નમસ્કાર, મારુ નામ મયુર છે,મને શબ્દો,વાક્યો,ગીત,ગઝલની મિત્રતા ગમે છે તેમજ તમારા જેવા મિત્રોની નિસ્વાથૅ મિત્રતા પણ ગમે છે,કોઈના દુખને સમજવુ ગમે છે પણ કોઈને ખોટી રીતે સમજાવી જવુ કયારેય પસંદ નથી. આભાર

માણસની "તોતડી જીભ" એ શારિરીક ખામી છે, જે કરુણાને પાત્ર છે,,

પરંતુ માણસની "તોછડી જીભએ" સંસ્કારની ખામી છે, જે ધૃણાને પાત્ર છે...!

👅international stuttering Awerness day👅

-Parmar Mayur

Read More

હે જગત જનની જગદંબા તારાં અવસરનો આજથી પ્રારંભ થાય છે,

હે માં તારા ભક્તોને મળવા તારું પૃથ્વી પર આગમન થાય છે,

જગત જનની માં દુષ્ટતા ને હરનારી! તારા હાથે સર્વનું કલ્યાણ થાય છે,

હે માં અંબા તારા ભક્તનું શીશ તારા ચરણોમાં વારંવાર ઝુકી જાય છે.


⚔️આજ થી નવરાત્રીનાં પાવન પર્વ ની શરૂઆત સાથે જ માતા અંબા દરેક ની પૂર્ણ થવા લાયક ઇરછાઓ પૂર્ણ કરે તેવી અંતરમન થી પ્રાથના..⚔️

-Parmar Mayur

Read More

પેટ માટે કરેલું પાપ એક સમયે માફી નેં લાયક બને છે, પરંતુ ધનની લાલચ માટે કરેલું પાપ ક્યારેય ક્ષમા લાયક હોતું નથી.

ધન અને અન્ન પચે તો જ બચે,
નહીં તો જીવનમાં કશું જ ના બચે.!!!

🍜🍛World food Day🍜🍛

-Parmar Mayur

Read More

જીવનપંથ પર મિત્રો અનેક રાખજો, અજાણ્યા મળે તો પણ મીઠો આવકારો આપજો,

ખુલ્લું આકાશ સરીખો સ્વભાવ તમારો રાખજો, પંખી, પ્રાણી નેં પંથીને દિલથી આશરો આપજો,

મોટા દે કદી કોઈ ઠપકા નાં વેણ તો હૈયું નરમ રાખજો, સ્વમાનની ભૂખ તેમને, તો અંતરથી માન આપજો,

જીવન જીવો તો દિલની ખુશીઓને ધ્યાનમાં રાખજો, પોતાના હરખ સાથે જ અન્યની ખુશીને માન આપજો.

Parmar Mayur

Read More

ઘરમાં દીકરી એટલે સાક્ષાત લક્ષ્મી નિવાસ,

જે પિતા દિવસની શરૂઆત દીકરી નું મુખ જોઈને કરે છે,
તેના ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ નિવાસ કરે છે,

પરિવારમાં દીકરી ને જો સંસ્કાર સહિત નું શિક્ષણ આપવામાં આવે તો દરેક ઘરની વહુ માં આપોઆપ આવી જાય છે.
👧International Day of the girl child,👧

-Parmar Mayur

Read More

તમે કરો પ્રયત્ન લાખ વખત પણ વહી ગયેલો સમય ક્યાં પાછો આવે છે,

જીવ છે ત્યાં સુધી જ જીવન! અંતે ચાર જણ કાયા ઉંચી કરવા આવે છે,

સંબંધો સાથે સજીવન રહેજો ખેતરમાં ચાડિયા ને ક્યોં કોઈ મળવા આવે છે,

જીવવું હોય તો જીવી લેજો ક્ષણમાં અંતે અતિત અફસોસ લઈને આવે છે.

-Parmar Mayur

Read More

માણસને સંકટ સમયે તેનું માનસિક સ્વાસ્થ્ય જ મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આપે છે,

દરેક પરિસ્થિતિમાં માણસને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, સ્વજનો નો સાથ અને સારાં વિચારોનું વાંચન માણસનાં મનનું મનોબળ મજબૂત બનાવે છે..!!!

🧠World mental health day❤️

-Parmar Mayur

Read More

એ કાગળ નો પણ એક જમાનો હતો, જેનાં સંદેશાઓ નો માણસ દિવાનો હતો,

પોસ્ટમેન ની રાહ ચાતક નજરે જોવાતી હતી, તેના આગમને ઉત્સવ ઉજવણી કરાતી હતી,

શબ્દે શબ્દે સ્નેહનો સાગર છલકાતો હતો, એ સાગર પર સંબંધનો સેતુ રચાતો હતો,

માનવીનાં મનની માયા કાગળમાં વાંચાતી હતી, વરસોની રાહ પળભરમાં ખુશીઓમાં ફેરવાતી હતી..!
📬World post Day📬

-Parmar Mayur

Read More

જે ધનથી ઉંઘ ના આવે તે ધન નકામું,

જે મનમાં સ્નેહ ના હોય તે મન નકામું,

મૃત શબને ને આપેલ ભોજન નકામું,

જરુર સમયે કામ ના આવે તે જન નકામું..!!!!

-Parmar Mayur

Read More

આવી પડે આફત તો નીડર મનથી સામનો કર,

હવામાં ના વાતો કર, વિમાન ની ઝડપે નિર્ણય કર,

મુશ્કેલી નો માર્ગ ત્વરિત કર,બસ મનમાં વિશ્વાસ ધર,

આફતો ક્યારેક અજાણી હોય, બસ તું અવસરમાં પરિવર્તિત કર..!!

✈️🇮🇳Indian air force day🛩️🇮🇳

-Parmar Mayur

Read More