×

krossing ગર્લ - 1

કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ માનવું. 29 ફેબ્રુઆરી, 2024. કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો ...Read More

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના સાડા નવ થવા જઈ રહ્યા છે. પ્રસ્તુત છે તમારો મનગમતો કાર્યક્રમ “આપણી લોકવાર્તાઓ”, જેમાં આજે રજૂ થશે કાનજી ભૂરા બારોટના કંઠે કહેવાયેલી અને બહુ જ પ્રસિદ્ધ અને લોકજીભે રમતી વાર્તા “જીથરો ભાભો”. ઓસરીના ...Read More

કહેવાય છે દરેક ઘટના કે બનાવ પાછળ ચોક્કસ કારણો હોય છે. તમે સમજી શકો છો કે નહીં તે અલગ વાત છે. યસ...ગીતાએ  ડાયરી ગિફ્ટ કરીને જાણ્યે-અજાણ્યે મારી અંદર છુપાયેલા આર્ટિસ્ટને હાર્ટિસ્ટ બનવાનો રોડમૅપ તૈયાર કરી દીધો હતો. એક એવી ...Read More

હું તૈયાર થઈ આશ્રમે જઈ રહ્યો હતો. મારી મસ્તીની ધૂનમાં શેરી વટાવી ચાલ્યો જતો હતો. “તું ઓલા પવલાનો કે ?” શેરીના ખૂણેથી એક સાદ આવ્યો. મેં પાછળ વળીને જોયું. જીવતી મા નેજવા તાણી મને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ...Read More

હું ઢળતી બપોરે ફઈના ઘરે પહોંચ્યો. મારી ત્રણ ફઈમાં આ ફઈ સહુથી અલગ હતા. તેમને પોતાના રૂપ અને પૈસાનું જબરું અભિમાન રહેતું. હંમેશાની જેમ જ ઠંડો આવકાર મળ્યો. ફુવા સરકારી નોકરિયાત હતા. તેમની બદલી નવસારી બાજુ થઈ હતી. આખું ...Read More

બંગલો નં. 10, રાજમાર્ગ. બંગલાની લાલ ઈંટોમાં શોખથી સજાવેલા સપનાંઓ જોઈ શકાતાં હતાં. બે માળનો આ બંગલો કોઈ પુરાતન ઈમારતની યાદ અપાવતો હતો. આસોપાલવની ફરતી વાડ જાણએ બંગલાને ઘેરી વળી હતી. વાંસની ઝાંપલી પણ કલાત્મક કૃતિની જેમ રંગબેરંગી કલરથી ...Read More

'ફ્યુચર લેબ'વી ક્રિએટ આર્ટીસ્ટ ઓફ હ્યુમિનિટી                           તિરંગાના ત્રણ કલરો વડે લખાયેલું 'ફ્યુચર લેબ' અને નીચે ગોલ્ડન કલરની ટેગલાઈન. રોડની સામેની બાજુ  વિશાળ  અને કલાત્મક એન્ટ્રી ગેટની ઉપરના ...Read More

હું આવ્યો ત્યારે સાગર આવી ચૂક્યો હતો. રાત્રે હું અને સાગર એક સૂમસામ ગલીમાં આગળ વધી રહ્યા હતા. આમ તો સાગરે આવ્યા પછી ઘણી બધી વાતો કરી હતી.  ખાસ તો આ શહેર વિશે. આખો વિસ્તાર બહુ જ ઝડપથી કૉમર્શિયલ ...Read More

વાઇના મેમ, વંદના ઈશ્વર નાગરનું પેટ નેમ. રેડ કલરની સાડીમાં તેઓ કાતિલ સૌંદર્ય વિખેરી રહ્યા હતા. તેનો નશો વાઇન જેવો હતો. તેમના પિરિયડમાં ક્લાસમાં ભણવું કે તેમને જોતાં રહેવું એ જ નક્કી નહોતું થઈ શકતું. મારી બાજુની સીટ હજુ ખાલી જ ...Read More

રવિવારની એ થોડી મોડી ઊઠેલી સવાર હતી. પરન્તુ બહુ ખુશનુમા હતી. આ દિવસે રજા હોવાને લીધે આળસ નિર્દોષ બાળકની જેમ પોતાની મનમાની કરતી રહેતી. મને સાગરના હાથની કૉફી બહુ ભાવતી.  આજે પણ તેની પાસે ધરાર કૉફી બનાવડાવી હતી. બંને ...Read More

