ડ્રીમ ગર્લ - Novels
by Pankaj Jani
in
Gujarati Novel Episodes
ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જતી હતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ...Read Moreમાટે પૂરતા હતા.
જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર , ક્યારેક રિસાયેલી , ક્યારેક ફૂલની જેમ ખીલેલી, ક્યારેક ચણિયાચોળીમાં સજ્જ , ક્યારેક સ્કર્ટ મિડીમાં લોભાવતી,ક્યારેક રાસ રમતી , ક્યારેક માથું ધોઈને આગળ આવેલા વાળને ઝટકો મારી વાળ ઉછાળી પાછળ મોકલતી ......
ડ્રીમ ગર્લ 01 ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી ...Read Moreહતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ડરાવવા માટે પૂરતા હતા. જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર
ડ્રીમ ગર્લ 02 જિગરે ચમકીને જોયું. અચાનક હાર્ડબ્રેકિંગ પછી એ ફોર વ્હીલર ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. ડિવાઈડર પરની જાળી સ્હેજ ત્રાંસી થઈ ગઈ હતી. ગાડી લગભગ બંધ થઈ ...Read Moreહતી. સેકન્ડોમાં એક માણસ ગાડી માંથી ઉતર્યો. એણે પાછળ જોયું અને ડિવાઈડરની જાળી કૂદી બીજી બાજુ આવ્યો. એ માણસ કૂદીને બીજી બાજુ આવે એ પહેલાં બીજી બે ગાડી એ માણસની ગાડીની પાછળ આવીને ઉભી રહી. ગાડીની બારીના નીચા કરેલા કાચ માંથી એક હાથ બહાર આવ્યો. એ હાથમાં એક ગન હતી. કદાચ સાઇલેન્સર વાળી. અને
ડ્રીમ ગર્લ 03 લોકલ ટીવી પર ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા. અમી સવાર સવારમાં ટી.વી.ઓન કરીને બેઠી હતી. એના સુંદર ભરેલા ગાલ પર કથ્થઈ લટો છેડતી કરતી હતી. એક હાથમાં કોફીનો મગ લઈ બીજા ...Read More વાળ ખસેડવા અધ્ધર કરેલો હાથ અધ્ધર રહી ગયો. જિગર ? આ હાલત માં ? મનમાં એક અજંપો થયો . અમી એ કોફી નો કપ બાજુમાં મુક્યો. મોબાઈલ હાથમાં લીધો. કંઇક વિચારી મોબાઈલ પાછો મુક્યો. મનમાં ગડમથલ અને અજંપાના ભાવ સાથે એ ક્યાંક ખોવાઈ ગઈ. હદય કહેતું હતું ફોન કરું ,
ડ્રીમ ગર્લ 04 જિગર નું પેન્ટ , ગંજી , હાથ લોહી વાળા હતા. એ હાથ મ્હો પર લાગવાથી મ્હો પર પણ ક્યાંક લોહી લાગ્યું હતું. નિલુ એ લાવેલ સાબુ , રૂમાલ અને કપડાં લઈ ...Read Moreબાથરૂમમાં ગયો. બાથરૂમ એટલો સ્વચ્છ ન હતો. પરંતુ જરૂરિયાતના સમયે સગવડ એ ગૌણ મુદ્દો બની જાય છે. જિગર સમજતો હતો કે આ એનું ઘર નથી , એક હોસ્પિટલ છે. જિગરે પેન્ટ માંથી પાકિટ , જીપની ચાવી , કેટલાક કાગળો વગેરે કાઢી નવા કપડાં માં મુક્યું. લોહીવાળા કપડાં નળ નીચે પાણીમાં મુક્યા.
ડ્રીમ ગર્લ 05 સભ્યતા અને અસભ્યતાની ભેદરેખા જિગર ભૂલી ગયો હતો. પ્રાપ્તિનો મોહ સમાજની તમામ ભેદરેખા ભુલાવી દેતો હશે. ક્યારેય ન અનુભવી હોય એવી સંમોહિત અવસ્થામાં એ પહોંચી ગયો હતો. શરીરનું કોઈ અવયવ એના કન્ટ્રોલમાં ન ...Read More એ યુવતી સીડી ઉતરીને નીચે ગઈ. અને જિગર પણ સીડીના પહેલે પગથિયે આવ્યો. એ યુવતી સોસાયટી ના કોમન પ્લોટમાં થઇ મેઈન ગેટથી બહાર આવી. જિગર સીડી ઉતરી નીચે આવ્યો. જિગરના મકાનનો એક દરવાજો સીધો રોડ પર પડતો હતો અને બીજો દરવાજો સોસાયટી ના કોમન પ્લોટ તરફ પડતો હતો. જિગર
ડ્રીમ ગર્લ 06 જિગરે જોયું બહાર મીડિયાની ભીડ હતી , બહાર જવું મુશ્કેલ હતું. જિગરને ઈચ્છા થઈ કે પોતાના મોબાઈલમાંથી એ નમ્બર પર ફોન કરે. પણ પાછો મનમાં સંશય થયો. એ માણસ કોણ હશે ...Read Moreજેને ફોન કરવાનો છે એ કોણ હશે ? ના , કોઈ લફડામાં પડવું નથી. રાતથી જિગર અહીં ચીટકીને બેઠો હતો એટલે પોલીસ એના પ્રત્યે ધીરે ધીરે બેપરવા થતી જતી હતી. પોલીસનું ધ્યાન વધારે પડતું મીડિયા અને પબ્લીક તરફ હતું. જગજાહેર રોડ પર કોઈને ગોળીઓ મારવી એ કોઈ નાની વાત નહતી. પોલીસ
ડ્રીમ ગર્લ 07 એ જાણતી હતી કે નિર્બળતાથી પ્રશ્નો સોલ્વ નથી થતા. એણે મન મક્કમ કર્યું. " હેલો ... " " યસ .... " ...Read More " તમે આમને જાણો છો ? " " યસ , હું જાણું છું એમને. આટલી મહેરબાની કરી છે તો એક મહેરબાની કરજો. હું પહેલી ફલાઇટ પકડીને ત્યાં આવું છું. પણ હું ત્યાં આવું ત્યાં સુધી તમે એમની સાથે રહેજો. તમે રૂપિયાની ચિંતા ના કરતા. જરૂર હોય તો એમને સારી હોસ્પિટલમાં ચેન્જ કરજો. " " એ જ પ્રોબ્લેમ છે.
