માતૃભારતીનો વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" મેળવનાર લેખક રાકેશ ઠક્કરની ઇબુક્સના ૫૦૦૦૦૦ ડાઉનલોડ થઇ ચૂક્યા છે. હોરર/ પુનર્જન્મની નોવેલ "આત્માનો પુનર્જન્મ" માતૃભારતીની "લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦" માં વિજેતા બની છે. સૌથી વધુ વંચાયેલી "રેડલાઇટ બંગલો"માં કોલેજની યુવતીને વેશ્યા બનાવનાર મહિલા સામેની લડાઇની રહસ્ય, રોમાંચ સાથેની વાર્તા છે. "લાઇમ લાઇટ" એક રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષને આવરી લે છે. હત્યાનું રહસ્ય ખોલતી આ પ્રકારના વિષયની એકમાત્ર સીરીઝ "ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી" પણ છે.

બાળકોને વારસામાં પૈસા, સમૃદ્ધિ, સંપત્તિ ના આપી શકાય તો વાંધો આવતો નથી, પરંતુ સારા સંસ્કાર અચૂક આપવા. જો સંસ્કાર નહીં હોય તો વારસો સચવાય નહીં.
#વારસો

Read More

આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ વારસામાં જે આઝાદી આપી ગયા છે એને સાચવવાની જવાબદારી દરેક નાગરિકની છે. જય હિન્દ!
#વારસો

Read More

માણસને વારસામાં ઘણી વખત પૈસા અને ઈજ્જત તો મળી જાય છે પરંતુ ઓળખ તો એણે પોતે જ ઊભી કરવી પડે છે.
#વારસો

तू तो मत कह हमें बुरा दुनिया
तुने ढाला है और ढले है हम
– जावेद अख्तर

તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે,
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે.
– ભાવેશ શાહ ‘શહેરી’

આ એની નિશાની છે કે તારી કમી છે.
જોઈ લો મારી આંખમાં કેટલી નમી છે.
તને શોધવા આંખ ક્યાં ક્યાં ભમી છે,
તારા સિવાય જીવનમાં ના કોઈ ગમી છે.
#કમી

Read More

જ્યારે પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી જરૂરી હોય છે.
#કમી

Read More

દુઃખ ભોગવનાર આગળ જતાં સુખી થઈ શકે છે. પરંતુ એ યાદ રાખવું કે બીજાને દુઃખ આપનારો ક્યારેય સુખી થઇ શકતો નથી. સુપ્રભાત!

Read More

કેરળમાં એક ગર્ભવતી હાથણીને મારી નાખવામાં આવી ત્યારે પ્રશ્ન થયો હતો કે અહીં માનવતા બચી નથી?
#કેરળ

દયા કરતી વખતે નાતજાત ના જોવી જોઈએ. માનવતા જ સાચો ધર્મ છે.
#દયા