An innocent love - Novels
by Dhruti Mehta અસમંજસ
in
Gujarati Novel Episodes
કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ ...Read Moreએક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...."
થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો.
"અરે આ શું થયું તને?" કહેતો રાઘવ હાંફળો ફાંફળો થતો સુમનની કોમળ આંગળી પરથી ટપકતા લોહીની ટસર રોકવા તેને પોતાના મોમાં મૂકી દે છે..
પછી વહાલથી એના નાના નાના હાથોથી નાનકડી સુમનની આંખોમાંથી નીકળતા આંસુઓને રોકતા પોતે પણ રડી પડે છે.
કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ ...Read Moreએક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...." થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો. "અરે આ શું
પાછળના ભાગમાં આપણે જોયું કે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસેલું પણ સુવિકસિત ગામ વીરપુર જેમાં ત્યાંના સરપંચ મનોહર ભાઈ નો ખૂબ મોટો ફાળો રહેલ હતો. એમના મોટા કુટુંબની કિલકારીઓ વચ્ચે બે નિર્દોષ બાળકોની નાનપણની દોસ્તી પાંગરી રહી હતી..હવે આગળ.............. ...Read Moreલંગોટીયો મિત્ર કાનજી, બન્ને એકજ ગામમાં સાથેજ મોટા થયા. મનોહરભાઈની તુલનામાં કાનજીભાઈનું ખોરડું થોડું ઉતરતું ગણાતું પણ બંનેની આં નાણાકીય અસમાનતા ક્યારેય એમની મિત્રતાની વચ્ચે નહોતી આવી. કાનજીભાઈનાં પિતા સામાન્ય ખેત કામદાર હતા પણ કાનજીભાઈની આવડત અને ખંતથી એમની પરિસ્થિતિ થોડી સારી બની હતી જેથી એમણે પોતાનાં નાના ભાઈને શહેરમાં ભણવા મોકલ્યો હતો. ભણીગણીને સારી નોકરી લગતાજ તેણે ત્યાંની જ
પાછળના ભાગમાં આપણે જોયું કે કાનજીભાઈની પત્ની રમા પોતાની દીકરીને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે. સંજોગોના આવા કપરા સમયમાં કોણ કોને દિલાસો આપે? બંને ભાઈબંધ તો પોતાના દુખમાં ગરકાવ હતા, પણ મમતા બહેને માની મમતા માટે વિલખતી નાની ...Read Moreઉંચકીને પોતાની છાતીએ વળગાડી લીધી. જન્મતાજ માનો ઓછાયો ગુમાવનાર બાળકી પણ જાણે સમજી ગઈ હોય એમ પોતાની આ પાલક માતાને અપનાવી લેતા એમના પાલવમાં સમેટાઇ ને ખુશીથી કિલકારી કરી રહી. આખી હોસ્પિટલ માનવતાના આં નજારાને ભીની આંખોથી વધાવી રહી હતી. હવે આગળ............ કાનજીભાઈ અને રમા બહેનની તે એકલૌતી દીકરી એટલે સુમન. કાનજીભાઈના માતા પિતા પણ આ દુનિયામાં રહ્યા નહોતા અને
