Hey, I am on Matrubharti!

દિન+ચર્યાં=દિનચર્યા.દિનચર્યાનો અર્થ થાય છે આખા દિવસ દરમિયાન કરવામાં આવેલુ કાર્ય.

આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં આપણી દિનચર્યા પણ ભાગદોડવાળી થઈ ગઈ છે.

રોજ જ આપણે આપણી દિનચર્યા  પ્રમાણે જ કાર્ય કરીએ છીએ. પણ જો આ દિનચર્યા વ્યવસ્થિત ના હોય તો  આપણો દિવસ સારો જતો નથી.બધુ જ કાર્ય એને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે.અવ્યવસ્થિત દિનચર્યાનો અર્થ છે તણાવભરી રાત્રિ.એક વ્યવસ્થિત દિનચર્યાનાં અભાવમાં આનંદ અને ગાઢ નીદ્ધા લેવી એ અસંભવ બાબત છે.એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે પ્રસન્નતા રાજ થી નહી પરંતું કાજથી પ્રાપ્ત થાય છે.સારુ કાર્ય જ આપણને પ્રસન્નતા આપે છે.

દિનચર્યાને વ્યવસ્થિત બનાવવા માટે પોતાનુ કાર્ય સમય પર કરતા શીખો.પોતાનુ કાર્ય પોતાની જાતે જ કરવાની આદત રાખો.આજે વ્યક્તિ આપણને અશાંત, હેરાન, પરેશાન જોવા મળે છે એનું કારણ પણ આ અવ્યવસ્થિત દિનચર્યા જ છે.

કાર્યને સમય પર ન કરવુ અને પોતાનુ કામ પોતાની જાતે ન કરવું યે તણાવ અને માનસિક અશાંતિનું કારણ છે.એને કારણે જ વ્યક્તિનું દિવસનું ચેન અને રાતનું ચેન જતુ રહ્યુ છે.આપણુ દરેક કાર્ય જો સમય અનુસાર થાય તો આપણને સફળતા પણ પ્રાપ્ત થાય છે અને આપણે આપણુ જીવન સુખમય રીતે જીવી શકીયે છીએ.

પોતાની દિનચર્યાનું આયોજન એ રીતે કરો જેનાથી તમે જીવન આંનદમય રીતે જીવી શકો.દરેક કાર્ય સમય સર કરવાથી આપણી દિનચર્યા સારી રીતે કરી શકીએ છીએ. દિનચર્યા સારી રીતે કરવાથી આપણુ જીવન સુખમય રીતે પસાર કરી શકીએ છીએ.

Rajeshwari Deladia

Read More

આવ આવી આપી જા આલિંગન પ્રેમમાં,
સામે કિનારે ઉભી છું હું તારી ચાહમાં.....

છોડી ચિંતા આવી જા મારી બાહુપાશમાં,
સામે કિનારે ઉભી છું હું તારી રાહમાં....

ડૂબી જા આવી લાગણી કેરા દરિયામાં,
સામે કિનારે ઉભી છું હું તારી ચાહમાં....

વરસાવી દે આવી વ્હાલ તારા પ્રેમમાં,
સામે કિનારે ઉભી છે "રાજલ" તને પામવા...

-Rajeshwari Deladia

Read More

💐વિશ્વ દિકરી દિવસ ની શુભકામના💐

હોય લાખોમાં એક આ દિકરી,
લાગણીઓથી સભર આ દિકરી,
ભાઈની હોય લાડકી આ દિકરી,
પપ્પાની હોય પ્યારી દિકરી,
મમ્મી ની હોય વ્હાલી દિકરી,
ઘરનો શ્વાસ આ દિકરી,
ઘરની લક્ષ્મી આ દિકરી,
કુળની તારણહાર દિકરી,
ઘરનું મહેકતુ ફુલ આ દિકરી,
સહનશીલતાની દેવી દિકરી,
સમજદારીનો ભંડાર દિકરી,
મારી પ્યારી તમામ દિકરી.....

