ક્ષણે-ક્ષણે તુજને મુજમાં ભરી લઉં છું આમ જ સ્મરણ સંગ વિસ્તરી લઉં છું જયારે -જયારે આંખ ઉભરાય છે ને તારી યાદમાં, આંખોને બંધ કરી લઉં છુ.

એક જ સગપણ જયાં શબ્દની જરૂર નથી,
બહેનની આંખો નિહાળી ભાઈ
સમજી જાય સઘળું.

ભાઈબીજની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏🙏

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Read More

નવા વર્ષમાં નવું એ જ જે તમે નકકી કર્યું છે
બાકી બધું એ જ જૂનુ પુરાણું ગણિત છે
અહીં આપણા ઓછા ને સ્વાર્થ સાધનારા અગણિત છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Read More

बहोत खूब
ना सवाल ,ना कोई जवाब
ना उम्मीद, ना कोई ख्वाब
शुभ लाभ
शुभ लाभ
शुभ लाभ

Happy new Year

-Padmaxi Patel

🙏🏼નૂતનવર્ષાભિનંદન🙏

-Padmaxi Patel

કારતક સુદ એકમથી શરૂ ૨૦૭૭ નો સંવત,
આવ્યું નવું વર્ષ જીવનને કરવાને વસંત.

ઉત્સાહ વ્યાપી ગયો સૃષ્ટિના કણકણમાં,
આનંદ આનંદ પથરાય ગયો જોને અનંત.

અથથી ઈતિ સુધી વીતી ગયું જૂનું પૂરાણુ,
નવલ એક ઉલ્હાસિત સફર હવે તો દિગંત.

નવલા સોણલાં, નવલ સંકલ્પોની ધારા,
નવા લક્ષ્ય-મહત્વકાંક્ષા પૂરા કરવાનો ખંત.

નૈરાશ્ય-ઉદાસીનતાના પડળો દૂર હટાવીને
મનડુ જપશે કાયમ વિધાયક વિચારોનો મંત્ર.

ઉછળશે આશા-અરમાનોઓના નવલ તરંગ,
હતાશાઓની ગર્તાનો સમૂળગો થઈ જશે અંત.

વાયરો મજાનો વહેશે ચારેકોર નૂતન પ્રવાહોનો
ક્ષણ ક્ષણ બની રહેશે પ્રિય દેવઘરનો મહંત.

પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Read More

😍😍😍😍

મારી નહીં ને તારી નહીં
આપણી દિવાળી આ.

પૂનમને પણ શરમાવતી
ઉજાસભરી રાત કાળી આ.

સ્નેહ,સૌંદર્ય, સૌહાર્દ સંબંધે
મધુર સરગમવાળી તાળી આ.

ભૂલીને અણગમતું વીતેલું
નવલ વિચારો તણી પાળી આ.

ઝગમગે છે સહ્સ હદયદીપ
નવચેતનના પાથરતી જાળી આ.

પ્રગટાવતી જ્ઞાન તણી જયોત
મીઠાસ ને ઉજાસ ભરી દિવાળી આ.

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi Patel

Read More

मिलती है हमें खुद के गुनाहो की सजा
ए जिंदगी!खामखा हम तुजसे रहते है खफा।
तुमने ले ली अपनी मजा
बनते है सपने इस बेबसी की वजा ।।

पद्माक्षी(प्रांजल)

Read More

ये लो ये गजब कोमिडी हो गई
कि गैरो पर लिखा अपना समज बैठे ट्रेजेडी हो गई।।

तेरी फूलजडी,तेरा पटाखा
तेरा ये पूरा दारुखाना
गलती हुई हमसे सनम
हमने खामखा तेरे बकसे में हाथ डाला।