જ્યારથી સુમન એના ઘરમાં આવી ત્યારથી જ પોતાની માની સાથે સાથે બે વર્ષના રાઘવે પણ સુમનની નાની નાની જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘરમાં પોતાનાથી પણ નાનું બાળક આવતા રાઘવ જાણે ખૂબ મોટો થઇ ગયો હોય એવું વર્તન કરતો, તે ...Read Moreદિવસ સુમનની આગળ પાછળ ફર્યા કરતો અને પોતાની માને આં બાળકીને સાચવતા નીરખ્યા કરતો. ક્યારેક નાનકડી બાળકીને હસતી જોઈ તે ગેલમા આવી જતો તો ક્યારેક એને રડતી જોઈ ગભરાઈ જતો. પણ તેની આસપાસ મા સિવાય કોઈને જલ્દી ફરકવા પણ દેતો નહિ, જાણે નાનપણથીજ એના પ્રત્યે રાઘવને પોતાનું માલિકી પણું અનુભવાતું હતું. રાઘવ માટે નાનકડી આં પરી એના માટેજ આં ધરતી
પાછળના ભાગમાં આપણે જોયું કે.......રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી. પોતાની સુમીને હસતી જોઈ રાઘવ પણ હસી પડ્યો. અને સુમનના ગાલ પોતાના ...Read Moreહાથોથી પસવારતા બોલ્યો, ચાલ તને સરસ પટ્ટી લગાવી આપું અને તે સાથેજ રાઘવ સુમનને ખેંચતો એને ઘરે લઈ જવા ઊભો થયો. એક તરફ જાણે પરાણે ખેંચાતી જતી હોય એમ સુમન પોતાનો હાથ રાઘવના હાથોની પકડ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ બંનેની આવી બાળસહજ મસ્તીને સૂરજ પોતાની આંખોમાં સમાવતાં જતો આથમી રહ્યો હતો.હવે આગળ........અરે રાઘવ આમ આખું
ખૂબ બધી જેહમત બાદ સુમનની આંગળી પર પાટો લગાઈ ગયો, પણ તે જોઈ બધા લોકો અત્યાર સુધી રોકી રાખેલ હસવું રોકી શક્યા નહિ, ને બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. આંગળીથી શરૂ થતો પાટો છેક સુમનની કોણી સુધી પહોંચી ગયો ...Read Moreજાણે કોઈ પ્લાસ્ટર કરેલું હોય. સુમન અને રાઘવને બધાના હાસ્યનું કારણ સમજાઈ નહોતું રહ્યું પણ બંને આખરે એમનુ અભિયાન પૂર્ણ થતાં એમની મસ્તીમા મસ્ત બની ફરી પાછા રમવા નીકળી પડ્યા. આમજ સુમન ઘણી વખત રાઘવના લાડ પ્રેમ મેળવવા નાના મોટા નાટક કરતી રહેતી, વાગવું તો ખાલી બહાનું હતું, ખરું કારણ તો બસ રાઘવની સરભરા પામવી હતી. રાઘવની આવી મીઠી કાળજીમાં
પાછળના ભાગમાં આપણે જોયું કે... "મા.... મા, મારી ઢીંગલી મારી રાધા મને મળી નથી રહી, મે બધે શોધી લીધું પણ તે ક્યાંય નથી મળી રહી", શાંત થતાં મીરા આખરે બોલી. "અરેરે...હે ભોળાનાથ, તું એના માટે ક્યારની દુઃખી થતી હતી ...Read Moreઆટલા કિંમતી આંસુ વેડફી રહી હતી? અરે મારી ઢીંગલી, તારી એ રાધા ક્યાંય નથી ખોવાણી એતો એકદમ સહીસલામત છે", બોલતા બોલતા મમતા બહેન હસી પડ્યા. હવે આગળ............. "પણ મા, તો એ મને મળતી કેમ નથી, ક્યાં છે એ, તારી પાસે છે? લાવ મને જલ્દી જલ્દી આપ, મારે મારી બહેનપણીઓ સાથે રમવા જાવું છે." એકી શ્વાસે બોલતા મીરા મમતા બહેન ઉપર