ગ્રાન્ડ FM“હેય બડી, મને બાયોલોજી થોડું ઓછું ફાવે છે. મારી ઘરે ચાલ ને.  આપણે સાથે સ્ટડી કરીએ. મને કાલની ટેસ્ટ માટે થોડી હેલ્પ મળી જાય.” આગળની બેન્ચમાં બેસતાં રાહુલે વિનંતીના સૂરમાં કહ્યું.“આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ રીટર્ન આવવામાં મોડું થશે તો  ?” મને તેના ઘર ...Read More

“શબ્દોને પૂરતી સ્વતંત્રતા અને સુરક્ષા આપો. દુનિયામાં કોઈ પણ ક્રાંતિ શક્ય છે.” આવું બહુ ફેમસ ક્વોટ જેમનું છે એ પત્રકાર પોતાની વિચક્ષણ બુદ્ધિ અને અવલોકન દૃષ્ટિ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમની કૉલમમાં લખાયેલા શબ્દો રાજકારણીઓ પણ ગંભીરતાથી લે છે. ...Read More

નંદ ઘરે આનંદ ભયો... જય કનૈયાલાલ કી... રાજકોટનો કહેવાતો રાજમાર્ગ કાલાવડ રોડ આજે આ નાદ સાથે ગુંજી ઊઠ્યો હતો. જન્માષ્ટમીની શોભાયાત્રા ધીમે ધીમે દેશ-વિદેશમાં ખાસ્સું આકર્ષણ જમાવી રહી હતી. પરંપરાગત રજૂ થતાં અવનવા આકર્ષણો તો હતાં જ, ઉપરાંત કૃષ્ણ ભગવાનના ...Read More

અમારી આંખમિચોલી અને સ્માઈલની આપ-લે ચાલુ થઈ ચૂકી હતી. મારી પાસે તેના નંબર હતા પણ હજુ મેસેજ કે કૉલ કરવાની હિંમત નહોતી થઈ. રાહુલને નવી ગર્લફ્રૅન્ડ મળી ગઈ હતી. હેપ્પી પોતાનામાં જ એટલી ખુશ હતી કે તેને બોયફ્રૅન્ડની કોઈ ...Read More

આજનો દિવસ મારા માટે ખાસ બની રહેવાનો હતો. મારા અને ઇશિતાના રીલેસન મોબાઈલ ચેટમાં ખાસ્સા આગળ વધી ગયા હતા. આજે હું તેની સાથે ફર્સ્ટ ટાઈમ 'રોમાન્સ ડેટ' પર જવાનો હતો. મને આ ટાસ્કનો કોઈ અનુભવ નહોતો. શું કરવું ? કેમ વાતો ...Read More

                      ચોમાસું લગભગ પૂરું થવાની તૈયારીમાં હતું. હવામાન વિભાગે છેલ્લા વરસાદની આગાહી કરી હતી. હું આ વર્ષના છેલ્લા વરસાદમાં નહાવાની કલ્પનામાં વ્યસ્ત હતો. મને વરસાદમાં નહાવું ખૂબ ગમતું પણ છેલ્લા ...Read More

રાહુલ માટે આજે બહુ મહત્ત્વનો દિવસ હતો. રાજકોટની ‘એમ.એફ. હુસેન’ આર્ટ ગેલેરીમાં ચિત્રોનું ભવ્ય એક્ઝિબિશન યોજાયું હતું. તેમાં શહેરના યુવા ચિત્રકારોને પણ પોતાનાં ચિત્રો પ્રદર્શિત કરવાની તક મળી હતી. તેમાં એક નામ રાહુલનું હતું. અમારી સ્કૂલ અને કલાસ માટે આ બહુ ...Read More

 “સાગર તું મને ક્યાં લઈ જાય છે ?” મારી આંખો પર રૂમાલ બંધાયેલો હતો.“હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે રૂમાલ બાંધી રાખવાનો છે. ખોલવા માટે કોઈ ચાલાકી કરવાની જરૂર નથી.” તેણે બુલેટની સ્પીડ વધારી. સાગર ક્યારેય ખૂલીને કશું કહેતો નહીં. તે ...Read More

"ગણિત... આ એક એવો વિષય છે જેમાં તમે ફક્ત કાગળ અને પેનથી આખી દુનિયાના સમીકરણો બદલાવી શકો. આપણે ત્યાં આ વિષયને એટલી બોરિંગ રીતે ગોખવવામાં આવે છે કે અમુક વિદ્યાર્થીઓ જાણે કોઈ ભૂતપ્રેત હોય એમ આ વિષયથી ડરે છે. ...Read More

