ગુજરાતી અને સંસ્કૃત કાવ્યો તથા ગુજરાતી માઈક્રોફિક્શન પર કલમ કસુ છુ. સંસ્કૃતના ચાર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. માઈક્રોફિક્શન વાર્તાઓ વિવિધ સમાચારપત્રો અને વિવિધ મેગેઝિન પર પ્રકાશિત થતી રહે છે. આભાર વાચકમિત્રો અને ટીમ માતૃભારતી..

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "ભાવતાં ભોજન"

નવા વર્ષે પહેલા આનંદના સમાચાર..
વાર્તા સ્પર્ધામાં મારી વાર્તા "તાળું" દ્વિતીય ક્રમે વિજેતા..

સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં દૈનિક વતનની વાતના 'પિતા' વિશેષાંકમાં મારી કવિતા "અમ પિતાની વહારે ધાજો પ્રભુ"

Read More

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "ઉલ્કા"

નવા વર્ષે એક નવી શરૂઆત..
નીતિશતકના શ્લોકો પર મારું વિવેચન, હવેથી "અક્ષરનાદ ડોટ કોમ" પર દર પખવાડિયે..

આજના દિવ્યભાસ્કરની મધુરિમા પૂર્તિમાં પ્રકાશિત મારી કવિતા "ગોકુળના સરનામે"

સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં દૈનિક વતનની વાતના દિવાળી અંકમાં મારું કાવ્ય "નવું વર્ષ"
સૌને નૂતનવર્ષાભિનંદન..

Read More

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "સ્નેહ"

#નવરાત્રિ
#navratri
#kavyotsav
#નવરાત્રી

જરા,બાલ્યા હો કે ભલે હો જવાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

જલાવું છું હું ધૂપ પ્રગટાવું દીપક
શરણ એક તારું તું જીવનનું શીર્ષક
લઈ એકતારો ભજું છું મૃડાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

હવન, પૂજા, વંદન ન કરવાનું જાણું
હાં, હૈયૈ ગવાતું તુજ આરતીનું ગાણું
તું એક જ સહારો નમું છું ઈશાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

તમસ પાપ કેરાં હરી લે ઓ માતા
દે પુણ્યજ્યોતિ, દે ચિતડાને શાતા
નમન કોટિ કોટિ કરું છું શિવાની
સદા સર્વદા સાથ દે મા ભવાની

- ડૉ. રંજન જોષી

Read More

इस नवरात्रि में हररोज सुनें।
Subscribe like and share my YouTube channel Sanskrit Sambhashan by Dr. Ranjan Joshi👆

https://youtu.be/wHTnSYu_FFQ