ગુજરાતી બોલવું, ગુજરાતી લખવું, ગુજરાતી ખાવું, ગુજરાતી ગાવું.....રોમ રોમમાં વસે ગુજરાતી....... Instagram ID - pratik_polra

ધર્મ ધુરંધર અને હંમેશા સત્ય બોલનાર યુધિષ્ઠિર પણ મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય ના વધ માટે, ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી ચાલાકી પૂર્ણ ખોટું બોલે છે.

યુધિષ્ઠરના આ મિથ્યા વચનને અર્ધ સત્યનું નામ આપવું યોગ્ય છે ?

#અર્ધ

Read More

હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ધરાને ધારણ કરીને ઉભેલા દિગ્ગજ,

પૂર્વે વિરૂપાક્ષ
પશ્ચિમે સૌમનસ
ઉત્તરે ભદ્ર
દક્ષિણે મહાપદ્મ

જ્યારે આ દિગ્ગજો થાકીને પોતાનું મસ્તક આરામ કરવા થોડુક હલાવે છે ત્યારે ધરાને ધ્રુજાવે છે, આ જ કદાચ ધરતીકંપ હશે!

#ધરતીનું

Read More

મહાભારતનો રસપ્રદ સંવાદ :-

યક્ષરાજ : મૃત્યુ શું છે ?

યુધિષ્ઠિર : ઋગવેદના એક કથન પ્રમાણે પરમાત્માના મનમાં સૃષ્ટિના સર્જનની ઈચ્છા જન્મી. આ ઈચ્છાની કિરણો ચારેય કોર ફેલાઈ અને ચાર દિશા બની. અનેક જીવો જનમ્યા. જો જન્મ પરમાત્માના મનમાં થયેલો હોય તો મૃત્યુ પણ એ પરમાત્માના મનમાં જ થઈ શકે. જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા છે ત્યાં સુધી કોઈ પણ જીવનું મૃત્યુ શક્ય નથી. એટલે મૃત્યુ એ આપણો ભ્રમ છે. વાસ્તવમાં મૃત્યુ બે પ્રવાસીઓ વચ્ચે આવતી દૂરી જ છે. પ્રેમ અને મોહથી બંધાયેલો મનુષ્ય આ દૂરીને જ મૃત્યુ સમજે છે.

#મૃત

Read More

We are in age of Artificial Intelligence (AI) now.

Is it possible that irresponsible AI will hit the coming world with threats like nuclear weapons did?

#બેદરકાર

દ્રૌપદી યુધિષ્ઠિર ને કહે છે, જો તમે કસૂરવાર હોવ તો સજા ભોગવો અને ના હોવ તો પોતાને સાચા પૂરવાર કરો.

માફી શું કામ માંગો છો?

યુધિષ્ઠિરે દ્રૌપદી ને પૂછ્યું, તો શું માફી નું કંઈ જ મહત્વ નથી?

ત્યારે દ્રૌપદી એ કહ્યું, માફી નું મહત્વ ત્યારે છે જ્યારે કોઈ સક્ષમ વ્યક્તિ પોતાના કરતાં કમજોર વ્યક્તિ સામે માફી માંગે....

#સક્ષમ

Read More

સ્વર્ગ, નર્ક અને પુનર્જન્મ તો કોરી કલ્પના છે,

નરી વાસ્તવિકતા તો એ છે કે સારા-નરસા કર્મના ફળ આ ભવમાં જ ભોગવવાના છે.

#વાસ્તવિક

Read More

ECG ગ્રાફની Zig-Zag લાઇન જેમ જીવંત હોવાનું પ્રમાણ છે,

તેમ સફળતાના શિખર સુધીના વાંકાચૂંકા માર્ગ પરના કડવા અનુભવો જ મનુષ્યના જીવનને સાર્થક બનાવે છે.

#આડુઅવળું

Read More

સત્ય એટલે કે ધર્મના રક્ષણ માટે બોલતું ખોટું, શું ખરેખર ખોટું કહેવાય ??

#ખોટું

"ધરતીનો છેડો ઘર"

મારી જેમ ઘરથી દૂર રહેતા હજારો યુવાનો માટે ઘરે પાછા જવાનો વિચાર માત્ર જ સૌથી મોટી હૂંફ છે.....

#હૂંફ

Read More

ઉત્સાહી વ્યક્તિત્વ માટે જિજ્ઞાસા જ કાયમી અને ચોક્કસ લાક્ષણિકતા હોય છે.

#ઉત્સાહી