કોને ભૂલુંને કોને સમરુ રે - Novels
by Chandrakant Sanghavi
in
Gujarati Novel Episodes
આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મારા દાદા પરદાદા વડદાદા એમ દસ પેઢીનો દાદાઓના નામ સાથે મને એકડો ધુટાવ્યો ...Read More.. કેટલીક કથાઓ મારા દાદા ક્યારેક મારા બા ક્યારેક અમારા દુધીમા ...ક્યારેક જીવી ધોબણમા ક્યારે ભરવાડ નારણ ભાઇ તો ક્યારેક સોનાબાઇ..ક્યારેક કંચનકાકી તો ક્યારેક વિજયાભાભુ ક્યારેક નંદલાલ બાપા તો ક્યારેક મણીબાપા ને ક્યારેક આંખમાથી ન ખસતા મણી માં મારી સદાય ચોકી કરી મને ગોદડીએ વિંટી રાખતા લક્ષ્મીદાદી તો બહુ ઓછુ બોલી આંખોથી વહાલના દરિયા લુટાવતા મારા દાદા કાળીદાસભાઇ..
આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મારા દાદા પરદાદા વડદાદા એમ દસ પેઢીનો દાદાઓના નામ સાથે મને એકડો ધુટાવ્યો છે ...Read Moreકેટલીક કથાઓ મારા દાદા ક્યારેક મારા બા ક્યારેક અમારા દુધીમા ...ક્યારેક જીવી ધોબણમા ક્યારે ભરવાડ નારણ ભાઇ તો ક્યારેક સોનાબાઇ..ક્યારેક કંચનકાકી તો ક્યારેક વિજયાભાભુ ક્યારેક નંદલાલ બાપા તો ક્યારેક મણીબાપા ને ક્યારેક આંખમાથી ન ખસતા મણી માં મારી સદાય ચોકી કરી મને ગોદડીએ વિંટી રાખતા લક્ષ્મીદાદી તો બહુ ઓછુ બોલી આંખોથી વહાલના દરિયા લુટાવતા મારા દાદા કાળીદાસભાઇ...જેનાથી પંદર વરસ સુધી
આમતો આ અમરેલી ગામે કોઇને પોતાના કરીને અલ્લે અલ્લે શીર નથી રાખ્યા ...પણ આ ગામને છાતીફાટ પ્રેમ કરનારા અઢળક માણસો રોજ રાતે અમરેલી બાજુ ઓશીકુ રાખી રડતા રડતા સુવે ત્યારે અમરેલીમાંને હાલા કરાવતા બોલેય ખરા "મારુ કેવુ તે મીઠુ ...Read Moreઅમરેલી નામ..બાકી આ ગામની વાત માંડીછેતો લ્યો,હાલો મારી હારે....જુઓ આ વરુડીને રસ્તે જે શુળીયો ટીંબો દેખાય છેને ઇ હતુ અમરેલી ...હ્યુ એન ચાંગ વળી અમરેલીમા શું ભાળી ગયો હશે ..?રામ જાણે...કંઇકતો હાંભળ્યુ હશેને? કે છે મુળ અમરવેલડી નામ હતુ પણ કોના શરાપ લાગ્યા તે માંડ ઉભુ થાય વળી ભફાંગ પડે...દટન પટન થઇ જાય...અમરેલીના માણસો ય બહુ સણકી ક્યારથી થયા હશે
આ લાંબો જોધપુરી બંધ કોલરનો ડગલો પહેરી ઉંચી ખુરશી ઉપર સહેજ આડા બેઠાછેને માથે મોટી આંટીયાળી પાધડી એનુ નામ હીરજીભાઇ અને આ બાજુમા ઘુમટો તાણીને ઉભા સે ઇ પ્રાણકુંવર બેન.ફોટા નીચે નામ નામ લખ્યુ સે હીરજીભાઇડાહ્યાભાઇ સંધવી પણ કાયમ ...Read Moreશંધવી......નાતે કપોળ વાણીયા ...ટાવરથી ઓલા ખાંચામા જવાની ના પાડી હતી ત્યાં ઇ રહે...શેરીનુ નામ મોદી શેરી..અનાજ અને ધીરધારના ધંધામાથી મોટી મોટી બે તિજોરીયુ ભરીને કમાણા હતા પણ એને એક દિકરો ...નામ જમનાદાસ પાડ્યુ હતુ પણ રંગે શ્યામળો એટલે ગામની આદત પ્રમાણે હુલામણુ નામ પાડ્યુ કાળીદાસ તોય એને કંઇ વાંધો નઇ.કામ સર કામ કરવા વાળો માણસ...!કોઇની પંચાત નહી.બાપા કે એમ કરે
"પણ જીવી આ મોટાને લઇ જઇને ઇ લોટમંગો બાવો એને ચેલો બનાવી લોટ મંગાવત ? હાળુ ગડ નથી બેહતી..""બાઇજી જરા આ મોટાને ધ્યાનથી જોયો સે?""કેમ તો ઇમ નીમ મોટો કર્યો હશે ?""અરે બાઇજી જરા બરાબર જુવો...ભગવાન તમને ચડતી કળાએ ...Read Moreપણ ઇ ને લંગોટી પેરાવી સે ?એઇ નીચે જાડો ધડુસ કંદોરો ને ગળાથી પેટ ઢંકાય એટલી માળા હારડા સોનાના..."ગામના લોકનીયે નજરમા ચડોસો પણ ઇ તો બધા રાંક પણ આવો બાવો ઇ ને જોવે તો નકરા દાગીના જ દાગીના પછે ન્યાલ થાવા આવુ નો કરે?"પાટે હીંચકતા કાળીદાસભાઇ ધોતીયુ ખંખેરી ખોંખારો ખાઇને ઉભા થયા ત્યારે લક્ષ્મીમાં સમજી ગયા કે જો હવે સુધરીશ
"શીરાવીને ઉભા થાય એટલે લક્ષ્મીમાં કાળીદાસભાઇને ફરીથી ટોકે.."આ બળદીયાની જેમ દોડ દોડકરોસો તો રોજ કેવુ પડે કે આ વાટકી બદામનો ગરમ શીરો ખાઇ લેવાનો..?"બાપા પાછા પાટલે ધડામબેસી પડે ને શીરાની વાટકી પુરી કરે ત્યાં સુધી લક્ષ્મીમાં મરક મરક હસ્યા ...Read Moreછેલ્લીચમચી શીરો ખાઇને પુછે "હવે ઉભો થાંઉ?""ના ના મારા રોકયા રોકાવાના સો? એ જાવ હોં".......ખીસ્સામા બે ત્રણ ચોક નાખીને કાળીદાસભાઇ અનાજમાર્કેટમાં (દાણાપીઠ)પહોંચે એટલે પટેલોલાઇનમા ઉભા રહીને બાપાને"એ રામ રામ બાપલા"કરે ને કાળીદાસભાઇ એક એક ગાડાખેડુનો અનાજના ભાવ પ્રમાણે હિસાબ કરી તેના ગાડાના સાઇડના પડખામા વજન અને હિસાબ લખતાજાય...અગીયાર વાગેતો પચાસ સો ગાડાના હિસાબ લખાઇ ગયો હોય અને વળી લફડફફડ ડાફુભરતા
હીરજી ડાહ્યા ને પ્રાણકુંવરબાએ કાળીદાસના લગનમા સુંડલો ભરીને લક્ષ્મીમાંને દાગીના ચડાવેલાત્યારે જ ન્યાત હેબત ખાઇ ગયેલી પણ હીરજીભાઇનો એકનો એક દિકરો એટલે પ્રાણકુંવરને સાતખોટનો દિકરો હતો,શુંકામ કસર રાખે...?આવી રૂપાળી રુપરૂપના અંબાર જેવી લક્ષ્મી રંગે શ્યામકાળીદાસ હારે પરણાવી ત્યારે કાનમા ...Read Moreનાખી છાના છાના કેટલાય બોલેલા.."કાગડો દંહીથરુઉપાડી ગયો......"......લક્ષ્મીમાંએ ત્રણ દિકરા ને ત્રણ દિકરીથી હીરજી ડાહ્યાનુ ઘર ભરી દીધુ એટલે પ્રાણકુંવરમા અનેહીરજીભાઇ વહુને હથેળીયે..રાખે...પણ સમય સમયનુ કામ કરે એમ હીરજી ડાહ્યા અને પ્રાણકુંવરબાસ્વર્ગે સિધાવ્યા ત્યારે કાળીદાસબાપાએ ધંધો ખુબ વધાર્યો પણ જીવ્યા ત્યાં સુધી પગમા જોડા નપહેરતાએટલે ગામના મોટા "એ કાળીદાસ ઉધાડપગો"કહી મશ્કરી કરે .છોકરાવ છોકરીયુ મોટા થવામાંડ્યા એટલે કાળીદાસભાઇએ સહુથી મોટા હાવાભાઇ
મોદીશેરીમા બે ત્રણ ઘરમાં દુજાણું એટલે શેરી વાળા લોટો છાશ લેવા અચુક આવે... બહાર ડેલા પાંસેપીત્તળની ગોળી ઇંઢોણી ઉપર મુકી હોય ઉપર લોટો મુક્યો હોય જે ડેલાની સાંકળ ખખડાવે એનેનાતજાત ધરમ જોયા વગર છાશ આપવાની જ."બા છાશ આપજો.."પહેલી સોનારણ ...Read Moreદરવાજો ખખડાવ્યો તો લક્ષ્મીમાં ઓંશરીમા પાટેબેઠા હતા ...એ કમુ ..કાંતા ગુલાબ...છાશ આપજો ..કોઇ જવાબ ન મળ્યો એટલે બા ઉભા થઇ લોટોછાશ ભરીને ડેલાની ખડકી ખોલી ...મંગળાના હાથમાથી લોટો પડી ગયો ..."બા આ હું ? આલુગડા...સફેદ?કાંઇ અમંગળ ...?""એ ગાલાવેલીયુ , હવે રોજ આમ જ તારે મને જોવાની સે .લાવ્ય લોટો..."ધ્રુજતા ધ્રુજતા લોટો છાશનો પકડીને મંગળા એ દોટ મુકી..."હાય હાય..."કલાકમા મોદીશેરીમા ડંકો
"પણ લક્ષ્મીબેન આપણે તો પાક્કા કપોળ વૈષ્ણવ મરજાદી...""તે મુળચંદભાઇ તમે તો ઝબ્બો પહેર્યો સે મરજાદીએ શીવેલુ નો પેરાય ને? તમે તો નાગનાથેય જાવછોને..?તે આમા તમે મરજાદી શેના હમમ..? આપણે ચામડાનાં જોડા ન પહેરાય. રમેલાં ઢોરના ચામડા માંથી શીવેલા જોડા ...Read Moreલવજીભાઇ.આ તમે હંધાયે ચંપલ મોજડીયુ પેરી છે કે ની ? આપણે મરજાદીએ લાકડાની ચાખડીયુ પહેરાય હમજ્યા? આ મારો શંકર તમારા બધા જેવા મરજાદી નથી પણ આખી જિંદગી જોડા જ નથી પહેર્યા.મને ખબર સે કે ગામ આખુ એને ઉધાડપગો કે સે પણ ઇ નૈ દેખાય."“હવે અત્યારે અમે ઇ વાત માટે આવ્યા નથી .તમે આમ હાવ લાજ શરમ મરજાદ મૂકી ઉઘાડે માથે
ઘરમા તો આઝાદીનો માહોલ છવાઇ ગયો...કામવાળાને કોઇ બંધન નહોતા ...મરજાદ નહોતી ઘુમટાનહોતા...આ વાત ગામમા ખબર વિજળી વેગે ફેલાઇ ગઇ ...કાળીદાસબાપાનુ આખુ કુટુંબ આઝાદીનીછાવણી બની ગયુ ..આઝાદીના લડવૈયાઓનાં ઝુડનાં ઝુડ લક્ષ્મીમાંને ચરણ સ્પર્શ કરવા દોડ્યા .આઝાદીનાં માહોલમા સહુ લડવૈયા માટે ...Read Moreઘર છાવણી બની ગયું........એક મહીનામાં તો મરજાદી કપોળ જ્ઞાતિનું પંચ લક્ષ્મીમાંને મળવા આવી ગયુ "લક્ષ્મીબેન આપણીનાનકડી નાત એમા આવા વેરઝેર કેમ ચાલે?આપણે ગઇ ગુજરી ભુલી જઇએ...અમે તમને નાતબહારકરવાનો ઠરાવ પાછો લઇએ છીએ ને કાળીદાસભાઇ કાયમ પંચના મોભી રેશે એવી ખાતરી આપીયેછીએ હવે મીઠુ મોઢુ કરાવો...."એ ગુલાબ કમુ કાંતા ઠાકોરજીને ધરાવેલા મગજના લાડુ પ્રસાદ સહુને આપો ...તમે અમારા ન્યાતભાઇ છો અમને
હું આઝાદીની લડાઇમા મુખ્ય મંદિર બનેલુ લક્ષ્મીમાનુ ધર,હવેની કથાને આગળ લઇ જતા પહેલા મારાકેવા દિદાર હતા ઇ કહીશ...કાળીદાસભાઇએ પથ્થર અને રંગુનના બર્માટીકમાંથી મારો દેહઘડેલો.જુની બજારમાંથી હોમગાર્ડ કચેરીની બાજુમાથી વાંકીચુકી સાંકડી ગલ્લી માંથી અંદર આવવુહોય તો એક બાજુ હોમગાર્ડ કચેરીની ...Read Moreબીજીબાજુ નિસંતાન નાથાલાલ સંધવી મામાની આગળદુકાન પાછળ ધરને અડીને ડાબી બાજુ વળો એટલે નાનુ નરકોળીયુ(ડેડએન્ડ વાળી ગલ્લી)જે મારાએક દરવાજાને હાઉકલા કરે ત્યારે હોમગાર્ડ કચેરીના મકાન માલીક કલક્ત્તાવાળા રમાબેન હાઉકલાકરતા રહે. ઘરમાં આવો એટલે પાકુ ફળીયુ ડાબી બાજુ મોટી ઓંશરી તેની પાછળ વાડો ...જોવાડામા નાંદ દેખાઇ છે એવી માથોડાભર હાઇટની પીત્તળની નાંદ કાયમ જારના દાણાથી છલોછલ્લહોય એ કાળીદાસબાપા જીવ્યા ત્યાં સુધી
અઠવાડીયામા એકાદ બે વાર સાંભળવા મળ્યુ કે ઝવરચંદ મેઘાણી આ લડવૈયાને પાનો ચડાવવા આવવાના છે તો હું એની રાહ જોઉછું... કે છે ઇ વાણીયો થઇને મોટા મુછુના કાતરા રાખે ...મોટીઆંટીયાળી પાઘડી પેરે સહેજ વાકી પાઘડી રાખે ત્યારે લાલા લજપતરાય ...Read Moreલાગે એમ બધા વાતકરે .મારે તો છાના છાના સાંભળવાનુ...પણ આવી રુડી વાત ઓલો હજામે રાજાના સુપડા જેવા કાનનીવાત જંગલ જઇને ઝાડને કરી ઇ જાડના લાકડામાંથી સુતારે વાજુ બનાવ્યુ ...ઇ વાજુ બહુ સરસ સુરાવલી વગાડે પણ એકવાર રાજાના દરબારમા એ વાજુ લઇ સુતાર પહોંચ્યો.રાજા કાયમ પડદામારહેતા .સહુને નવાઇ લાગતી .રાજાએ વાજુ વગાડવા કહ્યુ એટલે વાજુ બોલ્યો"રાજા સુપડકન્નો"બસબિચારા સુતારને ફાંસીની સજા થઇ
