Moody Poet, Writter

ગીત: પતંગ તારા દોરા....

સુખ ના ચણ શોધવા નીકળ્યું હું દુર
કેમ પાંખે આ કરવત મંડાણી,
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?

શેનું છે વ્હેર, મારે જાવાનું ઘેર, બધાં
અંગત સૌ રાહ જોવે મારી,
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?

આપણે તો ઉડવાનું એક જ આકાશ,
તોય કેમ મુજને સતાવે?
અમે તો ઉડીએ જ્યાં ઈચ્છા અમારી,
તને કો'ક દિશા બતાવે,

કુડા ઓ કનકવા તારે એકદી છે ઉડવુ,
તો મનડે મુરાદ કાં નઠારી?
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?....

તારે તો દેહ નહીં, શ્વાસ નહીં એટલે,
બીજા જ્યાં ઈચ્છે ઉડવાનું,
મારો તો શ્વાસ ઓલો શામળિયો સાચવે,
તોય મારે તુજ થી ડરવાનું,

માનું છું શામળિયો સાચવશે સૌને,
પણ એમાં ક્યાં ભૂલ થઈ મારી?
પતંગ તારા દોરા કાં નાખે મને મારી?....

રાકેશ ગઢવી

Read More

#Matrubharti #bites
#shayari #ghazal #poem
#author #writer #poet
#feelings #lovequotes
#geet


તું ધારું જેને અંધારું, એતો દીકરી ના નામે અજવાળું,
દુઃખ થી ભરેલી દુનિયા માં, મારા સૌવ સુખ નું સરનામું.
તું ધારું જેને.....

આ સૂકા પ્રદેશ નો લીલો વરસાદ તું, ને પડ્યા કરે એના જ માવઠા
મારે ખુશી થી એમાં ભીંજાવાનું.
તું ધારે જેને.....

કેટલાય સત્કર્મ નો સીધો હિસાબ તું, ને મારી પુણ્યો ની પેઢી નો ફાયદો
તું પૂર્વ જન્મ નું પુણ્ય મારું.
તું ધારે જેને અંધારું....

રાકેશ ગઢવી

Read More

સંબંધ ની ફિલસૂફી (એક વિચાર)

આપણો સંબંધ કેટલા જન્મો જન્માંતર થી ચાલતો આવે છે, કેટલા હર્ષ સાથે કેટલી આનંદ ની તાજગી સાથે આપણે આપણા આ દામ્પત્ય જીવન ને શરૂ કર્યું હતું.
યાદ કર હું હતી તું હતો અને આ ખુલ્લું મોકળું આકાશ ક્યાંય ઝાકળને કોઈ અવકાશ નહતો.

પછી એવું તો શું બદલાઈ ગયું. કેમ આપણી ખુશીઓ એ દુઃખ નું સ્થાન લઈ લીધું?
કેમ આપણી એ બહુ જ બધી લાગણીના વ્યક્ત થતા ઉન્માદો એ *અબોલા* લઈ લીધા.

એ માન્યું કે પરિપક્વતા સાથે પ્રેમ ની અભીવ્યક્તિ બદલાઈ પણ આ *અબોલા*
એ તો પ્રેમ નથી. એ રોજ ખૂચે છે ક્યારેક તો બોલી ને હળવું થવું જ પડે. તો જ જીવન અને આપણે બંને એક બીજા સાથે વ્યક્ત થઈ શકીશું.

બસ તો ચાલ આજે નિર્ણય લઈએ હવે આપણા સંબંધ મા ક્યારે પણ *અબોલા* નહિ આવે, આપણે નિખાલસ જેમ હતા તેમ જ વ્યક્ત થતાં રહીશું તો જ જીવન આપણું ઉમળકાભેર ધબકતું રહેશે અને તો જ આપણા સંબંધ આપણા સગપણ નું અસ્તિત્વ ટક્યું રહેશે.

સંબંધ નું વળી ક્યાં કોઈ નામ *અબોલા* છે?
સંબંધ નું નામ તો એક બીજા ની સાથે વ્યક્ત થવું છે.

રાકેશ ગઢવી

Read More

સાંભળી એ વાત ઈશ્વર સતત અકળાય છે,
નામ એનું લઈ ઘણાં પથ્થર અહીં પૂજાય છે

રાકેશ ગઢવી

હોવા થી આપનું કોણ હોઈ છે અને
સમજી શકાય તો પારકું ય કોણ હોઈ છે.

તમે એવી સાંજ બનો કે સૂર્ય પણ કંકુવર્ણો
બની તમારી પ્રતીક્ષામાં અસ્થ થવા થનગને.
#સુવિચાર

એક સાંજમાં નદી મળી ગઈ
પૂછતા એને સાંજ ઢળી ગઈ
એવું તે શું મુરજાયું અંદર ?
કહેતા તો એ બાથ ભરી ગઈ

ખાલીપા ને લઇ ને ચાલી
ઝરણે ઝરણે એતો ફાલી
નાવ ઘણી એણે પાર ઉતારી
તોય બધા કે નાવ ડુબાડી

રોજ દુઃખો ના ડુમાં લઈ ને
દરિયા કાંઠે સાવ ઢળી ગઈ

કોઈ એના પાપ નીચોવી
મારી આંખે શુદ્ધ બની ગ્યું
કોઈ ખુલ્લી મુઠ્ઠી છોડી
મારી સાથે બુદ્ધ બની ગ્યું

તોય કદીના મે કઈ માગ્યું
એવું પૂછી ભાવ ધરી ગઈ

એક સાંજમાં નદી મળી ગઈ
કહેતા કહેતા ખૂબ રડી ગઈ

- રાકેશ ગઢવી

#KAVYOTSAV

Read More

મન નો મેળો કેટ કેટલી યાદો રાખે
વચ્ચે વચ્ચે થોડી થોડી વાતો રાખે

દુઃખ ના દરિયામા ઘણોય વિહવળ થાતો
સુખના મોજાઓ સાથે પણ નાતો રાખે

યાદોના ફુગ્ગાઓ જાણે વેચવા ચાલ્યો
એટલે એનો રંગ એ થોડો રાતો રાખે

ઈશ્વરના નામે છે મનને અમાપ શ્રદ્ધા
ઠોકર સૌની એટલે જાણે ખાતો રાખે

રાકેશ ગઢવી

Read More