ્યો. કેશવ, કેશવ કાપડીયા. ત્રીસ વર્ષીય અપરણિત કેશવ મૂળ ગુજરાતનો વતની પણ ફિલ્મીજગતની ચકાચૌંધથી અંજાઈને હીરો બનવાની લાયમાં ભરાઈ પડ્યો મુંબઈમાં.