જરૂર છે બસ તારી. અને રાહ જોવાય છે એ પણ ફક્ત તારી જ...

Anyone who have a knowledge of a food & beverage preservatives plz DM me i need some help regarding some preservatives to store them for long time...

અથડાય છે લાગણી ત્યારે શબ્દોની સરીતા નિકળે છે,
અને ગુંથાય છે શબ્દો ત્યારે જ તો વાક્યોની જોડ નિકળે છે.
-#એંજલ

Read More

તરસી ગઇ ધરા આજ એ વરસતાં વાદળ માટે,
જે ક્યારેક વરસીને એને પ્રેમમાં તરબોળ કરી ગયા હતાં.
-#એંજલ

આમ તો હુંય ઘુંઘવાટાં કરતો સમંદર છું,
આ તો નદી મળવાની ઝંખનાએ શાંત સરોવર બનાવી દીધો.
-#એંજલ

જિંદગીનાં ગણીતમાં દાખલાં તો ત્યારે ખોટા પડ્યા સાહેબ,
જ્યારે પ્રેમમાં બે માંથી એક બાદ કરતાં જવાબ શૂન્ય આવે.
-#એંજલ

Read More

મહેફીલ આમ તો આપણી જ હતી,
પરંતુ કમી એમાં આપણાં બેઉંની હતી.
-#એંજલ

તમે તો ઝંખનાના ઝાંજવાની વાત કરો છો,
અમે તો ભર ચોમાસે મૃગજળ માટે તરસ્યાં છે.
-#એંજલ

અમને ક્યાં શોખ છે મદિરાનો...
એમના એક હાથની શું ચા પીવાય ગઈ...
હજુ હોશમાં અવાતું નથી મને...
#copy

મેં આંખોથી ગમેલાં વ્યક્તિને દિલમાં ઉતરતાં જોયા છે,

મેં અજાણતાં બંધાયેલા સંબંધને જિંદગી બનતાં જોયા છે,

મેં લોકોને પ્રેમ કરતાં અને એજ પ્રેમમાં પાગલ બનતાં પણ જોયા છે,

મેં લાગણીથી તરબોળ સંબંધને અપેક્ષાઓથી છૂટતાં જોયા છે,

મેં જલદીથી બનતા સંબંધને ઉતાવળે તૂટતાં જોયા છે,

મેં વચન આપતાં માનવીને એ જ વચનને તોડતાં જોયા છે,

મેં ક્યારેય નહી હારેલાં માણસને એક જીદ સામે હારતાં જોયા છે,

અંતે તો સાહેબ,
મેં સૌની સાથે હસતાં માણસને એકાંતમાં સૌથી વધારે રડતાં જોયા છે.

Read More

તને ખબર છે આપણી એ મુલાકાત,
જ્યાં તું કંઈ બોલી નહી અને હું પણ ચુપ રહ્યો.

તને ખબર છે આપણી એ વાત,
જ્યાં તું આંખોથી બોલતી રહી અને હું હ્રદયથી બધું સાંભળતો રહ્યો.

તને ખબર છે આપણી એ મીઠી તકરાર,
જ્યાં ક્યારેક તું તો ક્યારેક હું જીદ પકડી લેતા.

તને ખબર છે આપણી એ વાત,
જ્યાં મારે કેહવું ઘણું હતું પણ હું એ કહી ના શક્યો.

તને ખબર છે એ યાદ,
જ્યાં પહેલા કોણ બોલે એમાં બંને સમય વિતાવતા.

તને ખબર છે એ 'ના',
જ્યાં તે પ્રેમ માટે ના પાડી અને મે એ સ્વિકારી પણ લીધી.

અંતે તને ખબર છે મારો એ પ્રેમ,
જે મે તને અને માત્ર તને જ કર્યો છે.

Read More