"લાય આપ મારી રાધા મને પાછી. આ મારી ઢીંગલી છે, અને મને પૂછ્યા જાણ્યા વિના તમે લોકો આને કેવી રીતે અહી લઈ આવ્યા?"આવીને સીધાજ સુમનના હાથમાંથી પોતાની ઢીંગલી જાણે ઝૂંટવતાં મીરા ગુસ્સે થતી બોલી."પણ મીરા દીદી આતો મને મમ્મીએ ...Read Moreઆપી હતી", પોતાનો પક્ષ રાખતો રાઘવ વચ્ચે આવી પડ્યો."હા તો શું થયું? આ મારી ઢીંગલી છે, તમારે લોકોએ મને પૂછવું જોઈએ, વળી આતો મને હમણાજ મારી બર્થડે ઉપર મળી છે માટે આ મારી ખુબજ ફેવરીટ ઢીંગલી છે, હું કોઈને અડકવા પણ ન દઉં, અને તમે લોકોતો એને ઉપાડીને અહીં લઈ આવ્યા સીધી. આવું હું જરાપણ ન ચલાવી લઉં, હવે પછી
પાછળના ભાગમાં આપણે જોયું કે..."સારું સારું, હુ એના માટે સરસ મજાની ઢીંગલી બનાવી આપીશ, હવે ખુશ બધા?" મમતા બહેન મીરાને પોતાની તરફ ખેંચતા બોલ્યા પણ આ વાતથી મીરા જાણે વધારે ચિડાઈ હોય એમ ત્યાંથી ગુસ્સે થતી પોતાના રૂમમાં જઈ ...Read Moreગઈ.અને રાઘવ તો ખુશ થતો આ સમાચાર સુમીને બતાવી એના હોઠો પર ફરી મુસ્કાન આવશે એમ વિચારતો એના ઘરે દોડી ગયો.આમજ ક્યારેક લડતા ઝગડતા તો ક્યારેક હળીમળીને રમતા ભાઈ બહેનનો પ્રેમ કઈ અલગજ હોય છે.હવે આગળ.............કહેવાય છે કે શાળા બાળકના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે અને શિક્ષકએ બીજી માની ગરજ સારે છે. મા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે, જ્યારે શિક્ષક
"અરે મારી ઢીંગલી આજેતો ખૂબ રૂપાળી લાગી રહી છે ને કંઈ", એમ બોલતી મીરા સુમનના ગાલ ખેંચવા લાગી, પોતાના વખાણ સાંભળીને ખીલ ખીલ હસતી સુમનના દાડમની હારમાળા રચાઈ હોય તેવા સફેદ દુધિયા દાંત ચમકી ઉઠયા."હાસ્તો મીરા દીદી આજેતો હું ...Read Moreતમારા બધાની સાથે મોટી બધી સ્કૂલમાં આવવાની એટલે જલ્દી ઊઠી તૈયાર થઈ ગઈ", આટલું બોલતા બોલતાં જ સુમનની આંખો જાણે ચમકી રહી.સુમી બે ચોટલીવાળી, સુમી બે ચોટલી વાળી, બોલતો કિશોર પણ આજે સુમનને ખીજવવાના પૂરા મૂડમાં હતો. તે સુમનની બંને ચોટલીઓ પકડવા ગયો પણ તે પહેલાં જ સુમન ભાગવા લાગી અને સામેના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળતા રાઘવ સાથે અથડાઈ
પાછળના ભાગમાં આપણે જોયું કે...મમતા બહેને બધાના નાસ્તાના ડબ્બા પણ પેક કરી રાખ્યા હતા. પાછળ ભરાવેલી સ્કૂલબેગ, ગળે વોટરબેગ લટકાવેલ અને સાથે આજે એક નવા સદસ્યની સાથે આં ટોળકી ઉત્સાહથી સ્કૂલની વાટે નીકળી.હવે આગળ........ચારેયની ટોળકીને સ્કૂલે જવા નીકળતા જોઈ ...Read Moreસુમનનો હાથ પકડી બોલ્યા, ચાલ હું તને સ્કૂલ મૂકી જાઉં દીકરી આજે તારો નવી સ્કૂલમાં પહેલો દિવસ છે ને એટલે આજેતો હું તને મારી સાઇકલ ઉપર બેસાડીને લઈ જઈશ. આ સાંભળતાજ રાઘવે તરત એમના હાથમાંથી સુમનનો હાથ ખેંચી પોતે પકડી લીધો."અરે મોટા કાકા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હો, હું છું ને, હું મારી સુમીનું ધ્યાન રાખીશ અને એને
