×

મારા શબ્દો એ જ હું.

એક મુક્તક

પીડા દેખી રૂદિયુ ઝરશે,
પરદુઃખ તારા નેહ નિતરશે,
કુદરત આવી દિલમાં તારા,
ઈશનું તે'દિ થાપન કરશે..

- *કૃષ્ણાંશ રાધે*

Read More

મંદિર બ્હારે ઝાલર વાગી,
વળી કોઈકની ઈચ્છા જાગી.

માનવ-જીવન આપ્યુ તો પણ,
હજી ના થાક્યો માગી માગી.

ત્યાગ કરીને સર્વ જગતનો,
મોક્ષ પણ પાછો માગે ત્યાગી.

રાગમાં આજ એ ડુબેલા છે,
ભગવાધારી કંઈક વૈરાગી.

ખિલ્યું ફુલ ને, ગુણ કાંટાના,
માંથુ કુંટતો જો બેઠો બાગી.

માનવ સાથે એ મુઠભેડમાં,
ઈશ્વર પણ ના શક્યો તાગી.

તે જ બનાવેલા, તને બનાવે,
ઈશ્વર તું પણ કેવો અભાગી?.

- *કૃષ્ણાંશ રાધે*

Read More