ડ્રીમ ગર્લ 08 " વોટ ધ મેટર પ્રિયા ? " " કોઈ નહિ. તમે તમારી હોમ મિનિસ્ટરી સાંભળો. હું મારું ફોડી લઈશ. " પ્રિયાનો ચહેરો ખૂબ જ ગુસ્સામાં હતો. એના ...Read Moreગાલ વધારે રતુંબડા લાગતા હતા. " વોટ ડુ યુ મીન ફોડી લઈશ. તને કાંઈ ખબર પડે છે. આ જો કોઈ દુશ્મનની ચાલ હશે અને જો તું એમાં ક્યાંક ફસાઈ જઈશ તો હું ભાઈને શું જવાબ આપીશ. હું તારી સાથે આવીશ. રિલેક્સ. જસ્ટ રિલેક્સ એન્ડ ટોલ્ડ મી , વોટ હેપન્નડ. " પ્રિયા સોફા પર બેસી ગઈ. કોઈ અતિતમાં
ડ્રીમ ગર્લ 09 ડોકટર આયંગર રોહનની વાત પર વિચાર કરતા રહ્યા. થોડા કલાકોની જ વાત હતી. રોહન આવી જાય પછી તો એ બધું નક્કી કરશે જ. પણ અત્યારે આ માણસને હેન્ડલ કરતાં ડોકટરને શું ...Read More? પણ મિત્રતા જરૂર નિભાવવી હતી. ડોકટર આયંગર બહુ જ સિનિયર અને જાણીતા ડોક્ટર હતા. એ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોકટર પાસે ગયા. " મેં આઈ કમ ઇન. " " ઓહ ડોક્ટર આયંગર , વેલકમ. " " આ તમારો પેશન્ટ કદાચ મારા નાનપણનો મિત્ર હોય એવું લાગે
ડ્રીમ ગર્લ 10 જિગરે સુવાની કોશિશ કરી. આગલી રાતનો ઉજાગરો હતો એટલે ઉંઘ તો આવી જવી જોઈતી હતી પણ વિચારોની હારમાળા બધું અસ્તવ્યસ્ત કરી મૂકતી હતી. ત્રણ વર્ષ પહેલાં જિગરના પિતા નવિનચંદ્ર શેલત , જે ...Read Moreસરકારી વકીલ હતા એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પણ એ પહેલાં એક સરસ મકાન એમણે બનાવી દીધું હતું. અને એમનું જે પેંશન આવતું હતું એ મા-દીકરા માટે પૂરતું હતું. જિગરની માતા રેણુકા શેલત એક હાઉસ વાઈફ અને ભક્તિપરાયણ સ્ત્રી હતી. એને મન હવે દીકરો જ સર્વસ્વ હતો. નિલુની માતા
ડ્રીમ ગર્લ 11 ડો.આયંગરની આંખમાં સ્પષ્ટ ઉજાગરો દેખાતો હતો. પણ રોહન અને પ્રિયાની આંખમાં ઉજાગરાની સાથે સાથે ચિંતાના ભાવ હતા. આવડા મોટા ઓફિસરનો ભાઈ, અભિજિત રહાણે એક સામાન્ય સરકારી હોસ્પિટલમાં બિનવારસી દાખલ હતો. ...Read More" ડો.શું લાગે છે ? " " મી.રોહન જે થઈ ગયું છે એ બદલી શકાવાનું નથી. પણ આપણે શક્ય એટલી મહેનત કરીશું. અહીં પણ સારી ટ્રિટમેન્ટ મળશે. પણ આગળ તમારી મરજી. " " કોઈ સારી હોસ્પિટલમાંમાં શિફ્ટ કરીએ અને સારામાં સારા ડોક્ટરોની વ્યવસ્થા કરો. મી. આયંગર તમારે તો સાથે જ રહેવાનું
ડ્રીમ ગર્લ 12 રાતના બે વાગ્યા હતા. અમીની આંખમાં ઉંઘ ન જતી. કેટલી ઘટનાઓ જીવનમાં બની ગઈ. અમી વિચારતી હતી, ઈશ્વર આ હદય શા માટે આપતા હશે ? અને શા માટે એ હદય દુશ્મન થઈ કોઈના માટે ...Read Moreહશે. એ પલંગ પર આડી પડી. સુવાના પ્રયત્નોની સાથે એ ઘટનાઓ પાછી યાદ આવી જતી હતી. પ્રેમના સમીકરણો શું હોય છે ? અમી વિચારી રહી હતી, શું જિગર સાચે જ નિલાને પ્રેમ કરતો હતો કે પોતાના તરફ આવવા, સીધી વાત કરતા અચકાતો હોય એટલે નિલાની વાત કરતો હોય. અને
