શબ્દોને ક્યાં વાચા હોય છે? છતાંય કેટલાય ઘવાય છે. શબ્દોને ક્યાં વાચા હોય છે?, છતાં જખ્મો તાજા કરી જાય છે. શબ્દોની આ ભાષા પણ ક્યાં, સઘળાંથી સાચી વંચાય છે?

अर्ज़ क्या करें जुबां से,
अल्फ़ाज़ मिलते नहीं..

वक़्त के तराजू से,
जिंदगी कटती नहीं...

जिंदगी कटती तो है
पर, आपके एक साथ होने से....

-क्रिष्वी

Read More

આપડે કહીંએ તો છીએ કે
અપેક્ષાઓ ન રાખવી જોઈએ,
પણ એ જ અપેક્ષાથી તો
જીવીએ છીએ કે
થઈ જશે.....


-ક્રિષ્વી

અંધકાર પોતાની આત્મામાં છે ને
લોકો જગતમાં પ્રકાશ પ્રગટાવવાની વાતો કરે છે....

-ક્રિષ્વી

ફરિયાદ છે આ વાદળોને કે તરસ છે
ધરતીને મળવાની?
કસમયે આવી કમૌસમી બની વરસે છે

-ક્રિષ્વી

સંબંધ નાજુક પક્ષી જેવા હોય છે
બહુ દબાવીને પકડશો તો,મરી જશે.
બહુ ઢીલ આપશો તો છેતરીને ઉંડી જશે.
અને પ્રેમથી સંભાળીને રાખશો

તો આખી જિંદગી તમારી સાથે રહેશે

-ક્રિષ્વી

Read More

હું સાંભળું છું પણ હું છું મૌન,
ચકડોળે ચડ્યું આજ મારું મન
કસોટી ખુદની આજ, હવે તો,
શાંત કરવા જાઉં મારે સુંદરવન.

-ક્રિષ્વી

Read More

વાત કંઈ હતી ને તું કરે શક, મારો શું વાંક?
હું વચન ભંગ નહીં કરું બેશક, મારો શું વાંક?
નિયમ પાળો નહીં, પછી પસ્તાવાનો શું મતલબ?
જીવનમાં આપી હતી ઘણી તક, મારો શું વાંક?

-ક્રિષ્વી

Read More

શબ્દોને ક્યાં વાચા હોય છે?
છતાંય કેટલાય ઘવાય છે.
શબ્દોને ક્યાં વાચા હોય છે?,
છતાં જખ્મો તાજા કરી જાય છે.
શબ્દોની આ ભાષા પણ ક્યાં,
સઘળાંથી સાચી વંચાય છે?

-Krishvi

Read More

થાળી હું આરતીની સજાવું
તિલક હું કુમકુમ અને અક્ષતના લગાવું
કામના હું કરું તારાં ઉજ્જવળ ભવિષ્યની
સંકટ ન આવે તારા પર ક્યારેય
હું સદા એવી પ્રાર્થના ભાઈ માટે કરું...

-ક્રિષ્વી

Read More

સારું કે ખરાબ કોઈ પદ નથી,
શુભચિંતકો માટે કોઈ હદ નથી,
મળ્યું તો કરીને બતાવી દે બાકી,
સારું છે કામની કોઈ સરહદ નથી.

-ક્રિષ્વી

Read More