આજે સવારે ઠક્કરબાપા આશ્રમથી છગન સમાચાર લઇને લક્ષ્મીમાંને ધરે મળવા આવ્યો "બા આજેરવિશંકર મહારાજ બપોરે આવશે . સાંજે કાર્યકરોની મીટીંગમા આશિર્વચનો આપીને તમને મળવાઆવશે રાત્રે આશ્રમના છોકરાવ સાથે વાતો કરશે ત્યાંજ સુઇ જવાના સવારે વહેલા નિકળી જશે..શીયાળો બેસી ગયો ...Read Moreએટલે વહેલા આવશે..."લ્યો હવે હુ જાઉ...?"ઉભો રે બધા છોકરાવ માટે થેલો ભરીને શીગ ચણા લઇ જા..."સાંજે મારા ભાગ્ય ઉધડી ગયા ...ઓહોહોહો...તાંબા જેવા રંગના થઇ ગયેલા (મુળ તો ગોરા જ હશે )છ ફુટના ઉભી ધારની ટોપી એટલે વળી ત્રણ ઇંચ વધારે ઉંચા લાગે ..વૈષ્ણવ પહેરે તેવુ પહેરણ ને ટુંકીધોતીમા મોટી ડાફ ભરતા નરકોળીયામા આવ્યા કે હાવાભાઇ જગુભાઇ બીજા આઝાદીનાલડવૈયાઓએ "ભારત માતાકી
આઝાદી આવી એટલે લડવૈયા પોતોતાને કામે લાગ્યા...હાવાભાઇ નવા ઔદ્યોગીક સહાસ માટે મુબઇની વાટ પકડે છે...જગુભાઇ કાળીદાસ હીરજીની પેઢીમા બાપા સાથે ગોઠવાઇ જાય છે લક્ષ્મીમા હવે બહુ અવરજવર નથી કરતા ...હીરજીબાપાની કે એમના ભાઇની પત્ની મણીમા (?) નિ: સંતાન હતા ...Read Moreઆ મકાનને અડીને એકમાળના મકાનમા રહેતા હતા તેમને જગુભાઇ બહુ વહાલા ...આમ તો આપણે ત્યાં કહે કે વચલોવાંધાળો પણ જગુભાઇ અને તેને લીધે જયાબેન ઉપર બહુ જ લાગણી રાખતા...પણ લક્ષ્મીમાંને એજરાય ન ગમતા કારણકે "ઇ વાલામુઇ બાઇજીની નજર મારા છોકરાવ ઉપર નો પડવી જોઇએ નહીતરભરખાય જાય.."એટલે મણીમાંને જયાબેનને મળવુ હોય તો ઘરના સભ્ય જેવા દુધીમાંની સાથે કહેવરાવે.પહેલે માળે કપડા સુકવવા
હરીપ્રસાદભાઇ લક્ષ્મીમાંને એકાતરા ઇંજેક્શન આપવા સવારમા આવે તેમ આજે સવારે આવ્યા ત્યારેલક્ષ્મીમાંએ જયાબેન છુટ્ટા ક્યારે થાશે એમ પુછ્યુ..."લાવો પંચાગ છે ?અમે તો પ્રશ્નોરા બ્રાહમણ અમને બધુ આવડે...અરે જયા આમ ગજારમાં સંતાઇને દાતમા સાડલો ભરાવીને ખી ખી નહી કર નહીતર ...Read Moreડીલીવરી થઇ જાશે પણ તું મુંજાઇશમાં...આ ડોશી ઝટ જાવાના નથી ...તારા છોકરાને રમાડીને જાશે ...અંહીયા આવ જોઉં...જયાબેનનુ કાંડુપકડી પલ્સ લીધી અંદરની રૂમમા સુવડાવી ચેક કર્યા..."મને એમ ક્યો ,કોને ઉતાવળ છે આ ડોશીનેતને કે તારા જગુને?"જયાબેનતો શરમના માર્યા લાલઘુમ થઇ ગયા ...જવાબ દીધા વગર ગજારમા ગરી ગયા...આ ગજારઘરની વહુઓ માટે ગુફા કે બખોલ જેવુ હતુ જ્યાં બે ઘડી ક્યારેક રડી લેતા
જયાબેન જાગ્યા ત્યારે બાજુમા સુતેલુ સાત પાઉંડનુ ગોળ નમણુ સર્જન જોતા રહ્યા.નાહીને ઠાકોરજીનેદિવોતો કરવાનો નહોતો પણ પડ્યા પડ્યા મરકી રહ્યા..હરીપ્રસાદભાઇ સવારે રાઉન્ડ મારવા આવ્યાત્યારે લક્ષ્મીમા હાજર થઇ ગયા હતા..."લક્ષ્મી તને ક્યાંય જપ નથી..."કૃષ્ણ અને પાંચાલી જેવો બે ભાઇબહેન વચ્ચેનો ...Read Moreપ્રેમ હતો એકબીજા ઉપર.છોકરા ઉપર અને જયા ઉપર નજર કરી બાબારામનેગાલે પહેલી ટપલી પડી લક્ષ્મીમાંની.આઠવાગે જટાગોર ટીપણુ લઇને ઓંશરીમા બા સામે બેઠા હતા .જન્માક્ષર બનાવ્યા અને ગ્રહોનક્ષત્રોની ચાલ પાકી કરી બોલ્યા"કાકી...છોકરો બહુ ભાગ્યશાળી છે...મીન રાશી છે એટલે માછલાનીજેમ હતપત બહુ હશે...નામ દચઝથ ઉપર આવશે...જટાગોર દક્ષીણા લઇને ગયા એટલે લક્ષ્મીમાઆનંદથી તાળીયો પાડી ....એકલા એકલા જોરથી બોલ્યા"મારી ચાલીસ વરસની હોંશ પુરી થઇ…….ઇ
જયાબેન રસોડામા બેઠા બેઠા કાન સરવા રાખીને સાંભળે છે..."જો મારા ઠાકોરજીએ કેવી લીલા કરી ..હરીપ્રસાદ....તારે મોટો છોકરો ચંદ્રકાંત બરોબર?""પણ એનુ તમારે શું છે?""આ બડબડશંકર ક્યારેય મોઢામા જીભ નથી ઘાલતો...આખો દિવસ સોઇ મારવી પડીકીઆપવી..જરા વિચાર કર....મને તારા ચંદ્રકાંતને જોઉ ને ...Read Moreથઇ જાવ સું કે નઇ?...""ઇ તો અમારે નાગરમા ગોરા ને નમણા હોય જ તારી જેવા કપોળમા બિબડા ન હોય...તું એક વળીનોખી પડીબાકી શુ તારો કાળીદાસ ..શું એનો કુંવર જગુભાઇ...મશ ચોટાડીને જઆવે..."હરીપ્રસાદભાઇએ જાણી જોઇને માડીને છેડ્યા...""એટલે જ તો ગોરી વહુ ગોતી ગોતીને લાવી કે ફાલ સુધરે....આ બાબલો જોયો? હવે મને આડે પાટેચડાવવાનુ બંધ કર મારે કહેવાનુ હતુ કે સવારે જટાગોર આવીને
મગનગોર સવારથી ફળીયામા કંતાનની આડશ કરી ને શાક શમારવા બેસી ગયા છે .લક્ષ્મીમાં આમથી તેમ ઓંશરીમાં આંટા મારે છે.આજે તેમનો હરખ સમાતો નથી . હે મારા શ્રીનાથજીબાવા તેં મારી એક જ ઇચ્છા હતી કે મારે કેલૈયા કુંવર જેવો એક ...Read Moreદે એટલે તેને લાડ લડાવી તારા ચરણોમાં આવી જઈશ .ભગવાને તેની લાજ તો રાખી ઉપરથી એની ચાલીસ વરસની હોંશ પુરી કરવાની અનાયાસે તક મળી હતી . મનમાં બબડતા હતા ‘મારા ચંદરવા જેવા છોકરા ઉપર કોઇની નજર ન પડે તો સારું. રોજ સવારે એ લક્ષ્મીમાંના વહાલા કુંવરને ચારે બાજુ મશ લગાડી દેતા હતા . આજે સવારે વળી કાળીદાસબાપાએ ડોશીનું પરાક્રમ જોયું
લાલ કપડામા ઘંઉ નારીયેળ પાંચ ધાન્ય પુજાપો સોપારી વચ્ચે બાબાલાલ મુકવામા આવ્યા ત્યારે બાબાલાલની પીઠ ઉપર સોપારી ખુંચતી હતી ઘંઉ અને જુવાર તેના નાનકડા હાથમાં ખુંચતી હતી બાજરી પગમાં ગલગલીના કરતી હતી પણ બાબાભાઇ કોને પોતાની વ્યથા કથાકહે ?એટલે ...Read Moreમનની ડાયરી ખોલીપહેલા પાનાંમાં આજની આપવિતિ ટપકાવવાની શરૂઆત કરી. બાબાલાલની ઉંવા ઉંવા કોઇ સાંભળતું નથી ને તેનાથી મોટા ભેંકડા તાણી શાક્ય તેવી સ્વરપેટી હજી ખુલી નહોતી .ફઇઓ ચાર છેડા પકડીને ફરજ બજાવતી હોય તેમ જોરથી હીંચકાવે છે...બન્ને ફઇઓ પુરા જોશમા જોળી હીંચોળે છે ત્યારે કોઇ બાબાલાલને પુછતુ નથીને તને આવા ફંગોળા ફાવે છે?સોપારી વાગે છે?મોટેથી નામ કરણ વિધિ ચાલુ થઇ….
કમુ કાંતાનો બાએ ઊધડો લીધો.તમારે ઉપર હું કામ છે? આલો પુરણીયો વાજા વગાડે ને તમારે રાગડા તાણવાના?પીયર આવી નથી કે ઘોડાનીજેમ મંડે કુદવા.સાસરીમાં પછી શેણે ગમે?મુઠા ભરી ભરીને કાજુ બદામ ખાવા પાડાની જેમપડ્યારહેવુ વળી ખાતા નવરી થાવતોરાગડા તાણવા…ખાટલે થી ...Read Moreને પાટલેથી ખાટલે પછે સાસરીમાં કેમ સોરવે? જયાબેનને બાએ એક શબ્દ ન કહ્યો .નાની વહુ નીચે આવી એટલે બા ભડક્યા "કેમ તારો ધણી હાથમા મેંદી મુકતો હતો?એક નંબરની આળસુ ને દાધારીંગી થઇ ગઇ સો. બસ હારુ હારુ ખાવુ સે .?ખબરદાર જો કોઠારમાં જઇનેકાજુ બદામનાં દોથા ભર્યા તો.એ દુધીવહુ કોઠારને તાળું જ મારી દ્યો એટલે હાંઉ .બધાયના હરામના હાડકા થઇ ગ્યા
ગામમાં સન્નાટો ફેલાઇ ગયો.લક્ષ્મીમાં ગયા.?.સાથે એક યુગને લઇ ગયા...એ જમાનાના લખપતિ કાળીદાસ હીરજી સંધવીના પત્ની ચાર સફેદ ખાદીના સાડલા ને રસની ચાર ચુડી પહેરે?ધરમા નાતજાત કોઇ આભડછેટ વગર બે રોકટોક ઇસ્માઇલભાઇ નાગોરી તરવડાથી આવે કે હરીજન વાસથી હરીભાઇ આવે,તમામ ...Read Moreલડવૈયા માટે વગર પુછે એકજ આશરો લક્ષ્મીમાં હતા.કેટલા દિવસ રહીશ એમ કોઇને એમનાં ઘરે કોઇએ ક્યારેય પુછ્યુ નહી.અરે પ્રેમજીભાઇ લેઉવા આઝાદી પછી ચાલીસ વરસ રહ્યા...!!!કોઇ દિવસ લક્ષ્મીબેનને કાળીદાસભાઇએ કંઇ ક્યુ જ નહી..જાણે દાને દાને પર લીખા હૈ ખાનેવાલે કા નામ સમજો..ઘરમા કામ કરતા દુધીવહુ એટલા અમારા સહુના બીજા માં .જાતે સુતાર હતા વરના મૃત્યુ પછી મોટો દિકરો અકાળે મરી ગયો
જગુભાઇ ઉચક જીવે મુંબઈથી ધંધો સંકેલીને અમરેલી પહોંચ્યા ,ત્યારે બાપા તો નાગનાથ ગયા હતા..!"અરે બાપાને તાવ આવે છે ,તબિયત સારી નથી રહેતી એવુ પોસ્ટકાર્ડ લખ્યુ હતુ ને ?એટલે તો માંડ મહેનત કરી કરીને મુંબઈમાં પારસી ડેરીનાં ભેંશના દૂધની સામે ...Read Moreઘરે ફરીને ગાયનું દુધ લોકોને પીતા કર્યા હતા.બાજુની દુકાનમાં દેશના હર પ્રદેશની ખાદીનું વેચાણ ગોઠવ્યું હતું.રોજ ગીરગામ કાલબાદેવી પાઇધૂની મુંબાદેવી નાગદેવી મસ્જિદ બંદર મહમહઅલી રોડ લારીમાંખાદીનાતાકા લઇને ફરતો હતો”ખાદી લ્યો …ખાદીનાધોતિયાલેંધા જબ્બા પહેરો ગરીબ વણકરનેસહાય કરો મીલનાંકાપડથી ખાદીસસ્તી અને ટકાઉ છે એમલોકોને સમજાવતા સમજાવતા વેચાણ ઉભુ કર્યુ હતું હવે બધ્ધુ કડડભૂસ। થઈ ગયું .કમસેકમ બાપુજીનેતાવ ઉતરીગયાના સમાચારનું પોસ્ટકાર્ડ લખ્યું હોત
"વાહ ,મજા આવી ગઇ !વાહ...શું કડક સુગંધ,શુ ટેસ્ટ !....એક ઘુંટથી શું થાય? બોટલ મોઢામા ઠલવી દીધી .ત્યાં મોટી બેનની નજર પડી...."કાળી ચીસ પાડી બેન દોડતી આવી ....મારું નામ બગાડવાનુ પહેલું શ્રેય મોટી બેનને જાય છે.."હાય હાય ચંદુડો...”બેને એક હાથમા ...Read Moreઆયોડીનની ખાલી બોટલ પકડી મહામહીમ ચંદ્રકાંતને કાખમા નાખી કથા ચાલતી હતી ત્યાં ચીસો પાડતી દોડી...”ભાઇ આ આ ચંદુડો આખી બોટલ ઢચકાવી ગયો...બાપરે ...”જગુભાઇ કથા મંડપ છોડી દોડ્યા બહાર...પાછળ મોટુ ટોળુ દોડ્યુ ...રસ્તામા ઘોડાગાડી પકડીને દોડાવીને સરકારી હોસ્પીટલ જ્યાં મહામહીમનો શુભ જન્મ થયો હતો ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટર બહાર જવાની તૈયારીમા હતા તે આવી રીતે જગુભાઇને જોઇને પાછા ફર્યા ....દોડતા જગુભાઇએ