ડ્રીમ ગર્લ 13 રેડ કલરની ચણીયાચોલી નિલાએ અમીને આપી. અમી અદભુત લાગતી હતી. ગોરી, માંસલ શરીરવાળી, વાંકડિયા કથ્થઈ કુદરતી વાળ. નિલાને ખાતરી હતી કે અમીને જોયા પછી જિગર જરૂર અમીને જ પસંદ કરશે. હાથમાં ...Read Moreબંગડીઓની લાઈન, ગળામાં મોટા મોટા સેટ, કમરમાં કંદોરો. અમી ખરેખર સુંદર લાગતી હતી... નિલા પણ આસમાની ચણીયાચોલી પહેરી તૈયાર થઈ. પાતળી, સ્હેજ ઉંચી અને માંસલ. એની ચાલમાં એક છટા. લાંબા કાળા વાળ એની સુંદરતામાં વધારો કરતા હતા. સુંદર સ્હેજ લાંબો પણ ભરાવદાર ચહેરો. પહોળા ખભા અને નીચે જરા વધારે માંસલ શરીર
ડ્રીમ ગર્લ 14 સ્વપ્નસુંદરી અને સ્વપ્નનો રાજકુમાર. યુવાનીના ઉંબરે પગ મુક્તા મનમાં રચાતું એક કલ્પનાવિશ્વ. એની હાઈટ આવી હશે, ત્વચા આવી હશે, રંગ આવો હશે, હાસ્ય આવું હશે, ચાલ આવી હશે, માંસલતા આવી ...Read Moreલહેકો આવો હશે. અને પછી શરૂ થાય છે ઇંતેજાર. એની પ્રાપ્તિ નો. પણ એ એમ થોડું મળે છે. અને શરૂ થાય છે એક વ્યથાનો દોર. ક્યારેક કોઈ સેલિબ્રિટી યુવાનોની સ્વપ્નસુંદરી હોય છે. પણ એ સમયે એ સ્પષ્ટ હોય છે કે એની પ્રાપ્તિ શક્ય નથી. પણ જ્યારે મનોજગતમાં આકાર લીધેલી સ્વપ્નસુંદરી
ડ્રીમ ગર્લ 15 માનવજીવન અમૂલ્ય છે. વ્યક્તિ બોલી શકે છે, પ્રેમ કરી શકે છે, સંવેદના વ્યક્ત કરી શકે છે અને નવા નવા આવિષ્કાર કરી શકે છે. એ કોઈની રાહ જોઈ શકે છે અને કોઈક તો એની ...Read Moreજરૂર જોતું હશે. કોઈકના જીવનનો એ જરૂર આધાર હશે. તો પછી કોઈ આત્યંતિક પગલું શા માટે ? સુખ અને દુઃખ જીવનના બે કિનારા છે. ક્યારેક નદીના પાણી સુખના કિનારા તરફ હોય, ક્યારેક દુઃખના કિનારા તરફ હોય. ક્યારેક બન્ને કાંઠે ઘૂઘવતા હોય. છતાં જીવન યાત્રાને આગળ ધપાવતા જ રહેવું પડે છે. છતાં
ડ્રીમ ગર્લ 16 સંધ્યા થવાની તૈયારી હતી. ગામના પાદરે તળાવના કિનારે થોડી ઉંચાઈ પર એક વર્ષો જૂનું શિવ મંદિર હતું. પુરાતન સમયમાં બંધાયેલ શિવ મંદિરની હાલત બીજા મંદિરોની સરખામણીમાં એટલી સારી ન હતી. પણ ...Read Moreશણગાર સ્વીકારીને સ્મશાનને સ્વર્ગ માનનારને મનુષ્યના શણગારોની શું ખેવના હોય? સંધ્યા આરતીની તૈયારી હતી. ગામના થોડા માણસો આરતી માટે આવ્યા હતા. મંદિરની પાછળની બાજુ તળાવથી દુર નીચાણમાં ખેતરો દેખાતા હતા . અને એનાથી દૂર ગુસ્સેથી લાલ થઈ સૂર્ય અસ્ત થવાની તૈયારી કરતો હતો. સૂર્યના ઉદય સાથે એક ચેતના આવે છે. આખી
ડ્રીમ ગર્લ 17 સખ્ત તાપથી ધોમધખતી ધરતી વર્ષાને તરસે.... અને વર્ષાથી તૃપ્ત થયેલી ધરતી વનરાજીને ફેલાવવા સૂર્યને ઝંખે... સૂર્યની દ્રષ્ટિથી મોહિત થઈ વાદળાં ધરા છોડી ગગનમાં વિહરે.... વાહ ઈશ્વર ...Read More જિગરને જીપના કાચ પર ઝાડવાઓની ડાળીઓ માંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ અવનવા ભાવ પેદા કરતો હતો. અમી જિગરને કદાચ ચાહતી હોય. જિગર નિલુને ચાહતો હોય. અને નિલુ ? નિશિધ ને.... નો... એ અશક્ય છે. નિલુ મારી જ છે... અને મારી જ રહેશે. નહિ તો... નહિ તો શું ? જિગર પાસે કોઈ જવાબ ન હતો. જિગરને
