9000 DAYS

તમારી જીંદગી આમ તો
તમારી જ છે
એમાં થોડી સ્મૃતિ
અમારી પણ છે
રેખાઓ ભલે રહી
તમારા હાથમાં
પણ
*એમાં મિત્રતાની એક લીટી*
*અમારી પણ છે..

Read More

તમે એ પરીઓને જોઈ છે ?
જે વર્ષો પહેલાં રોજ રાત્રે બાની વાર્તાઓમાંથી 
સીધી સપનાંમાં ઘૂસી જતી’તી 
અને એની પાંખો પર બેસાડી
કેવું બધે ફેરવી લાવતી’તી ?
એ તમને ક્યાંય પણ મળે તો એને પૂછી જો જો
કે બે-ચાર રાતો માટે મારાં સપનાંમાં
આવવાનું એને ફાવશે ?
તૂટી ગયેલાં સપનાંઓનાં ઘણાં બધાં સ્ક્રેચીસ
આંખોમાં રહી ગયાં છે.
એ બધાં જ ગમે ત્યારે આંખોમાં ભોંકાયાં કરે છે
અને એવી વેદનાઓ થાય છે કે
ચીસ પણ પાડી શકાતી નથી !
એને કહેજો કે
સપનાંઓમાં આવીને મારી આંખોને
બીજાં થોડાંઘણાં સપનાંઓ માટે તરોતાજાં કરી જાય.
એ પહેલાં તમે ચકાસી લેજો કે,
રાત્રે સપનામાં આવીને સવારના પહોરમાં
આંખોને પહેલાંની જેમ જ 
તાજીમાજી કરી જવાનું
એને હજી આવડે તો છે ને ?

Read More

Women always worry about
the things that men forget.
Men always worry about
the things women remember

ગેરસમજ ની એક ક્ષણ એટલી POWERFUL હોય છે કે, તમે સાથે મળીને વિતાવેલી આનંદ ની સેંકડો ક્ષણને ભૂલાવી દે છે……

એ દિવસે આપણે છેલ્લી વાર મળ્યાં
ત્યારે આભ પણ વરસતું’તું અને આંખ પણ !
અને પછી મેં વરસાદમાં ભીંજાવાનું લગભગ છોડી દીધેલું.
કારણ,
એ પછીના પ્રત્યેક વરસાદમાં મને સમજાયું જ નહોતું કે,
તું યાદ આવે છે ને વરસાદ આવે છે
કે વરસાદ આવે છે ને તું યાદ આવે છે.
અને પછી મારી અંદર 
નહીં વરસેલું આકાશ છવાઈ જતું.
ગોરંભાયેલા આકાશના ડૂમા પણ કોની યાદમાં
વરસાદ થઈ જતા હશે, શી ખબર ?
પણ હું જાણું છું કે, 
તું અને તારી યાદ - તમે બંને મને 
ગોરંભાયેલા આકાશ જેવી જ વિહ્‌વળ કરી મૂકો છો
અને એટલે જ મેં
રેઇન-કોટ જેવું પ્લાસ્ટિકી જડ આવરણ
રચી નાંખ્યું છે મારી આસપાસ 
ઍટલિસ્ટ કોરા તો રહી શકાય !
તોય વરસતા વરસાદ વચ્ચે મને ઘણી વાર થાય 
દોડી આવું તારી પાસે
અને આપણે ભીંજાઈએ પહેલાંની જેમ જ.
જોકે હું રેઇન-કોટ પહેરું છું એટલું જ 
બાકી, વરસાદ તો હજી પણ,
પહેલાં ગમતો હતો એટલો જ ગમે છે !

A@sha....

Read More

“Good Behavior may not have any financial value, however, good behavior has the power to win millions of hearts

લાગણી ગોઠવાઈ ગઈ લયમાં તો
ગઝલ ગુંજી ઊઠી સુરાલયમાં.

Don’t read success stories, you will only get a message. Read failure stories, you will get some ideas to get success

*👌🏼 किसी ने क्या खूब लिखा है👌🏼*

*तू कर ले हिसाब, अपने हिसाब से,*

*लेकिन ऊपर वाला लेगा हिसाब, अपने हिसाब से..* *जिंदगी मे हम कितने सही और कितने गलत है, ये सिर्फ दो ही शक्स जानते है..*

*"परमात्मा "और अपनी "अंतरआत्मा"*

Read More

તમે જે આંનદ કરો છો . . .
તેની પાછળ કોઈની દુવા છે . . .
બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .
નસીબ જયારે સાથ છોડે છે ને . . .
ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .
સહનશીલતા એ સ્વભાવ નહી સંસ્કાર છે . . .

Read More