એક અજ્ઞાત શેર પર ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે
આશા રાખું છું કે સૌને ગમશે..."વ્યોમ"

સૌને એ ગમ્યું કે હું તો બધાયનું મન રાખું છું;
કોઈ ના સમજ્યું કે હું પણ એક મન રાખું છું...અજ્ઞાત

પોતાનાઓના હાથમાં જ મેં જોયા છે ખંજર,
એથી મિત્રો સાથે હું ખમતીધર દુશ્મન રાખું છું;

આંખોમાં રહે છે મારી સદા ખુમારીની લાલી,
છતાં દિલમાં લાગણીનું ખીલતું ચમન રાખું છું;

ચૂપકીદી ને મારી કદી કમજોરી ના સમજશો,
જરૂરત સમયે હું પણ છાતી છપ્પન રાખું છું;

મૃત્યુ એક જ સત્ય છે આ દુનિયામાં "વ્યોમ"
એટલે જ હું કાયમ માથે એક કફન રાખું છું;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

नाखुश क्यों है वो खैरियत पे हमारी?
मजा लूट रहें थे जो कैफ़ियत पे हमारी;

उन्हें यकीन नहीं है मुहब्बत पे हमारी;
मगर बेवफाई नहीं है नियत में हमारी;

जिक्र हैं जिनका हमारे शेरों - गझल में,
क्या दिल धड़कता है शेरीयत पे हमारी?

कि थी कभी बे-इंतिहा मुहब्बत जिससे,
अब शक करते हैं वो शख्सियत पे हमारी;

इतनी भी बेरुखी क्यों है उन्हें हमसे खुदा?
कि राह मोड़ लेते हैं वो हिदायत पे हमारी;

यहां खुद मुहाजिर हैं इस जहां में दोस्तों,
और हमें तोलते हैं वो हैसियत पे हमारी?

घाव जो लगे थे अब मजा देने लगे हैं हमें,
खुदा भी खुद हेरान है इनायत पे हमारी;

आयेगा वक्त मेरा फिर से जरूर एक दिन,
यकीन हैं हमें अभी भी किस्मत पे हमारी;

जिते हैं आज भी शान से "व्योम" माफिक,
मत बहाना एक भी आंसू मैयत पे हमारी;

...© विनोद.मो.सोलंकी "व्योम"
GETCO (GEB)

Read More

શું કહું દોસ્તો મનને હું મારી મારીને જીવું છું;
જીવનની સફરમાં વિચારી વિચારીને જીવું છું;

ડામ મળ્યા ઘણા કહેવાતા પોતાના સબંધોથી,
હવે હર સબંધ સાથે હું ઠારી ઠારીને જીવું છું;

જીતેલી બાઝીથી પણ ન હરાવી શક્યા જ્યારે,
એ દિલની હર બાઝી હું હારી હારીને જીવું છું;

મર્યા પછી કોઇ તરે છે એની કોને અહીં ખબર?
હું ખૂદને રોજ થોડું થોડું તારી તારીને જીવું છું;

ના છું બાઈ મીરાં કે નથી હું કાંઇ શંકર "વ્યોમ"
છતાં ઝેરનો હર ઘૂંટડો હું ગાળી ગાળીને પીવું છું;

..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

🙏એક અજ્ઞાત શેરથી પ્રેરીત થઈને મારી ગઝલ 🙏

પારકાં નૈ પણ પોતાના નડે ને ત્યારે દુઃખ થાય છે;
પાછાં એ મગર આંસુએ રડે ને ત્યારે દુઃખ થાય છે;

ઘસાતા રહ્યા હતા અમે જીવનભર જેમના માટે,
એજ સામે થઈ જંગે ચડે ને ત્યારે દુઃખ થાય છે;

એક હાકલ પર જેની હાજર થઈ જતા'તા અમે,
એમને જ સબંધ ન પરવડે ને ત્યારે દુઃખ થાય છે;

ભસવાવાળાનો તો મને કોઈ વાંધો નથી સાહેબ,
પણ જ્યારે પાળેલા કરડે ને ત્યારે દુઃખ થાય છે.. અજ્ઞાત