રાઘવ પણ આજે ખુબજ ખુશ થતો સુમનને લઇ અહીંથી તહી દોડી આખી સ્કૂલ ફરી ફરીને બતાવી રહ્યો હતો, જાણે એને એકજ દિવસમાં આખી સ્કૂલ બતાવી દેવી હતી. સ્કૂલમાં આવતા જતા બીજા બાળકો અને ટીચર્સ નાનકડી એવી પરી જેવી લાગતી ...Read Moreઅપલક જોઈ રહેતા, અને ઘડીભર એની ચહેકાટને જોવા થંભી જતાં. રાઘવ પણ તે બધાને "આં મારી સુમી છે, તે પણ આજથી આપણી સ્કૂલમાં ભણવા આવશે" કહી ને સુમનને બધાની સાથે હરખભેર મળાવતો હતો.સૌ પ્રથમનો બેલ વાગતા બધા બાળકો લાઈન બનાવીને વચ્ચેના મેદાનમાં પ્રાર્થના માટે સિસ્તબદ્ધ લાઇનમાં બેસી ગયા. મેદાનની વચ્ચે બનાવેલ મંચ પર બધા શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલ બિરાજમાન હતા.
પાછળના ભાગમાં આપણે જોયું કે... ક્લાસમાં પ્રવેશતાં જ સુમન જાણે આભી જ બની ગઈ. નાની નાની સાઇઝની બે જણા બેસી શકે તેવી, ક્યાંક કાર્ટૂન તો ક્યાંક એક, બે, ત્રણ જેવા આંકડા તો ક્યાંક A,B,C,D નાં ચિત્રો દોરેલ સુંદર મજાની ...Read Moreહતી. રાઘવ એને ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડીને પોતાના ક્લાસમાં જવા માટે જેવો બહાર નીકળવા ગયો એવીજ સુમન પણ એની પાછળ પાછળ ક્લાસની બહાર નીકળી ગઈ. હવે આગળ........ રાઘવ હજુ સુમનના ક્લાસમાથી બહાર નીકળ્યો ત્યાંજ કોઈ એની બેગ ખેંચતું હોય એવો આભાસ થતા તે પાછળ ફર્યો અને જોયું તો સુમન એની બેગ પકડી એની પાછળ પાછળ ચાલી રહી હતી. "અરે
પાછળના ભાગમાં આપણે જોયું કે...હવે પેલા છોકરાને આમ મોટેથી રડતો જોઈ આખા ક્લાસનાં બાળકોનું ધ્યાન તેના તરફ ગયું. રાઘવ તે બધા કરતાં બે વર્ષ મોટો ભલે પણ તેય એટલો મોટો નહોતો કે આવી પરિસ્થિતિમાં કેવીરીતે પ્રતિક્રિયા આપવી. હવે આ ...Read Moreતે પણ મૂંઝાઈ ગયો હતો. પણ તેણે સુમનને આમ કોઈ ઉપર હસવું ન જોઈએ એમ સમજાવી માંડ માંડ શાંત કરી અને ચૂપચાપ પોતાની સાથે બેસવા માટે કહ્યું.હવે આગળ...થોડો સમય વીત્યો વળી પાછી સુમન ને ચટપટી ઉપડી, તે અહી તહી નજરો ફેરવવા લાગી. ત્યાજ એની આંખો સામેની બેન્ચ ઉપર બેસેલી છોકરીને જોઇને ચમકી ઉઠી. પણ તે છોકરીનું ધ્યાન સુમન તરફ નહિ
પાછળના ભાગમાં આપણે જોયું કે...બધાને પોતાની આસપાસ વીંટળાઈ વળેલા જોઈ સુમન વધારે હરખાઈ ગઈ અને ઢીંગલીની રમત રમવા માટે બધાને સજ્જ કરી રહી. થોડી વાર પહેલા એકદમ શાંત લાગતો ક્લાસ બધાના શોરબકોર થી ગુંજી ઉઠ્યો."અરે બાળકો ચૂપ થઈ જાઓ ...Read Moreબધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો" બધાનું ધ્યાન રમતમાં ભંગ પાડનાર અવાજ તરફ ગયું, ત્યાં ક્લાસના દરવાજાની વચ્ચે ક્લાસ ટીચર ને ઉભેલા જોઈ ક્લાસ માં સોપો પડી ગયો.હવે આગળ.......પહેલીવાર ક્લાસમાં બાળકોના રડવાની જગ્યાએ આજે પહેલા ધોરણના નવા આવેલા બાળકોમાં મસ્તી ચાલી રહી હતી. ક્લાસ માં પ્રવેશતા જ બધા બાળકોને એક જગ્યાએ ટોળે વળેલા જોઈ વંદના બહેનને આજે ખૂબ આશ્ચર્ય થયું.
