*કોઈ ની મદદ કરવા જ્યારે* *હાથ લંબાવો ત્યારે ઍના* *ચહેરા સામે ના જોવુ..* *કેમ કે.......* *મજબૂર માણસ ની આંખ* *મા ઉગેલી શરમ* *આપણા દિલ મા અભિમાન* *નુ બીજ વાવે છે..!!!

🔱 *ॐ નમઃ શિવાય* 🔱

*આપ ને તથા આપ ના પરીવાર ને મહાશિવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ*

*ભગવાન ભોળાનાથ તમારા પરિવારને* *સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના*

*🕉️ ॐ નમઃ શિવાય🕉️*
*🕉️હર હર મહાદેવ🕉️*

Read More

બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.

* સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
🌹મહાદેવ હર 🌹

Read More

આજે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ છે. આપ બધાને શિવાજી જયંતિ ની ખૂબ ખૂબ શુભ કામનાઓ.

ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતો એક પ્રસંગ.

વાત છે છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન ની.

શિવાજી મહારાજે સ્વરાજ્ય ની સ્થાપના માટે મુગલો સામે કમર કસી નાખી છે. એક પછી એક કિલ્લો જીતીને તેના પર સ્વરાજ્ય નો ઝંડો ફરકાવી આગળ વધી રહ્યા છે. મુગલો તેમને કોઈ રીતે રોકી નહીં શક્યા. આથી મુગલો હવે કપટ ઉપર ઉતરી આવ્યા છે. અને બને છે એક દિવસ એવું કે શિવાજી ના પિતા ને મુગલો બંદી બનાવે છે. અને બદલા માં તેઓ શિવાજી સામે શરત મૂકે છે , કે તમારે તમારા પિતાજી સહી સલામત જોઈતા હોય તો જીતેલા તમામ કિલ્લાઓ પાછા આપી દેવા અને ત્રણ વર્ષ સુધી કોઈ યુદ્ધ કરવું નહીં. શિવાજી શરત મંજુર કરે છે , જીતેલા તમામ કિલ્લા પાછા આપે છે, અને ત્રણ વર્ષ સુધી યુદ્ધ કરવાની ના પાડે છે. અને પોતાના પિતાને મુગલો ની કેદ માં થી મુક્ત કરાવે છે.
હવે શિવાજી પાસે કોઈ કિલ્લો રહ્યો નથી. એ વિચારે છે હવે ત્રણ વર્ષ સુધી મારે કરવું શું. ત્યારે તેમના પિતા કહે છે બેટા આ ત્રણ વર્ષ ને તું નકામા ન સમજીશ, પણ તારા માટે તું આશીર્વાદ સમજ . અને આ ત્રણ વર્ષ તું તારી પ્રજા ને વ્યક્તિગત મળ અને તેઓની સમસ્યા ને સમજ. શિવાજી મહારાજ પિતાજી ના કહ્યા પ્રમાણે જ કરે છે. અને ત્યાર બાદ ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ શિવાજી બમણા જુસ્સા થી યુદ્ધ કરે છે. અને આ યુદ્ધ માં શિવાજી પાસે કોઈ સૈન્ય ન હોવા છતાં , તેમની પ્રજા તેમના માટે લડે છે. અને આ સૈન્ય માં પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ પણ ભાગ લે છે. અને થોડાક જ સમય માં તમામ કિલ્લાઓ પાછા જીતી લે છે. અને દેશ માં સ્વરાજ્ય ની સ્થાપના કરે છે.

આપણને આ પ્રસંગ માં થી એ વાત શીખવા મળે છે , કે જીવનમાં બનતી કોઈ પણ ઘટના ને મારે હકારાત્મક દ્રષ્ટિકોણ થી જોવી જોઈએ. શિવાજી મહારાજ કે જેઓએ સ્વરાજ્ય ની સ્થાપના માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.

આ પ્રસંગ માં એક વાત એ પણ ઉજાગર થાય છે કે રાજા પાસે થી ભલે રાજ્ય છીનવાઈ જાય પણ તેની પ્રજા ક્યારેય છીનવાતી નથી.
આજના રાજનેતા ઓ ના મગજ માં આ વાત ઉતરી જાય તો તેઓએ ચૂંટણી જીતવાની જરૂર જ નથી. અને આમ થાય તો સુરાષ્ટ્ર ની જે કલ્પના કરીએ છે તે દૂર નથી.

ભારત જયતું..👏👏👏👏

Read More

*તમારું હર કદમ ધ્યાન*
*રાખનાર બે જ વ્યકિત હોય છે,*
*એક જેને તમે ગમો છો અને બીજું જે તમારો વિરોધી છે તે..!!*

*શુભ પ્રભાત...*

Read More

*મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.*

*કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.*
*🕉જય સોમનાથ દાદા 🕉*

Read More

🌹 *વસંતપંચમીની શુભકામનાઓ* 🌹

*વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.*

*આપણા સૌના જીવનમાં પણ પ્રેમ, મૈત્રી, ક્ષમા અને ધર્મ રૂપી વસંત ખીલે એજ મંગળકામના સાથે સૌને વસંતપંચમીની શુભકામના*🥀💐

*🌹શુભ સવાર..*

Read More

આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.

* ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે, ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે.  કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે...
*🕉️જય સોમનાથ દાદા 🕉️*

Read More

આ સંસારમાં ઈશ્વરે દરેક વસ્તુની સીમા બાંધી રાખી છે. સુખ હોય કે દુ:ખ, ખુશી હોય કે ગમ, જીવન હોય કે મૃત્યુ, દિવસ હોય કે રાત્રી જે કંઇ પણ બધું એક હદ સુધી જ હોય છે. હદની અંદર દરેક વસ્તુ સારી કે ખરાબ લાગે છે.

* દરેક માનવીએ પોતાની સીમાની અંદર જ રહીને કાર્ય કરવું જોઈએ. અતિશયતા માનવની દુશ્મન છે

🌹મહાદેવ હર 🌹

Read More

તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !.
ॐ નમ: શિવાય ...!!!!📿

*ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનોબાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !.*

*🌹સુપ્રભાત🌹*

*ॐ નમ: શિવાય ...!!!!📿*

Read More