બધિરોની મહેફિલે બોલ્યું ક્યાં સંભળાય "વ્યોમ"
પણ સાંભળ્યું કાને ના ધરે ને ત્યારે દુઃખ થાય છે;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

યાદ કર કે તું બાદ કર;
થૈ શકે તો આબાદ કર;

વાદ કર કે વિવાદ કર;
પણ તું હવે સંવાદ કર;

દૂર હો ભલે ગમે તેટલા,
દૂરથી સહી તું નાદ કર;

હોય પ્રેમનો એકરાર તો,
કહેવામાં ના પ્રમાદ કર;

સ્નેહ વાદળ ઘેરાયાં છે,
સાથે થોડો મેઘનાદ કર;

ભીંજાવા પણ છું તૈયાર,
"વ્યોમ"થી વરસાદ કર;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

માફી માંગવાની શરૂઆત હું કરું મિચ્છામિ દુક્કડમ્;
આ દિલ ખોલીને રજૂઆત હું કરું મિચ્છામિ દુક્કડમ્;

માફી આપીને તમે પણ કરી શકો છો વાતનો આરંભ,
છતાંય ચાલો પહેલાં વાત હું કરું મિચ્છામિ દુક્કડમ્;

જાણે કે અજાણે જો દુભાવ્યું હોય મેં તમારૂ દિલ,
નતમસ્તક થઈને હાથ હું જોડું મિચ્છામિ દુક્કડમ્;

મોટું મન રાખી મને આપો ક્ષમાનો તમે ઉપહાર મિત્રો,
"વ્યોમ" ની તમને સોગાત હું ધરું મિચ્છામિ દુક્કડમ્;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

પ્રથમ પૂજનીય, સુખકર્તા;
જગતના તમેજ, દુઃખહર્તા;

દુંદાળા તમે મહાકાય પ્રભુ,
લંબોદર, ગજકર્ણ, એકદંતા;

જગતના તારણહાર તમે,
રિદ્ધિ અને સિદ્ધિના દાતા;

સૃષ્ટિના સર્જનહાર ગણેશા,
શુભ ને લાભ તમેજ કરતા;

દેવોના દેવ એક ગજાનન,
"વ્યોમ" ને ધરા પર વસતા;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

જ્યારે વરસાદની હલકી છાંટક લાગી જાય છે;
ત્યારે તન મન એક નાનું બાળક બની જાય છે;

વરસાદની ઋતુ પણ જો કેટલી છે મસ્તી ભરી,
નાના મોટા દરેક હૈયામાં ટાઢક વળી જાય છે;

મળ્યાં જે બે હૈયાં એ મોજથી ભીંજાય, પણ
વિરહ સહેતાં હૈયા માટે મારક બની જાય છે;

વર્ષા રાણી સંગાથે ચોમેર લહેરાય હરીયાળી,
પશુ-પક્ષી, જગ તાત માટે તારક બની જાય છે;

હું તો તરસતો રહું છું સનમના દિદાર માટે, બસ
એક ઝલક કાજે "વ્યોમ" ચાતક બની જાય છે;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More

દૂર બેઠો બેઠો કરે છે કલશોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

વાદળ ગરજે છે આભમાં,
વીજળી ચમકે છે સાથમાં.
વાતાવરણ પણ બન્યું ઘનઘોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

આવી છે રૂડી વરસાદની હેલી,
આજ ઋતે મને કરી હર્ષ ઘેલી,
કોઈ તો ગોતો મારા ચિતડાનો ચોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

ભીંજાઈ છે મારી ચુંદલડી,
ને આજ ભીંજાઈ છે ઘાઘરી,
સાથે ભીંજાઈ મારા કાપડાની કોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

આવે વાલમ તો ભરૂં હું બાથમાં,
જીવવું મરવું મારે એના સંગાથમાં,
વાલમ છે મારો દિન, રાત ને ભોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

દૂર બેઠો બેઠો કરે છે કલશોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Read More