Nav Raatni Navalkatha - Dandiyani jod book and story is written by Dr Vishnu Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nav Raatni Navalkatha - Dandiyani jod is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ - Novels
by Dr Vishnu Prajapati
in
Gujarati Classic Stories
ભાગ - ૧ ‘મારા દાંડિયા ક્યાં મુક્યાં છે મમ્મી ?....’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે પછી સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી. સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી કાયમ વાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા ફરી તેની યાદમાં ગરકાવ થઇ ગઇ. મમ્મી શબ્દ પછી તેનો શબ્દ પ્રવાહ અને વિચારપ્રવાહ તો એકાએક થંભી જ ગયો.... પણ તેની અંદર ભરાયેલી લાગણીઓનો પ્રવાહ એમ અટકી શકે તેમ નહોતો.... ! નિ:શબ્દ બનીને સંકોચાઇને બેડના ખૂણામાં બેસી ગયેલી સ્વરાએ પોતાનું માથું પોતાના બન્ને હાથ વચ્ચે દબાવી દીધું. તે આંગળીઓથી
ભાગ - ૧ ‘મારા દાંડિયા ક્યાં મુક્યાં છે મમ્મી ?....’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે પછી સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી. સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી ...Read Moreવાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા ફરી તેની યાદમાં ગરકાવ થઇ ગઇ. મમ્મી શબ્દ પછી તેનો શબ્દ પ્રવાહ અને વિચારપ્રવાહ તો એકાએક થંભી જ ગયો.... પણ તેની અંદર ભરાયેલી લાગણીઓનો પ્રવાહ એમ અટકી શકે તેમ નહોતો.... ! નિ:શબ્દ બનીને સંકોચાઇને બેડના ખૂણામાં બેસી ગયેલી સ્વરાએ પોતાનું માથું પોતાના બન્ને હાથ વચ્ચે દબાવી દીધું. તે આંગળીઓથી
ભાગ -૨ થોડીવારમાં ફરીથી ડોરબેલ વાગી એટલે બહાર ડોરબેલ વગાડનારને ઉતાવળ હોય તેમ લાગ્યું. શ્રૃજલે ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રાજકુંવર જેવો સોહામણો યુવાન ઉભો હતો. એકદમ ગોવાળીયા જેવા વેશમાં અને માથે મોરપિચ્છ લગાવેલી એક પાતળી રીંગ આકર્ષક ...Read Moreહતી. ‘અંકલ, હું રિધમ, સ્વરાનો ક્લાસમેટ...’ તેને ખૂબ શિસ્તપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો. અને તેની સાથે એક પછી એક સાત કોલેજીયન ગ્રુપ અંદર આવ્યું. તેમાં માધ્વી, પ્રિયંકા, વિશ્વા જાણીતા હતા અને બીજા અપરિચિત ચહેરાઓ હતા. ‘તમે બેસો સ્વરા આવે જ છે...!’ શ્રૃજલે બધાને બેસવા ઇશારો કર્યો. ‘ના અંકલ અમારે મોડું થાય છે.... રસ્તામાં ટ્રાફીક વધારે છે... અને તમને ખબર છે’ને અત્યારે પાર્કિંગની
નવ રાતની નવલકથા દાંડિયાની જોડ ભાગ – ૩ એ વર્ષો પછીનો આંગળીના ટેરવે અનુભવાયેલો સ્પર્શ શ્રૃજલને રોમાચિંત કરી રહ્યો હતો કે તેના ખાલીપાને ભરી રહ્યો હતો તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો પણ આજે તે લાગણીના પ્રવાહમાં વહીને ઇતિહાસમાં ...Read Moreરહ્યો હતો. શ્રૃજલને ખ્યાલ આવ્યો કે આજે ઘણા વર્ષો પછી તેને પોતાનું પર્સનલ લોકર ખોલ્યું છે..... એ યાદો અને એ સંવેદનાઓને તેને કેટલાય વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં પોઢાડી દીધી હતી. પણ આજે ફરી તે જુની યાદો તેને સુંવાળી બનીને પોતાને સથવારો આપી રહી હતી કે જ્વાળામુખી બનીને તેને દઝાડી રહી હતી તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો. પણ સુનયના વિનાની
ભાગ - ૪ સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે યુવાન હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે ...Read Moreરહ્યાં હતા. બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને ગરબા તો સાવ જુદા જ બની ગયેલા. પાર્ટી પ્લોટમાં પોતાના જોડીદાર સાથે કે ગ્રુપ સાથે મનફાવે તેમ અથવા બધાથી સાવ જુદી જ સ્ટાઇલથી ગાવું તે ફેશન બની ગઇ હતી. આ બધાની વચ્ચે સ્વરાએ દેશી પધ્ધતિનો ગરબો માથે લઇ તેમાં દિવા પ્રગટાવી સાવ નોખી ભાત પાડી... !!! રિધમ પણ તેની
ભાગ – ૫ ‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી.. ડ્રોઇંગરૂમમાં એકલા પડેલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ...Read Moreજે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો... એ નવરાત્રિની યાદ... કોલેજની ભવ્ય ગરબા કોમ્પિટિશન અને તે ગરબાની એક જોડી, જેના તરફ બધાનું ધ્યાન વારંવાર ખેંચાઇ રહ્યું હતું.... રાધા-કૃષ્ણ જેવી તે જોડ અદભૂત સ્ટેપ લઇને કોલેજના બધા ગ્રુપ કે જોડીઓને પાછળ રાખીને આગળ નીકળી જતા હતા. રાધા જેવી જ સુંદર, ગોરી ત્વચાવાળી યુવતી પાછળ તો કોલેજ આખી પાગલ હતી. જો કે તે