" કશુંક ઝંખી રહ્યો ખાલી હાથમાં ને મળી મને પાયમાલી હાથમાં." - "Bન્દાસ" રાકેશ વી. સોલંકી

# " તને જોયેલી " #
* * * * * * *

તપતા સૂર્યે, શીતળ છાયાશી,બજારે જોયેલી.
પછી, આવ્યા જે વિચાર તારા, એ વિચારે જોયેલી.

અતીતના અંધકારે, ઓગળેલી યાદ તાજા થૈ,
નીતરતા નેવાએ, એકીટશ એકધારે, જોયેલી.

ભલે મળી ના નજર, પણ, પારખી લીધી તને,
મન ખુશ થયું, આખી નહિ તો લગારે, જોયેલી.

સવાર હતો ઑટોમાં, માટે ના મળી શક્યો તને,
પાછું વળી પ્રાણ પ્યારી, તને વારે વારે, જોયેલી.

મારી દૃષ્ટિએ, કોઈ ફર્ક ના પડ્યો, જોવામાં 'Bન્દાસ'
પહેલેથી જેમ જોયેલી, એ જ પ્રકારે, જોયેલી.

✍️ "Bન્દાસ"
રાકેશ વી. સોલંકી.

Read More