×

મન ના વિવિધ ભાવો ને લખાણ દ્વારા વ્યકત કરવાની કોશિશ...

મારી એકલતા ની બારી એ થી
નિહાળું વિતેલા સમય ને
કરું લેખા જોખા ભુતકાળ ના
થોડી ફરિયાદો, થોડી પીડા
નીકળે ભુતકાળ માંથી ને
સ્નેહ અને ઉન્માદ ની ક્ષણો
થઈ જાય તાજી તાજી
શું મેળવ્યું ને શું ગુમાવ્યું
તે કોને ખબર બસ જે
રહી ગયું દિલ માં કાયમ
તે સ્નેહ જ છે સત્ય
મારી એકલતા ની બારી એ થી
નિહાળું વિતેલા સમય ને
ત્યારે ન થાય કોઈ અફસોસ
બસ જે જિવાયું ને મળ્યું
તેનો રહે છે સંતોષ ..

Read More

તારો ને મારો સંબંધ
ગુરુ ને શિષ્ય નો સંબંધ
  હું ડગમગી જાઉં જિંદગી ના સફર માં
તું  હંમેશા મને બતાવે સાચી દિશા

તારો ને મારો સંબંધ
શ્રદ્ધા નો સંબંધ
મારી શ્રદ્ધા ક્યારેક ડગી જાય
પણ તું અતુટ શ્રધ્ધા રાખે મારા પર

તારો ને મારો સંબંધ
વેદના નો સંબંધ
સુખ માં કદાચ તને યાદ ન કરું પણ
દુઃખ માં હમેશા તને મારી
સૌથી નજીક અનુભવી શકું

તારો ને મારો સંબંધ
મિત્રતા નો સંબંધ
મારી બધી ભુલો સાથે તું મને સ્વીકારે
અને મારી બધી વાતો નો તું છે રાઝદાર

તારો ને મારો સંબંધ
પરમ સ્નેહ નો સંબંધ
હું થઈ પણ જાઉં ક્યારેક સ્વાર્થી
પણ તું હંમેશા વરસાવે નિઃસ્વાર્થ સ્નેહ
 
તારો ને મારો સંબંધ
આ જિંદગી પૂર્ણ થયા
પછી નો પણ સંબંધ
થઈ જવાનું વિલીન તારા જ મહીં...

 
 

Read More

મારા સ્નેહ નું સરનામું તું
મારા મન ની શાંતિ તું
મારા મન ની વેદના તું
મારા આંખો ના આંસુ તું
મારા હોઠ ની હસી તું
મારા દિલ ની બેચેની તું
મારા દિલ ની રાહત તું
મારી ગુંચવાયેલી લાગણી માં તું
મારી માંગેલી દુઆ તું
મારા દિલ ની ફરિયાદ તું
મારા દિલ નો જખ્મ પણ તું
અને મારા દિલ ની દવા પણ તું
મારા વિચારો માં તું
મારા વ્યકિતત્વ નો એક ભાગ તું
મારી જાગતી આંખો નું સપનું તું
મારું અધુરું રહેલું સપનું પણ તું
તને ન ચાહવા છતાં ચાહતી હું
તારી રાહ ન જોવા છતાં રાહ જોતી હું
મારા દિલ ની આરઝુ તું અને
  મારી આખરી ઈચ્છા પણ તું....

Read More

નાની નાની પળો માં સમાયેલી
હોય છે જિંદગી ની મજા
બાળક નુ નિદોર્ષ હાસ્ય
   અચાનક આવી જતો જુના મિત્ર નો ફોન
ભીંજાયેલી માટી ની સુગંધ
  મનગમતા ભોજન ની સુવાસ
અચાનક આવતો મનગમતા વ્યક્તિ નો મેસેજ
જુના મિત્રો સાથે તાજી થઈ જતી જુની યાદો
   શિયાળા ની ઠંડી સવાર માં રજાઈ ની હુંફ
  ઉનાળાની કાળઝાળ ગરમી માં અચાનક
   આવતી જતી ઠંડી હવા ની લહેરખીઓ
વરસતા વરસાદમાં  ગરમા ગરમ ભજીયા ની લિજ્જત
  ગરમ ચા ની પ્યાલી સાથે થતી ગરમાગરમ ગોસિપ
પ્રિયજન સાથે વિતાવેલી એક સાંજ
મમ્મી ના હાથ ની ગરમ ગરમ રોટલી
પપ્પા નો વ્હાલ થી ભરેલો ઠપકો
 ભાઈ-બહેન સાથે ની મીઠી તકરાર
  કંઈ પણ કહ્યા વગર હાથ પકડીને
પ્રિયજન સાથે વિતાવેલી ક્ષણો
 મુશ્કેલી માં પણ સાથ આપતા સ્નેહીજનો
સુરજ ઉગતા અને આથમતા
એક પછી એક દિવસ અને સમય વીતતાં
રોજિંદી જિંદગી માં આવી ઘણી પળો પણ
વહી જાય છે જે જિંદગી ને ધબકતી રાખે છે. ..