નાથીયાને ચંદ્રકાંતે ધારીને જોયો...તેલ વગરના માથાના કરકરીયા વાળ ન સેંથો પાડેલો ન માથુ ઓળેલુ પણ મોટી દેગડી જેવડુ માથુ મોટી ડરાવની આંખ છીબુ નાક ,નાકમાંથી નિકળેલા શેડા ,ફાટેલા હોઠ ફાટેલુ ખમીસ...ચડ્ડીની પોસ્ટઓફિસનુ એક બટન ખુલ્લુ ...ચંદ્રકાંત ખડખડાટ હસી પડ્યો...અને ...Read Moreચડ્ડી તરફ કર્યોએટલે ખમીસ ઢાંકી બે પગ સાંકડા કર્યા ત્યાં સુધીમા અમૃતલાલ માસ્તરનો છીકણીનો ક્વોટા પુરો થઇ ગયેલો .કાંટો ચડી ગયો હતો ..હાથમા બે ફુટની આંકણી હલાવતા નજીક આવ્યા ...નાથીયા સામે જોયુ ..તેની બાજુમા તેનો જીગરી ભુપત બેઠો હતો તેને પરસેવો થઇ ગયો...નાથીયાનો રોજનો ચાર પાંચ આંકણીનો ક્વોટા પુરો થયો નહોતો..ભુપતને માંડ એક બે પડતી... "કેમ બોલાવ્યો નાથીયા? તારેતો ભણવુ
જગુભાઇએ ચંદ્રકાંતને સાંજે ફળીયામા રમતો બોલાવ્યો.."બેટા અંહીયા આવતો.."રમત છોડીને ચંદ્રકાંત ભાઇની સાથે પાટે બેઠો...જગુભાઇએ ટોપી બાજુમા મુકીને ચંદ્રકાંતને ખોળામા બેસાડ્યો...રસોડામાંથી જયાબેન બરાબર ધ્યાનથી સરવાં કાન રાખીને સાંભળતા હતા..."બેટા તને કોણે કહ્યુ કે આપણા ઘરમા સોના ચાંદીની પાટો દાટી છે..?" ...Read Moreબધી બેનો ઘુસપુસ કરતી હતી તે સાંભળી લીધી હતી ...એ લોકો કહેતા હતા કે દાદાના રુમમા ચાર કુંડી છે ઇ દેખાડતા હતા એકબીજાને …” "જો બેટા અટલા બધા વરસ પહેલા આપણા ઘરે ડાકુ ચોર આવીને બધુ લઇ ન જાય એટલે કુંડીઓ બનાવી હતી પણ પછી મોટી તિજોરી આવી ગઇ એટલે સોના ચાંદીની પાટો એમા મુકી હતી સમજ્યો?એ પાટો આપણીનહોતી એ
ચંદ્રકાંતથી મોટી બહેનો કાયમ ચંદ્રકાંતને કહે "શું છોકરીઓની પાછળ પાછળ ફરે છે? પોતાનાથી બે વરસ મોટો ભાઇ ખરો પણ આખો દિવસ વાર્તાની ચોપડીઓ વાંચ્યા કરે...છાપુ તેને બહુ પ્રિય એટલે છાપુ આવે એટલે બધ્ધા ભાઇ બહેન બોલતા ..."બાબુ છાપુ આવ્યુ ...Read Moreછાપા પુસ્તક અને ટ્રાઇસીકલ...આ જ એની જીંદગી હતી....ચંદ્રકાંતની એકલતા દુર કરનારી એક નાની ટોળકી બની જેમા દુધીભાભીની શારદા...તેનાથી એક વરસ નાની કાકાની દિકરી એક ગભરુ જૈન જયવંત શામળજી સંધવીના દિકરાની જોડકી દિકરીઓ નૈના ને નીશા...બધા સાથે રમે...મોટા બાપુના સહુથી મોટા દિકરા મુંબઇથી વેકેશન પડેને બીજે દિવસે આવી જતા તેમની પાંસે કેમેરો હતો ...અવારનવાર બધાના ફોટા પાડે...તો ચંદ્રકાંત કેમ નહી? કેમેરો
ભાવનગરમા ગધેડીયામા ૧૯૫૬ કે ૫૭મા પહેલીવાર અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નુ અધિવેશન ભરાવાનુ નક્કી થયુ .જવાહરલાલ નહેરુચાચા તેમા પધારવાના હતા...ગામેગામ પુરાજોશમાં તૈયારીઓ ચાલતી હતી.અમરેલી સેવાદળમા બન્ને મોટી બહેનો લાઠીદાવની ટ્રેનીંગ લઇ વ્યવસ્થામા ગોઠવાવાના હતા...રોજ સવારે ખાદીના સફેદ પંજાબી પહેરી ...Read Moreલઇને બહેનો નિકળી પડે .સેવાદળમાં સહુને પહેલા લાઠીદાવ શિખવાડ્યા. પહેલા આક્રમણ કેમ કરવું પછી કોઇ આપણા ઉપર આક્રમણ કરે તો તેનો સામનો કેમ કરવો ? હાથ પગની પોઝીશન ક્યા હાથમાં લાઠી એમસખત ટ્રેઇનીંગ આપવાનાં આવી . એનો મોટો ફાયદો એ થયો કે બન્ને બહેનોને આત્મ વિશ્વાસ આવી ગયો .ડર નિકળી ગયો .હવે ઘરેથી વહેલી સવારે સેવાદળ જાય ત્યારે ચંદ્રકાંત બન્ને
બન્ને મોટી બહેનો દોડીને આવી .જગુભાઇની લાલચોળ આંખ જોઇ બન્ને થથરી ગઇ..."બેય છોકરાવ ક્યાં? તમને કીધુતુને કે આ બે છોકરાવને છોડીને ક્યાંય ન જતા? આ બે ત્રણ લાખ માણસોની હૈયેહૈયુ દળાય એવી ગીરદીમા છોકરાવને કેમ શોધવા? મોટાબાપા અને નાનાકાકા ...Read Moreસમજી ગયા .તાબડતોબ અધિવેશન પોલીસને બોલાવી લીધી .જયાબેન ભયના માર્યા થરથર ધ્રુજતા હતા...બન્ને બહેનોની આંખમા શ્રાવણ ભાદરવો ચાલતો હતો...હવે આમ મારી સામે ઉભા રહેવાથી છોકરાવ મળશે ? બન્ને બહેનો એક એક કરતા કપડાની સો રુમની તપાસતા રૂમવાળાને પુછતી પુછતી બેબાકળી ફરતી હતી...બન્ને કાકા બાપા અલગ અલગ દિશામા દોડ્યા ચાર પુલીસ હવાલદાર અધિવેશન ગેટ ઉપર નાના છોકરાવ ઉપર બારીક નજર રાખી
"ચાલો સહુ જમવા બેસી જઇએ...આ એક વાગ્યો છે...મને તો દોડી દોડીને બહુ થાક લાગ્યો છે"નાના કાકા આમ પણ ગોળમટોળ હતા એટલે થાકનુ બહાનુ બરાબર બેસી ગયુ....બાળકો અને કાકાબાપાઓની પહેલી પંગત પડી...થેપલા શાક મોહનથાળ ચુરમાના લાડવા અને બટેટાનુ શાક કાકાને ...Read Moreઉતરતા નહોતા ,બાજુમા ચંદ્રકાંતે બેઠા બેઠા કાકાને પુછ્યુ..."કાકા,જમવાનુ ભાવતુ નથીને અથાણા વગર..? “ “હા ચંદ્રકાંત, પણનું થાય ?” કાકા ઉદાસ નજરે બોલ્યા. "અથાણુતો ખલ્લાસ થઇ ગયુ છે”...ઉતાવળમા ફઇબા બોલી ગયા પણ ચંદ્રકાંત સાથે તેમનો પંગો ભારે પડી ગયો...ફઇ ચકળવકળ આંખે ફઇ આ શૈતાનને જોઇ રહ્યા. "જાદુ કરુ?"ચંદ્રકાંતે સહુને ચમકાવ્યા .બાપુજી મોટા બાપુજી નાનાકાકા એકદમ આશ્ચર્યચકિત થઇ ગયા..."ફઇબાને કંઇ યાદ નથી
સવારના જયાબાએ થેપલા અને સુકી બટેટાની ભાજી અથાણુ અને ગોળપાપડીનુ મોટુ ટીફીન ભરીને થેલીમા મુક્યુ...ત્યારે સવારના સાત વાગ્યા હતા..”ભાઇ આ તોફાની ત્રાસને સંભાળીને લઇ આવજે . એક તો તને તારા બનેવીનાં ઉગ્ર સ્વભાવની ખબર છે એમાં આ પરાક્રમોએ ભાવનગરના ...Read Moreમારો ભવાડો કરીને સરધસમા ફેરવેલી યાદ છે ને ? એટલે પાણીમાં જા તો ધ્યાન રાખજેને મંદિરે ખોડીયાર માતાજીનાં દર્શન કરો તો અમારા વતી નારીયળ ધરશે કહી દસ રુપીયા આપ્યા . વધે તો એમાંથી પેંડા લઇ લેજો .”નાનામામાની સાઇકલની ઘંટડી વાગી..મામાની સ્ટાઇલ એવી કે ત્રણ ત્રણ વખત સાથે વગાડે. ચંદ્રકાંત જ્યારે સાઇકલ ચલાવતા થયા ત્યારે મામાની જેમ જ વગાડે.આમેય જીંદગીની ચડ
મોટી રીસેસની બેલ વાગી એટલે શ્રીકેશીએ પોતાનો નાસ્તાનો ડબ્બો લીધો અને ચંદ્રકાતને કહ્યુ "તું ડબ્બો લાવ્યો છે?" "હેં..?હે..? હા હા લાવ્યો છુને..."દફતરમાથી ડબ્બો કાઢીને દેખાડ્યો ... "તો ચાલ જલ્દી મને તો ભુખ લાગી છે..."એમ કહી ચંદ્રકાંતનો હાથ પકડીને ચાલવા ...Read Moreપહેલી વખત કોઇ દોરવતું હતું.ચંદ્રકાંત દોરવાનો હતો .અવશ કે વિવશ પણ ચાલતો રહ્યો.મનમાં પહેલી વખત તેને લાગ્યું કે કોઇ તેનું છે જે તેને દોરવી રહ્યું છે.આખી જીંદગી ફરી એ દોરવતો હાથ નમળ્યો નાની કોઇ ભાળ મળી .બસ ફક્ત એક વરસમાં ચંદ્રકાંતના એટલો પ્રેમ કુટી કુટીને ભર્યો કે એકલા પડે ત્યારે “વો બચપણ કાં દિન વો બારિસ કાં પાની”આંખથી વરસી પડે.ફરીરીસેસની
વર્ષતો ક્યાંય ઝડપથી વિતિ ગયુ.. પરીક્ષા પતી ગઇ પછી એક દિવસ અચાનક શ્રીકેશી આવી...પહેલા તેનો પટ્ટાવાળો આવ્યો.”ચંદ્રભાઇને મળવા શ્રીકેશી આવે?” કોર્ટનો બેલિફ પોકાર કરે તેમ ચંદ્રકાંતનાં નામનો પોકાર સાંભળી ઘરના સહુ સ્તબ્ધ બની ગયા. આ શ્રીકેશીકોણ છે વળી ? ...Read Moreસરકારી સાહેબની છોકરી હશે . આમ જાણે મોટા લાટસાહેબઆવતા હોય તેમ પહેલા પટ્ટાવાળો આવીને આલબેલ પોકારે છે ?ચંદ્રકાંતે તો કોઇ દિવસ વાતેય નથી કરી . પણ જયાબેન વિચાર કરે ત્યાર પહેલાં એક દુબળી પાતળી નમણી સુંદર ફ્રોક પહેરેલી હસમુખી ચંદ્રકાંતની જેમ વાંકાચુકા દાંત બહુજરેશમી ફરફરતા બોબ્ડહેર વાળી છોકરીએ “નમસ્તે કાકી હું શ્રી..શ્રીકેશી ચંદ્રકાંતની મિત્ર “ ઘરના બધા ભાઇ બહેન અને
જે અમરેલીના ટાવરે કથાની શરુઆતમા વિહંગાવલોકન કરાવ્યુ હતુ તે બધા સ્થળોની પહેલી વાર જાતે સફર શરુથઇ...અખાડીયન બાપુજીને ચાલવાનો એટલો જ શોખ હતો .બાપુજીની કંપનીમાં ચંદ્રકાંત .બન્ને સાંજે ચાલવા જાય ત્યારે બાપુજી ચંદ્રકાંતને પુછે.."બોલ ક્યાં જવુ છે?" "ગૌશાળા...પણ ભાઇ મને ...Read Moreઅંદર ભાડીયા કુવાનો બહુ ડર લાગે છે ...બધા કહે છે કે એક વખત વડી ઠેબા નદીમાં આ્વ્યું હતું ?સાચેજ બહુ મોટુ પુર આવ્યુ હતુ?" "હા બેટા આવુ ઓચિંતુ પુર આવે એને ઘોડાપુર કહેવાય.એ બ્રાહ્મણ નહાવા ગયો હતો ત્યારે વરસાદ ને લીધે નદીમા પાણી ધીમે ધીમે ચડતુ હતુ એટલે બધા ધીરે ધીરે નદીને કિનારે આપણા ગઢના દરવાજે આવી ગયા .ત્યારે બહુ
"ભાઇ ,આજે વરુડી જવાય? મારે રસ્તામા શુળીયો ટીંબો આવે છે એ જોવો છે...ને વરુડીનો કુવો જોવો છે.હેં ભાઇ વરુડીના આ કૂવામાંથી આખા અમરેલીને મીઠું પાણી મળે છે એ વાત સાચી? એટલે દુર વરુડીથી તારવાડી પાણી આવે પછી ઉપર ટાંકીમાં ...Read Moreપછી આખા ગામને પાણી મળે આ વાત સાચી? તો આપણે ઘરે ડંકી છે તોય આપણે કેમ પાણી લઇએ છીએ? “જો ચંદ્રકાંત નદીનું પાણી હંમેશા મીઠું પાણી હોય . નદી ચોમાસામાં વહેતી હોય ત્યારે વરસાદનું પાણી તેમાં ભળે એ પણ મીઠું હોય બરોબર ?હવે ઇ પાણી જમીનમાં ઉતારે ત્યારે જમીનનાં ક્ષાર ભળે એટલે પાણી થોડું ઓછું મીઠું હોય . એટલે જ્યાં
જગુભાઇનુ કુટુંબ એ નાનકડા જુની ઢબના નળીયાવાળા મકાનમા શીફ્ટ થયુ .બે ઘર વચ્ચે એક દરવાજે હતો જે જગુભાઇના ઘરના ફળીયાને જુના મહેલ જેવા બંગલાના ફળીયાને જોડતો હતો.અમે નાના ભાઇ બહેનો ક્યારેય છુટ્ટા પડ્યા નહોતા પણ એ જ નિયતિ હતી..ઘર ...Read Moreથાય એટલે મન નોખા થાય .બે ધર વચ્ચેનોએ દરવાજો અનેક સંબંધોના ચડાવઉતાર વચ્ચે ભીસાતો રહ્યો .એક દિવસ બહુ તંગ સંબંધો વચ્ચે જગુભાઇએ બે ઘર વચ્ચેના દરવાજાને બંધ કરી તાળુ મારી દીધુ . ....... જગુભાઇના ઘરના રિવાજ પ્રમાણે રાત્રે સુતા પહેલા ગીતાજીના અઢારમા અધ્યાયના શ્લોકો બોલવામા આવતા અને પછી જગુભાઇ બેસુરા અવાજે "પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો" કે કોઇ વાર મુખડાની
