PRODUCER IN NEWS18 GUJARATI

દરેક બાબતની એક હદ હોય, કુદરત...
સાબિત શું કરવા માંગે તું,
હજુ પણ..?

"પ્રવાહીને વરાળ બાબતે પૂરેપુરો ખુલી જઇશ,
તુ અંતરની આગ જોઈને, અશ્રુ ભુલી જઈશ "

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે ...

❛ આંખોને કહો આજ છલકે નહી

મહેફીલમાં સવાલ આબરુનો છે.❜

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
પછી કાગળ અડું તો એ'ય ઊનો નીકળે...

ઘણા સબન્ધો એવાં છે કે જે,
7 ફેરા વગર
એક બીજા ના દિલ માં ધડકે છે...

બહુ મોટો હતો સોદો, પતાવટ સ્હેજમાં થઈ ગઈ
જરા સિંદૂર, મંગળસૂત્ર, બે ફૂલહાર,ઘરચોળું...

આખી દુનિયાને લઈને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

હા પસંદ છે મને મધરાતે જાગવું ને જીવવું...

જવાબદારીઓને સુવડાવી મારું ખૂદ ને મળવુ....

મોરપીંછ માથે મુકી શ્યામ છીનવે માખણ,
એ દીવસો ને યાદ કરીને રાધા ભીંજવે પાંપણ...