વાંચવા, લખવાનો શોખીન... અને પાછો અમદાવાદી. દરેક વ્યક્તિમાં કંઈક શ્રેષ્ઠ છુપાયેલું હોય છે. બસ અત્યારે એ જ શ્રેષ્ઠની શોધમાં.

#LoveYouMummy

મારી વહાલી અને પ્રેમાળ મમ્મી,

આમ તો 'મમ્મી' શબ્દમાં જ વહાલ અને પ્રેમનો દરિયો સમાયેલો હોય છે, એટલે વહાલી કે પ્રેમાળ ના લખું તો પણ ચાલે ! ટૂંકમાં કહું તો, મમ્મી, તમે જે પણ કર્યું છે આજ સુધી, એના માટે ક્યારેય તમારો આભાર માન્યો નથી.

૯ મહિના સુધી પેટમાં રાખીને બધા દર્દ સહન કરીને નાની નાની વાતનું ધ્યાન રાખીને આટલો મોટો કર્યો. હું જે આજે છું એ તમારા કારણે જ છું. અમુક વખતે તમારી સામે પણ બોલી જાઉં છે. એને નજર અંદાજ કરીને, અમૃતરૂપી પ્રેમનો વરસાદ કરનાર મારી મમ્મીને દિલથી આભાર અને મારી બધી જ કરેલી ભૂલો ભુલવા માટે ખૂબ ખૂબ આભાર !

જો કે, 'માં' વિશે લખવાનાં શબ્દો બધા જ કવિઓ તથા લેખકોને પણ હંમેશા ઓછા જ પડ્યા છે, પણ મમ્મી આટલું જ હું લખું છું, આગળનું બધું તમને ખબર જ છે, મારી આ નાનકડી વાત ફક્ત તમારા માટે.

બસ એ જ તમારું
'કમળ'

Read More