પાછળના ભાગમાં આપણે જોયું કે...રડતી સુમન પળભરમાં જ હસી ઊઠી અને ગેલમાં આવી તેણે વંદના બહેનને એક મીઠી બકી ભરી લીધી. તે સાથેજ વંદના બહેનને મા વગરની આં નાનકડી પરી જેવી ઢીંગલી પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેમણે ...Read Moreગળે વળગાડી દીધી.પ્રથમ દિવસ હોવાથી આજે બાળકોને ખાસ ભણાવવામાં ન આવ્યું, વંદના બહેને ફક્ત બધા બાળકોને વારાફરથી પોતપોતાના નામ અને કોને શું શોખ છે તે જણાવવા માટે કહ્યું. બધા બાળકો એક પછી એક ઊભા થઈ પોતાનું નામ અને પોતાને શું ગમે છે તે આવડે એવા શબ્દોમાં કહેવા લાગ્યા.હવે આગળ.......રિસેસનો બેલ પડતા બધા બાળકો પોતાનો લંચ બોક્સ લઈને ક્લાસની બહાર નીકળી
પાછળના ભાગમાં આપણે જોયું કે..."શું તમે પણ કાનજીભાઈ, નાની છોકરીને ક્યાં ગભરાવો છો. હજુ તો એ નાની ઢીંગલી છે અને તમે એને મોટી કરી દેવાની વાતો કરો છો. મારી ઢીંગલી તો મારી પાસે જ રહેશે" ફરી એકવાર માસૂમ સુમનની ...Read Moreઆવતા મમતા બહેને સુમનના ગાલ પર એક નાનકડી બચી ભરી લીધી. તે જોઈને ખુશ થતી સુમન પણ એમને વળગી પડી બંનેના વચ્ચે રહેલ વહાલને જોઈ કોઈ પણ એમ જ સમજે જાણે સગ્ગા મા દીકરી. તે દિવસે સુમન મમતા બહેનની પાસે જ સૂઈ ગઈ અને મોડે સુધી આખા દિવસમાં સ્કૂલમાં કરેલી મસ્તીના કિસ્સા મમતા બહેનને સંભળાવતી રહી.હવે આગળ......."મા હું તારી દીકરી
પાછળના ભાગમાં આપણે જોયું કે...મીરાના માથે હાથ ફેરવતા ફેરવતા જાણે એમને પોતાનું નાનપણ યાદ આવી ગયું. પોતે પણ તો મા વગર મામીની રહેમ નજર હેઠળ ઉછર્યા હતા. એમની મામી એવી હતી કે મામા કંસને પણ સારો કહેવડાવે તેવી મળી ...Read Moreજ એમને મા વિનાની સુમન પ્રત્યે વધારે લગાવ હતો, પોતે નાનપણમાં મા વગર જે મુશ્કેલીઓ સહન કરી હતી, તે નહોતા ઈચ્છતા કે સુમન પણ તે પરિસ્થિતિમાથી પસાર થાય અને બાળપણમાં પોતાની જેમ એની પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય. રાઘવ અને સુમનને સાથે જોઈ એમની આંખોને ઠંડક મળતી.એમને નાની ઉંમરમાં જ મનોહર ભાઈ સાથે પરણાવી દેવામાં આવ્યા હતા, પણ નાની ઉંમરે