ડ્રીમ ગર્લ 18 " જિગર, ક્યાં ગયો હતો તું ? " અમીના શબ્દોમાં કડકાઈ હતી. જિગર એના રૂમમાં પહેલી વખત કોઈ યુવતી સાથે હતો. એ પણ રાતના દસ વાગ્યાના સમયે. " માસીના ઘરે ...Read Moreહતો. " " કેમ ? " " બસ, એમ જ. " " એમ ઉડાઉ જવાબ ના આપ. મેં એ દિવસના ગરબાના વિડીયો કોઈએ અહીંના વુમન્સ ગ્રૂપમાં મુકેલા જોયા હતા. નિશિધ અને નિલા સાથે ગરબા રમતા હતા એ તારાથી સહન ના થયું ? " જિગર મૌન રહ્યો.... " આટલો જ પ્રેમ અને આટલો જ વિશ્વાસ
ડ્રીમ ગર્લ 19 જિગરે સાયકલ ઉંચકી રેલવે લાઈન ક્રોસ કરી અને તરત જ સાયકલ લઈ નીચે ઝૂકી ગયો. રેલવે લાઈન સ્હેજ ઉંચી હતી. આજુબાજુમાં નાના ઝાડવા પણ હતા. ત્યાંનો રોડ થોડો અવાવરું હતો એટલે સ્ટ્રીટ લાઈટ ...Read Moreખૂબ દૂર દૂર હતી. જિગરે અંધારામાં સામે રેલવે લાઈન પાસેના રોડ પર નજર નાખી. એક સાયકલ સવાર ઉભો રહી કંઈક જોઈ રહ્યો હતો. જિગરનું હદય જોર જોરથી ધડકતું હતું. હાથ પગમાં પરસેવો વળતો હતો. પહેલા કોઈ દિવસ એ આવી પરિસ્થિતિમાં મુકાયો ન હતો. એ માણસ બે મિનિટ ઉભો રહ્યો અને
ડ્રીમ ગર્લ 20 " અમી, એ પહેલી યુવતી હતી જેને જોઈને મેં મારું ધૈર્ય ગુમાવ્યું હતું. હદય બેચેન હતું. હું એને ગુમાવવા માંગતો નહતો. એવું નથી કે એનાથી સુંદર યુવતીઓ મેં જોઈ નથી. પણ એનામાં ...Read Moreએક અલગ તત્વ હતું જે મારા સમગ્ર અસ્તિત્વને જકડી રાખતું હતું. એ એકવાર કહે કે એ મારી છે તો હું એના ઉપર આંધળો વિશ્વાસ મુકું, પણ એ બીજા કોઈની થાય તો ? અમી, કદાચ તું નહિ સમજે કે જેને ચાહિયે એને ગુમાવવાનો ડર શું હોય છે. " છેલ્લા પોણા કલાકથી અમી
ડ્રીમ ગર્લ 21 જિગર હોસ્પિટલમાં પ્રવેશ્યો. હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. વોર્ડના દરવાજે જ જિગરને રોકવામાં આવ્યો. જિગરે ધડકતા હદયે નમ્બર ડાયલ કર્યો. શું ખબર એ પોતાને ઓળખશે કે કેમ? તરત જ એનો કોલ ...Read Moreથયો. " હેલો, આઈ એમ જિગર. " " ક્યાં છે તું ? " " વોર્ડના દરવાજે. મને અંદર આવવા નથી દેતા. " " વોટ ? વન મિનિટ હું ત્યાં આવું છું. " પ્રિયાને ગુસ્સો આવતો હતો. બચાવનાર વ્યક્તિને જ રોકવાનો? પણ પ્રસાસન એની જગ્યાએ બરાબર હતું. બધા
ડ્રીમ ગર્લ 22 પ્રિયાની આંખોમાં રોષ હતો. જિગરે એના પિતાને બચાવવાની કોશિશ કરી હતી. એક આખી રાત એ એના પિતા માટે હેરાન થતો રહ્યો. એણે પોતાને ઇન્ફોર્મેશન આપી, નહિ તો કદાચ પોતાના પિતા બિનવારસી.... ના... ના.... ...Read Moreપિતા બિનવારસી કે લાવરિસ ના થઇ શકે. અને જિગરને એનો બદલો આ મળશે? આ સમાજ, આ સોસાયટી. છી.. નફરત છે આવી સોસાયટી ને. ગુસ્સાથી એના લમણાં ફાટ ફાટ થતા હતા. એ આવી પરિસ્થિતિથી ડરતી ન હતી. " મી. ઇન્સપેક્ટર, આ ઘટના થયે 36 કલાક થવા આવ્યા. હજુ બચાવનારનું સ્ટેટમેન્ટ બાકી છે
