Hey, I am reading on Matrubharti!

*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે*

*ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...*

*1.*
*બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા*
*પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી*
- હિતેશ તરસરિયા

*2.*
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,*
*નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*

– પરીક્ષિત જોશી

*૩.*
*કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.*
*”કાળીના એક્કા જેવા.”*
– સંજય ગુંદલાવકર

*4.*
*મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
– નિમેષ પંચાલ

*5.*બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,*
*આજ મીઠો લાગ્યો!*
– તૃપ્તિ ત્રિવેદી

*6.*
*એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,*
*એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
- દક્ષા દવે

*7.*
*વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.*
*આંખો જ બોલી છે વાંક કોનો!*
- દેવદત ઠાકર.

*8.*
*પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
– દિવ્યેશ સોડવડીયા

*9*
*લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?*

- નિલેશ શ્રીમાળી પાટણ

*10*
*આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,*
*અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...*
-હિતેશ તરસરિયા

*11.*
*"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"*
*ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'*
- હિતેશ તરસરિયા

*12.*
*વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.*
*પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:*
*"મા ના ખોળે !!!"*

*_ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો_*🙏

Read More

*ફ્રી છો તો શાંતિથી વાંચજો*
*સુંદર ૧૧ વાતો સમજવા જેવી*
૧) *ભગવાન* કયારેય *ભાગ્ય* નથી લખતાં , *જીવન* ના દરેક *ડગલાં* પર આપણો *વિચાર* , આપણો *વ્યવહાર*, આપણુ *કર્મ* જ આપણુ *ભાગ્ય* લખે છે.
૨) પહેલાં ના *લોકો* *લોટ* જેવા હતા , *લાગણી* નુ *પાણી* નાંખી એ તો *ભેગા થઈ ને બંધાઈ જતાં* ,
આજે
*લોકો* *રેતી* જેવાં છે, ગમે તેટલું *લાગણી* નુ *પાણી* નાખો તો પણ *છૂટા ને છૂટા*.
૩) *નીતિ* સાચી હશે તો *નસીબ* કયારે પણ *ખરાબ* નહીં થાય ,
*બીજો માણસ* આપણા મા *વિશ્વાસ* મૂકે એ જ *આપણા જીવનની સૌથી મોટી સફળતા છે*.
૪) *દુ:ખ ભોગવનાર* વ્યક્તિ આગળ જઈને કદાચ *સુખી* થઈ શકે છે , પરંતુ *દુઃખ આપનાર* વ્યક્તિ આગળ જઈને કયારેય *સુખી* થતો નથી.
૫) *માણસાઈ દિલમાં* હોય છે , *હેસિયત* માં નહીં,
*ઉપરવાળો* માત્ર *કર્મો* જ જુએ છે , *વસિયત નહીં*.
૬) તમે ગમે તેટલા *શતરંજ ના મોટા ખેલાડી* હો , પરંતુ *સરળ વ્યક્તિ* સાથે કરેલ *કપટ* તમારી *બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે*
૭) *પ્રાણ* ગયા પછી *શરીર* *સ્મશાન* માં બળે છે.
અને *સંબંધો* માંથી *પ્રેમ* ગયા પછી *માણસ* *મનોમન* બળે છે.
૮) *જીવન* માં *સ્વાર્થ* પુરો થઈ ગયા પછી ,
અને
*શરીર* માંથી *શ્વાસ* છુટી ગયાં પછી
*કોઈ કોઈ* ની *રાહ* જોતું નથી.
૯) જે જોઈએ તે *મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે*,
પણ જે મળ્યું હોય એમાં *હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે*.
૧૦) *ઈશ્વર* જયારે *આપે* છે ત્યારે *સારું આપે* છે ,
*નથી આપતો* ત્યારે વધું *સારું મેળવવા* નો *રસ્તો આપે* છે , પણ જયારે *રાહ જોવડાવે* છે ત્યારે તો સૌથી *ઉત્તમ ફળ જ આપે* છે.

૧૧) *આ ચરણ* તો માત્ર
*મંદિર* સુધી જ લઈ જઈ શકે ,
*આચરણ* તો *પરમાત્મા* સુધી લઈ જઈ શકે.

Read More

"માતૃ ભારતી થકી ના માધ્યમ થી સારા કર્મો ની શરૂઆત કરીએ.
કારણ વગર ભગવાને પણ આક્રમણ નથી કર્યું"

દરેક વ્યક્તિ એક આક્રમક વ્યક્તિત્વ ધરાવતો હોય છે.
જયારે કોઈ તેનું ખરાબ કરવા માગતું હોય.

"આક્રમણ કરવા વાળા શત્રુ થી ના ડરો.
પણ ખુશામત કરવા વાળા મિત્રો થી જરૂર ડરો."