Hey, I am on Matrubharti!

હેલી બની વરસે તો ભીંજવુ હું મુજને,
પ્રેમ ની "ધારા" બની વહે તો જીલુ હુ તુજને.

-ફોડી લઈશું

તસવીર તારી સજાવી છે સ્વપ્ન ના રંગોથી,
જાણુ છુ હકીકત ની દુનીયામા તુ અલગ છે.

ભલે રાજ નથી મારુ દુનીયા ઉપર,
પણ સમણાની તુ જ છે રાણી.

-ફોડી લઈશું

Read More

આપવુ એ મારો સ્વભાવ છે "ધારા"
પછી એ સાથ હોય પ્રેમ હોય કે જીવન.

-ફોડી લઈશું

હુ તારુ માનુ ખરુ પણ તને અનુસરુ નહી

આ એકજ જવાબ આપે છે મન મારા મગજ ને

-ફોડી લઈશું

વ્યક્તિ નહી લાગણી બદલાઈ છે
સંબંધો નહી "ધારા" સમય બદલાઈ છે

-ફોડી લઈશું

આંખોની શરમ નડે છે તને
ઝુકેલી પલકો તારી ગમે છે મને
પ્રેમ ના એકરારની આ રીત
"ધારા" ગમે છે મને.

-ફોડી લઈશું

સાચી સમજણ તો બાળપણ હતી
મોટા થયા ને ગેરસમજ થઇ છે

-ફોડી લઈશું

અજીબ છે આ મનની રમત
હાજર છે તેની નથી કિંમત
દૂર છે તે લાગે છે અમૂલ્ય

-ફોડી લઈશું

કહેવુ છે ઘણું પણ કહી શકાતું નથી
જતાવવુ છે ઘણું પણ જતાવી શકાતુ નથી
જાણી ને બધુજ "ધારા"
અજાણ બની શકાતુ નથી

કહેવુ છે ઘણું પણ કહી શકાતું નથી
જતાવવુ છે ઘણું પણ જતાવી શકાતુ નથી
જાણી ને બધુજ "ધારા"
અજાણ બની શકાતુ નથી

-ફોડી લઈશું

Read More

સાચો શિક્ષક અનુભવ છે ને સાચો પાઠ સમય ભણાવે છે
પણ પરીક્ષા તો આખું જીવન ચાલે છે.

-ફોડી લઈશું