પ્રવિણ આહિર

WhatsApp, ના ફુલ 🌷પણ મહેકવા લાગે છે...
જો કોઈ પ્રેમથી આપે તો...🌷🌹

तुम्हारे बिना मेरी ज़िन्दगी में है सन्नाटा
तुम ही मेरा सलाद
तुम्ही आलू का पराठा।।

धोखा ना देना कि तुझपे ऐतबार बहुत है,
ये दिल तेरी चाहत का तलबगार बहुत है,

तेरी सूरत ना दिखे तो दिखाई कुछ नहीं देता,
हम क्या करें कि तुझसे हमें प्यार बहुत है..!!

Read More

હું કડવું કારેલું અને તું મીઠો ક્રિમ રોલ,
હું ટાઢિયો તાવ અને તું પેરાસીટામોલ

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

Read More

મારાથી એક દમ જ બોલી પડાયું!
How Lovely!!?
આસપાસનો શૂન્યવકાશ મારી સામે તાકી રહ્યો તો !
ત્યાં જ મને અડીને જતી રહેતી હવાએ comment pass કરી ગાંડો થઈ ગયો લાગે છે!!
જો ને એકલો એકલો બબડ્યા કરે છે !
પણ આ બધું Actually એમ છે કે ક્યારેક મને કંઇક થઇ જાય છે !!

Read More

કહ્યું છે કદી? કે મને કંઈ દવા દે
જુના દર્દ થાકી ગયા છે, નવા દે

ભલે જોમ છે, એ છતા બેસવા દે
હવે થોડું મંઝીલને પણ ચાલવા દે

ચલણમાં એ ક્યારેક તો આવશે ને
પ્રણયનાં જ સિક્કા મને છાપવા દે

હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે

ન આપ્યા જગતને છતાં પણ મેં પાળ્યા
જે ખુદને દીધા એ વચન પાળવા દે

સરસ છે સરસ છે, જો આંખોએ કીધું
હૃદય બોલી ઉઠ્યું, જવા દે જવા દે

સંદીપ પૂજારા

Read More

મ્હેંકતી ગુલાબજળની છાંટ જેવી છું સજન,
આવ, ડુબકી માર ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

હોય જેને થાક મબલખ, ને વિસામાની કદર,
એમના માટે હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

કોઇપણ કળ વાપરી ખોલી શકાતું'તું કદી,
એ જ તાળા પર ચડેલા કાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતથી કેમ ભાગી જાય છે?
તું કહેને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્ ,હું જ અંદર જોગણી,
બ્હારથી હું રુપ-રસની ફાંટ જેવી છું સજન.

-‌ પારુલ ખખ્ખર

Read More

તમારો મોર્નિંગ કોલ ચા જેવો હોય છે પ્રિયે...
જો ના મળે તો ફ્રેશનેશ આવતી જ નથી...

Good Morning.

તને એક સલાહ...

વાત સમજણની આવે તો વૃધ્ધ જેવી બનજે..
વાત ગુસ્સો કરવાની આવે તો બાળક જેવી બનજે..

#SomeoneSpecial