Sonu dholiya

Sonu dholiya Matrubharti Verified

@oononuholiya

(229)

veraval

16

21.1k

90.7k

About You

નજર જ ઘાયલ કરે છે,તો શબ્દ શું કરશે.

બધું જ બદલી જાય, સમય બદલી જાય, હું હોવ પણ નઈ, તારું અસ્તિત્વ કોઈ બની જાય તારું નામ કોઈ જોડે લખાઈ જાય, તું બીજા વ્યક્તિ સાથે તારું સ્વાભિમાન બનાવી લે, તું મને ભુલી જા કે મારા બધા સ્મરણો ભુલી જા કે સમય જતા મારો ચહેરો મારો અવાજ મારું વર્તન ભુલી જા, આ જગતમા પરિવર્તન આવી જાય હું કદાચ તને ક્યારેય જોય ના શકું અથવા તને મળી ના શકું, કે તું મારી બધી જ યાદો બાળી નાંખે અથવા ફેંકી દે કે ડુબાડી દે, હું કોણ હતો કેવો હતો કોનો હતો તે બધું જ ભુલી જા પરંતુ હું તારો જ છું અને તારો જ રેવાનો તારા સ્મરણોમા જ જીવવાનો ને કદાચ છેલ્લે ઈશ્વર ધારે તો આપડે બંને મરીયે તો હું છેલ્લે મર્યા પછી પણ તને જ મળવાનો એવુ નક્કી રહેશે મારા જીવ નયનતારા .

સોનુ ધોળીયા.

Read More

મેં કહીં દીધું એને છોડી દે મને ,
વળતા જવાબમાં બથ ભરી મને.

એ ઝાકળ જેવી અણદીઠ છે
ને હું સુરજની કિરણ જેવો

એણે કીધું મને સોચી લે મને
મેં વળતા જવાબમાં પકડી લીધી એને.

સોનુ ધોળીયા.

Read More

વાતમા તારી તું અડગ હોય તો મળજે મને
પ્રેમની તને કંઈ ખબર હોય તો મળજે મને.

સોનુ ધોળીયા.

" પુરુષનું સર્જન જ સ્ત્રીઓને જોવા માટે થયું છે".

સોનુ ધોળીયા.

મને માંગવી છે તને એકલી
મને માંગવાની તને પરવાનગી તો દે.

તું અમસ્થા જ રડે છે એકલી
તું મને આવવાની પરવાનગી તો દે.

તારા ઘૂંઘટમા તને દેખાડું ચંદ્ર
તારૂ ઘૂંઘટ ખોલવાની પરવાનગી તો દે.

તને કેવું છે મને તું કોણ છે મારું
તું મને બોલવાની પરવાનગી તો દે.

તું તારું સોંદર્ય બગાડે એ બીકથી
તું મને અડવાની પરવાનગી તો દે.

સોનુ ધોળીયા.

Read More

આમ જ જીવન બરબાદ થઈ જાત ખબર નોતી
તું મારાથી અલગ થઈ જાત ખબર નોતી.

તારી વાત યાદ આવે છે તો વિચારું છું
હું જ તને દગો આપીશ ખબર નોતી.

મારો પ્રેમ મારો વાલ તને બોવ જ ગમતો
હું જ તને દુઃખ આપીશ ખબર નોતી.

ધીરે ધીરે હું પણ તારો થઈ ગયો હતો
પણ હું જ વાત બગાડીશ ખબર નોતી.

સોનુ ધોળીયા.

Read More

હું સામાન્ય માણસ છું
પણ મને કોઈ સામાન્ય સમજે તો તકલીફ થાય છે.

સોનુ ધોળીયા.

કોઈ દુશ્મન દોસ્ત હું ધારતો નથી
એક એજ સત્ય છે તારા શીવાય કોઈને ચાહતો નથી.

સોનુ ધોળીયા.

તું જ કવિતાનો સાર છે
તને ખબર હોવી જોઈએ

હું આવું ના આવું
તને ખબર હોવી જોઈએ
હું જ તાવ ની દવા છું
તને ખબર હોવી જોઈએ

હમણાં તો બોવ દુઃખ આપું છું
તને ખબર હોવી જોઈએ
હું તારો જ છું અને રેવાનો
તને ખબર હોવી જોઈએ.

જીવનમાં હું ના હોવ એવુ બને
તને ખબર હોવી જોઈએ

કવિતા સાંભણી મારી
એ તું જ છે
તને ખબર હોવી જોઈએ.

Read More