રજનીશજીએ સફેદ મલમલ જેવી પાતળા પોતની લુંગી ઉપર સફેદ રંગનુ મોટુ કપડુ છાતી ઉપર વિંટેલું છે. જબલપુરથી પહેલુ પ્રવચન મુંબઇમા આવીને આપ્યુ પણ આ તુલસીશ્યામની પહાડી ઉપર પહેલો ત્રણ દિવસનો શિબિર હતો.બે નાનકડા ટેનામેન્ટ ટેકરી ઉપર એકમા રજનીશજી બીજામા ...Read Moreઅદાણી સુરુગભાઇ મોટા બાપુજી અને ચંદ્રકાંત. વહેલી સવારની પહેલી સેશનમાં ચંદ્રકાંત રજનિશજીની સામે બેઠા છે.તેમની વિશાળ મેજીકટચ આંખો મોટો ભાલ પ્રદેશ...લાંબા ઘુઘરાળા વાળ લાંબી કાળી ભમ્મર દાઢી ને મુછ વચ્ચેથી ચમકતી સફેદ દંત પંક્તિ, મધ જેવો મીઠો ધીમો આરોહઅવરોહથી ગુંજતો અવાજ ....તેમની પાછળ એક ઓરા જેવો દિવ્ય પ્રકાશ વર્તુળ... "દેખીયે મે આપકો બતાતા હું એક જવાન સાઇકીલ પર બેઠા મૈદાનમે
જયાબેનના લગ્ન પહેલા નવા અવતાર ધારી જગુભાઇ કઇ હસ્તી હતા, ચાલો એ વાતનો આજે પડદો ઉઠાવી લઇએ...છ ભાઇ બહેનમા એકલા જગુભાઇમા ઠાંસોઠાસ ગુસ્સો ભર્યો હતો. બહેનોથી કંઇ માંગે અને ન મળે તો છુટ્ટા કળશાના ધા કરે...તેલના ડબ્બા ઉંધા કર્યા ...Read More...ઘરમાં તોડફોડનો કોઇ હિસાબ નહી .કોઇ તેની હડફેટે ન આવે..ક્યારેક શાકમાં તેલ કેમ ઓછું છે એવું પૂછવાનું નહી સીધ્ધો થાંળી નો ઘા કરે.મોટા કમુબેન હોય કે કાંતા બેન “એ જગુ આવ્યો “ખબર પડે એટલે રોટલી પાતળી વણીને એક એક આપવાની દાળ શાક બરાબર જ જોઇએ જો બરોબર ન હોયતો થાળી ફેંકી દે.એક વખત લક્ષ્મીમાંને ગુસ્સો આવ્યો “એલા જગુડા આ તારી
હવે જગુભાઇના નવા અવતારમા આંનદ હસી મજાક શાંતિ..મુખ્ય હતા ..એટલે હવે એ 'જગુભાઇ' હવે નહિતો હવેથી કથામા અમારા લાડીલા ભાઇ બની ગયા . એ નવા અવતારી જગુભાઇ અમારા સહુના પ્યારા ભાઇ હતા.ગામના કેટલાય લબાડ ઉતાર તોફાનીઓમા વરસો સુધી ઓરીજનલ ...Read Moreડર ભલે કાયમ રહ્યો એ અલગ વાત છે. ...... ચાલો જગુભાઇની દિનચર્યા ની એક ઝલક માણીયે .સવારના છ વાગે મરફી પોર્ટેબલ રેડીયો ફુલ વોલ્યુમમા મુકી હાથમા ખરપી દાતરડુ ને બાગકામની કાતર લઇ જગુભાઇ નવા ઘરને ચારેતરફથી વિંટળાયેલ મોગરા ગુલાબ આસોપાલવ લીંબુડી ગલગોટાને વહાલ કરવા નિકળ્યા ત્યારે સવારની મીઠી ઉંઘ માણતા બાળકોને પ્રાણલાલ વ્યાસ કે દુલાભાયા કાગ કે દિવાળીબેન ભીલ એમ
આ જેઠાકાકાની પણ અજીબ દાસ્તાન હતી. એમના પિતા પુરૂષોતમ બાપા ઓછી આવકમાં જીવનારા પણ અતીભારે કરકસરીયા હતા.એ જમાનાંમાં જેઠાકાકા તેના બાપુજી પાંસે ક્યારે મન થાય એટલે એક પાઇ માંગે .”બાપા બાપા એક પાઇ આપોને” “કેમ ?શું કામ છે પાઇ ...Read More? હે જેઠા બોલ.” “બાપા બાપા મારે દાળિયા લેવા છે.બહુ મન થયુ છે .બધા શેરીમાં મારી સામે મુઠા ભરીને દાળિયા ખાતા હોય તો મન ન થાય બાપા?આપોને પાઇ “ “દાળિયા ખાઇએ તો ડચુરો ચડે…ડચુરો ચડે તો કડવાટ પીવો પડે”આવું રીધમીક શૈલીમાં બોલે ને જેઠાબાપાની વાત ઉડાડી દે .આ બધી કહાની ચંદ્રકાંતને બાપુજીએ કરેલી એટલે જેઠાબાપાનુ કેરેક્ટર મનમાં બરાબર ઊપસેલું હતું
બંગલે રહેવા આવ્યા ત્યારથી અમારે ત્યાં ચંપાબેન કામ કરતા હતા...મુળ તેમના વર પોલીસ હતા પણ અચાનક માંદગીમા ગુજરી ગયા ત્યારે પાંચ વરસનો દિકરો હતો નાના દિયર બાબુભાઇ જાતજાતની કાળી મજુરી કરી અને ચંપાબેન અમારે ત્યાં ઘરકામ કરીને ત્યાં ઘર ...Read Moreજેવા બની ગયા...સવારથી આવી જાય અને અમારે ત્યાં જ જમે બપોરે આરામ કરે ચા પાણી પીવે અને સાંજે વધેલુ જમવાનુ લઇ જાય...ચંપાબેન ને આગળના દાંત બધા તુટી ગયેલા એટલે કાલુ કાલુ બોલે ....મરાઠી કછોટાવાળી સુતરાવ સાડી એ એમનો પહેરવેશ...... આ ચંપાબેને વીસ વરસથી વધારે વરસ અમારે ત્યાં કામ ક્યુ પણ તેમના દિયર બાબુભાઇનુ કિસ્મત કેવુ ચમક્યુ તેની કથા હજી યાદ
રોજ ખુલ્લા મેદાનમા રખડપટ્ટી કરતા ચંદ્રકાંત દરરોજ ડો.જીવરાજબાપાના બંગલાની વંડી ટપીને પાછળના જગજીવનબાપાના બંગલે જતા..ત્યાં જગજીવનબાપાની દિકરી મુક્તાબેન અને લલ્લુભાઇ શેઠ સાવરકુંડલાવાળાની બે દિકરી અને બે દિકરામાંથી મોટા ભાઇ ડો. દિપક તેનાથી નાનો અખાડીયન ભરત તેનાથી નાની વંદના અને ...Read Moreનાની કદાચ ભક્તિ...આમા ચંદ્રકાંત અને નાનીબેનની જોડી સાથે વંદના અને ભક્તિ ની જોડી જામે...જ્યારે શનિ રવીમા એ લોકો કુંડલા મમ્મીને ત્યાં જાય ત્યારે ચંદ્રકાંત નાનીબેન સાથે જગજીવન બાપાના બંગલા બગીચામા રમતા હોય ...એક આવા રજાના દિવસે ઓંશરીની જાળીમા એક શીકુ લટકતુ હતુ પગી મીઠાબાપા જગુભાઇને બંગલે બગીચામા હતા અને ચંદ્રકાંતે ઇશારો કર્યો..."બેન જો શીકુ..."પછી જાળી ચડીને શીકામા હાથ નાખ્યો .."અરે
ધરની સામે જ અખાડો જેને આજના જમાનામા જીમ કહેછે તેનાથી અનેક ગણુ વિશેષ...ભાઇએ ચંદ્રકાંતને રોજ સવારે સાંજે અખાડે જવાનુ અને કસરતી શરીર બનાવવા આગ્રહ કર્યો...સહુ પ્રથમ શિવુભાઇ આદરણીય ભગવાનજીભાઇના હાથનીચે તૈયાર થયા.એમની કેટલીક કથાઓ એ સમયે પ્રચલિત હતી જેમકે ...Read Moreસાથે પચાસ ચુરમાના લાડવા ખાઇ શકતા...! ગાય કે ભેસને ઉંચકીને સીડી ચડી શકતા...અખાડાની ઓફિસમા ચંદ્રકાંતે શીવુભાઇનો મોટો ફોટો જોયો .ઓફિસમા સામે વિભાકરભાઇ બેઠા હતા "હું ચંદ્રકાંત...જગુકાકાનો દિકરો મારે અખાડામા દાખલ થવુ છે..." "ભાઇ તારા બાપુ અત્યારે અખાડાના ટ્રસ્ટી છે.તારે રોજ નિયમિત ટાઇમે આવવુ પડશે .સવારે કાં છ વાગે નહિતર સાંજે છ વાગે મંજુર છે?"વિભાકરભાઇએ પૂછ્યું . "મને મદદ કોણ કરશે
ચંદ્રકાંત ડાબોડી એટલે ડાબી બાજુથી ધોબીપછાડ કરીને કુસ્તી જીતવાના સપના જોતા હતા પણ હાયે હાયે..રમણચચ્ચા પણ ડાબોડી અને બહુ સીનીયર અખાડીયન હતા...ચંદ્રકાંતે બહુ બધુ તેલ ચોપડી ચચ્ચાની પક્કડમા નઆવવાના કારસા કરેલા .ઓછામા પુરુ ચંપકકાકાને સીટી મારતા જોઇને તેને બહુ ...Read Moreઆવી ગયુ...રમણે હાથ મિલાવી અને જંધા ઉપર થાપી આપી ...ચંદ્રકાંતે પણ જંધા ઉપર થાપી આપી ...સ્વર્ગના દેવતાઓ આ કુસ્તી જોવા ભેળા થયા હતા....રમણ ચંદ્રકાંતના હાથ પકડવા આગળ વધતા હતા ચંદ્રકાંત પાછા પગે પાછા જતા હતા ...રમણને બહુ હસવુ આવી ગયુ ..."લે ચાલ કુસ્તી કર.." ચંદ્રકાંતે પડકાર ફેક્યો "કરો કરો" "કોની હીરે કરુ?તું તો પાછળ ભાગે છે..!" "ઇ મારી સ્ટાઇલ છે..."
એ વરસે ઘરની સામે ડો.જીવરાજભાઇ મહેતાના બંગલામા પદ્મશ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતાની આર્ટસ કોલેજ ચાલુ થઇ .ડો.વસંત પરિખ અને મુનીમ સાહેબ સહીત થોડા પ્રોફેસરો સાથે શરુ થઇ .અંહી યાદદાસ્તમા કંઇક ભુલ ન હોય તો શાંતિનીકેતનથી ટોળીયા સાહેબ પણ કોલેજ સાથે ...Read Moreહતા...રવિન્દ્ર સંગીતના અદભુત મરમી. એ દિવસે પંદરમી ઓગસ્ટ કદાચ હતી . મંડોરા થિયેટર નજીક કંસારા બજારને છેડે એક વિશાળ મંચ બાંધવાનાં આવેલો . એ જમાનાં મા ઘોડાગાડીમાં આઝાદી દિનનિમિત્તે અમરેલીમાં મફત નાટકનો શો ની જાહેરાત થઇ હતી .માનવ મેદની ઉતરાતી હતી .અવારનવાર થતા સાંસ્કૃતિક કાર્યક્રમમા એક નાટક જેમા કનુભાઇ સૂચક ,ચંદ્રકાંતનાં નાનામામાં મોટીબેનો અને ચંદ્રકાંત મુંગા પાત્ર તરીકે નક્કી થયા.
શારદાગ્રામ પહોંચ્યા પછી ચંદ્રકાંતે વીરસુંતભાઇની ચીઠી મનસુખરામ બાપાને આપી નમન કર્યુ.. આશિર્વાદ આપી અને સ્વયંમ સેવક સાથે ચંદ્રકાંતને રહેવાનો રુમ બતાવ્યો..બેગ મુકીને ચંદ્રકાંત બહાર દોડ્યો... ચારે તરફ આંબાવાડીમાં મોરલાનો ગહેકાટ કોયલનાં ટહુકાઓ પોપટની પટરપટર ચકલીની ચીંચીં વચ્ચે એક બાજુ ...Read Moreવિશાળ હોલ તેની પાછળ લાઇબ્રેરી પ્રયોગશાળા.બાકી ચારે તરફ ખુલ્લા ક્લાસરુમ...કોયલ મોર પક્ષીઓનો કલશોર ...આવા વાતાવરણમા ભણવાનુ?આ ગુજરાતનું શાંતિનિકેતન નહી તો બીજુ શું?પણ એવુ પણ જાણવા મળ્યુ કે ફક્ત દરેક ધોરણનો એક ક્લાસ તેમા ફક્ત ત્રીસ વિદ્યાર્થી...એડમીશન મળવુ જ મુશ્કેલ...!!!ચાલો મળ્યુ છે તે માણો એમ સમજી પાંચ દિવસનો આ એકલવિહાર આ કુંજગલીઓમાં મળશે એ બસ નથી ? ફરી સ્વગત વાહ વાહ
સવારના બધા શિબિરાર્થીઓની સાથે માનદાદા ,જુગતરામભાઇ મનસુખરામભાઇ જોબનપુત્રા અરુણભાઇ મીરાબેન બેઠા હતા ત્યારે માનદાદાએ સવાલ પુછ્યો..."આજે શિબિર પુરીથઇ ગઇ .તમે સહુ અંહી આવીને શું શીખ્યા...?તમારા વિચારો જણાવો ... બધા એક પછી એક પોતપોતાની રીતે રજુઆત કરી રહ્યા હતા.ચંદ્રકાંતે કહ્યુ ...Read More"આજના સમયમા કેટલાક ગાંધીવિચારો અપ્રસ્તુત થઇ ગયા છે કારણકે બાપુએ જે વિચારો રજુ કરીને સમાજની રચનાની પરિકલ્પના કરેલી તેવો સમાજ આઝાદી પછી થયો નહી આપ સહુ પાયાના પથ્થરો આ વાત જાણો છો,જોકે તેથી બધ્ધા વિચારો કે વિચારધારાને નવેસરથી ઘુંટવાની જરુર મને લાગે છે..બાપુએ પોતે પણ આવુ સમજીને કહેલુ કે હું સત્યનો પુજારી છું સત્ય નથી .હું કહું એ જ સત્ય
ઉનાળાના વેકેશનમા મનહર મામાને ત્યાં ગયો અને ચંદ્રકાંત મોટીબેન સાથે જગુભાઇને લઇને માંગરોળ જવાનુ નક્કી થયુ ...સહુ બેગ બિસ્તરા સાથે વહેલી સવારની બસમા ગોઠવાયા ત્યારે જગુભાઇને થોડો ઉચાટ થતો હતો "બેન આ ભાણીયાભાઇને પોસ્ટકાર્ડ લખીને માંગરોળ ધરમશાળાનુ એડ્રેસ મોકલ્યુ ...Read Moreતો મળ્યુ હશે કે નહી?ચાલો હરિ ઇચ્છા...." આ ભાણીયાબાપા કોણ?કઇ માટીના....?ચાલો જરા એમની વાત કરવી પડશે કારણકે જગુભાઇ અને બાકીના ભાઇઓ એમને મેજર કેમ કહેતા હતા... ............... લક્ષ્મીમાં વખતથી ભાણીયાબાપા ત્રણ ભાઇઓ સાથે ચોથા ભાઇ ગણાતા.ભાણીયા બાપા શુધ્ધ ખાદીધારીતો ખરાજ મજબુત પાતળુ શરીર પણ મનોબળતો મેરુતો ડગેરે જેના મનડા ડગે નહી એવુ ગજબ મનોબળ એટલીજ હિમ્મત .જેમ રવિશંકર દાદા મહીમાતા