સાગરને ગયાના હજુ બે દિવસ જ થયા હતા. આજની રવિવારની રાત મારા માટે સ્પેશ્યલ હતી. ઇશિતા સાથે સાંજે મારી ફર્સ્ટ ડેટ હતી.માંડ કરીને એને મનાવી હતી. મીરાએ તેના પપ્પાનું એક જૂનું બ્લેઝર મને ધરાર પહેરાવ્યું હતું. તેણે મને પાર્ટીવેર ...Read More

પ્રકરણ-5શાહી ચસ્કાનવરાત્રીના પડઘમ વાગી રહ્યા હતાં. સ્કૂલથી લઈ બજારોમાં યુવા હૈયાઓનો કલબલાટ વધી ગયો હતો. ઇશીતાને ગરબે રમવાનો ગાંડો શોખ હતો. એની સાથે જોડીમાં રમવા છેલ્લા પંદર દિવસથી મારી લેફ્ટરાઈટ લેવાઈ રહી હતી.  મને રાસના સામાન્ય સ્ટેપ જ આવડતા. ...Read More

રાજેશ્વરી સેન ઉર્ફે રોક્સી મેમ. અમે પ્રેમથી બધા શિક્ષકોના આવા નામ પાડેલા. રોક્સી મેમ અમને ગુજરાતી ભણાવતા હતા. ગવર્નમેન્ટે ગુજરાતી ફરજિયાત બનાવ્યું હતું એટલે અમે તેને ઓપ્શનમાં લઈ શકીએ તેમ નહોતા. તેઓ સ્કૂલમાં સૌથી વધુ અનુભવી અને ગંભીર કહી ...Read More

શરદપૂનમની રાતડી ને રંગ ડોલરીયો...માતાજી રમવા દ્યોને રંગ ડોલરીયો...નવરાત્રિનો હેંગઓવર હજુ ઉતર્યો નહોતો. સ્કૂલની લોનમાં શરદપૂનમે ‘શાહી ચસ્કા’ નામથી દૂધપૌંઆ સાથે રાસગરબાની મિજબાની રાખી હતી. મસ્ત આયોજન હતું પણ નવરાત્રિ જેવા માહોલની જમાવટ નહોતી. દૂધપૌંઆની વાટકી હાથમાં હોવા છતાં સંગીતની ધૂન ...Read More

પેપર દઈને હું ઘરે આવ્યો. મારો સામાન પેક કર્યો. ઘરે જવા માટે જબરદસ્ત ઉત્સાહ હતો. સાગરને ફોન જોડ્યો. તે અત્યારે હિમાલયના જંગલોમાં રખડતો હતો. મેં ઘરે જવાની વાત કરી. તેણે એક વાર મધુમાસી પાસે જઈ આવવાનું કહ્યું. આમ પણ ...Read More

ગામની શેરીઓમાંથી પસાર થયો ત્યારે બધા મને સન્માનની નજરથી જોતા હતા. “ જુુુઓ ગામનો ડૉક્ટર આવ્યો.” કહી બધા સ્વાગત કરતાં હતાં. ચારેક મહિના પછી હું ઘરે આવ્યો હતો. ડેલીમાં પગ મૂકતાં જ મમ્મી દોડી. “મારો કાનો આયવો.” મને હરખથી વળગી પડી. “જો તો ખરા કેવો ...Read More

  ‘‘વાતો કરવાથી કંઈ નહીં વળે. દેખાવો”પ્રદર્શન આંદોલન મૌન રેલી, વૉટ ધ ફક મેન ? શું છે આ બધું ? ઢોંગ છે રીતરસ ઢોગ.એમની ચામડી જાડી છે અને કાન બહેરા જ્યાં સુધી ત્રાડ નહીં પાડો કે ધારદાર ચાકુથી વાર નહીં કરો ત્યાં સુધી તેમને ...Read More

“મને તો બહુ અદબ અને નમ્રતાથી વર્તવાવાળા છોકરા વેવલા જેવા લાગે.’’ પારિજાતે કહ્યું. લે આ તો સંસ્કાર અને સભ્યતાની નિશાની કહેવાય. સાગરે કહ્યું.“સાગર, ખોટુંના બોલ...તું સારી રીતે સમજે છે. મારો કહેવાનો અર્થ... જાનુ હું તને હગ કરી શકું, કિસ ...Read More

1 જાન્યુઆરી. આજે રાહુલનો બર્થ ડે હતો. દર વર્ષે ડૉક્ટર હાઉસમાં તેના બર્થ ડે ની ભવ્ય સેલિબ્રેશન પાર્ટી યોજાતી. સાયન્સના 2 વર્ષ હવે કશું યોજાવાનું કે સેલિબ્રેટ કરવાનું નહોતું. રાહુલના 12 સાયન્સ પછી મેડિકલમાં ઍડમિશન મળી જાય એટલે એ ઐતિહાસિક ઘટનાની દુનિયા જોતી રહે ...Read More

