Mind_Less

હું રાહ જોવ છું....

હું તારા સવાર ના મોર્નિંગ મેસેજ નહિ,,,
પણ આપણે એક જ બેડ પરથી ઉઠીયે એવી સવાર ની રાહ જોવું છું...!!!
.
ચલ હું નાહીને આવું નહિ,,,
તું "ઓય ટોવેલ આપ" એમ કહે એની રાહ જોવું છું...!!!
.
ઓફિસે જઈ મેસેજ કરું વાળી નહીં,,,
દરવાજા સુધી તને મૂકવા માટે આવવાની રાહ જોવું છું...!!!
.
તું પૂછે શું બનાવે છે..???એની નહીં..
હું તને પૂછું શું બનાવું એની રાહ જોવું છું...!!!
.
ચલ હું જમી લઉ વાળી નહિ,,, ચલ જમીયે ભૂખ લાગી છે એની રાહ જોવું છું...!!!
.
શું કરે છે તું??? એની નહિ,,,
પણ ચલ આજે કયાંક બહાર જઈએ એની રાહ જોવું છું...!!!
.
બાય..ગુડ નાઈટ્...!!હું સૂઈ જાઉં નહિ,,,
ચલ હવે સૂઈ જશું ની રાહ જોવું છું...!!!?☝

હું રાહ જોવ છું...?

Read More

*કાલે જે ગરબામાં મળી હતી *

કાલે જે ગરબામાં મળી હતી,
એ છોકરીની આ વાત છે.
.
જોતા તો એ લાગતી'તી નમણી નાગરવેલ..,
જ્યારે આમ-તેમ નજર ફેરવતી ત્યારે લાગતી'તી ઢેલ.
.
ઓઢેલ આંછી ચૂંદડીમાંથી દેખાતી'તી એની કમર..,
જોવા એ કમરના વળાંકને નજર પણ કરતી હતી મેળ.
.
એક તો થઈ હતી એટલી તૈયાર,
અને એમાંય ચશ્મા ચડાવીને બેઠી હતી..,
લાગતું હતું જાણે ઘાયલ કરવાનો પ્લાન અગાઉથી ઘડીને બેઠી હતી.
.
કંઈક જુવાનિયાઓ એને જ જોતા હતા મેદાનમાં..,
બીજાની ક્યાં વાત કરું અમે ખુદ પણ ન્હોતા ભાનમાં.
.

ગરબામાં તાલને થનગણતી ચાલે,
મીઠું સ્મીત રેલાવતી હતી,
કૈકના હૈયા પલાલતી હતી.
.
નજરો તો ઝુકાવી દિધી હતી મારા માનમાં..,
પણ મને ક્યાં કઈ ખબર પડે છે સાનમાં..?
.
એણે તો આંખના ઇશારેથી કોઈ વાત કીધી..,
પણ મેં તો શરમાઈને નજર હટાવી લીધી.
.
નવલી નવરાતની એક રાતની આ વાત છે..,
કાલ જે ગરબામાં મળી હતી એ છોકરીની આ વાત છે...

Read More

જો હવે તમને કોઈ પુછેને કે

' કોઈને જોયા વગર પ્રેમ થઈ શકે ખરો '?

તો મારું નામ આપી દેજો..

इस रविवार ऐक दोस्त के नाम....???વિચારું છું આજ સુધી મેં શુ મેળવ્યું મારી જીંદગીમાં...,
પણ તમારા જેવા દોસ્તોથી વિશેષ બીજું તો શું હોય જીંદગીમાં...
.
એક ભટકેલી જીંદગીને જીવવાની એક આશા આપી...,
પ્રભુ તે આ જીંદગીને જાણે એક દોસ્તીની ભેટ આપી...
.
કોઈ પણ ક્ષણે મારો મુડ પરખવાની એને ક્ષમતા આપી..,
જાણે આ એકલતાને જડમૂળથી જ દૂર કરવાની કોઈ દવા આપી...
.
નિષ્ફળતાની કોઈ પણ ખુણે લડવાની તે મને પ્રેરણાં આપી..,
જાણે હિમ્મતને પણ તે મફતમાં શાહી મિજબાની આપી...
.
આ જાલિમ દુનિયામાં પોતાના માટે જીવવાની એક સલાહ આપી...,
જાણે એક શિખાઉ બાળકને તે નવી સાઇકલ ભેટ આપી...
.
રસ્તા વચ્ચે મુંજાયેલા આ મુસાફરને તે સાચી દિશા આપી..,
હે પ્રભુ ! ખુશીના નામે તે મને એક ખરા દોસ્તની નિશાની આપી...

Read More

ગમી તો તમને પણ જઈશ.,

બસ થોડું વધારે ધ્યાન બીજા કરતા અમારા પર આપવું પડશે..?


Mind_Less

*જિંદગી*

હાલત પર કેવું હસે છે જિંદગી,
.
તલવાર ની ટોચે વસે છે જિંદગી.
.
ઊભા રહી આઘાત ના થેલા ભરી,
.
કેવું પરાણે આ શ્વસે છે જિંદગી.
.
અટકી પડે જો ભાગ નાં દોડે પછી,
.
દુખીપણું આ નસનસે છે જિંદગી.
.
મારું હતું, મારું હતું, મારું જ છે,
.
આ ખોખલી વાણી ધસે છે જિંદગી.
.
હું માંડ જાણું આજને થોડો વધું,
.
ને બે કદમ આગળ ખસે છે જિંદગી.

Mind_Less

Read More

ભરાય આવે છે આ આંખો ? ઘણીવાર..,
જ્યારે સાંભરે છે મને તારો મીઠો સાદ...
.
નવરાશની પળોમાં જ્યારે આવે તારી યાદ ?..,
છાનું રાખું છું આ હૈયું વાંચીને તારી જૂની વાત...
.
હસી ? કાઢું છું તારા એ જુઠા વાયદાને આજ..,
જાણી જોઈને અજાણ બનવાનું શીખે કોઈ તમારે પાસ...
.
કદાચ થોડું મોડું થઈ ગયું હશે એ સાંજ..,
જ્યારે સમજાશે તને આ શાહી દિલના ? તડપતા હાલ...
.
બહુ જ પાછતાઈશ જ્યારે થશે તને તારી ભૂલનો અહેસાસ..,
પણ કદાચ ખોલી નહીં શકે તું ફરી આ સમયનાં દ્વાર...
.
આ કુદરતનાં નિયમોથી તો હું પણ છું લાચાર..,
રોજે જેને યાદ કરું, કિસ્મત બસ એનાથી જ નારાજ...
.
પણ આજે સમજાઈ ગઈ મને તારા એ રાજની વાત..,
નસીબમાં લખે કોઈકનું નામ ?, અને તું પ્રેમ ❤ ભરે બીજાને નામ..

Read More