બાપા કાકા ભાઇ સહુ ભાણીયા બાપાને હંમેશા મેજર કહેતા ...આમેય ભાણીયા બાપા વનમેન આર્મી હતા એમની રીત નિરાળી હતી ...બાપાએ બાલદીમા પાણી કાઢી ધોવાના સાબુથી પહેરેલા કપડા ધોઇ નાખ્યા ...પછી લીમડાના સાબુથી ઘસી ઘસીને સ્નાન કર્યુ...હવે અમે સહુ રાહ ...Read Moreહતા ...હવે મેજર શું કરશે? આગે ક્યા હોહા ?એમણે આખરે પહેરેલા પોણીયાને ધોવાનો સાબુ લગાડી પોતાને બે હાથથી ધોકાવ્યા એ દ્રશ્ય બાપુજી જીવ્યા ત્યાં સુધી અવાર નવાર યાદ કરી ખુબ હસેલા...ટુવાલથી ડીલ લુછી ભીની ચડ્ડી બે હાથથી દબાવીને લુછ્યા કર્યુ પછી પંદર મીનીટ ડંકીને ઓટલે ઉભા રહ્યા...મૂળ કારણ એવું હતું કે ટુવાલ સંભાવનાનો હતો એટલે વિંટાળી શાક્ય તેવુહતુ નહી એટલે
જમીને બધાને તૈયાર થવાનુ હતુ...એટલે સહુ ફ્રેશ થવા દોડ્યા . અમારો ઉતારો કનકાઇ મંદિર બહાર એક ઝાળીવાળી ડબલરુમ જે નાનકડી ટેકરી ઉપર હતી ત્યાં હતો .નાનકડી ઓંશરીમા ચારે બાજુ ઉભા સળીયાની જાળી લાગી હતી તેની અંદર બે રુમ હતી ...Read Moreલેડીઝ એકમા જેન્ટસ એમ ગોઠવાયુ હતુ...દસ ગાદલા ઓશીકા રજાઇ કનકાઇ મંદિરના સ્ટાફનો માણસ મુકીને કહેતો ગયો "એ હટ કરજો ટ્ર્રેક્ટર આવી ગ્યું સે..." અમે સહુ ટ્રેક્ટરમા ગોઠવાયા ત્યારે અમુકાકાના હાથમા મોટી બેટરી હતી પણ ખીસ્સામા કંઇક વજનદાર લટકતુ હતુ...ટ્રેક્ટર આગળની સીટમા કાકા અને એક ઝીણકુડો પાંચ ફુટ બે ઇંચનો સીપાઇ તેની સાઇઝના થ્રી નોટ થ્રી લઇને બેસી ગયો... નદી પાર
એકબાજુ ચીન સાથેની પહેલી લડાઇ અને રાષ્ટ્રવાદની આંધી ચડી હતી બીજી બાજુ રોજ લાઇબ્રેરીમા જઇ એક પુસ્તક લાવી વાંચી લેવાનુ પછી જ ઉંઘ આવે ...મોટા રાઇટીગ ટેબલ અને બે ચેર તથા મોટો જાજરમાન હીંચકો અમારા નરસીંહભાઇ મિસ્તરીએ બનાવ્યો ત્યારે ...Read Moreપોતે પણ ખુશ થઇ ગયેલા...એ અમારા ઉપરના રુમનો અસબાબ... ચંદ્રકાંત વિક્રમની ગ્લેઝ પેપરની બસો પાનાની બુક લાવ્યા . પહેલા પેજ ઉપર રજનીશજીનો એક માત્ર ફોટો ચિપકાવ્યો.બીજા પેજ ઉપર લખ્યુ "ઉલાળીયો.."પહેલી વખત પ્રતાપની એબોનાઇટની કાળી પેન પકડી ચંદ્રકાતે બહુ વહાલથી પોતાની બુકને પંપાળી વહાલ કર્યુ...પછી બચ્ચીઓ ભરી... પેનને કાનમા કહ્યુ "આમ તો મારી ચારેબાજુ ઘણા છે પણ એ બધ્ધા વચ્ચે હું
એક પીજરામાથી છુટ્ટા થઇ આકાશને આંબવાની હામ ભીડતા ચંદ્રકાંતને ફોરવર્ડના એક એક શિક્ષકોના પરિચયમા આવતા એવુ જ લાગ્યુ કે આ બધા શિક્ષકો ફોરવર્ડના દરબારના નવરત્ન છે..પહેલો દિવસ પહેલો પરિયડ એક લાંબા પાતળા ગોરા સાહેબનો વિજ્ઞાનનો પરિયડ...એ રસીકભાઇ શાહ એટલે ...Read Moreમિત્ર વકિલ રતીલાલ સુંદરજી શાહ ના ભત્રીજા(?)ગજબની વિષય ઉપર પક્કડ ...સરળ ભાષામા ગળે શીરાની જેમ ઉતરતુ ગયુ વિજ્ઞાન.જીણો મીઠો અવાજ તીક્ષ્ણ નજર તિવ્ર નિરીક્ષણ ફિઝીક્સ એટલે ભૌતિકશાશ્ત્રમાં ચંદ્રકાંતને એવા રસઘોયા કરી દીધા કે ચંદ્રકાંત દિવાસ્વપ્નો જોતા થઇ ગયા બાયોલોજી એટલું જીવંત શિખડાવે કે તમે જાતે શરીરશાસ્ત્રમા ઊતરી જાવ.પણ..ચંદ્રકાંતે માર્ક કરી લીધુ કે સાહેબના હાથ ચોકવાળા હોય અને સાવ પતલુ શરીર
ફોરવર્ડ રત્નનાં શિરમોર હતા શેઠ સાહેબ .અંક ગણીતના શિક્ષક...ગમે તેવો તોફાની વિદ્યાર્થી શેઠ સાહેબના પરિયડમા શાંત થઇને ભણે જ ભણે એવુ શું હતુ એ મહાશિક્ષકમા ? સાધારણ પાંચ ફુટ ચાર ઇંચની ઉંચાઇ..શરીરનો રંગ તાંમ્રવર્ણો...શરીર એકદમ નાજુક .યુનિફોર્મ જવો ફિક્સ ...Read Moreપેંટ સફેદ શર્ટ ઇન કરેલુ આછા બદામી કલ્પનો કોટ ક્લીન શેવ ચહેરો ઝીણી ગોળ આંખો માથા ઉપર ગોળ કાળી ટોપી પગમા મોજા વગરના કાળા બુટ પેન્ટને પકડી રાખવા પટ્ટો નહી દોરી...!મધુર અવાજ...મૂળ ફોરવર્ડ સ્કુલનાં સ્થાપક વિઠલાણી સાહેબ સાથે કંધેકંધા મિલાવી પહેલી સ્કુલ માણેકપરામા ઉભી કરી હતી તેને રામજીભાઇ કમાણીએ અઢળક દાન આપી વિશાળ સ્કુલ રાજમહેલ ચિતલરોડના ચોક પાંસે બનાવી હતી
નવલભાઇ જોષી સહુથી શીરમોર ટીચર.વાઇટએન્ડ વાઇટ પેન્ટશર્ટ ઇન કરેલુંહોય કાળો ચામડાનો બોલ્ટ હોય સફેદ ચંપલ હોય ,એક હાથ આગળ અને એક હાથ પાછળ હોય,અસ્ખલીત વાણી ઘેઘૂર અવાજ સ્વપ્નિલ આંખો..એ જે ભણાવે તે રસગંગાંમા દરેક વિદ્યાર્થીઓ વહેતા રહે બસ એક ...Read Moreડૂબકી કહોકે સમાધિમાં ડૂબી જ જાય.આજે એમને હિંદીનો પરિયડ પુરો થયો નાની રીસેસમા પહેલા ખોળાની કવિતાની બુક ‘ઉલાળીયો ‘દેખાડતા ચંદ્રકાંતે ચોખવટ કરી "હું પદ્યમા થોડુ લખુ છું મને આપનુ ગાઇડન્સ જોઇએ છીએ...ઉપર છલ્લી નજર નાખી તેમણે મને કહ્યુ જો આ કિશોરભાઇ મહેતા તને ગાઇડ કરશે ...આતો જા બિલાડી મોભામોભ થયુ !પણ કવિતાઓ ચંદ્રકાંતને ઝળોની જેમ વળગેલી એટલે બાજુમા લેંધા ઝબ્બામા
"પણ રમેશભાઇ,આશબ્દોને સુંઘવા કેમ?એની મહેક પણ અલગ અલગ હોયને? બીજુ મને મારુ નામ જરાય નથી ગમતુ..." "તને ઘરના બધા ચંદુ કહે છેને?નામમા શું છે?જો રમેશ નામ પણ કંઇ સારુ છે? હું મારી જાતને કેટલીયે વાર પુછુ છુ રમેશ તું ...Read Moreછે ?તું શું છે?તું જ રમેશ છે કે તારામા રમેશ છે?બસ આવી રીતે તારી અંદર તારે ઉતરતા જવાનુ...તને તારો ચંદુ મળી જશે....પણ તારા કામમાં ધ્યાન રાખવાનુ..એક એક શબ્દ કલમ કાગળમા ઉતારે ત્યારે તારે તારી ચોકીદારી કરવાની સમજ્યો ?હજીતો શરુઆત છે ...તારી અંદર કંઇક છે જે રમેશને ખેંચે છે ...માં સરસ્વતિદેવીની આ આરાધના છે .સહુએ પોતાની રીતે સશબ્દ સાધના,આરાધના કરવાની .તારુ
ચંદ્રકાંતની જીંદગી હીચકો બની ગઇ હતી ..એકબાજુ રમેશભાઇ બીજી બાજુ મનહર...સમય મળ્યેરમેશભાઇને મળવુ નવી રચનાઓ દેખાડવી આમ કરતા કરતા દરરોજ સાંજે ફોરવર્ડ હાઇસ્કુલનીપાળી ઉપર સાંજે છ સાડા છ વાગે બે મિત્રો અચુક મળતા હતા અનિલભાઇ જોષી અને રમેશભાઇ...હવે સાઇકલ ...Read Moreઘોડી ચડાવી ક્યારેક ચંદ્રકાંત સામે બેઠા હોય અને બસ બન્ને સર્જકોનાં આકાશીવિશ્વને આંબતી કલ્પનાઓનુ ચંદ્રકાંત આકંઠ પાન કર્યા કરે...તો કોઇ દિવસ હવેલીના મહારાજોનીરંગીન રાતોની વાતો પણ હોય .રમેશની મિત્રોની મંડળીમા એ બહુ સારા દાસ્તાનગોઇ ગણાય. એકવાત શરુ કરે એટલે એ પોતે પણ એ વાતમાં રસધોયા થઇ જાય. એ રાજ મહેલની પાળી પાંસે એકખુણામાં પશુ દવાખાનું કહો કે પશુ સંવર્ધન દવાખાનું
વેકેશન પુરુથયુ .મનહર પાછો અમરેલી આવી ગયો એટલે ચંદ્રકાંતના જીવમા જીવ આવ્યો...!!! આવુકેમ થતુ હશે કે એક સરખા વિચારો આવે ને કોઇ વાત ન આવે...? આ બે શરીર એક જાનની કથાકહેવા બેસુ તો વરસોના વરસો લાગે એવુ છે પણ ...Read Moreથોડુ અમૃતપાન તો કરાવુ ને ?રોજ સ્કુલમા નાની મોટી રીસેસમા બન્ને સાથે જ હોય...બન્ને કલાના શોખીન પારખુ . ચીનની લડાઇપછી અમરેલી પ્રોગ્રામમા આવેલા રાજકોટ બેડી ગેટના કીરીટ વ્યાસનાં ચીનની લડાઇના... અદભુતઅવાજો બોંબાર્ડીંગ અને ટ્રેનના અવાજો બન્ને એ સાંભળ્યા ...અનેક ગાયકોના અવાજમા એમણેકિશોર કુમારનુ ઝુમરુ રજુ કર્યુ એટલે બન્ને સાથે નાચ્યા...પ્રોગ્રામ પુરો થયે બન્ને કીરીટભાઇને મળ્યાઅભિનંદન આપ્યા..."મનહર આમાંથી આપણે શું શિખ્યા
એ સાંજે મનહર ચંદ્રકાંતને આગ્રહ કરીને પોતાને ઘરે લઇ ગયો ત્યારે એક પલંગમા એક વડિલ આડાપડ્યા હતા ...ઘરમા એક અજીબ શાંતિ અને અજ્ઞાત ભય પથરાયેલો હતો...મનહરે ચંદ્રકાંતનીઓળખાણ કરાવી "આ મારો મિત્ર ચંદ્રકાંત.."પછી ચંદ્રકાંતને કહ્યુ " મારા દાદા છે" ચંદ્રકાંતે ...Read Moreકર્યુ ....અગાઉ મનહરે દાદાના પરિચયમા એટલુ કહેલુ કે તેઓ ઉત્તમ વૈદ્ય છે.નાગરોના નિયમ મુજબ કળાનુ અજબ જ્ઞાન સંગીતના ખાં પણ છે .....પણ સ્વભાવ પહેલેથી બહુ જઉગ્ર . હાં સૌથી મોટા દિકરા રસીકભાઇને ગુસ્સો ન કરે . અલકમલકની વાતો થઇ ત્યાં બહારસાઇકલની ઘંટડી વાગી અને સ્ટેંડ ઉપર સાઇકલ ચડાવી રસીકભાઇ મનહરના પિતાનુ આગમન થયુ...મધ્યમ કાઠી તીક્ષ્ણ નાક નકશો ગોરા વ્યવસ્થિત કપડામા
ભાનુભાઇ એટલે સત્તર ઇંચ બાઇ દસ ઇંચનો ફ્રંટ ફેસ એટલે સામાન્ય માણસના માથા કરતા દોઢગણી સાઇઝનુ માથુ એટલે એમને જુવો એટલે પહેલી નજર માથા ઉપર જ જાય..!! સાઇડથી જુઓ તોલાંબા સીધા ઓળેલા વાળને લીધે લગભગ ફુટબોલ જેવુ લાગે .વિશાળ ...Read More...તેજસ્વી આંખ નાકપણ આબરુદાર માણસને છાજે તેવુ... પણ મો ફાટ ખુલે ત્યારે ગેટવે ઓફ ઇંડીયા ખુલ્યુ હોય એટલીમોટી મોફાટ ...ચંદ્રકાંતતો મનહરને અવારનવાર કહેતો "નક્કી ભાનુભાઇ એક દિવસ આપણને પવિત્રમોઢુ ખોલી વિશ્વરુપ દર્શન કરાવશેજ..."પણ તેને બદલે જરુર કરતા એક ઇંચ લાંબી જીભ બહાર કાઢીલપકારા મારતી ત્યારે જોનારા ધનધન્ય થઇ જતા...એ સમયે ભાનુભાઇ લગભગ એકવીસ બાવીસનાહશે...એટલે કાઠીયાવાડી મરદને છાજે તેવો ફુલશેવ ચહેરો...ચકચકતો...આવા
ધીરેથી ચંદ્રકાંતનો અને મનહરનો રોલ નંબર ચબરખીમા લખીને લાભુદાદાને સરખાવ્યો .લાભુભાઇનુપ્રકાશ આમતો ચોપાનીયુ પણ સરકારી જાહેરાતો ઉપર ખર્ચ નિકળી જતો હશે તેમ ચંદ્રકાંત માનતાહતા.જગુભાઇ સાથે લાભુભાઇએ પણ આઝાદીની લડાઇમા ઉલટભેર ભાગ લીધો હતો...ઘણી વખતચંદ્રકાંત આવતા જતા વિચાર કરતા કે ...Read Moreવરસો જુનુ પ્રેસ ,આ કાળી બંડી સફેદ લેંઘો ને ટૂંકી કફનીમોટું પપુડા જેવું નાક તેના ઉપર કાળી ફ્રેંમનાં જાડા ચશ્મા ,ભાંગ્યા તૂટ્યા જેવી બહાર બે લાકડાનીખુરસી જેમાં રોજ બીજા સવારના છાપા જેમકે ફુલછાબ વિગેરે વાંચતા હોય પણ ક્યાંય સરકારીઓફિસમાં લાભુભાઇ જાય કે કોઇ મોટા નેતા આવે ત્યારે તેઓ પત્રકારનો બિલ્લો બંડી ઉપર લગાડીમોટી ડાયરી સાથે હાજર હોય જ.તને કોઇ રોકી