પાછળના ભાગમાં આપણે જોયું કે... "હા હા હા, કેવા અથડાયા બધા, મજા પડી" જોર જોરથી આવતા હસવાના અવાજ તરફ બધાનું ધ્યાન ગયું. જોયું તો સુમન ઊભી ઊભી હસી રહી હતી અને તાંળી પાડી કુદી રહી હતી, એને જોઈ રાઘવ, ...Read Moreઅને કિશોર પણ હસી પડ્યા. "ચાલો ચાલો, હવે તૈયાર થઈ જાઓ જલ્દી, સ્કૂલ જવા માટે મોડું થઈ જશે", મમતા બહેન છણકો કરતા બધાને બોલ્યા. અને બઘા ફરી કોણ પહેલા સ્કૂલ જવા માટે તૈયાર થાય છે તે માટે ઝઘડવા લાગ્યા. આખરે ચારેય બાળકો આગલા દિવસની જેમજ તૈયાર થઈ સ્કૂલ જવા નીકળ્યા. રસ્તામાં એમની પાસેથી પસાર થતા કેટલાક છોકરાંઓ જે રાઘવના ક્લાસમાં
પાછળના ભાગમાં આપણે જોયું કે...કઈક આવી જ લાગણી મીરાને પોતાના નાના ભાઈ રાઘવ પ્રત્યે હતી. તે નાનો છે વળી ભોળો અને ખૂબ મળતાવડો હોવાથી કોઈ એનો ફાયદો ન ઉઠાવી જાય એનું તે ખાસ ધ્યાન રાખતી. એટલેજ કદાચ મીરાના નાનકડા ...Read Moreસુમન પ્રત્યે ક્યાંક ને ક્યાંક છૂપી ઈર્ષાની કુંપણ ફૂટી રહી હતી. મીરાનું માનવું એવું હતું કે રાઘવ સુમનનું વધારે પડતું જ ધ્યાન રાખે છે, જ્યારે પોતાની તરફ જરા પણ ધ્યાન નહોતો આપતો. સુમન માટે મા તો છે પછી ઘરના બીજા બધા અને ખાસ રાઘવને હવે સુમનનુ વધારે પડતું ધ્યાન રાખવું અને આળપંપાળ કરવાની જરૂર નથી. સુમન તેને ગમતી નહોતી એવું
પાછળના ભાગમાં આપણે જોયું કે..."બધા આમ મને શું જુઓ છો, આં બધી વાતો તો પછી પણ થશે, અત્યારે ચાલો સ્કૂલ જવા માટે મોડું થઈ રહ્યું છે. જો સમયસર સ્કૂલ નહિ પહોંચીએ તો બધાએ સજામાં મેદાનના ચક્કર લગાવવા પડશે, માટે ...Read Moreબધું છોડી અત્યારે જલ્દી સ્કૂલ જવા નીકળીએ" આટલું કહી કિશોરે હાલ પૂરતું તો પોતાને આવા અઘરા સવાલના જવાબ આપવામાંથી બચાવી લીધો, પણ એનો જવાબ તે પણ જાણતો નહોતો.કિશોરની વાત સાથે સહમત થતા બધા બાળકો સ્કૂલ જવા ઉતાવળા ડગલાં ભરી રહ્યા.હવે આગળ.......બધા સ્કૂલ પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થવાની તૈયારી હતી એટલે બધા બાળકો પ્રાર્થના માટે ગોઠવાઈ ગયા. મીરા ફટાફટ સ્ટેજ ઉપર
