ભટકેલો માણસ છું , ભટકતા ભટકતા માતૃભારતી એપમાં આવી ગયો.લખવાનું ચાલુ કર્યુ.તેમાં વાંચકોનો સાથ મળી ગયો એટલે કલમ ચાલવા લાગી. કલમનો સાથ અને વાંચક નો સાથ પછી જોઇએ બીજું.બિન્દાસ્ત માણસ.

મરીઝ ની પુણ્યતિથિ નિમિતે શત શત વંદન

ગુજરાતના ગાલિબ તરીકે પ્રસિદ્રિ મેળવનાર નામ એટલે મરીઝ.મરીઝ જીવનમાં અનેક સંધર્ષો કર્યા.તેઓ માત્ર બે ધોરણ ભણ્યા છે , છતાં આટલી બધી પ્રસિદ્રિ મેળવી શકયા.નાની જ ઉંમરે તેઓ ગઝલો લખવાની ચાલુ કરી હતી.ગઝલોમાં પ્રેમની વાતો એ લોકોના મનને પ્રભાવિત કરી ગઇ.લોકોએ તેમની ગઝલોને વધાવી લીધી.ખુબ જ મોટી લોકચાહના ધરાવનાર મરીઝ.મરીઝની ગઝલો જો ના મળી હોય તો જીવનમાં ધણું બધું ગુમાવ્યા બરાબર છે.મરીઝની અનેક ગઝલો છે.

મરીઝની એક ગઝલ અહી મુકી છે.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી…..!!!!#મરીઝ

Read More

ખુશાલ હાલ છે જાહેર,ખરાબ હાલ છે ભીતર,

ગરજ છે એટલી એમાં કે તારું દિલ ન દુખે.

- મરીઝ

Pandya Ravi લિખિત વાર્તા "મન નું ચિંતન - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19898379/mannu-chintan-4

એક વાત કવ

આવું આપણે કેટલા લોકો પાસે સાંભળ્યું અને સાંભળી રહયા છીએ ? યાદ છે ને ?

સૌથી પ્રથમ તો નાનું બાળક હોય તેને આપણે આવું કહેતા હોય છીએ.અહી મારી પાસે એક કવ વાત.જો એમ કહેવામાં ના આવે તો કદાચ તમારી પાસે આવવાની પણ ના પાડે.એમ કહી એક વાત કવ એટલે ચોકકસ આવશે.તે કાંઇક જાણવા માંગે છે.

કોઇ પરણેલ સ્ત્રી હોય તો તે તેના પતિને આવું કહેતી હોય છે કે એક વાત કવ. આપણે કોઇક આપણી વાત સાંભળે એ માટે આવું કરતા હોય છે.બધા ને એવું હોય કે મને પણ કોક સાંભળે.

#મારી_વાત

Read More

પ્રેમમાં વિરહ મળશે એ યાદ રાખી ને જ
પ્રેમમાં પડજો.

-Pandya Ravi

મારા જ એકાંતમા હું એવો મસ્ત છું,
ને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું

નાનાજી દેશમુખ ની જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ વંદન

નાનાજી દેશમુખ નો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.નાનાજી દેશમુખ નું જીવન સંધર્ષ સાથે વિતવ્યું હતું.તેમને નાનપણમાં પોતાના માતાપિતા ગુમાવી દીધા હતા.તેઓનું પાલન પોષણ તેમના મામા ને ત્યાં થયું હતું.પોતાનો અભ્યાસ પુર્ણ કર્યો.

તિલક જી ની વિચાર ધારા થી પ્રભાવિત થયા.તેઓની પ્રતિમા ને ઓળખી હેડગેવાર જી તેઓને શાખા માટે આવવા કહયું. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ જોડાયા.તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ના રંગે રંગાયા.પોતાનું જીવન સંધને સમર્પિત કરી દીધું .ડો.હેડગેવાર જી ના મૃત્યુ પછી. સંધે તેમને મોટી જવાબદારી આપી .તેઓને પ્રચારક તરીકે ઉતર પ્રદેશ મોકલ્યા.ઉતર પ્રદેશ માં સંધની શાખાઓ લગાડી.ગાંધી જી ની હત્યા નો આરોપ માં સંધ પર પ્રતિબંધ લગાડવામાં . ત્યાર બાદ જનસંધની સ્થાપના થઇ.ડો ગુરુ જી ના કહેવાથી તેઓ જનસંધમાં જોડાયા અને તેનું કામ કરવા લાગ્યા.અટલ જી ની સરકારમાં રાજયસભાના સાંસદ બનાવવામાં આવ્યા.તેઓ 60 વર્ષની ઉંમર પછી રાજનીતિમાં સંન્યાસ લઇને સમાજસેવકનું કામ કરવા લાગ્યા.તેઓ પોતાનું પૂર્ણ જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ.

