Hey, I am reading on Matrubharti!

"બંઘ કબાટ મા પુસ્તકે આત્માહત્યા કરી...
ને ચિઠ્ઠી મા લખ્યુ મોબાઈલ ના ત્રાસ થી "

પ્રેમ પામ્યા ની મને કેવી મીઠી મજા મળી ગઈ.

વિરહ તણી વેદના ની મને અજબ સજા મળી ગઈ...

હે પ્રભુ??

ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને
ઋતુઓ ની રાણી મોકલ

ઝરમર ઝરમર પોરાં મોકલ
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ

લીલીછમ લીલોતરી મોકલ
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ

ત્રાંસો મીઠો વરસાદ મોકલ
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ
????????
⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️

Read More

જે સુંદર આંખો આ લાઈન વાંચી રહી છે ,

એ આંખોના દરેક સપના પૂરા થાય ..

? શુભ સવાર ?

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

— લયસ્તરો પ્રમાણે છેલ્લી કડી આ મુજબ છે. —

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

Read More

*પપ્પા તો છે જ ને ...!!*

હતા મારા જન્મ પર
બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ
ઉભા હતા એ..,
અદબ વાળીને,

બધાએ માત્ર વહાલ કર્યું
ને જે દવાખાનાના બીલ
બાકી હતા તેમાં...,
*પપ્પા તો છે જ ને...*

પેટ ઘસીને ભાંખોડીયા
ભરતા થયો હું,
અથડાયો ઘડાયો,
કેટકેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં
ડર લાગે, પણ...
પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
*પપ્પા તો છે જ ને...*

યાદ છે નિશાળનો
પહેલો દિવસ...
જ્યારે રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે,
ડરી ગયો હું..,
આ ચોપડીઓના
જંગલમાં,
પણ ખબર હતી કે,
હાથ પકડનાર...
*પપ્પા તો છે જ ને...*

સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ,
ને ભુંસતો સુધારતો
હું ભુલો,
જો નહીં સુધરે ભુલો,
ને નહીં ઉકલે આંટીઘૂંટી
તો એ બધું ઉકેલવા,
*પપ્પા તો છે જ ને..*

પહેલી સાઇકલ, સ્કૂટર
ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને
જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું
આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા
*પપ્પા તો છે જ ને...*

*તું ભણ ને બાકી હું*
*ફોડી લઈશ*
આ ડાયલોગ પર
આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને
પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
*પપ્પા તો છે જ ને...*

કોઈ કરકસર કે કચાશ
ના કરી મને સારો માણસ
બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ
પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
*પપ્પા તો છે જ ને...*

નોકરી પછી લગ્ન ને
પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને
ના જોયું,
કંઈ ખુટી પડશે તો
હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
*પપ્પા તો છે જ ને...*

જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના,
ને વિતાવ્યું આખું
આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય,
તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
*તારા પપ્પા તો છે જ ને*

હાર્યો કેટલીય વાર
જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું,
જુગારી કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા
મથતા ને..,
થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત

કે.....,

*પપ્પા તો છે જ ને...*

???

Read More

એકાંતને ઓગાળીને વ્યસ્ત રહુ છુ..
માણસ છુ.. મુંઝાવ છુ..
તોય મસ્ત રહુ છુ..!