ડ્રીમ ગર્લ 24 અમીને એ પળ હજુ પણ યાદ આવતી હતી જ્યારે જિગરના ચાલ્યા જવાથી નિલા કંઈક અવઢવમાં અટવાઈ હતી. સવારે સોસાયટીના લેડીઝ ગ્રુપમાં ગરબાના વિડીયો નિલાએ જોયા. નિશિધ, નિલાની સાથે ગરબા ગાતો હતો. અને નિલાને ...Read Moreજતા રહેવાનું કારણ સમજાયું હતું. એના ચહેરા પર કોઈ અજબ ભાવ હતા. ગુસ્સો હતો, પ્રશ્ચ્યાતાપ હતો, પ્રશ્નો હતા. બીજા દિવસે નિલા ગરબા રમવા તૈયાર ના થઇ. ઉદાસીનતાના ભાવ પર હાસ્યનું મહોરું ચઢાવી એ કમ્પાઉન્ડમાં બેઠી. નિશિધની વાત અમીને હજુ યાદ હતી... " મારા કારણે મારું પ્રિયજન ઉદાસ થાય? તો તો મારો પ્રેમ
ડ્રીમ ગર્લ 23 રોડ પર એક આદમી દોડતો હતો. કોઇ ઘાયલ સાવજ પાછળ ચાર શિકારી પડ્યા હોય એમ પાછળ માણસો ફાયર કરી રહ્યા હતા. લોહીથી લબથબ એ માણસ રોડ પર ફસડાઈ પડ્યો. પેલા માણસોએ એને ...Read Moreબાજુથી ઘેરી લીધો હતો. એ તમામ માણસોની આંખમાં નફ્ફટ હાસ્ય હતું. રોડ પર એ માણસ તડપતો હતો. એના શરીર માંથી નીકળેલ લોહીના રેલા રોડ પર કોઈ અજીબ ચિત્ર બનાવી રહ્યા હતા. અચાનક ક્યાંકથી જિગર કોઈ હિરોની જેમ આવ્યો અને એના પિતાને બે હાથોમાં ઉંચકીને દોડ્યો. પાછળ એ નફ્ફ્ટ , નાલાયક લોકો હતા. જિગર
ડ્રીમ ગર્લ 25 " ઓહ, તમને ડિસ્ટર્બ કરવા બદલ સોરી. " એકધારી ગતિથી ચાલતા વાહનને અચાનક બ્રેક મારવામાં આવે અને વાહનમાં શાંતિથી સૂતો વ્યક્તિ સફાળો, કોઈ અઘટિત ઘટનાના ડર સાથે જાગે એવી એ ...Read Moreહતી. કોઈ શાંત સરોવરમાં કોઈએ અચાનક નાખેલ પથ્થરથી સર્જાતા તરંગો જેવી સ્થિતિ હતી. નિલાનું આમ અચાનક આગમન જિગરની કલ્પના બહારનું હતું. પણ જિગર સ્વસ્થ હતો. કેમકે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી હવાની લહેર સરખી એ આવી હતી. રણમાં ભુલા પડેલ, તરસ્યા વટેમાર્ગુને માટે મીઠા પાણીની વિરડી સમાન હતી એ. " ઓહ નિલુ, આવ. એમાં
ડ્રીમ ગર્લ 26 પ્રિયાના ચિત્કાર અને આક્રંદથી હોસ્પિટલની દિવાલો ગુંજી ઉઠી. પ્રિયાના આક્રંદથી રોહન અને ડૉ.આયંગર દોડી ને આવ્યા. નર્સ અને ડોકટર એમની છેલ્લી કોશિશ કરી રહ્યા હતા. રોહન હતપ્રભ હતો. એનો ભાઈ આ જગત છોડી ...Read Moreગયો હતો. મનમાં હજારો વાતો છુપાવીને. રોહન કંઈ પણ વિચારવા શક્તિશાળી ન હતો. એ એક ખૂણામાં ઉભો રહી ગયો હતો. જિગર પ્રિયાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. નિલા માટે આવો પહેલો પ્રસંગ હતો. એને સમજાતું ન હતું કે શું કરવું જોઈએ. એનો ફોન વાઈબ્રેટ થયો. અમીનો ફોન હતો. નિલા ફોન લઈ રૂમની
ડ્રીમ ગર્લ 27 નિશિધે થોડા સમયમાં બધી જ વ્યવસ્થા કરી દીધી. એક ફૂલ સાઈઝનું કોફીન હોસ્પિટલમાં આવી ગયું હતું. એક ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે અભિજિતની બોડીને કોફીનમાં પાથરેલા પુષ્પો પર મુકવામાં આવી. ઉપર પણ ફૂલ ...Read Moreઆવ્યા. અભિજિતના નાક, કાનમાં રૂ ભરાવવામાં આવ્યું હતું. અભિજિતનું મ્હો અને આંખો બંધ હતા. કોઈ તપસ્વીના મ્હોની જેમ એનું મ્હો ચમકતું હતું. કોફીન બંધ કરવામાં આવ્યું અને કોફીન એક મોટી મેટાડોરમાં મુકવામાં આવ્યું. ડો.આયંગર કેટલાક કાગળો લઈ બહાર આવ્યા. " મી.રોહન, આ ડોક્ટરી સર્ટીફીકેટ અને પોલીસનું નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ છે.
