બાળપણથી જ મને રહસ્યમય,જાસૂસી તથા હાસ્ય લેખો વાંચવા ખૂબ જ ગમતા અને લખવાની પણ ઈચ્છા થતી. મારી આ ઈચ્છા માતૃ ભારતી થકી પૂર્ણ થઈ શકી. વાચકમિત્રોએ પણ સતત મારો ઉત્સાહ વધાર્યો છે એ બદલ હું તેમનો આભાર માનું એટલો ઓછો છે.બસ એટલું જ કહેવાનું કે વાચતા રહો અને જો લખવાની ઈચ્છા હોય તો લખવાનું શરૂ કરો વાચક મિત્રોનો સાથ સહકાર તમને અને મને મળશે જ. આભાર

#MoralStories

'શ્રદ્ધા - અંધશ્રદ્ધા'

"જલ્દી કોઈ ડૉકટર ને બોલાવો." શાંતા બહેને ડરથી ચિલ્લાતા કહ્યું.

"ના ના એની કોઈ જરૂર નથી હું તેનો ઇલાજ કરીશ"શાંતા બહેનના પતિ જગદીશે કહ્યું.

જગદીશ બે થી ત્રણ વરસ કોઈ સાધુ બાવા ભેગો રહીને પોતાના ગામમાં પાછો ફર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી તે અંધશ્રદ્ધા ના જોરે ગામે ગામ ના લોકો પાસેથી ઘણા રૂપિયા બનાવી ચૂક્યો હતો.

ભૂત ભગાડવા,તાવ ઉતારવા જેવા અનેક કાર્યથી તે આજુબાજુના ઘણા ગામોમાં નામના કમાઈ ચૂક્યો હતો.

હવે તો ધીમે ધીમે તે પોતે પણ અંધશ્રદ્ધા ના સિકાંજમાં આવી ગયો હતો તેને પણ લાગવા લાગ્યું હતું કે લોકો તેના લીધે જ સાજા સારા થાય છે.

તેની પત્ની શાંતા ને તેના પતિનું આવું વર્તન જરા પણ ગમતું ન હતું તેથી તે અવાર નવાર તેના પતિને આ ધતિંગ બંધ કરીને મહેનત કરી ને કમાવાનું કહેતી પણ જગદીશ ક્યારેય પણ તેનું સાંભળતો નહીં.

હવે એક વખત બન્યું એવું કે મંદિર માં દાખલ થતા સમયે તેના એક ના એક પુત્રને સાપે ડંખ માર્યો.

શાંતા એ ડૉકટર પાસે જવાનું કહ્યું પણ જગદીશે કહ્યું કે મારા પુત્રનો ઈલાજ હું જ કરીશ.

આખી રાત તે તેના પુત્ર પાસે પિત્તળ ના નાગ ની પૂજા કરતો રહ્યો પણ આખરે તેનો પુત્ર સાપના ઝેર ના કારણે મૃત્યુ પામ્યો.

શાંતા ના રૂદન થી વાતાવરણ કરૂણ બની ગયું.રડતા રડતા તે કહેવા લાગી કે ડોકટર પાસે લઈ ગયા હોત તો મારો દીકરો જીવિત હોત.

જગદીશ ને પણ ખૂબ જ પસ્તાવો થયો અને નક્કી કર્યું કે આજ પછી તે આવા ધતિંગ છોડીને મહેનત થી જીવશે અને અંધશ્રદ્ધા છોડી દેશે અને બીજા લોકોને પણ અંધશ્રદ્ધા થી દુર રાખશે.

Read More

#MoralStories

અમરપટ્ટો

અત્યારે જ આપણા સિપાહીઓને તે મહાપુરુષ ને અહીંયા લાવવા માટે કહો.

રાજાએ તેમના પ્રધાનને આદેશ આપ્યો.

રાજાને એવું જાણવા મળ્યું હતું કે પોતાના રાજ્યની સરહદ પાસે આવેલા જંગલમાં કોઈ સાધુ મહારાજ આવેલા છે અને તેઓ અમરપટ્ટો જાણે છે.

હવે અમર થવાની વાત સાંભળીને રાજાને અમર થઈ જવાની લાલચ જાગી.

તેને થયું કે બીજો કોઈ રાજા તે સાધુ પાસે પહોંચે તેની પહેલાં હું ત્યાં પહોંચી જાવ અને અમર થઈ જાવ.

સિપાહીઓ તો નીકળી ગયા રાજાના આદેશનું પાલન કરવા માટે.

હવે આ તરફ તે રાજા તો દિવાસ્વપ્ન જોવા લાગ્યો કે હું અમર થઈ જઈશ તો કોઈ પણ મને મારી નહિ શકે.એક પછી એક એમ હું બધા યુદ્ધ જીતીશ અને સમગ્ર વિશ્વ પર મારું રાજ હશે.

આમ ને આમ એક સપ્તાહ પસાર થઈ ગયું.

તેના સિપાહીઓ પાછા ફર્યા. રાજાએ પૂછ્યું કે ક્યાં છે પેલા મહાપુરુષ તો એક સિપાહી એ કહ્યું કે માફ કરો રાજન અમે લોકો ત્યાં પહોંચીએ તેના એક દિવસ પહેલાજ તેઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

રાજાને તો બહુ ગુસ્સો આવ્યો તેઓને થયું કે માત્ર એક દિવસ મોડું થવાને લીધે તેઓ અમર ના થઈ શક્યા.

તેઓએ સિપાહીઓને કહ્યું કે તમારી બેદરકારી ને લીધે હું અમર થઈ શક્યો નથી તેથી તમને બધાને મોતની સજા મળશે.

સિપાહીઓ તો ધ્રુજવા લાગ્યા અને આશાભરી નજરે મંત્રી સામે જોયું.

મંત્રી ખુબજ સમજદાર હતા તેઓએ કહ્યું કે "રાજન જે વ્યક્તિ પોતાને અમર ના બનાવી શક્યો તે બીજાને શું અમર બનાવવાનો હતો."

મંત્રીના આ કથનથી રાજાની આંખો ખુલ્લી ગઈ તેને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ સિપાહીઓને માફ કરી દીધા.

મોરલ: આપણું પણ કંઇક આવું જ છે.ઘણી વખત આપણે પણ વધુ ધનની લાલચમાં અથવા તો બીજા કોઈ લાભ માટે ઢોંગી બાબાઓના કહેવામાં આવીને આપણા પરિવારને મુસીબત નાખીએ છીએ.તો ખોટી લાલચ રાખવી નહિ અને જે છે તેમાં ખુશ રહેવું જોઈએ.

Read More

ગગો ગવર્નર થયો, બોલે આડી-અવળી વાણી.
વોટર વોટર કરી મરી ગયો,ખાટલા નીચે હતું ઘણું પાણી.

ખબર નહીં ક્યાં ખોવાઈ ગઈ સ્વચ્છતા ની કીકીયારી, ચારે તરફ જોવા મળે છે બસ પાન-મસાલાની પિચકારી.