I like to write about poetry, quote, motivational, thought, spiritual & I believe I can be a good writer.

પ્રેમ એટલે..

એક એવો તરંગ
જે તારા મનની દરેક વાતોને
હ્રદયમાં મારા પ્રવેશીને
વગર બોલ્યે
મને સમજાવી જાય....

-Patel Anjali

Read More

તારા હર એક વિચારમાં
હાજર રેહવું છે મારે ,
પહોંચી તારા શ્વાસ સુધી
તને બાહોમાં ભરવી છે મારે...

ચાલને તું બની જાને
એક ક્ષણ માટે મારી રાધા ,
કેમ કે બનીને મોહન
આજે તને છેડવી છે મારે...

સંભાળીને રાખજે
તારા પ્રેમભર્યા હ્રદયને જરાક ,
આવીને પાસે તારી
સૂરજને ઉગતા રોકવો છે મારે...

શબ્દોનાં સહારે તારા
લખી છે મેઁ એક કવિતા આજે ,
પરવાનગી મળે જો તારી
તો તને કહી સંભળાવવી છે મારે...

બનીને પાયલ
તારા ચરણોમાં મેળવવું છે સ્થાન મારે ,
વરસે જો પ્રેમનો વરસાદ
તો સાથે તારી ભીંજાવું છે મારે...

અંજલિ ✍️

Read More

તારી ખુશીઓના સરવાળા માટે
મેઁ સપનાઓની મારા બાદબાકી કરી નાખી

અનુભૂતિ થઈ જે ક્ષણે તારા પ્રેમની
એજ ક્ષણે મેઁ જગતના પ્રેમની રીત બદલી
નાખી...

-Patel Anjali

Read More

તમારા ચહેરા પરનું લખાણ
મને કંઈક કહી રહ્યું હતું
ગેરહાજરીની ફરિયાદ આજે પૂર્ણ થઈ
એમ જણાવી રહ્યું હતું...

કાજળ તમારી આંખોનું
આવતા અશ્રુને રોકી રહ્યું હતું
નજર ઉઠાવી જયારે જોયા તમને
ત્યારે એવું લાગી રહ્યું હતું...

ખુદને મનાવી વેદનાને છુપાવતા
તમને આવડતું હતું
એટલે જ હોઠ પર આવતા સ્મિત
કદાચ અચકાઈ રહ્યું હતું...

પવનમાં ભળતી તમારા અત્તરની સુવાસ
તનને મારા મહેકાવવા લાગી હતી
જોઈને લલાટ પર લાગેલી બિંદીને
ચુંબન કરવાનું તમને મન થઈ રહ્યું હતું...

આવ્યો તમારી ઝાંઝરનો છમ્મ છમ્મ અવાજ
'ને હું તો ઘેલો થઈને ઝૂમવા લાગ્યો હતો
પછી તો ફક્ત તમને જ જોયા કરવાનું
આ હૈયું મારું જીદ કરી રહ્યું હતું...

અંજલિ ✍️

Read More

સાંજ પડેને વાટમાં તારી
નજર બારણેથી હટતી નથી ,
ક્યારે આવશેની આશમાં હવે
આંખોય પલકારા મારતી નથી.

માયા લગાડી પ્રીતની મને
કેમ હવે તું દેખાતો નથી ?
ઓઢીને ચાદર દુઃખની હવે
માર્ગ ખુશીનો મને દેખાતો નથી.

ઓટલે બેસી યાદમાં તારી
હૈયું મારું ક્યાય લાગતું નથી ,
રિસાયો હોય એમ જાણે
સમય પણ આગળ જાતો નથી.

કરવી તો છે વાતો ઘણીય
પણ એકલીને મન થાતું નથી ,
મળે છે દિલને સુકૂન જેમાં
એ પ્રેમની ઝલક કેમ જોવાતી નથી ?

મોકલું પવનસંગ સંદેશો મારો
તોય કોઈ ઈશારો મળતો નથી ,
થાકીને બેઠી આ પ્રિયેથી હવે
વિરહની અગ્નિ સહન થાતી નથી.

✍️અંજલિ..

Read More

हज़ारो सवाल दफना दिए इस छोटे से दिल में
आखिर बेरंग जीवन से हमें कैसी मोहब्बत ?

मांगते रहे दुआओ में जिन ख़ुशी के पल को
फिर वही गम मिलने पे हम करें किससे शिकायत ?

ख्वाबों से भरा मन यह मेरा बह गया बारिश की बूंदों में
पहनके नकाब गुलाब का चुभे काँटों की करें कैसे इबादत ?

जिन लम्हों को हम जीने की उम्मीद मान बैठे थे
मिटाके खौफ खुदा का लादी रहन में यह कैसी कयामत ?

अपना मानके दी जगह जिन्हे अपने आलय में
कर गए क़त्ल सरेआम कातिलों से हमें कैसी हिफाजत ?


-Patel Anjali

Read More

પિયરમાં નિર્ણય લેવાનો અધિકાર માતા પિતાનો હતો ,
જયારે સાસરીમાં એનો હકદાર પતિ બની જાય છે.

જે દીકરીને અત્યાર સુધી પોતાની માની હતી ,
એજ દીકરી પલ ભરમાં પારકી બની જાય છે.

માણસનો સંબંધ સૌપ્રથમ એના પોતાનાથી હોય છે
તો પછી દીકરીના નિર્ણયોનો અધિકાર બીજાને કેમ મળી
જાય છે ?

એક દીકરી માટે તો કોણ પારકું ને કોણ પોતાનું ?
બસ જે એના નિર્ણયનું સન્માન કરે..એજ એના દિલમાં ઉતરી જાય છે.


અંજલિ ✍️

Read More