" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. " - જી. ઈ. લેસીંગ્ટન

છીપ

તાન્કા કાવ્ય.....

બનું હું છીપ
સમાય જેમાં મોતી
એ અણમોલ.

ચિત્રકાર છે છીપ
ને મોતી એની કલા.

- પરમાર રોહિણી " રાહી "

Read More

ભક્તિ કાવ્ય.......

કરું હું એવું સંપૂર્ણ સમર્પણ,
હૃદયના ફૂલ તુજને અર્પણ.

કરીશ હું મીરાં કેરી ભક્તિ તારી,
વિષને સમજી અમૃત, કરું *ગ્રહણ* .

આપે જો જગત તિરસ્કાર મને,
છતાં ભક્તિમાં તુજ નામ કરું *ગ્રહણ* .

જગતની મોહ-માયાથી રહું દૂર,
બસ, તારી ચરણરજ કરું *ગ્રહણ* .

હરિજન ક્યારેય ન માંગે મુક્તિ,
તારા નામે હું તો મોક્ષ કરું *ગ્રહણ* .

જીવન સફરની આ "રાહી" બની જોગન,
ઓ કાના ! હવે તો તું કર મુજને *ગ્રહણ* .

- પરમાર રોહિણી " રાહી "

Read More

" ચિત્ર એ મૂંગી કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. "

- જી. ઈ. લેસીંગ્ટન

લખતો જા......

આ સફેદ જીવનના કાગળ પર, ગુપ્ત નામ લખતો જા,
બદલાય મારા જીવનની રેખા, એવું નક્ષત્ર ઘડતો જા.

તારા જ શબ્દની વાણીના ગિતારમાં, મૌન સૂર મારુ પૂરતો જા,
મારા સપનાંની દુનિયાનો તું છે રાહી, બસ રાહ મારી બનતો જા.

આ વાસ્તવિકતાની ગૂંચવણમાં, સહેજ અર્થ તારો કહેતો જા,
કહેવું ઘણું છે તારી મૂક વાચાને, શબ્દ થકી નિરુત્તર કરતો જા.

લખવી છે કવિતા, જ્યાં ઇંતજાર છે તારી કલમરૂપી શબ્દનો,
બસ, આ કવિતામાં તારી કલમે, વિશ્વાસ મારો મુકતો જા.

- પરમાર રોહિણી " રાહી "

Read More

' ગુમનામ '

વર્ષાની હેલી એવી તો વરસાય,
ગુમનામ યાદો મારી ન્હાવા જાય.

વહેતા આ શ્વાસમાં કમી તારી વર્તાય,
ગુમનામ દલડું મારું તને મળવાને જાય.

મહેફિલની તન્હાઈમાં અંધારું છવાય,
ગુમનામ થયેલ પડછાઈ ફરી રૂપ લઈ જાય.

તારી યાદોમાં તો કવિતા પણ લખાય,
ગુમનામ ખ્યાલોમા હવે શબ્દ પણ ગુમનામ થાય

- પરમાર રોહિણી " રાહી "

Read More

🌨 ઝરમર 🌨

ઝરમર ઝરમર એવા તો એ આમ પર એ વરસી રહ્યા,
એમના નેહ નીતરતા નયનો નિરખવા અમે તરસી રહ્યા.

સિંહની ત્રાડે ગરજે ને વરસે છે વાદલડીની મેઘ,
અમે તો ઝાકળની એક બુંદ પામવા વલખી રહ્યા.

- પરમાર રોહિણી " રાહી "

Read More

🤗 *હેત* 🤗
તારી મારી મિત્રતા
નિઃસ્વાર્થ ભાવની
વિશ્વ વિખ્યાત
બની આજે
કારણ
*હેત*
છે.
*હેત*
જાણે કે
મૈત્રી એવી
કૃષ્ણ-સુદામા
રામ - હનુમાન
તણી ભક્તિ અનેરી.

- પરમાર રોહિણી " રાહી "

Read More