-Rajeshwari Deladia

Read More

તડપુ છું તારી સાથે હરપલ વાતો કરવા,

તડપુ છું તારી સાથે હરપલ સમય વિતાવવા,

તડપુ છું હરપલ તારા હૃદયની ધડકન બનવા,

તડપુ છું હરપલ તારી કવિતાની પંક્તિ બનવા,

તડપુ છું હરપલ તારા હસીન સપના જોવા,

તડપુ છું હરપલ તારો વ્હાલભર્યો સંવાદ સાંભળવા,

તડપુ છું હરપલ તારો માસુમ ચહેરો જોવા,

તડપુ છું હરપલ તુ જ સંગ જીવન વિતાવવા.....

-Rajeshwari Deladia

Read More

આપણુ જીવન જ એવું છે જેમાં અનેક સંઘર્ષો જોવા મળે છે.સંઘર્ષો વિનાની કોઈની જિંદગી હોતી નથી.સંઘર્ષ વગર, મુશ્કેલી વગર જીવન જીવવામાં કોઈ મજા નથી આવતી.કેટલીક વાર સંઘર્ષ કર્યા પછી પણ સારુ પરિણામ નથી મળતુ ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ.

હંમેશા કોઈ પણ કાર્ય કરવા માટે જીવનમાં એક લક્ષ્ય રાખવુ જોઈએ.લક્ષ્ય રાખવાથી જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે એનો હિંમતથી સામનો કરી શકાય છે.

સંઘર્ષ ને કારણે થાક ચોક્કસ લાગે છે પણ એનું પરિણામ સુંદર જ આવે છે અને જો પરિણામ સારુ ન આવે તો પણ એમાંથી એક નવી શીખ તો મળે જ છે.એટલે સંઘર્ષ કરવાથી ક્યારેય ગભરાવુ ન જોઈએ.સંઘર્ષ આપણને અંદરથી મજબૂત બનાવે છે.

કોઈપણ કાર્ય જ્યારે મહેનતથી લગનથી, સંઘર્ષથી કરવામાં આવે ત્યારે એનું ફ્ળ સારુ જ પ્રાપ્ત થાય છે.

વ્યક્તિ જન્મથી લઈને એની અંતિમ યાત્રા સુધી સંઘર્ષ કરતો રહે છે.દરેક વ્યક્તિ આમાંથી પસાર થતો હોય છે.કેટલીક વાર શારિરીક રીતે સંઘર્ષ કરવો પડે છે તો કેટલીક વાર માનસિક રીતે સંઘર્ષ કરવો પડે છે.કેટલીક વાર પોતાની જાત સાથે સંઘર્ષ કરવો પડે છે તો કેટલીક વાર અન્યોની જોડે સંઘર્ષ કરવો પડે છે.

સંઘર્ષ વિનાનું કોઈનું પણ જીવન આપણને જોવા મળતું નથી. સંઘર્ષ વિના આપણને સફળતા પ્રાપ્ત પણ નથી થતી.સંઘર્ષથી મેળવેલી સફળતાનો સ્વાદ કઈક અલગ જ હોય છે.એટલે ક્યારેય પણ સંઘર્ષ કરતા ડરવું ન જોઈએ.અને સંઘર્ષ કરતી વખતે પરિણામની પણ આશા ન રાખવુ જોઈએ.બસ એક લક્ષ્ય નક્કી કરી ને જીવનમાં સંઘર્ષ કરવો જોઈએ.તો સંઘર્ષથી સફળતા પ્રાપ્ત થશે જ.

Rajeshwari Deladia

Read More

શીદને તડપાવે છે મુજ ને તું આમ અહિ,
આવ આવી એક વાર એને મળી તો જા....

બન્યુ છે પાગલ દિલ બેતાબ તને મળવા,
આવ આવી એક વાર એને બહેલાવી તો જા...

જોઈ રહ્યુ છે રાહ એ તારી આવવાની પાગલ,
આવ આવી એક વાર એને સાંત્વના આપી તો જા,

તારી યાદોના પગલા મારા દિલમાં પડી ગયા,
આવ આવી એક વાર એને જોઈ તો જા....

જો જે જીદ્દમાં પાગલ ન થઈ જાય તારી "રાજલ"
આવ આવી એક વાર એને પ્રેમ કરી તો જા...