Read More

ગુજરાતી ભાષા ના કવિ , નિબંધકાર અને સંપાદક એવા સુરેશ.દલાલ ની જન્મજયંતી એ શત્ શત્ નમન

સુરેશ દલાલ નો જન્મ મુંબઇના થાણા થયો હતો.તેઓ પોતાનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો.કોલેજ પુરી કરી અને માસ્ટર ઓફ આર્ટસ કર્યુ.પી.એચ ડી ની પદવી મેળવી.કોલેજના અધ્યાપક તરીકે ફરજ બજાવી.

સુરેશ દલાલ અનેક કવિતાઓની રચનાઓ કરી , અનેક નિબંધો લખ્યા. ગુજરાતી સાહિત્યમાં પોતાની લેખનશૈલી થી લોકોને પ્રભાવિત કર્યા.

સુરેશ દલાલ સાહેબ ની મને ગમતી એક રચના

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,


‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

-સુરેશ દલાલ


શત્ શત્ નમન દલાલ સાહેબ

Read More

જે.પી ની જન્મજયંતિ નિમિતે શત્ શત્ વંદન.

જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૦૨ ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસીડેન્સીના સિતાબદીયારા ગામમાં થયો હતો . નાનપણમાં તેઓ પોતાનો અભ્યાસ છોડીને ગ્રામ્ય જીવન છોડવું પડયું હતું.તેઓ પોતાનો અભ્યાસ છાત્રાલયમાં જાય છે.ત્યાં ધણા બધા મોટા લોકો અભ્યાસ કરતા હતા.તેઓ ત્યાંથી પોતાનો આગળનો અભ્યાસ કરવા અમેરિકા જાય છે.ત્યાર બાદ ત્યાં અભ્યાસ કરે છે.

ત્યારે ભારતમાં આઝાદી મેળવવા માટેની માંગ સાથે અનેક આંદોલનનો થતા હતા.ગાંધીજી ના કહેવા થી તેઓ સાબરમતી આશ્રમમાં આવ્યા.ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા.આઝાદી લડતમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન.આપ્યું.જય પ્રકાશ નારાયણ એ પોતાનું વ્યકિતત્વ અલગ પ્રકાર નું હતું.

આઝાદી પણ મળી ગઇ હતી.સરકારોનું ગઠન થયું.ચુંટણીઓ આવી.પણ સમય ચકો માં બદલાવ 1970 ના.સાલમાં આવી.જયારે ઇન્દિરા ગાંધી ચુંટણીમાં ધાંધલી કરી છે તેનો આરોપ સાબિત થયો.તેવા સમયે જે.પી લોકતાંત્રિક રીતે આનો વિરોધ કર્યો.આની સાથે એક કાંતિના શરૂઆત થઇ.અનેક લોકો તેમની સાથે જોડાતા ગયા.આ જન જન નું આંદોલન બન્યું. કાંતિના એવા પરિણામ આવ્યા કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લગાવવી પડી.ઇમરજન્સીમાં બધા વિપક્ષના નેતાઓની અટકાયત કરવામાં આવી.તેઓ જેલમાં ધકેલવામાં આવ્યા. જયારે તેઓ જેલમાં છુટયા.અને ત્યાર બાદ ચુંટણી થઇ જેમાં ઇન્દિરા ગાંધી હાર થઇ.જે
પી ના માર્ગદર્શનમાં જનતા પક્ષની સરકાર રચાય.

જે.પી આજે પણ આપણે યાદ કરીએ છીએ.અમુક વ્યકિતોને કયારેય પણ ભુલી શકીએ તેમ નથી.ખાસ કરીને બિહાર રાજકારણમાં જે.પી નું મહત્વ ખુબ છે.આજે પણ તેના નામનો ઉપયોગ થાય છે.

#jayprakashnarayan

Read More

#માનસિક
શારીરીક રીતે નહી થાકનારાઓ
કયારેક ' માનસિક ' રીતે હારી જાય છે.