વિચારોનું વિશ્લેષણ

રાખડી એટલે?

એવી આઝાદી મેળવીને ક્યાં જાઉં,
જ્યારે ઘર ખુદ એક પીંજરું બને...

જ્યારે જ્યારે
દોસ્તી શબ્દ કાને પડે છે
ત્યારે ત્યારે તું આંખે તરે છે,
તારા માટે ભલે હું આમ હોઉં, પણ
મારા માટે તો તું આજે પણ ખાસ છે,
હા, બધાની જેમ તને રોજ ફોન નથી કરતો
કે નથી રોજ મળવા આવતો,
પણ એવો એક પણ દિવસ નથી હોતો,
જ્યારે તું યાદ ન આવ્યો હોય અને
એ યાદમાં હું તને મળ્યો ન હોઉં,
'દોસ્તી', આ શબ્દ જ લાગણી છે,
અને મારા માટે એ તું જ છે...
- પાર્થ પ્રજાપતિ

Read More

ક્યારેક વરસી જવું પણ જરૂરી છે,
મનમાં ભરી રાખવાથી વાદળો પણ કાળાં પડી જાય છે...

ઘણીવાર તો વિરોધીઓ પર પણ અપાર પ્રેમ ઊભરાઈ આવે છે,
રસ્તામાં કાંટા વિખેરીને એમણે મને ખાઈમાં પડતાં બચાવ્યો છે...
- પાર્થ પ્રજાપતિ

Read More

સંબંધોનું શ્રીફળ પણ એવું માથે પડ્યું,
બહારથી મજબૂત અંદરથી ખોખલું નીકળ્યું...
- પાર્થ પ્રજાપતિ

Read More

આ વાદળો પણ સમરાંગણે ચડ્યાં લાગે છે, જોને
લાગણીનાં તીર ચલાવવાં મેઘધનુષ પણ હાથમાં છે...

કપાયા પછી પણ તેની અંદર કંઈક ધબકી રહ્યું છે,
નહિ તો આમ વર્ષાના આગમનથી લાકડું ફૂલે નહિ...
. - પાર્થ પ્રજાપતિ

Read More

એક કેરી બગડેલી નીકળી ને આખો આંબો કાપી નાખ્યો,
જરાક જોવું તો હતું કે ત્યાં થોડી મીઠી કેરીઓ પણ હતી..

કરુણ રસ ધરાવતું કાવ્ય...

આ કેવી આફતમાં મૂકયો છે તે મને આજે
રડવું આવે છે, છતાં રડી નથી શકાતું......
.
.

.
પારકા તો પારકા, પોતાનાં પણ ન સમજ્યાં,
ખિસ્સાનો આ ભીનો રૂમાલ, શાને નથી સુકાતો...
- પાર્થ પ્રજાપતિ

Read More