ડ્રીમ ગર્લ 28 સમય પાસે દરેક દુઃખના ઈલાજ છે. મોટા મોટા ઘા સમય આવે રૂઝાઈ જાય છે. પણ એ દુઃખનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા સમયે જરૂર હોય છે કોઈ સહારા ની. પ્રિયાને ...Read Moreપોતાના પિતાએ મુકેલ વિશ્વાસની ઝલક દેખાતી હતી. માટે જ એ ઇચ્છતી હતી કે જિગર વિધિ પતે ત્યાં સુધી એની પાસે રહે. જિગર પણ એ વાત સમજતો હતો. પણ એની નજરે પોસ્ટના ડબ્બામાંથી નીકળેલ સામાન હતો. કોઈ પણ ભોગે જિગર જાણવા માંગતો હતો કે એમાં શું હતું ? માટે જ એણે એક દિવસ માટે
ડ્રીમ ગર્લ 29 કેટલું અઘરું હોય છે ટીકીટ વિન્ડો પર જઈને કહેવું કે " બે ટીકીટ કોર્નરની આપજો. " એ આજના સંજોગોમાં ના સમજાય કેમકે આજે બુક થયેલી અને ખાલી સીટોની પોઝિશન બુક કરનારને જોઈ ...Read Moreસીટ બુક કરવાનો મોકો મળે છે. પણ જિગરને આ થિયેટર માટે નિલુને રાજી કરતાં આંખે પાણી આવી ગયા. જિગરને એવી ફિલ્મ પસંદ કરવી હતી જેમાં અડધું થિયેટર ખાલી હોય. થોડી સ્પેસ મળી રહે. નિલુ સાથે વાત કરવાની.... પણ નિલુને જે ફિલ્મ પસંદ હતી એ નવી હતી, હજુ પહેલું વિક હતું અને પાછી
ડ્રીમ ગર્લ 30 જિગરે જીપ ચાલુ કરી અને વૈષ્ણવદેવી સર્કલ પાસે મંદિરની બહાર જીપ ઉભી રાખી. નિલુની સાથે એ મંદિરમાં દર્શન કરવા ગયો. નિલુની સાથે એ આજે પૂર્ણતાનો અહેસાસ કરતો હતો. પૂર્ણતાનો અહેસાસ મતલબ આગળ કોઈ ...Read Moreબીજી મોહ માયા કે અપેક્ષા નહિ. નરસિંહ મહેતા અને મીરાંએ પૂર્ણતાનો અહેસાસ કર્યો હતો. જીવનના તમામ મોહમાયાથી મુક્ત, ફક્ત શામળો જ શામળો. પ્રેમના ઉચ્ચ તબક્કે વ્યક્તિ એવા જ મનોભાવ અનુભવે છે. પણ બન્ને મનોભાવોમાં તફાવત છે. નરસૈંયા કે મીરાંના ભવિષ્યમાં દુઃખ હોઈ શકે, પણ એ પુર્ણપુરુષોત્તમ એવા પ્રભુના સાનિધ્યમાં છે, એમને
ડ્રીમ ગર્લ 31 બુલેટના હળવા આંચકા સાથે નિલુનું શરીર જિગર સાથે અથડાતું હતું. હવામાં થોડી ગરમી જરૂર હતી. પણ બુલેટની ગતિ અને બન્નેનો સાથ, બન્નેને હવા એક મીઠું સ્પંદન આપતી હતી. હવાની સાથે નિલુના લિસ્સા, ...Read Moreલાંબા વાળની લટો લહેરાતી હતી. બન્નેની ઈચ્છા હતી કે લોન્ગ દ્રાઈવ પર જાય. આ સફર આમ ચાલતી જ રહે. પણ જિગરે બુલેટ શહેરી ઇલાકા તરફ વાળી. નિલુને આશ્ચર્ય થયું. પણ એ જિગરને પકડી એના ખભે માથું મૂકી સુઈ ગઈ. ભારતીય સ્ત્રીની આ જ વિશેષતા છે. જેને પુરુષે સમજવી જોઈએ. ભારતીય સ્ત્રી જ્યારે
ડ્રીમ ગર્લ 32 જિગર નિલુ તરફ આગળ વધ્યો. નિલુનું હદય જોર જોરથી ધડકતું હતું. અને એ ધબકારા નિલુ સ્પષ્ટ રીતે અનુભવી શક્તિ હતી. નિલુને એવું લાગ્યું કે એનો વિશ્વાસ ખોટો પડશે. જિગરને રોકવા માટે કોઈ શબ્દો ...Read Moreશક્તિ નિલુમાં રહી ન હતી. છતાં એ હસતી હતી. એણે એક વિશ્વાસ મૂકી દીધો હતો. હવે તો હાર કે જીત જે મળે એ સાચું. જિગર નિલુની સામે આવીને ઉભો રહ્યો. નિલુના ચહેરા તરફ જોઈ રહ્યો. નિલુના ચહેરા પર હાસ્ય હતું અને એ હાસ્યમાં એ અદ્વિતીય લાગતી હતી. જિગર હજુ આગળ
ડ્રીમ ગર્લ 33 બારણું બંધ કરી જિગર ઘરમાં આવ્યો. એના માથામાં હેમંતના શબ્દો ઘણની જેમ વાગતા હતા. જિગરને વિચાર આવતો હતો . બટ, એ સાચું કહેતો હતો. યસ હી ઇઝ રાઈટ. મેં આજે નિલુને ...Read Moreમૂકી છે. મારો પીછો થાય છે એ સત્ય છે. એક વાર મારા ઉપર હુમલો થઈ ચૂક્યો છે. છતાં હું બેવકૂફ, મેં કેમ નિલુનો જાન જોખમમાં મુક્યો. અગર એને કાંઈ થઈ ગયું તો ? જિગરના હાથપગ પાણી પાણી થતા હતા. બધું ગોળ ગોળ ફરતું હોય એવું એને લાગ્યું. એના ગળામાં શોષ પડતો હતો. એ મહાપરાણે