વિદ્યાસભાના કોંપ્લેક્સમા કનુભાઇ સુચકની નિગેહબાની નીચે હાવાભાઇના સતત સહકારથી ત્રણભવ્ય ઇમારતો તૈયાર થઇ ગઇ હતી...પ્રતાપરાય ગીરધરલાલ મહેતા આર્ટસ કોલેજ,કે કે પારેખકોમર્સ કોલેજ અને રામજીભાઇ કામાણી સાઇન્સ કોલેજ ...આછા ક્રીમ કલરની ત્રણેય ભવ્ય ઇમારતોનુ વેકેશનમા ઉદઘાટન હતુ ...ડો.જીવરાજ મહેતા મુખ્ય ...Read Moreહતા. તેમના વરદ હસ્તે ઉદઘાટનજે દિવસે થયુ ત્યારે અમે સહુ સમારંભમા હાજર હતા ...ચારે તરફ રીબીન અને દોરી બાંધી મકાનમાપ્રવેશ અટકાવેલો હતો ...બહાર પંડાલમા અમરેલીના મહાનુભાવોના પ્રવચનો ચાલુ હતા ...આદતમુજબ જીવરાજદાદા પંડાલમા જોકા ખાતા હતા...રાઘવજીભાઇ લેઉવા એક માત્ર બરાબર જાગતાહતા.હાવાભાઇ આમથી તેમ ચક્કર રધવાયાબની કાપતા હતા ...છેલ્લે જે આર્ટસ કોલેજનુ રિબિનકાપીને ઉદઘાટન જીવરાજબાપા કરવાના હતા ત્યાં પહોંચીને બાધેલી દોરી નીચેથી
આર્થિક રીતે બહુ જ મર્યાદિત આવકમા ખાનદાન પરિવારનો શાહીઠાઠ ભોગવવો કેમ? એ જમાનામાગેંબેડીયન કોટનના સારા પ્રસંગે પહેરવાના બે જોડી અને બે જોડી કોલેજમા પહેરી શકાય તેવી જોડીકપડામા ચંદ્રકાંતને સંતોષ માનવાનો હતો... દર વરસે બે જોડી નવા કપડા બને એટલે ...Read Moreજુનો સ્ટોકગણતા છ જોડીનો ઠાઠ હતો...સરસ ઇસ્ત્રી કરેલા કપડા પહેરી ચંદ્રકાંત સાઇકલ ઉપર કોલેજ કેંપસમાપહોંચ્યા ત્યાં સુધીમા માનસિક રીતે ચંદ્રકાંત સમજી ગયેલા કે આવી મધ્યમ વર્ગની જીંદગીમામાનસીક શોખ નહી આર્થીક જરુરીયાતને પ્રાયોરીટી આપવી પડશે...સ્ટેશન રોડથી ફાંટો પડીફાટકરોડ ઉપર ડાબીબાજુ વળ્યા ત્યારે બગીચાની કડવી મહેદીની કડવી ગંધે ચંદ્રકાંતનુ સ્વાગતકર્યુ....સામે જ એક મહેલહો સપનોકા જેવી આર્ટસ કોલેજ બે હાથે આવકારવા પોતાના વિશાળ
દેથા કુટુબમા અમે ગાયત્રી ગઢમા ભાગ્યે જ ગયા હતા પણ ડો કનુભાઇ વેટરનરી સર્જન તેનાથી મોટાઘનીફઇ જેઓ ગલ્સ સ્કુલના પ્રિન્સીપાલ (પહેલા સરકારી ગલ્સ સ્કુલ પછી ફોરવર્ડ ગલ્સ સ્કુલ)તેનાથી મોટા તખ્તસિંહજી જેઓ વરિષ્ઠ પત્રકાર...કનુભાઇને એક દિકરો હર્શદભાઇ તથા એક દિકરીદક્ષાબેન..મોટાબાપુજીનુ ...Read Moreકાયમ રહે માટે કનુભાઇએ હર્શદભાઇને દત્તક મોટાભાઇને બચપનમાઆપી દીધેલા...એટલે હર્ષદ ટી દેથા અમારા જોડીદાર બન્યા હતા...હર્ષદભાઇ કાયમ સાંજે ફરવા ઘરેથી નીકળે ત્યારે અચૂક બારણા ઉપર ધનીમાં કે બેન કોઇક ઉભા રહઅને પહેલા પુછે “ભાઇ જલ્દી આવી જઇશ ને ? નીચે સફેદ ઇસ્ત્રી કરેલો પહોળો લેંઘો ને ઉપર બ્લુ કેકોઇ પણ ક્લબનું શર્ટ પણ કડક ઇસ્ત્રી કરેલું હોય હોયજ પગમાં કાળા
આમતો આ ત્રિપુટી ગણેશ સોસાઇટી નામના રોડ ઉપર બન્ને બાજુ બંગલાઓ વચ્ચેથી દત્ત મંદિર જવાનિકળે ત્યારે અડોસી પડોસી ગમ્મે તે કોઇ ન મળેતો અંદર અંદર મજાકો ચાલતી રહે...મનહરે શરુકર્યુ"હર્ષદભાઇ સમાચાર મળ્યા..?"હર્શદભાઇ જલ્દી લપેટામા આવી જાય..."શું મનેતો ખબર જ નથી""આ ...Read Moreસરક્સ આવ્યુ છે...અને સાંજે કે છેકે બે કલાકાર ગુમ થઇ ગયા છે..."મનહરહર્શદભાઇ આ વખતે સાવધ હતા..."જો આ લોકોને ખબર પડશે કે તમે અંહીયા રખડો છો તો ઉપાધીથશે...પછી પોતાની વાક્ચાતુરી ઉપર પોતે ફિદા થઇ 'છે છે છે'કરતા હસતા હસતા કપાળ પકડીઆગળ ધસી ગયા...'ભારે કરી ભારે કરી'"પણ એક પાછો આવી ગયો છે તેમ મેનેજરે કહ્યુ ...હવે મોટાવાળો જ બહાર છે..."ફરી હાસ્યનાફુવારા....એક નાનકડો
હવે મોગરાનો માંડવો હોઇ કે જુઇનો માંડવો પણ એ અઠવાડીયામાં ગલ્લી સુગંધથી તરબતર થઇગઇ...મુળ કોઇ સીંધી ફેમીલી બદલી થવાથી અમરેલી આવ્યુ એટલે શું આખુ અમરેલી હેલે ચડે?રમેશ પારેખ બીજા મધપુડે હશે ને અશરફભાઇ બહુ શરીફ ગણાતા...અને આમેય ઇ બે ...Read Moreસોળસત્તર વરસની છોકરી થોડી ડાળે વળગે ?એને પણ કંઇ એટલી સમજણ હોય જ કે ગામમા બે જ કવિપેદા થાય તો ગામ કેમ આગળ વધે ?એટલે એ છોકરી નામે તોફાન ઉર્ફે સાધનાકટ ગામ ભાંગવાનિકળીપડી...તેલનો તાવડો પડતો મુકીને પ્રવિણ મોદીએ પહેલી નજરે જોઇ ભવિષ્ય ભાખી લીધુ..."સત્યાનાશ જાય...અસ્સલ સાધના ????એવુ જ ટુકુ સ્કટ એવુજ સ્લીવલેસ બ્લાઉઝ..એવી જઅણીદાર આંખો...એવી જ હેર સ્ટાઇલ...એવી જ ગોરી.....જરા
સારા સારા ઘરમા આ સાધનાકટના સમાચાર વિજળી વેગ પહોંચી ગયા એટલે જે છોકરીઓની માંઆગળ બાપાનુ કંઇ ચાલતુ નહોતુ તે છોકરીઓએ લાલ સ્કાર્ફ ખરીદીને વાવટા ફરકાવ્યા હતા પણલાલછડી સાધનાકટની તોલે કોઇ ન આવ્યુ .એની મોટીબેને એની જેમ વાળ કપાવેલા સુરમા ...Read Moreલીપસ્ટીકના થપેડા કર્યા કાગડી કોયલ ન થઇ.લવ -બર્ડઝને ચીરીને કોલેજનો રસ્તો કાપતીએકવાર ચંદ્રકાંતની નજીક પહોંચી ગઇ પણ કરતાલી બિચારો રાધા રાધા કરતો માથુ નીચુ કરીતિરછી નજરે પહેલા દર્શન કરી ધન્ય થયો..."બાકી છેતો ગઝલ...કે ગીત..હો.”"છોકરીને સોળ થાય કે સત્તર એમા છોકરી શુ કરે...?સીટી જેવો છોકરો સીસકારે સળગે એમાછોકરી શુંકરે..?...."એ એક વરસ જ અમરેલીમા રહી પછી અમરેલીના આશીકોએ ચારે તરફ ચહુદિશામા ઘોડા
જગુભાઇએ સેવા કાર્યમાં શરુઆતકરીત્યારે મનમાં એકજ ધૂન હતી કે ગરીબ કે મધ્યમ વર્ગનાં લોકોનેસાવ સસ્તામાં મેડીકલ ટ્રીટમેન્ટ મળવી જોઇએ. દુકાને દુકાને ફરીને વેપારીઓ સુખી લોકોને સમજાવીનેદાન લેવાનું શરુ કર્યું .મનમાં એક જ ધુન હતી કે અમરેલીનાં જાણીતા ડોક્ટરોદસ થી ...Read Moreરુપીયા લે છેઉપરથી દવા બહારથી લેવીપડે છે તેમને પાંચ રુપીયામાં દવાકેમન મળે?ધવન સાહેબે આવા ઉમદાકાર્યમાટે રાજકોટ રેડક્રોસ ડીવીઝન ઓફિસને મનાવી લીધી જગુભાઇનું કામ આસાન થઇ ગયું રેડ ક્રોસ સોસાઇટીએ સહુ પ્રથમ ડો.ભાખુભાઇના સહકારથી પહેલુ સર્વોદય દવાખાનુ ખોલ્યુ એગલ્લીનુ નામ કદાચ સગરનો ઢોરો હતુ...પાંચ રુપીયામા ગરીબ તવંગર કોઇને પણ માદગીનુ નિદાનઅને દવા મળવા લાગી...તેમા પણ બહુ જ ગરીબને મફત સારવાર મળે
આજે કોમર્સ કોલેજનો પહેલો દિવસ છે...અમે ફસ્ટ ઇયરના સ્ટુડંટો લગભગ પચાસ અને સેકન્ડઇયરના સત્યાવીસ સ્ટુડંન્ટ....પહેલા વરસે બે ક્લાસ ચાલુ થયા હતા.એટલે એ રીતે ચંદ્રકાંત પહેલાબેચના સ્ટુડંટ રહ્યા...અમારો ક્લાસ લેવા સૌ પ્રથમ પુરોહિત સાહેબ આવ્યા ...ઉછળતી જવાની એટલેથોડી થોડી વારે ...Read Moreઉપર ભણાવતા ભણાવતા ઉંચા નીચા થયા કરે...થોડો ગભરાટ થોડોઉત્સાહની સેળભેળ થઇ ગઇ હતી....ત્યાર પછી એક પાંચ ફુટ ચાર ઇંચના ટાલીયા કાળી ફ્રેમનાચશ્માવાળા સાહેબ હાજર થયા..."હું મનોરંજન વૈષ્ણવ ...તમારો ઇંગ્લીશનો પ્રોફેસર....મને ખબર છે કેઇંગ્લીશ સાથે તમને સહુને બારમો ચંદ્ર છે એટલે .....એક મિનિટ...વૈષ્ણવ સાહેબ બારી નજીક ગયાઆગળ પાછળ જોઇ લીધુ...અને માવાની પીચકારી મારીદીધી...પીચકારીના ડાઘવાળા સફેદ રુમાલથીમોઢુ લુછી ...હમ તો હુ કહેતો
આગળના કેટલાક અંકમા જે ભિતિ ચંદ્રકાંતને હતી ,તે થવાનુ છે....એ જ નિયતિ છે.ચંદ્રકાંત તેનાસાથીઓ પાંસે બડાશ હાંકે એ તેને ખુદને જ અટકાવે છે .સતત એમ લાગે છે કે એ આત્મશ્લાઘાછે..છલ નથી ,બનાવટ નથી એક અંશ પણ ખોટો નથી પણ ...Read Moreપોતે જ આપણી સિધ્ધીઓનીવાત કેમ કરી શકાઇ? ચંદ્રકાંતની અંદર જવુ તો પડશે જ...આનો તોડ કરવા....ચાલો...."જો ચંદ્રકાંત,તારી જીંદગીમા કંઇક મેળવ્યુ હોય ,કંઇક હાંસીલ કર્યુ હોય એ તારે કહેવુ તો છે ,પણફરીથી તને તારી જાતને અહંમના છાબડે ચડતી જોવી નથી બરોબર?""હાં .બરાબર.""જો ક્યારે તારી ધજા તું ફરકાવી લે કારણકે જીંદગીએ તને એ સુખના બે ચાર દિવસ જ આપ્યા હતા.પછી સતત તને લોહીઝાણ
જગજીવનબાપા વિદ્યારથીની છાત્રાલય ઉર્ફે ભગીની છાત્રાલયમા એ અહિંસા દાખલ થઇ ત્યારે તેનીમોટીબેન પણ દાખલ થઇ .,અને કોમર્સ કોલેજમાં એડમીશન લીધુ...મધ્યમ વર્ગની અહિંસા રગેઘઉવર્ણની ,ગોળ મોઢુ કબુતર જેવી ગોળ આંખો...નાનકડો નાજુક ચહરો રસીલા હોઠ...સપ્રમાણ બાંધો ...બસ આનાથી વધારે શું વર્ણન ...Read Moreછોકરી.અઠવાડીયામા વીસ પચ્ચીસ ઘાયલો જખમ દેખાડતા ભમરાની જેમ ગુંજારવ કરતા તૈનીચારે તરફ મંડરાતા હતા...પણ એ મીઠા સ્વરની માલીક કીલકીલાટ હસતી સહુ ફુદા પતંગીયાને ફુરરકરતી રહી. પંખીની જેમ હવામા જાણે મુક્ત વિહરતી હતી ...વાત એવી સાંભળી હતી કે બાપ વગરનીએ દિકરી અને તેની મોટી બેન તથા નાનાભાઇને માંએ બહુ સંઘર્ષ કરી ઉછેરલા...મોટી બેન પણ એ જછાત્રલયમા હતી...પણ મારકણી અદાની માલિક નખરાળી
સંધ્યાટાણુ થઇ ગયેલુ એટલે સુરજદાદા ચંદ્રકાંતની મનની સ્થિતિ સમજી શરમાઇને પશ્ચીમનાઆકાશેથી ધરતીમા સમાઇ ગયા....ઝડપથી ચાલતી અહિંસા ચંદ્રકાંતને આંબી ગઇ. તેમા ઝડપનીસાથે તને હાંફ ભરાઇ ગયો...એટલે "એક માનીટ પ્લીઝ "કરતા ધમણની જેમ ચાલતાં શ્વાસને હાંફતીછાતીના ઉંચાનીચા થતા ઉભાર ઉપર આછડતી ...Read Moreકરતાંજ ચંદ્રકાંતને એક ભયનુ લખલખુ પસારથઇ ગયુ...હનુમાન ચાલીસા મનમા ચાલુ થઇ ગયા...હવે આ બાજનો ચંદ્રકાંત શિકાર ન થાય તે માટેઉંડા શ્વાસ લીધા... એક મિનીટ માટે ચંદ્રકાંત અટકી ગયા અહિંસાએ હાથ લંબાવ્યો.ચંદ્રકાંત સ્તબ્ધબની ગયા …આ અહિંસાનો હાથ પકડીશ તો માનસિક રીતે પોતાને ક્યાં સંભાળીશ ?એક વખત આચક્કરમાં પડ્યો તો ???અહિંસાએ પોતાનોફેલાયેલો હાથ પ્રશ્નાર્થમાં ફેરવી નાંખ્યો ..અને બોલવાનુંચાલુ થયુ …”તમારી પાછળ કોઇ