પાછળના ભાગમાં આપણે જોયું કે...પણ જેમ જેમ સ્કૂલમાં નવા નવા દોસ્તો બનવા લાગ્યા એમ સ્કૂલ જવાની મજા આવતી ગઈ. આસપાસમાં રહેતા બાળકોની સાથે મળી ચાલતા ચાલતા સ્કૂલ જવું, જે બાળકો રિક્ષામાં સ્કૂલ જતા હતા એમની રિક્ષાની પાછળ દોડવું, સ્કૂલમાં ...Read Moreસમયે રોજ નવી નવી રમત રમવી, આંબલી, કોઠું, કાતરા જેવા તિખ્ખા મીઠા નાસ્તા કરવા, ઘણી બધી મજા આવતી. સ્કૂલના તે દિવસો ખરેખર ખુબજ સુંદર હતા.""હા હવે તમે બધા સાચેજ મારા ક્લાસના બાળકો છો, આમજ રોજ હસતા હસતા આવજો મારા ક્લાસમાં તમે બધા. સારું તો આજે બોલોતો બધાએ શું કરવું છે ક્લાસમાં? ભણવું છે કે રમવું છે?", વંદના બહેન ધીરે ધીરે
પાછળના ભાગમાં આપણે જોયું કે... "અરે અરે તમે બંને તો સામસામે આવી ગયા, ઊભા તો રહો. મારી વાત હજુ પૂરી નથી થઈ. જુઓ દરેક રમત મુજબ એના નિયમ પણ તો હોય છે ને, તો હજુ આં રમતના નિયમો તો ...Read Moreતમને જણાવ્યા નથી." વંદના બહેન પણ આ બંનેનો મીઠો ઝગડો જોઈ વચ્ચે પડ્યા. હવે આ કયા નિયમો હશે, તે વાત જાણવા રાઘવ અને સુમન સહિત આખો ક્લાસ થોડીજ પળોમાં શાંત થઈ ગયો અને ધ્યાનપૂર્વક વંદના બહેન શું કહે છે તે સાંભળવા માટે સજ્જ થઈ ગયા. હવે આગળ....... "ધ્યાનથી સાંભળજો મારી વાત, આ રમતનો નિયમ એક જ છે અને તે છે.....
પાછળના ભાગમાં આપણે જોયું કે...બોલ હવે સમજી મારી ઢીંગલી, કે રાઘવ અને તારો ક્લાસ કેમ અલગ અલગ હોવા જોઈએ અને તે તારી પાસે તારા ક્લાસમાં કેમ ન બેસી શકે?"વંદના બહેન હવે સુમનનો હાથ પકડી પોતાની પાસે લાવતા એની આંખોમાં ...Read Moreભાવ જોઈ બોલ્યા.હવે આગળ.......બાળકનું સાચું ઘડતર એના નાનપણમાં થાય છે જેનો મોટા ભાગનો સમય સ્કૂલમાં એના શિક્ષક સાથે વિતે છે. માટે જ એક શિક્ષક ધારે તો સમાજ માટે ઘણું કરી શકે છે. તે એના વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન અને રસ્તો બતાવી એક યોગ્ય વ્યક્તિત્વ નો વિકાસ કરી શકે છે.નાનકડો છોડ ઉછરે છે તે આગળ જઈ વટવૃક્ષ બને છે કે થોરનાં ઝાંખરા
પાછળના ભાગમાં આપણે જોયું કે..."એક તો પરવાનગી વગર ક્લાસમાં આવે છે તે પણ મોડો, પૂરો પિરિયડ ખતમ થવા આવ્યો છે. તને કાલે તો જોયો નહોતો ક્લાસમાં, ક્યાં હતો? મારી સામે જોઈ જબાબ આપ મને", હવે રાઘવના ક્લાસ ટીચર તેની ...Read Moreવધારે ગુસ્સે થઈ એને લડી રહ્યા હતા.હવે આગળ.......રાઘવ પાસે હવે કોઈ છૂટકો નહતો તે વધારે ગભરાતો ટીચર સામે જોવા લાગ્યો. પણ આ શું ટીચર તો એની સામે બનાવટી ગુસ્સાથી મરક મરક હસી રહ્યા હતા."અરે તું તો ગભરાઈ ગયો કાનુડા, હું તો બસ તને ડરાવવા માંગતી હતી. મને ખબર છે તું કાલે આ ક્લાસમાં કેમ નહોતો આવ્યો. સ્કૂલ છૂટતી વખતે વંદના