ડ્રીમ ગર્લ 34 જિગર ઊંડા વિચારોમાં હતો. આ લોકોનું ધ્યાન નિલુથી દુર હટાવવું જરૂરી હતું. પણ કેવી રીતે ? નિલુ એની હદયની ધડકન હતી. એ કોઈ પણ રીતે નિલુને સલામત રાખવા ઇચ્છતો હતો. ...Read Moreપણ સમસ્યા પ્રત્યે વિચારતા રહેવું જોઈએ. કોઈને કોઈ ઉપાય મળી જ રહે છે. આખરે એને એક રસ્તો દેખાયો અને એના મનને રાહત થઈ. અમી અને પ્રિયા. પણ અંતરમને એને ઠપકો આપ્યો. નિલુ માટે અમીનો ભોગ આપવાનો? ના.. ના.. એ ના થઇ શકે. જિગરને અમી યાદ આવી. કેટલી સુંદર ? અને એ નાદાનનું
ડ્રીમ ગર્લ 35 જિગર ઘરે આવ્યો ત્યારે નવ વાગવા આવ્યા હતા. જિગરને એ સમજાતું ન હતું કે નિલુને સમજાવવી કેવી રીતે ? એક પ્રેમિકાને આવી વાત કરવી યોગ્ય હતી ? જિગર નિર્ણય લઈ શકવા સક્ષમ ન ...Read Moreઆખરે એણે મન મક્કમ કર્યું. નિલુને એ કોઈ આંચ આવવા દેવા માંગતો ન હતો. જિગરના ફોનમાં રીંગ વાગી. પ્રિયાનો ફોન હતો. ઓહ, આ બધા ચક્કરમાં એ પ્રિયાને ફોન કરવાનું તો ભૂલી જ ગયો હતો. ઓહ, શીટ.... જિગરે ફોન રિસીવ કર્યો. " હેલો... " " જિગર, તું ગઈ કાલે આવવાનો હતો. કેમ આવ્યો
ડ્રીમ ગર્લ 36 ટાઈટ બ્લ્યુ જીન્સ ઉપર ગુલાબી છાંટ વાળા સફેદ ટી શર્ટમાં અમી ખૂબ જ સુંદર લાગતી હતી. આછા મેકઅપમાં એનો ગુલાબી ચહેરો વધુ ગુલાબી લાગતો હતો. જિગરે બુલેટ બહાર કાઢી અને અમી જિગરની ...Read Moreબેઠી. નિલુ એની ગેલેરીમાંથી અમીના ચહેરાની ખુશીને જોઈ રહી હતી. કેટલું અઘરું હોય છે આ. પણ પ્રેમની પૂર્ણતા કે ચરમસીમા આ જ છે. વિશ્વાસ... એક વિશ્વાસ પર જ બધા સંબંધો ટકે છે. નિલુને એના જિગર અને અમી પર વિશ્વાસ હતો અને એટલે અંશે જિગર નબળો હતો. એ નિશિધ વખતે નિલુ પર વિશ્વાસ
ડ્રીમ ગર્લ 37 જિગર અને અમી ઘરે આવ્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. જિગરના ઘર તરફ વળતા રસ્તા પછી અવરજવર બહુ નહિવત હતી. જિગરે ઘર તરફ વળ્યા પછી મિરરમાં જોયું. બ્લ્યુ ટી શર્ટ વાળો ...Read Moreસીધો જતો રહ્યો હતો. જિગરે ઘરના ઝાંપા આગળ બુલેટ ઉભી રાખી. અમીએ ઝાંપો ખોલ્યો. આજે એને આ ઘરની માલકણ હોવાની અનુભૂતિ થતી હતી. બાઇક ગેરેજમાં પાર્ક કરી જિગર બહાર આવ્યો. " જિગર, હું જાઉં? મોડું થઈ ગયું છે. " " થેન્ક્સ અમી, એન્ડ આઈ એમ રિયલી સોરી. તારા હદયની ભાવના હું
ડ્રીમ ગર્લ 38 માથું સખ્ત ફાટતું હતું . હજુ ઉજાગરાની અને નિર્ણયો લેવામાં પડેલી તકલીફની અસર હતી. જિગર ઉભો થયો અને બ્રશ કરી કોફી અને સેન્ડવીચ બનાવી અને સોફામાં બેઠો. સૌથી પહેલાં એણે વિશિતાની ગાડી ...Read Moreડિઝાઇન કરેલા ફોટોગ્રાફ હેમંતને મોકલી આપ્યા. અને પછી નિલુને કોલ કરી અમીને લઈને આવવાનું કહ્યું. ગઈ કાલના પ્રિયાના ત્રણ મિસકોલ હતા. જિગરે પ્રિયાને કોલ કર્યો. " ગુડ મોર્નિંગ. " " કોઈ ગુડ મોર્નિંગ નથી કરવું. મારે તારી કોઈ જરૂર નથી, હવે આવતો નહિ. હું મારું ફોડી લઈશ. "
ડ્રીમ ગર્લ 39 જિગર જીપ લઈને નીકળ્યો ત્યારે દસ વાગ્યા હતા. જિગરને અનુમાન તો હતું જ કે તેનો પીછો થશે. અને એનું અનુમાન સાચું પડ્યું. એક સફેદ પેન્ટશર્ટ વાળો વ્યક્તિ એનો પીછો કરતો હતો. ...Read Moreતદ્દન સહજતા થી, પેલો પીછો કરી શકે એમ જીપ ચલાવતો હતો. જિગર ચાહતો હતો કે પેલાને ખબર પડવી જોઈએ કે એ ક્યાં જાય છે. એ.સી.પી. હેમંતના ઘરે, વિશિતાના આમંત્રણથી... જિગર જ્યારે હેમંતના ઘરે પહોંચ્યો ત્યારે હેમંત ઘરે ન હતો. વિશિતાએ જિગરનું ઉમળકાથી સ્વાગત કર્યું. " જિગર, કોફી લઈશ
