બચી શકવાની ગુંજાઈશ નહિવત છે દોસ્તો.... નથી ભાલા , નથી બખ્તર , અને ખૂંખાર છે "યાદો" .....

શુભ સવાર...

*શિક્ષક દિવસ : એક શિક્ષક જ છે જે આપણ ને અક્ષરજ્ઞાન આપે છે*

- *પારૂલ ઠક્કર*

http://khabarpatri.com/2019/09/05/teacher-day-by-parul-thakkar/

શુભ રાત્રી...

ન માનો તમે સાચું કે હું મારામાં છું,
શોધી જુવો મને કદાચ હું તમારામાં જ છું...

ન કાઢો બહાનું ભીડ નું અહીં,
જઈને જુવો યાદો સાથે ના એકાંતમાં છું...

ન કરો ઉતાવળ પાવાની અહીં જામને,
મહોબ્બત ના ગમ માં ચકચૂર છું....

ન સમજો સવાલો છે આસાન પ્રણય ના,
જવાબો હજી શોધવામાં જ મશગુલ છું...

પારુલ ઠક્કર "યાદે"

Read More

સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે"

Read More

ચરણ ચાંપી પારકાના, હવે અનુસરવું નથી...
તૃણ તણખલા ના સહારે હવે તરવું નથી...

જીવી લઉં આ જિંદગી જીંદાદિલીથી એટલે ઘણું ઘણું...
હવે તો રહેવું છે મસ્ત, કોઈ ને કરગરવું નથી..

"યાદે"

Read More

લાગણીશીલ વ્યક્તિ છું,
શબ્દો સાથે દોસ્તી રાખું છું...
હું ક્યાં હોઉં છું એકલી ,
યાદોની આખી ફોજ રાખું છું...

પારુલ ઠક્કર "યાદે"

Read More

દોસ્તી એટલે....
ચપટી વિદુર ની ભાજી,
થોડીક અર્જુન ના મન ની મૂંઝવણ,
લાંબો સુદામા નો સંઘર્ષ....
અને
કૃષ્ણ ની જ બધી માયા...

Happy Friendship Day to all my frnds...

પારુલ ઠક્કર. "યાદે"

Read More

દિલ થી હંમેશા સાફ રહી, પણ તો ય ન કોઈ ની ખાસ રહી...
સમય સાથે તાલ મેળવતી, પણ તો ય કાયમ લાસ્ટ રહી...

રાખ્યો હતો પોતાનાઓ પર વિશ્વાસ, એટલી જ મારી સમજણ માં કચાશ રહી...
ઝરમર વહેતુ ઝરણું ય ન મળ્યું, કાયમ પ્યાર ના ધોધ ની પ્યાસ રહી....

ઉભી રહી યાદો ની અટારી એ, પલ-પલ એના પાછા ફરવાની આશ રહી..
હતી છવાયેલી આથમતી સંધ્યા,
તો ય ઉગામતી ઉષા ની છાંય રહી...

પારુલ ઠક્કર. "યાદે"

Read More