નમસ્કાર ! મારી દુનિયામાં તમારું સ્વાગત છે... મને નથી ઓળખતાં એનો વાંધો નથી પણ ના ઓળખવાનો અફસોસ ન રહી જાય એનું ધ્યાન રાખજો...

ચાલીશું થોડા ડગલાં ને કરીશું થોડી વાતો
મનપસંદ તારો બાંકડો ને દુનિયાભરની પંચાતો
પણ, જો ના થાય તો વાંધો નહિ
આપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો !

ઝરમર ઝરમર અમીછાંટણા કરતાં વરસાદની આ રાતો
ફરી પેલી સુમસાન કેડી સાથે જોડાશે નવો નાતો
પણ, જો ના થાય તો વાંધો નહિ
આપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો !

તું છે તો તારી સુવાસ છે, એવું માનું છું
તારા વિના પણ એક દુનિયા છે, એવું ક્યાં જાણું છું
ફરી આજે થશે એ સુવાસ નો પ્રવાસ અને પ્રસરી જશે એ એહસાસ થોડી ક્ષણોમાં તો
પણ, જો ના થાય તો વાંધો નહિ
આપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો !

થોડાં શબ્દો કહીશ હું, છલકાતી જેમાં લાગણીઓ હશે
નફ્ફટ પેલો પવન, તારી લટ ને લહેરાવાની જેમાં માંગણીઓ હશે
અધરોથી નીકળવા તારા, શબ્દોમાં ગઝબ આપસી હરીફાઈ હશે
અંતે ખીલી ઉઠશે મોસમ, જોઈ ચેહરો એક હરખાતો
પણ, જો ના થાય તો વાંધો નહિ
આપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો !

કલાકાર છે એ ઈશ્વર પણ, રચના જેની અફલાતૂન છે
નયનોમાં વસતું મધુવન, નજરે જેની દરેક હૈયે મધ રેલાય છે
સૌંદર્ય સામ્રાજ્ઞી એ, પગલે જેના એક, ભાવનાઓ અનેક તણાય છે
ફરી દર્શન પામીશ એનાં, ચીરીને બધા ઝંઝાવાતો
પણ, જો ના થાય તો વાંધો નહિ
આપણે ક્યાં ઓછી છે... અધૂરી મુલાકાતો !

#love #humour #lovepoem #poem #shayri #meetings #truelove #openmic

Read More