Read pure Be Pure....તમે મારી વાર્તા વિશેનો રીવ્યુ આપી શકો છો... mobile no - 9727868303 email ID - rahulmakwana29790@gmail.com. https://www.youtube.com/channel/UCU2ozEsScYvSCU41rNJSmww

"Rose" તો છે બધાંને પસંદ અહીં,
પરંતુ
નથી હોતું દરેકનાં નસીબમાં અહીં,
અમુકને "Rose Day" પર મળે છે,
તો અમુકને કબર પર."

મકવાણા રાહુલ.એચ.
"રણકાર"

Read More

મારા દ્વારા લખાયેલ નવલકથા "શિવરુદ્રા" કે જે એક પુરાતત્વ ખોજ પર આધારીત એક નવલકથા છે, જેમાં નાયક પોતાનાં ધૂંધળા વર્તમાન, રહસ્યમય ભૂતકાળ અને પુનર્જન્મ સાથે સંકળાયેલ એક અદભુત નવલકથા છે, જે દેવોના દેવ મહાદેવ કેવી રીતે પોતાનાં ભક્તોનું રક્ષણ કરે છે, તેનું આબેહૂબ વર્ણન કરતી એક નવલકથા છે.

આ નવલકથાને અદ્વિતીય અને અદભુત આવકાર આપવાં બદલ હું મારા તમામ વાંચકમિત્રોનો સહ્ર્દય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

જો તમારે "શિવરુદ્રા" નવલકથા વાંચવાની બાકી હોય તો આજે જ વાંચો અને તમારો કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં..

આપનો જ એક મિત્ર...
Rahul Makwana...

https://www.matrubharti.com/novels/26771/shivrudra-by-rahul-makwana

Read More

"હા, વો એક નર્સ થી...!"

(#corona_virus #Nurse #Nursing_Profession )


જબ પુરી દુનિયા કોરોના વાઈરસ સે ડરી હુઈ થી,
તબ વો નીડર હોકર સેવા કરતી રહી

હા વો એક નર્સ થી.…!

જબ કોરોના વાઇરસને સબ લોકો કો
ભયભીત બનાયા થા,
તબ ઉસને લોગો કો સચી બાત બતાયી..!

હા વો એક નર્સ થી.…!

લોગો કો જબ અપને પરિવાર જનો કી ચિંતા
ખાએ જા રહી થી,
તબ વો અપને પરિવાર કી ફીકર કિયે બીના હી,
અપની ફરજ પર દટી રહી…!

હા વો એક નર્સ થી.…!

જબ લોગ અપને ઘરમેં બંધ હો કર, કોરોના વાઇરસ સે
અપને આપ કો બચાને મેં લગે હુએ થે,
તબ વો બે જીજક અસ્પતાલમે ખડે પાવ રહી..!

હા વો એક નર્સ થી.…!

જબ લોગો કો કોરોના વાઇરસ સે કેસે બચા જા શકતાં હે,
વો નહિ માલુમ થા
તબ ઉસને ઘર - ઘર જા કર લોગો કો કોરોના વાઇરસ કે બારેમે બતાયા..!

હા વો એક નર્સ થી.…!

જબ લોગ મતલબી બનને લગે થે,
તબ વો કોઈ નિજી સ્વાર્થ કે બીના હી
સભી કો સંભાલ ને મેં લગી હુઈ થી..!

હા વો એક નર્સ થી.…!

જિસ મરીજ કે સાથ લોગ બાત કરને કે લિયે ભી
રાજી નહીં થે,
ઉન્હેં બે જિજક હોકર જિસને અપનાયા, ઓર સારવાર કી…!

હા વો એક નર્સ થી.…!

જબ લોગ કોરોના વાઇરસ સે બચને કે લિયે ભગવાન સે પ્રાર્થના
કરને લગે હુએ થે,
તબ વો દયા કી દેવી બનકર મરીજ કો સંભાલને મેં લગી હુઈ થી,

હા વો એક નર્સ થી.…!

જિસ તરહ એક સિપાઈ દેશ કી સરહદ પર અપની ફરજ
બજાતા હે,
ઠીક ઉસી તરહ હો દેશ કે ભીતર રહેકર કોરોનાં વાઇરસ જેસે
દુશમન સે લડને મેં જુડી હુઈ થી,

હા વો એક નર્સ થી.…!

Makwana Rahul.H.