ડ્રીમ ગર્લ 40 વિશિતા નિલુને મન ભરીને જોઈ રહી હતી. કોણજાણે કેમ વિશિતાને જિગર અને નિલુમાં પોતીકાપણું મહેસુસ થતું હતું. હેમંતને ભાઈ બહેન ન હતા, એ તો એની ડ્યુટીમાં બિઝી રહેતો હતો. વિશિતાને હેમંતની પોસ્ટ જોઈ ...Read Moreબાંધનારા પસંદ ન હતા. આજે પહેલી વાર એવું થયું કે એને પરિવાર જેવું લાગ્યું. " નિલુ, આજનો તારો શું પ્રોગ્રામ છે ? " " ખાસ કાંઈ નહિ. " " તો મારી સાથે આવવાનું ફાવશે. ફિલ્મ જોઈશું, મારા હાથની રસોઈ જમાડી તને મૂકી જઈશ. " " ઓ.કે. પણ નવા
ડ્રીમ ગર્લ 41 ડોર બેલનો અવાજ આવ્યો. જિગરે ઘડિયાળમાં જોયું. " કોણ હશે? " જિગરે દરવાજો ખોલ્યો. નિલુ અને વિશિતા હતા. વિશિતા: " જિગર, મારી દેરાણીને પાછી મુકવા આવી ...Read More" જિગર: " ઓહ, બહુ આભાર. આખા દિવસ માટે. " વિશિતા જિગરનો કટાક્ષ સમજતી હતી. એ હસીને બોલી. " આવા આભાર માનવાનો હું તને વારંવાર મોકા આપીશ, એક ગ્લાસ પાણી મળશે. " નિલુ: " હા ભાભી, હું લાવી આપું છું. " નિલુ એક અધિકારથી ઘરમાં ગઈ. આ અધિકાર જ જીવનનું બળ આપે છે. અને આ
ડ્રીમ ગર્લ 42 જિગર ગામમાં પ્રવેશ્યો ત્યારે રાતના સાડા સાત થવા આવ્યા હતા. એક શંકા જિગરને સતાવતી હતી કે પ્રિયાનો પ્રતિભાવ કેવો રહેશે? છેલ્લી વાત વખતનો પ્રિયાનો ગુસ્સો જિગરને યાદ આવ્યો. પ્રિયાનો ગુસ્સો વ્યાજબી હતો. ...Read Moreવ્યક્તિની પ્રતિક્રિયા આવી જ હોય, એ સહજ હતું. પણ જિગરને પોતાના ઉપર એક વિશ્વાસ હતો કે એ ખોટો નહતો. એ ચોક્કસ પ્રિયાને સમજાવી શકશે. આછી સ્ટ્રીટ લાઈટમાં ગામમાં આછી ચહલપહલ હતી. શહેર કરતાં એક ખુશનુમા શાંતિ અહીં હતી. ગામના કૂતરા નવા આગંતુકને જોઈને પોતાની હાજરી પુરાવી આગળની શેરીના કુતરાઓને જાગ્રત
ડ્રીમ ગર્લ 43 " સુનિધિ, ઇટ્સ ટુ મચ. તું દિપેશનું ભવિષ્ય બગાડી રહી છે. " " અચ્છા, કેવી રીતે? " " સિમલાની ફાઇન આર્ટસમાં એડમિશન, વોટ અ ...Read Moreડિસિઝન. " " કેમ રબિશ? " " એક પુરુષ અને કાગળમાં આડીઅવળી લાઈનો દોરી કલર પૂરવા અને થોડા શબ્દોની રમત રમવી એ એને માટે રબિશ વર્ક જ છે. " " તમારે જે માનવું હોય એ માની શકો છો. " " તારા આ વેવલાવેડા એને ડરપોક બનાવશે. " " કેવી રીતે? " "
ડ્રીમ ગર્લ 44 હાઈ કોન્ફિડેન્શિયલ મિટિંગ હતી. કોઈ એક હેકરે ભારતીય સિક્યુરિટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરી હતી. એ વ્યક્તિનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. મુંબઈના મલાડ એરિયામાંથી કોઈ વ્યક્તિએ આ કોશિશ કરી હતી. ...Read Moreઆઈ.પી.એડ્રેસ ટ્રેસ થઈ ગયું હતું. પ્રશ્ન એ હતો કે એ વ્યક્તિ એ કેટલો ડેટા હેક કર્યો છે, એ વ્યક્તિ કોણ છે, એણે કોના કહેવાથી ડેટા હેક કર્યો છે અને એ ડેટાનો ઉપયોગ શું થવાનો છે. રોહન રહાણે એમાં હાજર હતો. બીજો પ્રશ્ન એ હતો કે શું કોઈ સીધા ઓપરેશન દ્વારા એને
ડ્રીમ ગર્લ 45 " પ્રિયા, બે વ્યક્તિએ લગ્ન કરતા પહેલાં સો વખત વિચારવું જોઈએ. લગ્ન અને મૈત્રીમાં ખૂબ મોટો તફાવત છે.. કોને ઉપર સ્થાન આપવું એ અલગ વાત છે, પણ લગ્ન એ મૈત્રી જેટલું સરળ નથી. ...Read Moreપત્નીના ગુણ સારા હોવા છતાં જો એ એકબીજાને અનુકૂળ ના હોય તો એ લગ્ન જાહેરમાં ભલે નિષ્ફળ ના જાય પણ અંદર ખાનગી રીતે એ નિષ્ફળ જ હોય છે. તારા ડેડ તારી મોમને ખૂબ પ્રેમ કરતા હતાં. પણ એ જાણતા ન હતા કે ડર શું હોય છે, માટે જ એ ક્યારેય તારી