"સ્ટારવૉર જેવી મૂવી કે વિડીયો ગેમમાં તમે એલિયન સામેની લડાઈમાં થતો સંઘર્ષ જોયો જ હશે જીતવા માટેના દાવપેચ, એલિયનોની શરીરની રચના અને તેના આક્રમણની પૃથ્વીને બચાવવાનો ટાસ્ક આ બધું તમે લગભગ અનુભવ્યું હશે. લેકીન...કિન્તુ...પરંતુ.. આપણે એનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ મિશન ...Read More

“કાના આ પાંચમો પ્રોજેક્ટ છે. જે રાજકોટની ઇકોનોમી માટે બુસ્ટર ડોઝ સાબિત થવાનો છે. ” સાગર બોલ્યો."એટલે શું " મેં પૂછ્યું.   “કોઈપણ સિટીની નાઈટલાઈફ તે શહેરનું અસલી હાર્ટ હોય છે. એ જેટલી રંગીન, સુરક્ષિત અને બિંદાસ શહેર એટલું જ જીવત અને ...Read More

ગરવા ગિરનારની ગોદમાં માનવ મહેરાણ ઉમટી પડ્યું હતું. સવારની કડકડતી ઠંડીમાં પરસેવે  રેબઝેબ કરી દે તેવો માહોલ હતો. ટીશર્ટ ચડી અને સ્પોર્ટ શૂઝમાં સાગર ઉછળકૂદ કરી રહ્યો હતો.  જુવાનીની તેજતરાર્ર આંખો, અરમાનોની અંગડાઈથી ફટાફટ થતી શરીરની નસો, ચપળતા અને સ્ફૂર્તિથી ...Read More

                મોબાઈલ કવરેજ ક્ષેત્રમાં આવ્યો. જોયું તો ઇશિતાના 20 મિસકોલ હતા. અને 100 ઉપર મૅસેજ હતા. તેને મૅસેજમાં આઈ લવ યુ...સાથે આઈ હેટ યુ સુધીની સફર કરાવી દીધી હતી. ગાળોની રમઝટ બોલાવી હતી. મે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તેનો મોબાઈલ સ્વિચ ઑફ ...Read More

ફિઝિક્સનો ટાસ્ક, ગિરનારની સફર તથા ઇશિતા જોડેની રિલેશનશીપના અંત ને લીધે મને ઘણી માનસિક શાંતિ મળી હતી. ફિઝિક્સનો ટાસ્ક ધાર્યા કરતાં સખત અઘરો હતો. મને અને મીરાને પોઈન્ટ મેળવતાં પરસેવો વળી ગયો હતો.  બટ અમે એ પોઇન્ટ મેળવી લીધા હતાં. ...Read More

   “હલ્લો આજે છેલ્લી વાર રીંગણાનો ઓળો ખાઈ લ્યો. છોકરાય હવે આવતાં શિયાળા સિવાય નહીં બંને” મધુ માસી રોટલાં ટીપતાં બોલ્યા.   સાગર હાથમાં મોટો થેલો લઈને અંદર આવ્યો. એને મને ફોનમાં જમવા માટે ચાલ્યા જવાનું કહ્યું. પોતાને આવતાં વાર લાગશે ...Read More

                 મીરા મલિક, તેના દાદીએ એ જમાનામાં હિન્દુ છોકરા સાથે લવ મૅરેજ કરેલા. આખો વિસ્તાર કોમી આગમાં ભડકે બળેલો. જો કે એ બંને ભાગી ગયેલા. તેમનામાં આવેલી બળવાખોરી શિક્ષણને આભારી હતી. ભણતાં ભણતાં પ્રેમમાં પડેલા દાદા અને દાદીએ આજીવન સરકારી ...Read More

'આઈડિયોલોજી સાયન્ટિસ્ટ'ડો. ઓમપ્રકાશ શાહદેશના સૌપ્રથમ આઈડિયોલોજી ક્લિનિકમાં તમારું સ્વાગત છે.                 ગેલેક્સી મોલમાં આજે જ ઓપનિંગ થયેલું હોય એવું લાગતું હતું. હું ને સાગર મૂવી જોઈને બહાર નિકળ્યા હતા. અમારી નજર એ શણગાર સજેલા ક્લિનિક પર પડી. સાગરને મેં બતાવતા ...Read More