Read More

બધાં લોકો મારા ખોટા વખાણ કરતાં રહ્યાં,

બધાં લોકો મારા ખોટા વખાણ કરતાં રહ્યાં,

પરંતુ

માત્ર મારા રૂમમાં રહેલ એ એકમાત્ર અરીસો,

કે જેણે કોઈપણ પ્રકારનાં ભય વગર મને વાસ્તવિકતાનું

ભાન કરાવી દીધું......

મકવાણા રાહુલ.એચ

9727868303
rahulmakwana29790@gmail.com

Read More

નમસ્કાર મિત્રો

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે માતૃભારતી પર મારી પ્રથમ નોવેલ "ધ ઊટી" કે જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર લવ સ્ટોરી છે....જેનાં બધાં જ પાર્ટ (1 -35) અપલોડ થઈ ગયેલા છે, જે ભાગ અપલોડ થવાનાં બાકી છે, તે ટૂંક સમયમાં જ અપલોડ થશે....તો હું આશા રાખું છું કે મારી આ નોવેલને પણ મારી અન્ય રચનાની માફક આપ લોકો સહર્ષ સ્વીકારી લેશો....

મકવાણા રાહુલ.એચ
9727868303
rahulmakwana29790@gmail.com

Read More

નમસ્કાર મિત્રો.

મારા દ્વારા લખાયેલ સૌ પ્રથમ નવલકથા "ધ ઊટી" (એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર પ્રેમ કથા.) હવેથી માતૃભારતી પર હપ્તાવાર અપલોડ કરવામાં આવશે...જેની લિંક નીચે આપેલ છે.

1. ધ ઊટી ..ભાગ - 1

https://www.matrubharti.com/book/19868447/the-ooty-1

2. ધ ઊટી...ભાગ - 2

તારીખ 12/6/2019ના રોજ અપલોડ થશે.

3. ધ ઊટી...ભાગ - 3

તારીખ 19/6/2019ના રોજ અપલોડ થશે.


આ નવલકથા વાંચીને આપનો અભિપ્રાય કે રિવ્યુ ચોક્કસથી જણાવજો....

મકવાણા રાહુલ.એચ

Read More

“બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર”


  આખો હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો જ્યારે માઇક પર એન્કર બોલ્યા.


“આ વર્ષનો બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડના વિજેતા છે...મિ. અનિકેત રોય..”


  આ સાંભળી બીજા બધા કર્મચારીઓ તો ઠીક પરંતુ અનિકેતની ખુશીઓનો પણ કોઈ પાર ન રહ્યો, આથી આનિકેતે સહર્ષ લાગણી સાથે આ એવોર્ડનો સ્વીકાર કર્યો.


  બધા કર્મચારીઓ એ અનિકેતને આ એવોર્ડ મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી.


  જ્યારે અનિકેત સાંજે ઘરે પરત ફર્યો ત્યારે તે અંદરથી ખુબ ખુશ હતો કે પોતાને “એમ્પ્લોયી ઓફ ધ યર” નો એવોર્ડ મળ્યો છે, પરંતુ તે જ્યારે ઘરે પહોંચ્યો તો તેનો દીકરો દિવ્યાંશ ઘરના હોલમાં રહેલ સોફામાં નારાજ થઈને મોઢું ચડાવીને બેઠો હતો. અનિકેતને જોઈને એ માત્ર એટલું જ બોલ્યો.


“પપ્પા ! આજે મારા શાળામાં પેરેન્ટ્સ મિટિંગ હતી, બધા જ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ આવ્યા હતાં, હું એક જ એવો અભાગી હતો કે મારા જ પેરેન્ટ્સ આ કાર્યક્રમમાં હાજર ન હતાં.”


 આ સાંભળી અનિકેટની ખુશી ભરેલ આંખોમાં દુઃખના આંસુઓ વહેવા લાગ્યાં, અને પોતાને મળેલ “બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર” નો એવોર્ડ અને પ્રમાણપત્ર એક માત્ર કાગળ જેવુ લાગી રહ્યું હતું.


 આનિકેતે વિચાર્યું કે પોતે બેસ્ટ કર્મચારી બનાવમાં તો સફળ રહ્યો, પરંતુ સફળ બનવાની ઘુન કે લગનીમાં એક સફળ પિતા બનવાનો મોકો ચુકી ગયો...જેનો અફસોસ તેને લાંબા સમય સુધી રહ્યો..