"અહિંસા મારે માંરી આંખોને બંધ રાખવી છે પણ એ શક્ય નથી એટલે મારા મનની બે આંખોને મારે ખોલવી પડશે...તમે મને સદા યાદ રહેશો કે જેમણે મને મારી ઓળખ આપી...પણ મારી સામે જેટલાવિશાળ સપનાઓ છે એનાથી અનેક ગણી વિકરાળ વાસ્તવિકતા ...Read Moreએટલે હું મજબુર કહો કે વિવશછું મને સપના જોવાનો પણ અધિકાર પણ નથી....!!"અહિંસાની આંખમા પણ ચંદ્રકાંતની જેમ આંસુ વહી ગયા..."જુઓ તમારો રસ્તો મારા રસ્તાથી અલગ થાય છે ..આપણે આજ રીતે નજીક નજીક રહીશુ .બસએથી વધુ હું કંહી નહી આપી શંકુ .ગુડ નાઇટ.....બાપનાં ત્રાસથી ત્રાસેલી બન્ને સાવ મધ્યમ વર્ગની એઅંહિંસા ઘસડાતા પગે છાત્રાલય તરફ ઢસડાતી જઇ રહીહતી .ફરી જેણે હાથ પક્ડ્યો
છોકરીને કારણે કેટલા યુધ્ધો ખેલાયા એ યાદ કરુ તો કોલેમાં જ ગૃપ પડી ગયેલા જેમા એકમાં શ્યામલીએકમાં ભૈરવી એમ ભાગ પડી ગયા હતા પણ અમે સાંસ્કૃતિક પ્રવૃતિવાળા આ વિવાદોથી દુર જરહ્યા.હવે કોરસમા ગવાતા ગીત માટે શોધ ચાલતી હતી...અચાનક ચંદ્રકાંત ...Read Moreબપોરે કોલેજ છુટ્યા પછી ચંદ્રકાંત સીધ્ધો રમેશભાઇની ઓફિસે પહોંચી ગયો..."રમેશભાઇ બચાવો..હવે તમે જ ઉગારો ...""એ ચંદુ મજાક નહી કર બોલ શુ ઉપાધી છે..?""અરે રાજકોટ રેડીયો ઉપર યુવક મંડળનો કાર્યક્રમ છે...""હા મને ખબર છે મારો ભેરુ ત્યાં છે શાહ ...""હા પણ એ પ્રોગ્રામમા મારે તમારી એક ટોપ રચનાને સ્વરબધ્ધ કરીને કોરસમા મુકવાની છે .હવે આજેજો તમે ગીત નહી આપો તો ન
એ ગોઝારી રાત્રે અચાનક રાતના બાર વાગે ફોનની રીંગ વાગી...."હલાવ..કોણ જગુભાઇ?તમારીમીલમાં મોટી આગ લાગી છે જલ્દી આવો ..."જગુભાઇની આંખે ચક્કર આવી ગયા..."આગ?જે પી મીલમા?"બસ સ્ટેંડથી ભાગ ભાગ કરીને ઘોડાગાડી લાવી ચંદ્રકાંત જગુભાઇને લઇને ઘોડાગાડી ભગાડતા ગામને વીંધીને સામુદ્રીમાતાના મંદિરપાંસેના ...Read Moreદરવાજાને પાર કર્યો ત્યારે બે નદીની પારજેસીંગપુરાની એ મીલની ભડભડતી આગની લપેટોને જોઇ જગુભાઇનો સાદ ફાટી ગયો..."ઓઇ મારાબાપ...બધુ પતી ગયુ..હશે “મીલના દરવાજે ધોડાગાડી ઉભી રહી ત્યારે બે ગોડાઉનમા ભરેલા હજાર શીંગતેલના ડબ્બાજેસીંગપુરાના જુવાન પટેલોએ ગોડાઉનની પાછલી દિવાલ તોડીને બચાવતા જીવના જોખમે બચાવીનેઉભા હતા..."બાપા બોઇલર ફાટ્યુ હતુ .અંદર કાનજી ને નાનજી હલવાઇ ગયા હતા તેને માંડ કાઢ્યાઆપણા કુવાના પાણીને ઠારવા બહુ
રોલર કોસ્ટર જેવી જીંદગી ઉપર નીચે થયા કરી ...કેટલાયે કૈટુંબિક ઝખમોએ અંદરથી ચંદ્રકાંતનેલોહીઝાણ જેમ કર્યો તેમ તેની કલમ તની અભિવ્યક્તિ ઔર નીખરવા લાગી...રોજ એક આંખમાઆનંદ હોય ને બીજી આંસુબોળ...!!!ત્રણ દિવસના યુથફેસ્ટીવલ માટે ભાવનગર પથિકાશ્રમ પહોંચ્યા ત્યારે વીસ જણની ટીમ ...Read Moreએસ તરીકે ગજેરા હતા...પુરા છ ફુટનો કસાયલ દેહ અને દિલનો સાવ ભોળો અમારો જીગરી યારહતો એ.ભાવનગર ઝોનમા અમારુ નૃત્ય અને નાટક લઇ જવાનુ નક્કી થયુ હતુ .સાલ હતી ૧૯૬૭. સાંજેપથિકાશ્રમમા જમવા બેઠા ત્યારે મહારાજ હેબતાઇ ગયા...!ચંદ્રકાંત અને મનહર ચાર પાંચ રોટલી શાક દાળ ભાતમા ઉભા થઇ ગયા પણ ...ગજેરા જ્યારે ત્રીસરોટલી પછી બોલ્યા "એક હારે બબ્બે ચચ્ચાર મુકોને મહારાજ...અમે પાછળ
અમારી ગ્રીન રુમમાં એન્ટ્રી થઇ ત્યારે શામળદાસના છોકરા છોકરીઓ ઉછળી ઉછળીને "અમેમહીયારા રે ગોકુળ ગામના "જમાવટ કરી રહ્યા હતા અમારા વાળાને કચ્છા ઉપર દોરીબાંધીને તોરણનીજેમ ડાળખા બાંધી દેવામા આવેલા....મોઢા ઉપર કોલસાની ચીરોડીની રેખાઓ તાણી હતી...બધાએકબીજાના મેકઅપમેન હતા...માથા ઉપર કાળા ...Read Moreબાંધેલા તેના ઉપર પણ ડાળખા બંધેલાહતા...અને મોટા મોટા બાંબુ સાથે તમામ "જંગલીઓ"અટ્ટહાસ્ય કરી ટેંપો ઉભો કરતા હતા....હુંબાહુંબા.....અંતે સ્ટજપર કર્ટનકોલ પહેલા સહુને ક્યુ સ્ટેપ ક્યારે કરવાનુ છે તેની ફાઇનલ સુચના આપી ગજેરાએપડદા પાછળથી મોટેથી માઇક ઉપર હુંબા હુંબા કર્યુ...અને પરદો ધીરે ધીરે ખુલ્યો ત્યારે ભાવનગરનીકોલેજવાળાએ હુરીયો બોલાવ્યા ખડખડાટ હસ્યા પણ મેરુતો ડગે જેના મનડા ડગે નહી જેવા મજબુતમનોબળવાળા અમરેલીના વીર જંગલીઓએ
અમારા નાટકનો નવમો નંબર હતો એટલે પહલાં ચાર નાટક જોવાનો લાહવો મળવાનો હતો...લગભગદરેક કોલેજ એવા સરસ નાટકો જેમા દામુ સાંગાણી હોય કે જયંતિ દલાલ કે એવા ઉત્તમ સર્જકોનાનાટકો ભજવવાના હતા ...પહેલુ નાટક શેણી વિજાણંદ ઉપર હતુ શેતલના કાંઠે....સ્ત્રી અને ...Read Moreમુક્ત અભિનય સહુને બહુ પસંદ પડ્યો...પછી એક ફારસ દામુ સાંગાણીનુ હતુ...એમ ભવકોનીવાહ વાહ વચ્ચે ચાર નાટક પુરા કરી કોમર્સની ટીમ ઉભી થઇ ગ્રીન રુમની પાછળ સેટ સજ્જામેકઅપનો સામાન લઇ પહોંચી ગઇ હતી...અમારા મહાબલી ગજેરા નનકુ ઝાલાવાડીયા અને બાકીનાવિઠુ ગોકળ સહાય માટે તૈયાર ઉભા હતા...મનહર ડાયલોગ ઉપર છેલ્લી નજર મારી રહ્યા હતા..ઢાઢાંઉર્ફે રુપેશ નાણાવટી આમેય ચીંધ્યુ કરવા વાળો પાત્રમા બરોબર બેસતો
ફરીથી "કનૈયાની કાલ ગઇ અને આવતી "લઇનેભાવનગર ઝોનમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનીફાઇનલમાં ગયા ત્યારે એજ નાટકના સહાયક અભિનેતા તરીકે ચંદ્રકાતને આખી યુનિવર્સીટીમાઅભિનય માટે પ્રથમ આવ્યા .ત્યારે ફરીથી કોલેજમા સન્માન થયુ અને ચંદ્રકાંતના માનમા કોલેજમાંફરીથી રજા પડી...આ વાતથી ચંદ્રકાંતમાં પહેલી વખત સેલ્ફ ...Read Moreવધ્યો....પછીના વરસોમા પણ એક પાત્રીયઅભિનય કે નાટકોમા કોલેજ કાળમા મન ભરીને માણ્યો પણ ચંદ્રકાંતની હાલત એવી હતી કે એકબાજુ મનગમતી પ્રવૃતિઓથી મન આનંદિત રહેતુ હતુ પણ જગુભાઇ તમામ આર્થિક ઉપાર્જનની પ્રવૃતિથી નિવૃત થવાની ઝીદ પકડી બેઠા હતા.નાસીપાસ થઇ ગયા હતા ,હિમ્મત હારી ગયાહતા.બપોરે દુકાનમાંકોઇનહોતું ત્યારે નાનાભાઇ પાંસે જગુભાઇએ પેટછુટ્ટી વાત શરુ કરી."જે રીતે આ મિલની આગ લાગી અને ખલાસ થઇ
એ દિવસે સાંજે મનહર ને સમચાર મળ્યા કે જગુકાકાને સિવિલમા દાખલ કર્યા છેએટલે એ ભાગતોઆવ્યો.."ચંદ્રકાંત મને કીધુ પણ નહી?"મારુ ઘર સાવ નજીક છે જે જોઇએ તે મંગાવી લે જે...સવારનાચા નાસ્તો હું લઇને આવીશ...પછી જમવાનુ ગોઠવીએ....""મનહર મારા નાનાકાકાને બહુ જ ...Read Moreલાગી ગયો છે એટલે કાકી કાકા કહે પછી તને કહીશ પણમારી સાથે ચાલ જરા લેબોરેટરીમાં જવાનુ છે રીપોર્ટ લેવા..."લેબ આસીસ્ટંટે બબડતા કહ્યુ કે "કાકાને કદાચ બ્લડની બહુ જરુર પડશે અને ક્યાંથી કાઢવુ બીપોઝીટીવ લોહી..?""તમે ચિંતા ન કરો ભાઇ અમારુ ગૃપ બહુ મોટુ છે કાલે તમારી તૈયારી રાખજો કે કેટલી બોટલ રોજજોઇશે?"મનહર.."ચંદ્રકાંત તુ બિલકુલ બે ફિકર થઇજા...બધી વ્યવસ્થા થઇ જશે..."જગુકાકાને મળીનેમનહરે
દસ દિવસ પછી જગુભાઇને લઇને સહુ પાછા અમરેલી પહોંચ્યા ...ત્યારે પહેલા જગુભાઇની આંખોવરસી પડી...."મારે તારા બધા દોસ્તારોને નાસ્તો ચા પાણી કરાવવા છે...ક્યારે બોલાવીશ..?"બીજે દિવસે કોલેજે ચંદ્રકાંત પહોંચ્યો ત્યારે સહુ મિત્રો ટોળે વળી ગયા..."ચંદુભાઇ જગુબાપા અમારાયબાપુજી છે...""બાપુજી બહુ યાદ કરે ...Read Moreકાલે શનિવાર છે એટલે બધા સાંજે આવશોને?""તું ના કહે તોય આવશુ જ" ચંદ્રકાંત તું તો અમારો જીગરી યાર છે.તેરે લીયેતો જાન હાજરી હૈ જાલિમ .. ચંદ્રકાંતને દોસ્તોએ અનરાધાર રડાવી દીધો .………..શનિવારે નવા જોમ અને ઉત્સાહથી વહેલી સવારે સાઇકલ મારી મુકી …હરીભાઇ પેડાવાળાએ ચંદ્રકાંતને રોક્યો …”હેં ચંદુભાઇ તમારા લગ્નનું નક્કી થાય છે ?”“મામા હજી કોલેજમા ભણું છું ને લગન ?મામા મારા
ચંદ્રકાંતની કહાની એવી અજીબ છે કે એક બાજુ ભયાનક આર્થિક સંઘર્ષ ઉભો થવાનો હતો તો બીજીબાજુ તેનુ પોતાનુ ઘડતર થઇ રહ્યુ હતુ...અત્યારે ઉચ્ચ વાંચન રજનિશજી,હરીભાઇના કર્મના સિધ્ધાંતોતો વિનોબાજીનો ગીતા સાર અને સાહિત્ય સ્વામીઓનો સંગ લાગેલો હતો તો બીજીબાજુ હળવે ...Read Moreઆછો રંગ ચડતો જતો હતો....તેના સંસર્ગમા આવેલી કેટલીક યુવતીઓને ચંદ્રકાંત ગમતો હતોતો ચંદ્રકાંતને જે બે કન્યા સ્વપ્નમા આવતી હતી...કોલેજમા સામે મળતી હતી વાતો કરતી હતી હસીમજાક કરતી હતી તે એક યુવતીને ક્યારેય કહી ન શક્યોકે તમે મને ગમો છો તો બીજી ચંદ્રકાંતને ગમતીહતી તેને ચંદ્રકાંતના મોટાભાઇ ગમતા હતા પણ મોટા ભાઇના મોટા સપના હતા .મોટાભાઇની પાછળતેની મોટી બેન લટ્ટુ થતી
નાટક પુરુ થયુ અને પડદો પડ્યો ત્યારે વિનોદ સાયાણી ઉપર સહુમિત્રો તુટી પડ્યા...."કેટલી પચાસગોળીવિનોદીયા તારે છોડવી હતી?"ઠુસ ઠુસ કરતો જ રહ્યો ?"પાછળથી ફટાકડો ન ફુટે ત્યાં સુધી હું એમ સમજીને ગોળી છોડતો હતો કે સાલુ ક્યારેકતો ગોળીછુટશે...."વિનોદે બચાવમાં કહ્યું."ફટકડા ...Read Moreકોણ ગયુ હતુ...?મનહરે મમરો મુક્યો..?""મારા ઘરે લવિંગીયાની લુમ પડી હતી એટલે હું જ લાવ્યો હતો વિનોદને પહેલેથી જ સુતળી બોમ્બકેલક્ષ્મી છાપ મોટા ટેટા બોંબનુ કહેલું પણ એ લવિંગીયાની તડાતડ લઇ આવ્યો હતો જે હવાઈ ગયેલીહતી ....પણ આવી રીતે ફટાકડો ન ફુટે તો સાલુ શું કરવુ એની ગતાગમ ન પડી ઇ તો ચંદ્રકાંતેસાઇલેન્સર ચડાવીને પુરુ કર્યુ...." વિનોદે બચાવ પુરો કર્યો .“તો