  
  
       
   
       

Read More

સતત દોડતી ભાગતી જિંદગી વરચે
સતત વધતી ઝંખના ઓ અને ઈચ્છાઓ વરચે
સતત દોડતા હૃદય ના ધબકારાઓ વરચે
સતત લેવાતા શ્વાસોશ્વાસ વરચે
સતત બીજા ને પછાડવાની હરીફાઈ વરચે
સતત સુખ સવલતો પાછળ લગાવાતી દોડ ની વરચે
એક પળ થોભીને  નીરખ્યુ ભીતર મહીં તો
સમજાયું કે જે શાંતિ અને સુખ અહીં છે
તે ક્યાંય પણ નથી અને જો તે ભીતર નથી
તો બીજે ક્યાંય પણ નથી..

Read More

જિંદગી, તું કેવી છે ?
ક્યારેક મીઠા મધ જેવી તો
ક્યારેક કડવી ઝેર જેવી છે.

જિંદગી , તું કેવી છે ?
ક્યારેક લાગણી થી છલોછલ તો
ક્યારેક શુષ્ક પથ્થર જેવી છે.

જિંદગી , તું કેવી છે ?
ખુશી થી છલકાતી ક્ષણો લાવતી તું
તો ક્યારેક આંસું પણ થીજી જાય એવી
કારમી ક્ષણો થી ભરપુર તું છે.

જિંદગી, તું કેવી છે ?
તને ચાહવાનું પણ મન થાય તો
ક્યારેક તારા થી નફરત પણ થઈ જાય છે.

જિંદગી, તું જેવી છે તેવી
તારા પ્રવાહ સાથે વહેતાં શીખવું છે.
પડવું છે , તુટવુ છે, વિખરાવવુ છે પણ
ફરી થી ઉભા થઈને તારી સાથે વહેવું છે.

જિંદગી, તું કેવી છે ?
તને સમજવા જઈએ તો અધરી ને
જો તને સહજતાથી સ્વીકારી લઈએ તો
સાવ સીધી સાદી છે.‌

Read More

અજાણ્યા રસ્તા પર અજાણી જગ્યાએ
        મંજિલ ની ચિંતા કર્યા વગર ચાલ્યા જવાની મજા છે
  દુનિયા ની ભીડ થી દુર એકાંતમાં પોતાની
         જાત થી રુબરુ થવાની મજા છે.
   રોજિંદી જિંદગી માંથી એક ક્ષણ કાઢીને
         કોઈ ના ચહેરા પર ખુશી લાવવાની મજા છે
    જિંદગી ના અંતિમ શ્વાસ લેતાં પહેલા એકાદ
          ક્ષણ પોતાની મરજી પ્રમાણે જીવવાની મજા છે...

Read More

    શું હતું તે શ્યામ રંગ ની આંખો માં
      તેની એક નજર થી દિલ
   હજી પણ ધબકારો ચૂકી જાય છે..
    શું હતું તે નટખટ સ્મિત માં
       હજી પણ તેના એક સ્મિત થી
       દિલ ધાયલ થઈ જાય છે...
     શું હતું તે ઘુંટાયેલા સ્વર માં
      હજી પણ તેનો સ્વર સાંભળવા
     દિલ  આતુર થઈ જાય છે..
    શું હતું તેની સાથે વીતાવેલી ક્ષણો માં
     હજી પણ   તે ક્ષણો ફરીથી જીવવા
     દિલ વ્યાકુળ થઈ જાય છે..
       શું હતું તે વ્યક્તિ માં
         લોકો ની ભીડ વરચે પણ દિલ
       તેના વગર એકલું પડી જાય છે..

Read More

लफ़्ज़ों में जो न कहां उन्होंने
         उनकी आंखें बयां कर गई
   वो फासले बढ़ाते रहे लेकिन
        तकदीर हमें नजदीक लाती रही
   वो मजबुर थे अपने हालात से
       हम मजबुर थे अपने दिल से
    ये मजबूरियां हमें करीब लाती रही
   चाहत तो उनके दिल में भी थी
      पर वक्त सही न था
   सही वक्त की राह में दिल तडपता रहा
      ये तड़प ही प्यार बढ़ाती रही
   उनके आने की उम्मीद है अभी भी दिल में
     ये उम्मीद ही जीने की चाह बढाती रही...
     
  

Read More

ચાલ ને આ દિવાળીએ
            મન ના માળિયા ને સાફ કરીએ
       કડવાશ અને નકારાત્મકતા ના ઝાળા
             ને દુર કરીએ
        ચાલ ને આ દિવાળીએ
              ખુશી ના દીપક પ્રગટાવીએ
          નિરાશા ના અંધકાર ને આશા ની
              રોશની થી દુર કરીએ
           ચાલ ને આ દિવાળીએ
               સપનાંઓની રંગોળી બનાવીએ
             મહેનત ના રંગો થી તેને સજાવીએ
           ચાલ ને આ દિવાળીએ
             એકબીજા ની ભુલો ને ભુલી
                   નવા વર્ષ ની શુભ શરૂઆત કરીએ
               ચાલ ને આ દિવાળીએ
                   હાસ્ય ની ફુલઝડી પ્રગટાવીએ
                નવા વર્ષ ની નવી સવાર નો ખુલ્લા દિલે
                    અને હસતા ચહેરે સ્વાગત કરીએ..

Read More