Medical Officer (PDU gov.Hospital rajkot)(BHMS) Bachelor of Homeopathic Medicine and Surgery , સાથે સાથે લખવાનો પણ શોખ છે.Poet,Literary Colonal ,Philosopher ,Motivational Speaker, Writer , orater, Dwarkadhish Lover , INDIAN ARMY , insta id @pratik nakum

શીર્ષક: કુદરત નો દંડ?


કોરોના આવ્યો,

ધમાલ મચાવ્યો !

અરે ઓ કુદરત હવે શું થશે ?


દુનિયામાં લોકો 

તરફડી રહ્યાં છે !

અરે ઓ કુદરત હવે શું થશે ?


પ્રાણવાયુ ઓક્સિજન લેવામાં

મૂંઝાય છે માનવી !

અરે ઓ કુદરત હવે શું થશે ?


હોસ્પિટલોમાં,

નથી મળતી જગ્યા દર્દીને 

અરે ઓ કુદરત હવે શું થશે ?


કદાચ પોતાના કરેલા,

કર્મો નું ફળ ભોગવતા હશે !

અરે ઓ કુદરત હવે શું થશે ?


ક્યારે આવશે કાબુમાં

આ મહાકાય કોરોના.

અરે ઓ કુદરત હવે શું થશે ?


આંખોમાં અશ્રુ, દિલમાં દર્દ

છૂપાવવું હવે શક્ય નથી !

અરે ઓ કુદરત હવે શું થશે ?


સ્મશાન પણ, હવે

ભરેલા હોય છે મડદાઓથી !

અરે ઓ કુદરત હવે શું થશે ?


નાની નાજુક ઉંમરમાં,

ગુમાવ્યા કોકે પ્યારાઓ

અરે ઓ કુદરત હવે શું થશે ?


હસતી ખેલતી જિંદગી,

ગોટાળે ચડી ગઈ !

અરે ઓ કુદરત હવે શું થશે ?


બસ કર હવે આ મૃત્યુનો તાંડવ,

આમ જ રહ્યું તો આ સૃષ્ટિને 

તારા પર વિશ્વાસ ક્યાંથી રહેશે ?

અરે ઓ કુદરત !

Read More

#વિમાન

સફળતા ભરેલું #વિમાન લઈને જો આકાશ માં ઉડવું હોય ને તો તેના માટે મુશ્કેલીઓ થી ભરેલું જહાજ લઇને દરિયો પાર કરવાનું હુન્નર હોવું પણ જરૂરી છે.

Dr.Pratik Nakum ✍️💪🇮🇳

Read More

#પશુ

પશુ માં એક ખાસિયત તો હંમેશા રહેવાની અને એ છે કે
પશુઓ ને ક્યારેય કહેવું નથી પડતું કે તું પશુ થા;

જ્યારે મનુષ્ય ને વારંવાર કહેવું પડે છે કે હે માનવ તું માણસ થા તો ઘણું.......!

Dr.Pratik Nakum ✍️🇮🇳💪

Read More

બહુ કરી ભૂલો ને અંતે સત્ય સમજાયું તને,

ભૂલ ભૂલે એટલામાં તો વરસ વીતી ગયું.



ઘણા બધા જોયા હતા સપનાઓ વરસની શરૂઆતમાં,

પુરા થાય એ પહેલા તો વરસ વિતી ગયું.



કરવું હતું નવું જે કોઈએ કર્યું ના હોય જીવનમાં,

હજી એવો વિચાર કર્યો ત્યાંતો વરસ વીતી ગયુ.



જિંદગીનું ખૂબ સુંદર ચિત્ર તો તે દોર્યું,પણ

રંગ પૂરે એટલામાં તો વરસ વીતી ગયું.

Dr.Pratik Nakum

Read More

#વિશિષ્ટ

ક્યારેક નકામી લાગતી વસ્તુ પણ #વિશિષ્ટ હોય છે એવી જ રીતે નાના માણસોનો સાથ પણ કંઈક વિશિષ્ટ હોય છે.

Dr.Pratik Nakum ✍️🇮🇳💪

Read More

#કર્મ

કર્મ સારા કરશો તો એનું ફળ સારું જ મળશે
માત્ર બેસી રહેવાથી કાઈ નથી થવાનું.


Dr.Pratik Nakum ✍️💪🇮🇳

#સંકટ

સાહેબ ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ ,પછી ભલે ગમે તેવું જીવનમાં #સંકટ આવે એમાંથી બહાર નીકળવાની તાકાત ભગવાન ખુદ આપે છે.

Dr.Pratik Nakum 🇮🇳✍️💪

Read More

#आधा

जीवन भी कहा पूरा होता है
अपने सपनों मुताबिक तो वो भी आधा ही रह जाता है ।

Dr.Pratik Nakum 🇮🇳✍️💪

#आतुर

लोग स्वर्ग की तलाश में #आतुर थे कि कहा मिलेगा
उन बेवफाओं को मैंने कहा अरे तुम्हारी माता घर पर ही है ; स्वर्ग तुम्हे वहीं मिलेगा।

Dr.Pratik Nakum ✍️🇮🇳💪

Read More

#આતુર

કંઈક તો વાત હશે મૃત્યુમાં સાહેબ,
બાકી મરવા માટે માણસ આટલો બધો #આતુર થોડો હોત??


Dr.Pratik Nakum ✍️🇮🇳💪