                       મકવાણા રાહુલ.એચ

                             “બે ધડક”

Read More

             ન બાંધો મને સાંકળોના બંધનમાં……


                    મકવાણા રાહુલ.એચ

                          “રણકાર”ન બાંધો મને સાંકળોનાં બંધનમાં,

મુક્તિનો ચાહક છું, હું


બાંધો મને પ્રેમના બંધનમાં…..


ન બનાવો મને કેદ બંધ એક ઓરડામાં,

ઉડવાનો ઉમંગ છે મને,

ઉડવા દો મને ઉચ્ચ ગગનમાં,


ન બાંધો મને સાંકળોના બંધનમાં…….


ન દેખાડો મને સ્વાર્થી પ્રેમ,

સાચાં પ્રેમનો ભૂખ્યો છું હું,

ડૂબવા દો મને પ્રેમ તણા સાગરમાં,


ન બાંધો મને સાંકળોના બંધનમાં……


ન આપો મને સંગાથ ક્ષણિક,

જોઈએ મારે સંગાથ જીવનભરનો,

ઝંખવા દો મને જીવનભરનો સંગાથ,


ન બાંધો મને સાંકળોના બંધનમાં……


ઝુકાવી દઈશ માથું મારું, સાચા પ્રેમમાં,

ગમતી નથી નફરત મને કોઈની,

કરી છૂટીશ મારાથી બનતું સાચી પ્રિતમાં,


ન બાંધો મને સાંકળોના બંધનમાં……                    મકવાણા રાહુલ.એચ

                          “રણકાર”

Read More

Wish you Happy Inter National Nurses Day.     Dedicated to all My Beloved Nursing Family and My teachers and professor, My family, My Friends, and all who always inspired Me to Join this Nobel Nursing Service and profession, in which each and every nurse work not only hand(skill) but also work with heart (emotion) and head (thinking).કરતી રહી સેવા તે……..કરતી રહી સેવા એ નિઃસ્વાર્થ ભાવે, મનમાં ઘણાં બધાં ઉમંગ લઈને…..!

આપતી રહી હળવું સ્મિત બધાંને, મનમાં લાખો દુઃખ હોવા   છતાંય....!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


કરતી રહી તે સેવા ચાકરી દરિદ્ર નારાયણની, પુરેપુરા પ્રયત્નોથી,

હતી એક જ આશા તેને કે, મળે આશીર્વાદ એ દરિદ્ર નારાયણના,


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને.


હજારો દુઃખ હોવા છતાંય મનમાં, હજારો દુઃખ હોવા છતાંય મનમાં……!

કદી ના થવાં દીધાં દુઃખી પોતાના દરિદ્ર નારાયણને ક્યારેય….!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


સહી લીધું ઘણું બધું પોતાનાં દર્દી માટે, સહી લીધું ઘણુંબધું પોતાના દર્દી માટે…..!

પરંતુ વાત જ્યારે આવી દર્દી સાથેનાં અન્યાયની ત્યારે લડી લીધું આખા જગ સામે....!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને


આપ્યો ઘણોય સમય પોતાના દર્દી માટે તેણે, આપ્યો ઘણોય સમય પોતાનાં દર્દી માટે તેણે…!

ભૂખ્યા તરસ્યા રાખી પોતાનાં સગાં સંતાનો ને…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને.


હતી નહીં એ કોઈ અજાયબી થી કમ, હતી નહીં એ કોઈ અજાયબીથી કમ…..!

કારણ કે વિજ્ઞાન અને કલાનો સુભગ સમન્વય હતો તેનામાં…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને,


દુઃખ દૂર કરતી રહી એ પોતાના દર્દીઓના, દુઃખ દૂર કરતી રહી એ પોતાના દર્દીઓના…..!

એમાં ક્યાંક એ પોતાના પણ દુઃખ વિસરી જતી એ…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને,જાણે છે  “રણકાર” ખુબજ જોખમ હોય છે, આ વ્યવસાયમાં…..!

છતાંય પોતાનાં દર્દીઓ માટે સમર્પિત છે, આ એક નહીં આવા લાખો ખોળિયા…..!


કરતી રહી સેવા તે નિઃસ્વાર્થ ભાવે,મનમાં ઘણાબધાં ઉમંગ લઈને……!                       મકવાણા રાહુલ.એચ

                              “રણકાર”

Read More