Janmanjali book and story is written by Urmi Chetan Nakrani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Janmanjali is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જન્માંજલિ - Novels
by Urmi Chetan Nakrani
in
Gujarati Fiction Stories
'એલી રંભા તે હાંભળ્યું કે ?' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને અવાજ દીધો.
"શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું.
"આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે."
"લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?"
"એમ ઘેલહાઘરી થા માં ."
"તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!"
(રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ).
"એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે ગઈ ત્યારે ત્યાં પાદરે પાળિયો ખોડેલો જોયો. ઓલી ગોમતી ભેગી થઈ તે ઈ વાત કરતી'તી કે આ ઓલ્યા ધાડપાડું લાખાનો પાળિયો ખોડ્યો સે.
"હે હું વાત કરો છવો, ડોશી ? તમારું મગજ છટકી તો નથ્ય ગ્યુ ને ?".
''એલી રંભા તે હાંભળ્યું કે ?'' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને અવાજ દીધો. "શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું. ...Read More"આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે." "લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?" "એમ ઘેલહાઘરી થા માં ." "તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!" (રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ). "એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે
સવારનો સુરજ સોનેરી રંગ લઈને મુખીની ડેલીને અજવાળી રહ્યો છે. બાયુ માણહ વલોણા ઘમઘમાવી રહી છે. ઘરનું દહીં દૂધ ને માખણ ખાઈને સૌ કોઈ ઉચા બાંધાના દેખાઈ છે ને પાચ શેરના હાથ વાળાને ગોળ મટોળ મોઢાને લાલી ચડી છે. ...Read Moreબળદને નિરણ - પૂળાં કરી રહ્યાં છે. બળુકી બાયું પોતાના કાંડાના જોર ગાયું - ભેંસુના આંચળ પર કાઢી રહી છે. ગાયું - ભેંસુ ગમાણમાં મૂકેલા ખાણના બકડિયામાં માથાં ઉંધા ખોસી ખાવામાં મસ્ત છે. લીલા રજકાની તાણ્ય નથી. બાયુ ઉભડક પગે બે પગ વચાળે બોઘડામાં દૂધની શેર્યુનો વરસાદ વરસાવતી દસ પંદર શેર દૂધ કાઢતી એ કામધનુંને ઉભી રેને કયા જવું
કાળી ડીબાંગ રાતનો વરસાદ વરસે છે. વીજળી જમીનને અડીને અજવાળા પાથરી રહી છે. વાદળોએ આકાશમાં રમત માંડી છે. એકબીજા સાથે અથડાતા વીજળીનો જે ચમકાર થતો હતો એના કરતાંય બમણાં જોરથી ગરજતાં હતા. કાયરનુ કાળજું કંપાવે એવી મેઘલી રાત ...Read Moreજમીન પર ચોતરફ કુદરત અજવાળાં પાથરતી હતી. ઠંડોબોળ પવન સૂસવાટા કરતો હાડ ઠારી નાખે એવી ઠંડી લઈને દૂર દૂરથી ઝાડવામા અથડાતો, ડૂંગરાને વીંધતો દોડીને ગુફાના દરવાજે આવી હૂકાર ભણતો હતો. તાપણું થાય એવી કોઈ સ્થિતિ ન હતી. સર્વે મેઘરાજાએ વણજોતી મહેરબાની પાથરી હતી. દેડકાઓનો ડરામણો અવાજ ક્યાંય સુધી સંભળાઈ રહ્યો હતો. પાણીના વહેણ નાના ઝરણાં જેવા ભાસતા હતાં. વીજળીના