reading is my hobby

પરાયો છે આ દેહ, દેહ મારો નથી.
કરેલા કર્મોની કેદ આ, પણ આ કેદ કાયમ નથી.
છતા, કર્મોનાં છે બંધન, કર્મ વિના છૂટતા નથી.
કર્મો થકી જ કપાશે આ બંધન, માનવદેહ વારંવાર મળતો નથી. ફરજ બજાવે સૌ નેક બની ફરજ વીના મુક્તિ નથી.
પતિ પત્ની અને બાળકો આ વૈભવ ક્ષણિક છે. ચિર સ્થાયી નથી.આત્મા જ અમર છે. મોહ રાખવા જેવું કાઈ નથી. ફરજ મુકી બનું વૈરાગી, પણ વૈરાગે મુક્તિ ની ખાત્રી નથી. મુક્તિ મળે સદ્કાર્ય થકી. ગુરુ વિના એ શકય નથી. ગુરુ જ અક્ષર બ્રહ્મ છે, ગુરુ ચિંધ્યાં માર્ગે ચાલવું, જોખમ નથી. ગુરુ વિના મુક્તિ નથી.
ગુરુ પૂર્ણિમા ની સૌને શુભ કામના.🙏
.

Read More

#kavyotsav -2
મને ગમે....

ગોરા ગોરા ગાલ તારા,વાંકડિયા એ વાળ તારા,
ગાલ પરનું એ ખંજન મને ગમે....

રૂમઝૂમ રૂમઝૂમ ચાલ તારી,અણિયાળી એ આંખ તારી, ઝાંઝરનો એ ઝણકાર મને ગમે.....

કદી ફોડે જો મટકી મારી, કદી માખણ ઢોળે આવી, તારા એ તોફાન મને ગમે.....

મોરલી મધુરી વાગે તારી, દોડી આવુ પાસે તારી, સૂરમાં બનું ગુલતાન મને ગમે....

વૃંદાવનમાં સૌ ગોપી સંગ, રાસ રચે છે તું જ્યારે જ્યારે, ભૂલી સૌ ભાન રમવું મને ગમે.....

તું મળે કે નાં મળે મને, બસ રાત -દિન તારી ભક્તિમાં,
જીવન વિતાવું આમ મને ગમે.....

જાગૃતિ રાઠોડ

Read More

#kavyotsav -2
🌷ઘર🌷

ભુલકાઓ ને હેત-પ્રેમ,
વડીલોને જયાં માન છે.

સુખ-દુઃખમાં સૌ સાથે,
સૌના મત સમાન છે.

સાથેબેસી જમે સૌ પછી,
ચર્ચા-વિચારને સ્થાન છે.

ધર્મકાર્ય, સંસ્કારનું સિંચન,
વડીલોની છત્ર-છાયા છે.

વિશ્વાસ નાં દોરે બંધાયા,
એકદિલ સૌ એકજાન છે.

ધરતી પર ક્યાં મળે સુખ ,
એ ઘર સ્વર્ગ સામાન છે.

જાગૃતિ રાઠોડ.

Read More

#kavyotsav -2
🌻માખણ🌻

ભરી મટુકી લાવી ગોરસ,
રાધેરાણી ગોવિંદને કાજ.

પ્રેમે પીરસી આપે મોહનને,
રાધા જ્યારે પોતાને હાથ.

ચાખી માખણ મોં મચકોડે,
કહે ગોપાલ,નથી કોઈ સ્વાદ!

જુએ હેરત થકી રાધારાણી,
ગોરસ તાજા વલોવ્યા આજ.

બોળી અંગુલિ અડાડી હોઠે,
મીઠાં હતા ગોરસના સ્વાદ!

કહે માધવને જૂઠા તમે છો,
ના માનુ તમારી કોઈ વાત.

મલકી હરિવર કહે છે, રાધે!
પહેલા માખણ હતું બેસ્વાદ.

સ્પર્શ પામ્યા તવ અધર તણાં,
ત્યારે ભળ્યા માખણમાં સ્વાદ.

જાગૃતિ રાઠોડ
ભાવનગર.

Read More

#kavyotsav -2
કેમ જશે?

એની પણ શું પીડા હશે!
ખુદથી જેને ધૃણા હશે.

દિવસો જેનાં ગોઝારા ,
રાતો એની કહેર હશે.

ના પલક પર આશ કોઈ,
શું સપનાથી પણ વેર હશે?

અશ્રુએ બળ્યા નૈન હશે!
ઝખમ લાગણીની દેન હશે.

ના પરથી ફરીયાદ કોઈ..
નિજ કરમ તણી દેન હશે?

મૃત્યું સાગર ઓટ મહી,
જીવનનૈયા મઝધાર હશે?

શ્વાસ થંભે જો કંઠ મહી,
અલગારી આત્મ કેમ જશે?

જાગૃતિ રાઠોડ.
ભાવનગર.

Read More

#kavyotsav -2
.🌹કર્મ🌹

ફ્ળ મળે કે ના મળે,
તું બસ તારું કર્મ કર.

આંસુ લુંછી કોઈ આંખના,
ઉર એને આંનદ તું ભર.

ચીંધી રાહ ભટક્યાને તું
મંઝિલ એની આસાન કર.

નાથ બની શકે અનાથનો,
જીવન કોઈ ઉજાગર કર.

અન્યાય સામે કરી લડત,
સાચો સલાહકાર તું બન.

ભૂખ્યાને અન્ન,તરસ્યાને જળ
કામ છે પુણ્યનું થાય તો કર.

જીવન ધન્ય બને,મરણ સરળ,
કરી સત્કર્મ તણું ભાથું તું ભર.

જાગૃતિ રાઠોડ

Read More

#kavyotsav -2
મિલન

ના રાધાની પ્રીત માં,
ના મીરાંના ગીત માં
અદ્ભૂત હતું મિલન
એ રચાયું બે મિત્રમાં.

અષ્ટ પટરાણીને છોડી,
ખુલ્લાપગે આવ્યાં દોડી.
બાલસખાને મળવા કાજે
રાજમર્યાદા આજ તોડી.

જુદાઈની જે પીડા વેઠી,
દ્વારે જઇ ને મળ્યા ભેટી.
ચરણ પખાળી પીડા હરી,
તાંદૂલ ખાઈ દારિદ્રય હરી.

ઋકમણી ને લાગ્યો ભય,
તાંદૂલ પોતાના હાથે લઈ.
પ્રભુને કરી વિનંતિ સાર,
અમે પણ એમાં હકદાર.

મંદ મંદ હસી રહ્યાં હરિ
નીરખે મિત્રને નયન ભરી.
અકળ કળા નાંજાણે કોઈ,
ઝુંપડી હતી ત્યાં મહેલ હોઇ.

ભારે હ્રદયે સુદામા જાય,
મનમાં તો એ બહુ મુંજાય.
ના હું મુખથી કહી શક્યો,
વણકહે એ નાં સમજ્યો.

ઘર આવી ને જુએ જયાં
રૂડા મહેલ શોભે છે ત્યાં.
મનમાં થોડી ગ્લાનિ ભરી,
હરિ મારો કરે એજ ખરી.

જાગૃતિ રાઠોડ

Read More