Hey, I am on Matrubharti!

સાહેબ આતો માણસ ની મજબૂરી એને નોકર બનાવે છૅ,
બાકી તો બધા પોત પોતાના રજવાડા ના રાજા જ હોય છૅ..
Written by Rj Pravin

में उस मौत को भी हस के गले लगा लूंगा अगर मेरा सिर तेरी बाहोमें होगा
Written by Rj Pravin

તારી નિકટતા થી દૂર રેહવું એટલે
જાણે પળે પળે મોત ને ભેટવું


Written by Rj Pravin

ए मेरे खुदा, बस इतनी शिकायत है मेरी!
अगर तु चाहता था, मैं जिंदा ना रहू,
तो मौत दे देता मुझे.....(2)
मुझसे मेरी महोबत क्यों छीन ली?

मुझे पता है, तू मेरे सारे राज़ जानता है!
इसीलिए तो तू मुझे सताता है..
जानता है तू की मैं कुछ नहीं हूं उसके बगैर
इसीलिए तू मुझे, उससे दूर रखता हैं।

तू भी बड़ा जालिम है मेरे खुदा
क्या तरकीब आजमाई है तुने मुझे मारने की
तू जानता है मैं नहीं जी सकता उसके बगैर
इसीलिए तू मुझे, उससे दूर रखता है।

ऐ मेरे खुदा, बस इतनी शिकायत है मेरी
अगर तू चाहता था, मैं जिंदा ना रहूं
तो मौत दे देता मुझे...(2)
मुजसे मेरी महोबत क्यों छीन ली...?
Written by Rj Pravin

Read More

માની કૂખ...
દુનિયાની સૌથી પવિત્ર જગ્યા એટલે માની કૂખ.
જિંદગીનો સૌથી સુંદર અનુભવ એટલે માની કૂખ
જ્યાં નથી કોઈ પાપ, નથી કોઈ દુરાચાર
કે નથી કોઈ લોભ, એ જ માની કૂખ.

નથી કોઈ સુખ કે કોઈ દુઃખ
કોઈ એ જાણિયું કે કોઈ રડે માની કૂખમાં?
હસવું-રડવું એ તો બધું બહારી ખેલ.

દુનિયા ચાહે જોઈને તમને
બસ, એક મા જ ચાહે વિના જોયે.

દુનિયાની સૌથી પવિત્ર જગ્યા એટલે માની કૂખ.
જિંદગી નો સૌથી સુંદર અનુભવ એટલે માની કૂખ!
Written by Rj Pravin

Read More

શુ તને ખબર છે તુ ક્યા છે?
મારા હૃદયની સમીપ આવી ને જો
મારી ધડકન જે સતત ધડકીયા કરે છે ને
એ તુ જ છો....

શુ તને ખબર છે તુ ક્યા છે?
મારી આખોમાં આવી ને જો
એમાં જે ઝળહળતું તેજ છે ને
એ તેજ તુ જ છો...

શુ તને ખબર છે તુ ક્યા છે?
મારી બાહોમાં આવી ને જો
એમાં જે બેસુમાર મનમોહક સુવાસ છે ને
એ તુ જ છો...

શુ તને ખબર છે, તુ ક્યા છે?
મારી જિંદગીમાં આવી ને જો
મારી જિંદગીની સમગ્ર ખ્વાહિશો, ઈચ્છાઓ જે છે ને...
એ તુ જ છો.....મારી ગાંડી
Written by Rj Pravin

Read More

ચાલ ને મળી લઈએ,
આ વિરહ ને દૂર કરી દઈએ,
નથી મળ્યા એક અરસા થી આપણે,
ચાલ ને મળી લઇ એ.

નથી રેહવાતુું હવે મારાથી,
દૂર થોડું પણ તારા થી,
જો નથી હોતી પાસે તું મારી,
તો હું ખુદ દૂર મારાથી,
કેમ રહેવું દૂર તારાથી?

કેટલુંક જીવી શકાય પ્રાણ વગર?
પ્રાણ તો મારો તું છે,
પ્રેમ મારો તું છે,
જીંદગી મારી તું છે.

ચાલ ને મળી લઇએ,
આ વિરહ ને દૂર કરી દઈએ.
Written by Rj Pravin

Read More

ક્ષણિક સાથ તો બધાં માગે,
હું તો માંગુ જિંદગી ભરનો સંગાથ.
નથી જોતું કઈ મારે,
સિવાય એક તારે.
સાથ જો તું આપે તો,
જિંદગી ભર પેટે જીવી છે મારે.
જો તું હોય સાથે મારી
લાગે મને બધાં દુઃખ ક્ષણિક,
જો હોય દૂર તું મારાથી
તો ક્ષણિક દુઃખ પણ લાગે પહાડ.
નથી જીવી શકતો તારા વગર
બસ હવે તું જ એક સહારો લાગે.
નઈ છોડતી મને મજધારે
તું જ મને કિનારો લાગે.
ક્ષણિક સાથ તો બધાં માગે(મારી ગાંડી)
હું તો માંગુ જિંદગી ભરનો સંગાથ.
Written by Rj Pravin

Read More

બનવું છેે મારે એ અગરબતીની જેમ,
જે ખુદ સળગીને સુવાસ આપે બીજાને,

મદદ કરવી મને બહુ ગમે,
મદદ પણ કેવી જેમાં મારો કોઇ સ્વાર્થ ના હોય તેવી.

હંમેશા પ્રભુ ને એ જ પ્રાર્થું છુ હું,
આપજે શક્તિ મને તુજ કામ કરવા
જેથી હું તારું નામ વધારી શકું🙏🏻.

જે આપ્યું તે મને એ બહુ અદભુત છે.
આપજે શક્તિ મને એવી કે સઘળું અર્પી શકું સૌને.

બનવું છે મારે એ અગરબતીની જેમ,
જે ખુદ સળગી ને સુવાસ આપે બીજાને.
Written by Rj Pravin

Read More

ઓયય તુ આ હવાઓ ને કંઈક કે ને
એ મારા માં વસવા માંગે છૅ
એ મને તારા નામ થી ચીડવ્યા રાખૅ છૅ
ના પાડું છુ છતાં મને હેરાન કારિયા રાખૅ છૅ
એ કહે છૅ કે તારી સુગન્ધ વસી ગય છૅ મારા માં,
એટલે એ મારા માં વસવા માંગે છૅ.

તારી મીઠી સુવાસ લઇ ને, એ વાતાવરણ ને મહેકાવા માંગે છૅ
તારી એ મીઠી સુવાસ લઇ ને, એ ઈશ્વર ને રીઝવવા માંગે છૅ
તારી એ સુવાસ લઇ ને, એ લોકો ને મોહિત કરવા
માંગે છૅ
એટલે એ મારા માં વસવા માંગે છૅ

ઓયય તુ આ હવાઓ ને કંઈક કે ને (મારી ગાંડી)
એ મારા માં વસવા માંગે છૅ
Written by Rj Pravin

Read More