એક નાનકડો પ્રયાસ - વાંચવા અને કંઈક લખવાનો....

જ્યારે-જ્યારે વાત આવે આધ્યાત્મની,
યાદ આવે ત્યારે ભગવાનનું ધામ...
સૌમાં અતિ-પ્રિય અને વડીલો માટે સ્વપ્ન,
ચારધામ છે જ એવા સ્વર્ગ સમાન...

જોડાઓ ચારધામની યાત્રામાં અને વાંચો આધ્યાત્મનો અદભુત અનુભવ... "સંકલ્પ - એક અતૂટ જોડાણ"
https://www.matrubharti.com/book/19902847/resolution-the-unbreakble-bond-1

Read More

નજર એવી ધારદાર,
જે શરમાવે માંજાને...
આજના દી' નવજુવાનો
આ જ નજરથી શોધશે...
પ્રેમસંદેશાઓ પતંગ પર લખી,
દૂર સુધી પહોંચાડશે...

(ધ્યાન રાખજો લા, સેનિટાઈઝરની દસ મહિનાની આદત આજે કાબુમાં રાખજો. કપાઈને આવેલા પતંગ પર પરલોકવાસી સમજી સેનિટાઈઝરથી હમલો ન કરી દેતા... 🤣🤣🤣
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ...)

Read More

પ્રયત્ન
તું પ્રયત્ન તો કર,
નસીબ તૈયાર છે તને બધું આપવા...
તું પ્રયત્ન તો કર,
દુનિયા તૈયાર છે તારી સામે ઝુકવા...
તું પ્રયત્ન તો કર,
સફળતા ટેકવશે તારા આગળ માથું...
તું પ્રયત્ન તો કર,
મળી જશે એ બધું જ જે તે વિચાર્યું...
વગર પ્રયત્ને તો કોળિયો પણ નથી આવતો મોંમાં,
વગર પ્રયત્ને તો નાનકડું કાર્ય પણ નથી થતું જીવનમાં,
છોડ આ દુનિયાની નકારાત્મકતા,
બસ એક વખત કરી જો ખુદ પર વિશ્વાસ,
બસ એક વખત કર પ્રયત્ન,
બીજો પ્રયત્ન કરવાનું બળ એ જ પૂરું પાડશે...

Read More

વાહ ૨૦૨૦ વાહ
પ્રેમ પાંગર્યો કૂંપળોમાં,
લીલીછમ બની આ ધરતી...
મહેંકી ઉઠી આ ધરા,
ખીલખીલાઈ પ્રકૃતિ બધી...
સંચાર થયો નવા જીવનો,
મળ્યો એક નવો સૂર્યોદય...
ખુશ થયા જીવો અનેક,
માનવીને જોઈ કેદ...
આવ્યું એવું વર્ષ જેણે,
બતાવી માનવીને એની યોગ્યતા...

Read More

આપણું ગુજરાત

દ્વારકાની બોટમાં,
સોમનાથના કિનારે,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

ગીરના અભયારણ્યમાં,
ગિરનારની ટોચ પર,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

કચ્છના સફેદ રણમાં,
નડાબેટની જોરદાર હવામાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

જેસોરના ધાર્મિક સ્થળોમાં,
અંબાજીના પાવન મંદિરમાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

સ્તંભેશ્વર તીર્થ સ્થળે,
ઇડરિયા ગઢની ઉપર,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

જૈન વારસાઓ પોળો જંગલમાં,
સાપુતારા ડાંગના જંગલમાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

દારૂબંધી રાજ્ય તરીકે પ્રખ્યાત,
દિવ-દમણમાં ખુલ્લી છૂટમાં વિખ્યાત,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...

આપણું ગુજરાત સૌથી નિરાળુ,
માનમાં લખાઈ કવિતા અનેક,
સાંભળો જરા અને આવો ગુજરાતમાં...