-Rajeshwari Deladia

Read More

નાજુક દિલ પર તે નજરોનો એવો વાર કર્યો કે,
દિલને તને પામવાની મથામણ થઈ ગઈ....

ક્યારે મળશે તું હવે મને એ જ વિચારોમાં,
બસ તને મળવાની મથામણ શરૂ થઈ ગઈ....

ટકરાઈ ગઈ નજરોથી નજર મારી તારી જોડે,
બસ તને ચાહવાની દિલમાં મથામણ થઈ ગઈ...

કરી દીધો "રાજલ" નાં દિલ પર એવો વાર તેં,
બસ તારી એક મુલાકાતની મથામણ થઈ ગઈ....

આવી એક વાર મળી લે તારી પાગલને વ્હાલા,
પુરી કરી દે હવે એનાં દિલની બધી જ મથામણ....

-Rajeshwari Deladia

Read More

ભુલ માટે માફ કરવું અને કરેલી ભુલનો સ્વીકાર કરવું એ સૌથી હિંમત ભરેલું કાર્ય છે.

-Rajeshwari Deladia

વસંતમાં મળ્યા આપણે ને ખીલી ગઈ પ્રેમની ઋતુ....

વસંતમાં મળ્યા આપણેને જતી રહીં પાનખરની ઋતુ....

વસંતમાં મળ્યા આપણેને ખીલી ગઈ મનમાં પ્રેમની ઋતુ...

વસંતમાં મળ્યા આપણેને આવી પ્રેમી હૈયાને મળવાની ઋતુ...

વસંતમાં મળ્યા આપણેને લાવી મૌસમમાં બહાર ઋતુ....

-Rajeshwari Deladia

Read More

જીવનમાં સુખ અને દુઃખ તાણાવાણાની જેમ જોડાયેલ છે. બંને ને એકબીજાથી અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે.દુઃખ પછી સુખ અને સુખ પછી દુખ જીવનમાં આવતાં જ રહે છે.એટલે જ કહેવાયું છે કે,સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું.

વ્યક્તિ સાચું જીવન તો ત્યારેજ જીવેલો કહેવાય જ્યારે સામે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ પરિસ્થિતિને પણ એ એક અવસર બનાવી ને જીવે.દરેક પરિસ્થિતિ જીવનમા કઈક ને કઈક નવી શીખ આપે છે.એટલે પ્રભુ જેવી પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ નો સ્વીકાર કરી સુદામાની જેમ પ્રભુનો ધન્યવાદ માણવો જોઈએ.

જો જીવનમાં કોઈપણ સંકટ આવે તો એની માટે માતા કુંતીની જેમ પ્રભુનો ધન્યવાદ માનવો જોઈએ.અને પ્રભુને કહેવું જોઈએ કે હે પ્રભુ જો તુ મને દુઃખ જ નાં આપત તો હુ તારુ સ્મરણ કઈ રીતે કરતે.આજે આપણે બધા પણ એવું જ કરીએ છીએ કે પ્રભુનું સ્મરણ જયારે આપણા પર કોઈ મુશ્કેલી આવે ત્યારે જ કરીએ છીએ. એટલે જ તો ઓલું ભજન  બનાવવામાં આવ્યુ છે ને, "હુ તને ભજુ છુ રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે."

બસ પ્રભુનો ઉપકાર માનો કે હે પ્રભુ હુ સુખમાં છકી ન જાઉ એટલે તમે મને દુઃખ આપો છો.બસ પ્રભુ મને દુઃખને સહન કરવાની શક્તિ આપો.

સુખ કે દુઃખ કોઈપણ પરિસ્થિતિ હોય એમાં પ્રભુનો દિલથી ઉપકાર માનો.

બસ આપણે તો એક જ બાબત યાદ રાખવાની,

"राही मनवा दुःख की चिंता क्यों सताती है,दुःख तो अपना साथी है।
सुख है एक छाँव ढलती, आती है जाती है दुःख तो अपना साथी है।"

Rajeshwari Deladia

Read More