ham to apni Masti me Gaya karte he, Duniya vale Aya Jaya karte he...

રાખું છું હમેશ હોંઠો પર તારું નામ,
પ્રિયે તેમાં પણ તને ફરિયાદ છે?

નથી કરતો તારા સિવાય બીજાને યાદ,
યાદમાં પણ તને ફરિયાદ છે?

તારી રજામંદી થી થઇ રહ્યા છે લગ્ન તારા,
હું લગ્નમાં ન આવું તેમાં પણ તને ફરિયાદ છે?

વર્ષો બાદ તારા વિના ખુશ રહેતાં શીખ્યો છું
મારી આ ખુશીમાં પણ તને ફરિયાદ છે?

જા હવે તારાથી કોઈ ફરિયાદ નથી મારે,
ફરી યાદ ન કરું તેમાં પણ તને ફરિયાદ છે?

ખુદા જે ચાહે તને તેને તું એકલો કરી દે છે,
તારી આ ખરાબ પરીક્ષાની તને ફરિયાદ છે.

અંત કાલે તું પણ એકલો હતો ભાલકામાં અનુભવ્યું છે
આટલી વ્યથા છતાં નિયમ ન બદલવાની તને ફરિયાદ છે.

રહે છે સ્મિત ભર્યો ચહેરો મારો સદા,
પ્રભુ દુનિયાને આની પણ તને ફરિયાદ છે.
- નિશાન

Read More

વગર વાંકે ' સોરી ' કહેતા આવડે છે,
હા મને સંબંધ સાચવતા આવડે છે.

નથી કરતો દુનિયા સાથે ખોટી બહસ,
હા મને સમય બચાવતા આવડે છે.

ઝાકળમાં દેખાય છે પ્રિયે તારી છબી
મને તો આ રીતે જ પ્રેમ કરતા આવડે છે.

રહું છું મૌન એ મારી કમજોરી ન સમજશો
મને સમયાંતરે પુણ્ય પ્રકોપ ઠાલવતા આવડે છે.

વાંસળીના સૂર ફેલાવવામાં મશગુલ છું,
ઝૂટવશો તમે તો સુદર્શન ફેરવતા આવડે છે.

લખું છું કાગળ પર નાનું મોટું કંઈ પણ,
હા મને એકાંત વિચરતા આવડે છે.

પ્રભુ હવે તું હદથી વધારે કઠોર ન થા,
લોકોને હવે પ્રભુ બદલતાં આવડે છે.

નથી કરતો કોઈ સવાલ તારા ન્યાય પર,
પ્રભુ મને ધીરજ ધરતા આવડે છે.
- નિશાન

Read More

વાત દુનિયામાં મારી થઈ રહી છે,
મતલબ એ નથી કે સાચી થઈ રહી છે.

એટલો દુર્જન પણ નથી તેમ છતાં,
તે પીઠ પાછળ મારી થઈ રહી છે.

લાભ છે મારી પાસે સ્વાર્થનો એમના
ત્યાં સુધી જ વાત મારી સારી થઈ રહી છે.

બોલ્યા પછી છેક સુધી ઊભો રહું સાથે,
વાત દુનિયાદારીની મારી થઈ રહી છે.

દોસ્ત શબ્દમાં જ બે જણાં છે બે,
વાત ક્યાં મારા એકલાની થઈ રહી છે.

સજ્જનોને વધુ દુઃખ પડે છે દુર્જનો કરતા,
પ્રભુ વાત આ તારા ન્યાયની થઈ રહી છે.

આંખો બંધ કરું ને દેખાય મારો જ ચહેરો સામે,
પ્રભુ શું વાત આ 'અહમ્ બ્રહ્માસ્મિ' ની થઈ રહી છે?
- નિશાન

Read More

તારો ચહેરો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી?
ને હાથોમાં મારા અરીસો હતો ત્યારે તું ક્યાં હતી?

મોસમ આવી હતી ગુલદસ્તો દેતી ગઈ ને હું જોતો રહ્યો,
ખાલી કુંપણનો કોરો દિલાસો હતો ત્યારે તું ક્યાં હતી?

તું નહી,તારી છત નહી, તારી દીવાલનો છાયડો પણ નહી,
એકલો હું ઊભો હતો માથે તડકો હતો ત્યારે તું ક્યાં હતી?

મારા હાથમાં કંકુ ને ચોખા હતાં એક મીંઢળ હતું,
મારી માફક સમય પણ કુંવારો હતો ત્યારે તું ક્યાં હતી?

આંખ તેજસ્વી, ચહેરો રૂપાળો હતો, વાળ કાળા હતાં,
અને તારી યાદોએ પણ તંબુ તાણેલો હતો ત્યારે તું ક્યાં હતી?
- ખલિલ ધનતેજવી

Read More

જિંદગી મોજથી જીવવાની આદત છે. હું જ મારો અંગત આનંદી મિજાજ છું.
પણ લોકોની ઈર્ષાઓ પોષવા સારું કોઈ વાર બહારનાં નશા કરી લઉં છું.
- નિશાન

Read More

પૃથ્વી પર ગરમી વધવા માટે એ. સી., ફ્રિજ વગેરે ની હવા એકલી જવાબદાર નથી.
કેટલાક વિકૃતોની વાતો પણ ખોટી હવા ફેલાવે છે તેનાથી વધતી ગરમીનો અંદાજો કોણ કાઢશે?
- નિશાન

Read More

આજે વરસી રહ્યો છે ચારેકોર મેઘ,
વળી છે ટાઢક સૌનાં હૈયા લગી છેક.

પુરાવો છે આ તરસ છીપાયાનો ધરતીની,
ખાધો ઓડકાર ભીની માટીએ ને આવી મહેંક.

મળશે નવું જીવન પ્રકૃતિને બદલાશે રંગ, રૂપ , સ્વરૂપ
તું દરેકને બદલવા કરતા જાત બદલ તારી એક.

વર્ષા છે મિલન આભ અને ધરાનું અશ્રુ રૂપે આભના,
ચાલ એ અશ્રું તણા જળમાં ઓગળીએ બંને એકમેક.
- નિશાન

Read More

જોતાં બળબળતા ઉનાળાની બપોરે તને
પછી આ આંખોને ઠંડક મળી છે.

ગરજ્યાં વાદળો આભમાં ચોમાસે,
વર્ષાના ટીંપે ટીંપે તું વરસી છે.

બેઠો ફૂલ ગુલાબી સવારે શિયાળે,
તડકાના કિરણે કિરણે તું સ્પર્શી છે.

બાગમાં ટહેલતા પરોઢે અજાણે,
જોઈ ઝાકળનાં બિંદુમાં તારી છબી છે.

બન્યું દૃશ્ય પાણીમાં ઢળતી સાંજે,
જાણે વદન પરની તારા ઝીણી ઝરી છે.

ટમટમતા દેખાય તારા રૂપી ચહેરા આકાશે,
ખુદા શું આ પણ તારી કારીગરી છે??
- નિશાન

Read More