પાછળના ભાગમાં આપણે જોયું કે..."હા ચલો આજે તમને બધા છોકરાઓને મારી તરફથી જે જોઈએ તે અપાવું. તમે લોકો પણ તમારા આં મોટા ભાઈ કિશોરને શું યાદ કરશો", કિશોરની વાત સાંભળી બધા ગેલમાં આવી ગયા અને ઠેલા ઉપર દોડી ગયા.માનસીને ...Read Moreબધા સાથે મજા આવવા લાગી હતી અને તે પણ એમની સાથે જોડાઈ ગઈ.ભરપેટ નાસ્તો કરી બધા વાતોએ વળગ્યા ત્યાજ રિસેસ ખતમ થવાનો બેલ વાગ્યો અને કુદતા કુદતા બધા પોતાના ક્લાસમાં જઈ બેઠા.હવે આગળ.......ક્લાસ શરૂ થતાં બધા બાળકો પાછા ભણવા લાગી ગયા. સુમનને તો ખૂબ મજા આવી રહી હતી. વંદના બહેન બધા જ બાળકોને ખૂબ સુંદર અને સરળ રીતે સમજાવી રહ્યા
પાછળના ભાગમાં આપણે જોયું કે..."બસ હવે તોફાન અને ઝગડવાનું છોડી હાથ પગ ધોઈ તૈયાર થઈ જાઓ. હું તમારા બધાની માટે ગરમ ગરમ જમવાનું બનાવી દઉં", મમતા બહેન બાળકોને શાંત પાડતા બોલ્યા.જમવાનું નામ સાંભળીને બધા ફટાફટ રમીને ખરાબ થયેલા કપડા ...Read Moreદોડ્યા.તૈયાર થઈ ને બધા રોજની જેમ પંગત પાડી ને જમવા બેસી ગયા અને જમતા જમતા વાતો કરવા લાગ્યા.આખરે આખા દિવસના થાક્યા બાળકો જમી કરીને સૂઈ ગયા.બાળકોની આવી ખટ્ટમીઠ્ઠી નોક્ઝોક વચ્ચે એમનું બાળપણ વિતી રહ્યું હતું. નવી સ્કૂલ અને મિત્રો વચ્ચે સુમનને ખુબ ફાવી ગયું હતું.હવે આગળ.......સ્કૂલ શરૂ થયાને ઘણા દિવસો વીતી ગયા. સુમનને ભણવામાં ખૂબ મજા પડી રહી હતી, વળી
પાછળના ભાગમાં આપણે જોયું કે..."તારે મહેંદી ન મુકાય, તું ક્યાં વ્રત કરવાની છે? મા મારા માટે જ્વારા અને ખાઉં લાવી કે નહિ?" સુમનની વાતને વધારે ગણકાર્યા વગર મીરા મમતા બહેનને પૂછવા લાગી."હા દીકરી બધું લઈ આવી છું અને કાલ ...Read Moreવહેલા ઊઠી પૂજા કરવા જવાનું છે યાદ છે ને? મમતા બહેન મીરાના કપાળે હાથ ફેરવતા બોલ્યા."હા મા મને યાદ છે, અને મારો નવો ડ્રેસ પણ નીકાળીને રાખ્યો છે.હવે તો વ્રત ચાલશે ત્યાં સુધી મજા જ મજા. રોજ નવા નવા કપડાં પહેરીને સ્કૂલ જવા મળશે", ખુશીથી કૂદતી મીરા બોલી."મા, મીરા દીદી અને તમે શું વાત કરી રહ્યા છો ? મને કંઈ