ઉદેપુરનો એ મીલીટરી એટેચ કેમ્પ જેમા મીલીટરીમા કેવી કઠોર ટ્રેઇનીંગ આપી જવાનો તૈયાર કરવામાઆવે એ અમારે પણ કરવાનુ હતુ....રાતના ઉદપુર કડકડતી ડીસેમ્બરની ઠંડીમા પહોંચ્યા ત્યારે અંધારુથઇ ગયેલુ.એક મોટા મેદાનમાં તંબુઓ લાગેલા હતા...અમારા દરેક તંબુમા છ જણને માટે લોખંડનાપટ્ટીવાળા પલંગ ...Read Moreનીચે અમારી કીટ રાખવાની હતી સહુ થોડા વધારે જે કંઇ કેશ લાવ્યા હતા તેસીતાપરા સાહેબ પાંસે જમા કરાવી થરથરતા મીલીટરીના જાડા બ્લેંકેટમા પડ્યા હતા ત્યાં સીતાપરાસાહેબે સહુને અંધારામા બોલાવ્યા..."જુઓ છોકરાવ બીજાની માંને.....તમે જલસો કરી લેજો હું બેઠોછુ....સવારે પાંચ વાગે ઉઠાડવા આવીશ...આ લોકો તમારુ તેલ કાઢી નાખશે પણ મારા ઇશારેરહેજો....ભાગો...રોનમા કોઇ આવતુ લાગે છે...સુઇ જાવ..."સવારે એલ્યુમાનીયમના ટંબલરમા ચા મળી....ચંદ્રકાંતે પાણી જેવી
એ દિવસ મિલીટરી એટેચ કેમ્પમા ચંદ્રકાંત મનહર વિનોદ સાયાણી કોટક એવા નાજુક સૈનિકોનેસાંજના સાત વાગે શીયાળાની અંધકાર ભરી સાંજે સીતાપરા સાહેબનો ઇશારો મળ્યો કે આખાશરીરમા ગરમાટો આવી ગયો....જાણે જેલ તોડીને ભાગવાના હોય તેવી ઝણઝણાટી પ્રસરીગઇ...ઉદેપુરની ભયાનક ઠંડીમાં ભયનું લખલખું ...Read Moreથઇ ગયું.રૂંવાડા ઉભા થઇ ગયા .આઝાદીનીલડાઈમાં ભાંગેલાં જેલ તોડેલા અમર શહીદો ક્યાં અને ક્યાં અમે ફિલ્મ જોવા બહાર મસ્તી કરવામીલીટરી કાનુન નો ભંગ કરનાર ચંદ્રકાંત અને સાથીદારો ? પણ એ જુવાનીનાં પાગલપનનાં દિવસોહતા .બસ થોડો સાહસી આનંદ લેવાની ભાવના હતી .એ સમયે સેકન્ડ ક્લાસની થીયેટરની ટીકીટો દસ રુપીયાની હતી અને દસ રુપીયામા પેટ ભરીને નાસ્તોમળવાનો હતો પણ સાહેબે પાંચ વધારે
"જીંદગી હરદમ જુદાઇ...જા તુઝે તડપાયેગી હર નયા મૌસમ પુરાની યાદ લેકર આયેગા..."રેડીયોમાગીત ચાલતુ હતુ.ચંદ્રકાંત અમરેલીના ઘરે મનહર સાથે બી કોમ.ના છેલા પેપર પછી ઉદાસ બેઠાહતા.હવે એ કોઇ મિત્રો ફરી મળવાના કે નહી..?મનહર માટે નોકરીની તલાશ માથા ઉપર તોળાતી હતી.તેમ ...Read Moreહવે આગળ શું?ત્યાં અટકેલા હતા...બાપુજી ઉર્ફે ભાઇએ જુનુ ટ્રેક્ટર લોન ઉપર લઇનેરેતી કંસ્ટ્કશનની સાઇટ ઉપર વેંચવાનુ ચાલુ કરેલુ તેમા એ સમયે એક ફેરામા વીસ રુપીયા બચતાહતા તેવા પાંચ ફેરા કરી રોજના સો રુપીયા કમાણી છે એ જગુભાઇએ વાત મુકી હતી...જયાબેનનેઆવા અમરેલીમાં મારે દિકરાને રાખવો જ નથીની જીદલઇને બેઠા હતા .ચંદ્રકાંત ગમ્મે તે કર પણ આતારા ભાઇના ચક્કરમા અટવાયો તો જીંદગીભર
કાનમા આરતીનો ઢોલ પડઘાતો રહ્યો ...પ્રસાદ આપતી વખતે શીવજીબાપા પુજારી નજીકઆવ્યા..."બેટા કેમ ઉદાસ થઇ ગયો?..."પહેલી વખત શીવજીદાદાનો ભીનો અવાજ સાંભળી ચંદ્રકાંતની આંખોય ભીની થઇ ગઇ..."દાદા હવે ખબર નથી અમારુ ભાગ્ય ક્યાં લખાયુ છે...ભણવાનુ હવે પુરુ થયુ એટલે હવે ચુલ્હે ...Read Moreછે....ત્યારે ભગવાન દત્તાત્રય નહી ભુલી શકીયે ...શીવજી દાદાનો આશિર્વાદ દેતો હાથમાથા ઉપર નહી હોય...હશે ધોમધખતો તાપ...બળબળતી લુ .જો બેટા નિંભાડાની આગથી જ માટલાબને એમ આગળની જીંદગીની સફરમાં તમને સહુને ભગવાનના આશિર્વાદથી મંઝીલ મળી જશે...કર્મકરતા રહેજો...હાર નહી માનતા...મારા ખુબ આશિર્વાદ...લ્યો આજે ટોપરાને ગોળનો પ્રસાદ ખાવ સદાસુખી રહો..."ત્રણેય જણા દાદાને પગે પડ્યા...અને ઢળતી સાંજના એકબીજાના હાથભીડીને મંદિરને ઓટલે કેટલીયેવાર બેસી રહ્યા...એ સાંજ
આજે સાબુખાનામાં ચંદ્રકાંતે લીંબોળીના કડવા તેલની સુગંધ વચ્ચે તાવડામાં ઉકળતા તેલમા કેવીરીતે કોસ્ટીક સોડા કેટલા પ્રમાણમા નાખવુ અને કેવી રીતે ઝારાને હલાવતા રહેવાનુ એ શીખતી વખતેએક મોટા રુમની સાઇઝના તાવડા નીચે સળગતા લાકડાની આંચ વચ્ચે વિશાળ ચુલ્હાની બાજુમાંગોઠવાઇને કામ ...Read Moreકર્યુ....કલાક પછી એ ઠંડા પડેલા એ મિશ્રણને મોટી ચોકીઓમા ઢાળવાનુ હતુ...બીજે દિવસે સવારે તેને કાપવાનુ પછી પ્રેસ મશીનમાં અને ગોટા મશીનમા એ લીલ્લા સાબુનેબીબામા પ્રેસ કરી બોક્સમા ભરવાનુ એમ આખી મેન્યુફેક્ચરીંગ પ્રોસેસ જોઇ અને સમજીલીધી....પંદર દિવસમા ધવલ સાબુની બ્રાંડનો લીમડા સાબુ રેપરમા પેક કરી ભાણીયાબાપાને કહ્યુ"બાપા,ભણ્યા તેનાથી સાવ અલગ આ જીંદગી છે .મહેનતની બહુ મજા માણી .બાપા આ નોટબુકમાબધા માપ
મેનહટન ઇનસ્ટીટ્યુટમા પાંચસો રુપીયાનુ મનીઓર્ડર કરવામા આવ્યુ ત્યારે નક્કી થઇ ગયું હતુ કે હવેસાબુનુ કારખાનુ અને અમરેલીની કહાની પુરી થવાની હતી...આ વાતથી જયાબહેન બહુ ખુશ હતા...તેમની આંખોમાં મુંબઇના સપનાઓ તરતા હતા "ન કરે નારાયણ અને મારો ચંદ્રકાંત ફસ્ટ ક્લાસપાસ ...Read Moreતેને મુંબઇ નોકરી મળે એટલે આ અમરેલાથી છુટકો થાય...."જે જન્મભુમિ ચંદ્રકાંતના હરશ્વાસમા ધબકતી હતી તેને જયાબેનની અટલી બધી નફરત કેમ...? ચંદ્રકાંત કુટુંબ કલહથી વાજઆવીને કરતા આ મારા ચંદ્રકાંતનુ ભવિશ્ય સુધરી જાય એ એક માત્ર ધ્યેય હતુ...એ ચંદ્રકાંતનેપાછળથી સમજાયુ...જયાબેનને અમરેલીમા ચંદ્રકાંતનુ ભવિશ્ય શું ?એવાત ફરી ફરી કેમ કરતી હતા.પણ બરાબર પંદરમે દિવસે પોસ્ટમેન મોટુ કવર આપી ગયો...રજીસ્ટર્ડ પોસ્ટ હતી...ચંદ્રકાંતે થડકાટસાથે કવરની
મનહરના અમરેલીના ઘરમા બેસીને ધરાઇને ઢોકળા ખાતી વખતે ચંદ્રકાંતની આંખમા આંસુ હતા,મનહરની આંખો પણ સજળ હતી...બન્નેને ખબર હતી કે અમરેલી સાથેના અંજળપાણી ખુટી ગયાહતા...ફરી આ નગર મળે ન મળે એવું યે નહોતુ …હવે પાક્કા થઇ ગયું હતું કે આ ...Read Moreતેને નથીમળવાનું.વિધિની કેવી વિચિત્રતા કે મોટાભાઇને પણ અમરેલીએ ભરપૂર પ્રેમ કરેલો ઇજ્જત આપેલીપણ તેને અમરેલીથી નફરત થઇ ગઇ હતી ને ચંદ્રકાંતે રડી રડીને આ અમરેલીને પોતાની કરેલી તને જઅમરેલી છોડવાની હતી .હવે ટાવરનાં ચોકમાં અમરેલી ગમના રાહડા લેતા રમેશ પારેખ ક્યારેય નહીમળે .હવે અકારણ ચંદ્રકાંત બાકી બચેલા સમયના ટુકડાને રસભરીને માણવા મરણીયા પ્રયાસમાહતા...આખા અમરેલીને આંખોમા ભરીને છેલ્લું છેલ્લું પીવું હતુ....કોને
કદાચ સોમનાથ એક્સપ્રેસ નામ હતુ એ આગગાડીનુ....સાંજના સાતને ત્રીસનો ગાડી આવવાનો અનેસાતને પીસ્તાલીસનો ઉપડવાનો ટાઇમ....પંદર મીનીટમાં આખુ અમરેલી ઉંચકીને લઇ જવાની હતી એઆગગાડી...જે પ્લેટફોર્મ ઉપર નાનકડી રચના ચંદ્રકાંતે લખી હતી તે યાદ આવી ગઇ...."છેલ્લો ડબ્બોટ્રેનનો પસાર થઇ ગયો ..હવે ...Read Moreપ્લેટફોર્મ અને લીમડો..."એ લખેલી કવિતા સાર્થક થઇ રહી હતી .એ બાંકડા ઉપર બેસીને લખેલી રચના...એ રમેશની ચશ્મેરી નજર અને મોઢામા ભરેલ પાનનીપીચકારી..."બસ ચંદુ આ એકજ અટલુ જ મોકલ....કવિતામા..."નજર સામે તરવરતુ હતુ...ધસ ધસકરતી આગગાડી ઉની ઉની આગ ઓકતી ચીસ પાડતી કાળી ડિબાંગ દુરથી ધસમસતી આવતીજોઇને સહુ મિત્રોને થડકો પડી ગયો..."લ્યો આવી ગઇ ચંદ્રકાંત..."જગુબાપા એ બગીચાનાં બાંકડે બેસીને સમયની રાહ જોતા હતા...મનહર
પોતાના પલંગ ઉપર બેસવાને બદલે ચંદ્રકાંતના પલંગ ઉપર એકદમ નજીક આવી દિલીપ સોનીબેઠા...એમની બગલની લાંબી કેશ ઘટાઓમાંથી મઘમઘતો પરસેવો ફેલાયો..." સોની પાણી આવેછે એટલે નાહી લ્યો...""યાર એ પછી પહેલા કહો કોઇ છોકરીએ એડમીશન લીધુ છે...?સાલુ મજ્જા આવી જાય "કહી ...Read Moreઆંટી મારી ચંદ્રકાંત સામે એક આંખ મિચકારી.....કપાળ ઉપર સ્વામિનારાયણનો મોટો ટીકોકરેલો હતો....!!! "યાર આમ ધારી ધારીને શું જોવાનુ? સવારે પુજા કરીને જ નિકળ્યો છું ""સૌની...!!!ટીકો કપાળ ઉપર હોય ત્યાં સુધી મજા નૈ લૈવાની હં કે.. બાકી તમારે કલાસમા તો મને નથીલાગતુ કે છોકરી મળે એટલે હનમાન ચાલીસા જ કરવા પડશે...ચાલો બહાર ગેલેરીમા જરા ઠંડી હવાખાઇએ...કહી સૌનીની ગંધથી છુટવા ગેલેરીનો દરવાજો
સુંઠને ગાંગડે ગાંધી ન થવાય એ કહેવત ચંદ્રકાંતે ખોટી પાડી છે. આ સોની ઉર્ફે સૌનીને જોયા તેનુસમળી જેવુ નાંક જોયુ ત્યારે સુંઠના ગાંગડાવાળા ચંદ્રકાંતે હસ્તરેખા સામુદ્રીકમ ના પોતાનાઅભ્યાસથી સમજી લીધેલુ કે આ કેટી સૌની બડા શીકારી હૈ...આ સમળી જેવુ ...Read Moreશિકાર કરતુહશે...!!એ અલગ વાત છે કે ચંદ્રકાંત અટલા મોટા ફેસ રીડર હોવાનો દાવો કરતા હતા પણ જીંદગીમાએમણે આવા ભોળા ચહેરા જોઇને ધોખા ખાધા છે એટલે જ અવારનવાર ભગવાન દાદાનુ ગીત યાદઆજે પણ કરે છે..."ભોલી સુરત દિલકે ખોટે...નામ બડે ઔર દર્શન ખોટે...."એટલે સાવ સીધા લાગતાલોકોએ એવી લપડાક ચંદ્રકાંતને મારી છે કે એ જીંદગીભર કોઇનોય હવે ભરોસો કરતા નથી........અરવિંદભાઇને સૌની ઢસડીને ગેલેરીમા
"સૌની તમારુ નાંકતો સમળી જેવુ છે તેમ હસ્તરેખા સામુદ્રીકમ કહે છે પણ તમેતો આંખથી ચકરાવાલેતા હતા...જુઓ હજી ચકળવકળ ફરે છે....બાબુ ધીરજના ફળ મીઠા ચંદ્રકાંતે કે ટી સોનીની હથેળીતપાસતા શરુ કર્યું તમારી હથેળી બહુ નરમ છે આંગળીઓ પાતળી અને નરમ ...Read Moreતમારો શુક્રનો પહાડ બહુ સરસ છેએટલે સ્ત્રીથી આકર્ષણ કાયમ રહે ““હા યાર તમે બરાબર કહ્યું સંધવી ,કોલેજમા મારા આ જ હાલ હતા . આ છોકરીઓને જોઇ જોઇનેચશ્મા આવી ગયા એક સરસ બ્રાહ્મણ છોકરી પટી પણ ગયેલી પણ યાર આપણે તો હાથફેરો કરવોહતો તેને લગ્ન કરવા હતા પણ બાપુજીતો ક્લાર્ક અને નાનોભાઇ બેન એટલે ઘરમા કાયમ પૈસાનીમારામારી રહે જ્યારે છોકરીનો બાપ