                ગ્રાન્ડ FM મારું બીજું ઘર બની ચૂંક્યું હતું. રોજ સવારે કસરત કરવા માટે ત્યાં જતો. સાગર બનાવેલો રુટીન તોડવાની ક્યારેય ઈચ્છા ન થતી. તેનું કારણ બગીચામાં આવતી બ્યુટીફૂલ ગર્લ્સ કે મોડેલ જેવા છોકરા હતા. તેમને જોઈને મને પણ ફીટ રહેવા ...Read More

                “ઓ યે હીરો, સાઈડ પ્લીઝ, મારા ફોટોની ક્લિક પરફેક્ટ નથી આવતી” ભાષામાં શુદ્ધ કાઠીયાવાડી છાંટ નહોતી. મેં પાછળ વળીને જોયું.  એક છોકરી આંખે કેમેરો માંડીને બેઠી હતી. હું ત્યાં જ ઊભો રહ્યો. નવા બનેલા રેસકોર્સમાં તળાવની સુશોભિત કરેલી પાળી ...Read More

વેલકમ ટુ ‘રોબોરોક્સ’ સીઝન ટુ. ગયા વર્ષે શરૂ થયેલાં આ કાર્યક્રમે ધૂમ મચાવી દીધી હતી.  સહુ કોઈને આ સિઝનની જબરદસ્ત ઇન્તેજારી હતી. એન્જિનિયરીંગ કૉલેજના ફિલ્ડમાં રાજકોટે ખાસ્સું નામ કાઢ્યું હતું. અમુક કૉલેજોએ ‘રોબોટિક્સ સાયન્સ’ નામનો 2 વર્ષનો સર્ટિફિકેટ અને 5 વર્ષનો ડિગ્રી કૉર્સ પણ શરૂ કર્યો હતો. કૉલેજ ...Read More

જિંદગી મારા માટે કેટલુંય કુરબાન કરી રહી હતી. મને અત્યારે તેમાં મા ના દર્શન થતા હતા. દરરોજ સવારે ઊઠીને મળતાં સરપ્રાઇઝ, મારી ડ્રીમગર્લ સાથેની હમણા શરૂ થનારી ટુર, મીરા જેવા સ્પેશિયલ સંબંધો, સાગર... રાહુલ... શું હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ હતો. ...Read More

ચકલી ચોરોગ્રાઉન્ડ વગરની સ્કૂલ અને વાર્તા વગરનું ઘર કોઈ પણ દેશને બરબાદ કરવા માટે પુરતાં છે. ભણવા સાથે તમારી લાગણીઓને સહજ રીતે વ્યક્ત કરવામાં રમતનો બહુ મોટો ફાળો છે. હું ટી.વી.માં રમાતી ઑનલાઈન ગેમની વાત નથી કરતો. તમારો ગુસ્સો, ઝનૂન, જીત ...Read More

મે મહિનાની કાળઝાળ ગરમી અગનગોળા વરસાવી રહી હતી. સ્કૂલમાં અઠવાડિયાની રજા પડી હતી. હું  આવતીકાલે સવારે ઘરે જવા માટે નીકળવાનો હતો. સાગરના બર્થ ડે એ મને સખત આંચકો આપ્યો હતો. મારું મન “મૅજિક રૂમ’ના સિક્રેટ જાણવા તરસી રહ્યું હતું. સાગરનો ...Read More

અઠવાડિયાની એ રજામાં હું ઘરમાં જ ભરાઈ રહ્યો. સાગર બે દિવસ પછી આવવાનો હતો. રાહુલ એક વાર ઘરે આવ્યો હતો. તેણે મારું એક પેઇન્ટિંગ બનાવ્યું હતું, જેમાં મારી વેદનાના ભાવો સારી રીતે છુપાયા હતા. તે ખરેખ કલાકાર હતો. મીરા પણ ...Read More

હું સાગરને તેના બર્થ ડે ની સરપ્રાઈઝ આપવા માટે સુપર એક્સાઇટેડ હતો. પરંતુ, એના નજીકના દિવસોમાં એ ક્યાંય બહાર ના ગયો. આથી હું કોઈ પ્રિપેરેશન કરી શકું તેમ નહોતો. ફ્રીડમ બૉક્સ અને ગ્રાન્ડ FM વિશે પણ વિચાર્યું. ત્યાં આ સરપ્રાઈઝ છુપી ...Read More

 અમારું બુલેટ હાલારની વેરાન ભૂમિ પર  આથમતાં દિવસના સૂરજને ગળે મળવા આગળ વધતું હતું. એકલતા અને સમી સાંજનો સમય. ઘડીકમાં કોઈ વાહન પણ સામે ના મળતું. ના તો કોઈ શહેર કે ગામ આડું આવતું હતું. ભેંકાર ભાસતી ભોમકાને પણ ...Read More