Read More

પ્રીત
પ્રીત નિભાવી એવી,
કે થઈ ગયા દુનિયામાં અમર...
પ્રેમના નામ પર આજે પણ,
દુનિયામાં નામ લેવાય એમના...
શ્રી-ફરહાદ, લૈલા-મજનું,
હિર-રાંજા, સોની-મહિવાલ...
પૂજાય એ પ્રેમની દુનિયામાં,
નામ લેવાય એમનું હંમેશ...
કોઈ દી' નામ લેવાયું શ્રવણનું,
જેણે માત-પિતા માટે છોડી પત્નીને...
કોઈ દી' નામ લેવાયું રામનું,
જેણે ધર્મના નામ પર મુક્યા સીતાને એકલા...
કોઈ દી' નામ લેવાયું કૃષ્ણનું,
જેણે રાધાને કરી પ્રેમ,
માંડ્યો રૂકમણી સાથે સંસાર...
ના... કેમકે આપણને અધૂરા પ્રેમના,
દાખલા આપવાનો શોખ છે...

Read More

ઈશ્વર
માણસને સર્જી ભગવાને,
લીધો આરામ વર્ષો સુધી...
ઉત્ક્રાંતિના સમય દરમિયાન,
શાંતિ આપી માણસે પણ ઘણી...
આવ્યો એવો ગાળો જેમાં,
છીનવાઈ ગયું બધું સુકુન...
વિકસિત થવાની દોડમાં,
માનવી બન્યો એક મશીન...
હવે ન તો ઈશ્વરને આરામ છે,
ન તો માનવીને શાંતિ...
બનાવી પોતાનો ખાનગી ઈશ્વર,
પ્રશ્નો ઉભા કર્યા સમગ્ર સૃષ્ટિ પર...

Read More

બનું હું વિશ્વમાનવી

ગીતાનો ઉપદેશ,
કર્મ કરો ફળની ચિંતા ન રાખો....
ભક્તિનો વિશ્વાસ,
ઈશ્વર સદાય સાથે છે અને રહેશે...
કાનૂની ચેતવણી,
જે ગુનો કરશો એની માટે ભોગવશો...
કુટુંબનો સહકાર,
સુખમાં સાથે અને દુઃખમાં અલગ...

દેખાડા માટે વહેચ્યા અન્ન-જળ, કર્યા કર્મ...
ઈશ્વરને સાથે રાખી, કર્યા મોટા પાપ...
મજાક બનાવી કાનૂનનો, બચ્યા સજાથી...
કુટુંબને ગૌણ બનાવી, સર કરી પ્રગતિ...

માત્ર એક વખત તો કહો પોતાને,
"બનું હું વિશ્વમાનવી"
ન ચાહું મારુ અને કોઈનું બૂરું....

Read More

ઘણી વખત સારા કાર્યોમાં ઘણા વિઘ્ન આવે છે. જ્યારે વિઘ્ન આવે ત્યારે કાર્ય અધવચ્ચે છોડી દેવું જોઈએ, કે એ સમસ્યાઓ દૂર કરવી જોઈએ. ખાસ કરીને યાત્રામાં - જ્યારે મુસીબતો પીછો છોડતી ન હોય ત્યારે યાત્રામાંથી મન ઉઠી જાય છે. એ સમયે શુ કરવું જોઈએ? જાણવા માટે વાંચતા રહો, "સંકલ્પ - એક અતૂટ જોડાણ"
https://www.matrubharti.com/book/19902847/resolution-the-unbreakble-bond-1

Read More

અહિંસા

મારી ખામોશી, મારી તાકાત...
મારો ગુસ્સો, મારી નબળાઈ...
કેમ ન સમજે કોઈ આ બાબત?
કેમ બનાવે નાની વાતને મોટી?
શાંતિનો સંદેશ આપ્યો અશોકે,
જ્યારે વહાવડાવી લોહીની નદી...
વગર વ્હાવ્યે ગાંધીએ ચીંધી રાહ,
અહિંસા જ રસ્તો કહી બતાવી વાટ...

Read More